visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
પવિત્ર શ્રવણમાસ શરૂ: શિવાલયો ભક્તોથી ઉભરાયા
દેવાધી દેવા મહાદેવની આરાધના કરી શિવજીની કૃપા મેળવવાનો માસ એટલે પવિત્ર શ્રવણ માસ. આ શ્રવણમાસને શિવજીની આરાધનાનો મહિનો ગણવામાં આવતો હોઇ આજથી શરૂ થતાં પવિત્ર શ્રવણ માસમાં વહેલી સવારથીજ શહેરના શિવાલયો ભાવભિકતોથી ઉભરાઇ ગયા હતા. વહેલી સવારથીજ શહેરના શિવાલયો ઘંટનાદ અને શંખનાથી ગુંજી ઉઠ્યા હતા,ભાવિભક્તો એ સવારેથીજ શિવજીની આરાધના કરવા શિવાલય પર બિલીપત્ર ચઢાવી તથા જળ અને દુધ તથા પંચામૃતનો અભિષેક કરી ભોળા શંભુને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.પવિત્ર શ્રવણ માસમાં શિવજીની આરાધનાની સાથે સાથે અન્ય દેવી દેવતાઓના પણ લોકો વ્રત શરૂ કરી દેતાં જાણેકે સમગ્ર વાતાવરણ શિવમય અને ભક્તિમય બની ગયું હોય તેવો ઘાટ થયો હતો.પવિત્ર શ્રવણ માસમાં લોકો સિવજીની પુજા અર્ચનાની સાથે સાતે આખો મહિનો એકટાણુ ખાઇ ઉપવાસ રાખી શિવજીની આરાધનાના કરતા હોયછે. જેથી આજથી ઘણા ભકતોએ શ્રાવણ માસના ઉપવાસની પણ શરૂઆત કરી હતી
શું અમિન તાજના સાક્ષી બની શકશે ખરા?
સીબીઆઇનો પુરતા પુરાવા હોવાનો દાવો. ચકચારી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અને કૌશરબી હત્યા પ્રકણમાં માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહી ધરપકડથી આ કેસમાં ગરમાવો આવી ગયો છે. તેમાંય વળી આ પ્રકરણના એક આરોપી ડૉ.અમિને પોતાની પાસેના પુરાવા સીબીઆઇને તાજના સાક્ષી બનાવા માટે કોર્ટમાં રજુઆત કરી છે બદલામાં માફી માટેની દાદ માંગી છે.તો બીજી તરફ સીબીઆઇ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કે તેમની પાસે પુરતા પુરાવા છે માટે અમિનના પુરાવાની કોઇ જ જરૂર નથી પરંતુ જો અમિન મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપે કે તેના પુરાવા કેસ માટે મહત્વના સાબિત થઇ શકે છે તે સીબીઆઇ કોઇ નિર્ણય લેશે આ ઉપરાંત અમીનને તાજના સાક્ષી બનાવતા અટકાવવા માટે સહઆરોપીઓ વણઝારા એન્ડ કંપીને પણ કોર્ટમાં અરજી કરી છે.હવે અમિને તાજના સાક્ષી બનતા આ બે પરબિળો અટકાવી રહ્યા છે જોકે અમીનની તાજા સાક્ષી બનવા અંગેની અરજીની આજે સુનવણી છે હવે જોવાનું એ રહ્યુ કે અદાલત શું આદેશ આપે છે ? અમીન તાજના સાક્ષી બનશે કે કેમ તેનો આધાર અદાલતના આદેશ પર છે.
આખરે કોણે કર્યો અમિત શાહ સાથે વિશ્વાસઘાત?
જેલવાસના ત્રીજા દિવસે અમિત શાહ સાથેની લંબાણપૂર્વકની ચર્ચામાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પૂછ્યું: ત્રણ વર્ષ સુધી અમે મૌન રહ્યા. અમે જેલવાસ ભોગવ્યો, પણ વફાદારી ન ચૂક્યા. તમે જ કહો, ત્રણ માસની અંદર સીબીઆઈને તમારું નામ આપી, વિશ્વાસઘાત કોણે કર્યો? હવે, સમજવાનું તમારે છે.જુન,૨૦૦૬ અને જાન્યુઆરી ૨૦૧૦માં શું તફાવત છે? સોહરાબ એન્કાઉન્ટર કેસનો બારીકાઈથી અભ્યાસ કરી રહેલા લોકો એ વાતથી પરિચિત હશે કે બે અલગ-અલગ તપાસ સંસ્થાઓએ આ કેસના તથ્યોને ઉજાગર કરવાનું બીડુ ઝડપ્યુ હતું.૨૫ નવેમ્બર, ૨૦૦૫ની મધરાતે થયેલા સોહરાબના એન્કાઉન્ટર મામલે ભારે ઉહાપોહ સર્જાતા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી ત્યારથી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ સુધીમાં ગૃહ રાજ્યમંત્રી કે તત્કાલીન ડીસીપી-ક્રાઈમ અભય ચુડાસમા સામે આંગળી ચિંધવાનું સાહસ પણ કોઈએ દાખવ્યુ નહોતું.૨૪ એપ્રિલ, ૨૦૦૭ બાદ આ કેસમાં જેલમાં ગયેલા એટીએસના બે ઉચ્ચ અધિકારીઓ સહિત ૧૩ પોલીસ કર્મચારીઓએ પણ આ બંને પૈકી કોઈનું નામ લીધુ હોવાનું રેકોર્ડ પર નોંધાયાનું જાણમાં આવ્યું નથી. આ તમામ લોકોના અકળ મૌનને શું સરકાર પ્રત્યેની તેમની વફાદારી ગણવી?જો હા, તો સતત ૩ વર્ષ, ૩ દિવસ સુધી મૌન રહેલા આ લોકોની અવસ્થાને ચલિત કરનારુ એ નવું ઉમેરાયેલું પરિબળ કયુ હતું? સ્વાભાવિક જ આ સમયગાળા બાદ અને સીબીઆઈના ગાળિયામાં એક-યા બીજી રીતે સપડાઈ ગયેલા એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ જ વિશ્વાસઘાત કર્યો હોવાનું જેલની અંદર રહેલા કેટલાક અધિકારીઓ માને છે.
માથુર, જોહરીની ૧૫ ઓગસ્ટ પછી પૂછપરછ
રાજકોટમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતાદિનની ઉજવણીની તૈયારીમાં વ્યસ્ત જોહરીએ વધુ સમય માગ્યો. નિવૃત્ત ડીજીપી પાંડેએ પણ અઠવાડિયાની મુદત માગી. સોહરાબુદ્દીન કેસમાં સીબીઆઇ રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન ઓ.પી.માથુર, રાજકોટ પોલીસ કમિશનર ગીથા જોહરી અને નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેની પૂછપરછ ૧૫મી ઓગસ્ટ - સ્વાતંત્રયદિનની ઉજવણી બાદ કરશે. ગીથા જોહરી-માથુરની ૧૦મી અને પ્રશાંતચંદ્ર પાંડેની પૂછપરછ ૧૧મી ઓગસ્ટે થવાની હતી. જો કે કોઇ કારણસર અઠવાડિયા કરતાં વધુ મુદ્દત પડી છે.રાજ્યકક્ષાની સ્વાતંત્રયદિનની ઉજવણી રાજકોટમાં થવાની છે. રાજકોટના કમિશનર ગીથા જોહરી ગયા અઠવાડિયે જ લંડન પ્રવાસેથી પરત આવ્યાં બાદ સ્વાતંત્રયદિનની ઉજવણીના કાર્યક્રમમાં વ્યસ્ત થઈ ગયાં છે.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર મામલે ગયા મે મહિનામાં સીબીઆઇએ ગીથા જોહરીની પૂછપરછ કર્યા બાદ ૧૦મી ઓગસ્ટે હાજર રહેવા જણાવ્યું હતું. જો કે તેઓ ૧૦ ઓગસ્ટે હાજર રહી શકે તેમ ન હોવાથી ૧૬ ઓગસ્ટ પછી ગમે ત્યારે હાજર રહેવા જણાવાયું છે.એમની સાથે જ ગયા અઠવાડિયે રક્ષાશક્તિ યુનિવર્સિટીના ચેરમેન નિવૃત્ત આઇપીએસ ઓ.પી.માથુરની ગીથા જોહરી સાથે સંયુક્ત પૂછપરછ કરવાની હતી. પરંતુ જોહરી આવવાના ન હોવાથી માથુરને પણ અઠવાડિયાની મુદત મળી ગઈ છે.સીબીઆઇએ ગયા અઠવાડિયે નિવૃત્ત ડીજીપી પ્રશાંતચંદ્ર પાંડેને સમન્સ આપી ૧૧ ઓગસ્ટે હાજર રહેવા જણાવ્યું હતું. જો કે તેઓ બહારગામ હોવાથી આગામી અઠવાડિયામાં પૂછપરછ માટે હાજર થશે તેમ જણાવ્યું હતું. તેઓ ૧૮મી ઓગસ્ટે સીબીઆઇ સમક્ષ હાજર થવાની સંભાવના છે.
દિગ્વિજય સિંહ ઉવાચ, રાજીનામું આપે કલમાડી
કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને વિપક્ષના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને હવે તેના પક્ષના અંદર પણ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર બાદ હવે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશમાં પક્ષના પ્રભારી દિગ્વિજય સિંહ પણ સામે આવ્યા છે. દિગ્વિજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કલમાડી દોષી છે તો તેમણે આયોજન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.ઉત્તર પ્રદેશમાં સોમવારે મોડી રાત્રે પત્રકારો સાથેની વાતચીતના જવાબમાં દિગ્વિજય સિંહે આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે કલમાડીના રાજીનામાની માંગ નથી કરી રહ્યા પરંતુ જો તપાસમાં તેઓ દોષી ઠરશે તો મારૂ માનવું છે કે તેમણે જાતે જ રાજીનામું આપી દેવું જોઈએ.તેમણે કહ્યું હતું કે કોમનવેલ્થમાં ભ્રષ્ટાચારને લઈને ઘણું બધુ કહેવામાં આવી રહ્યું છે. અમે તમામ તપાસ અહેવાલોની રાહ જોઈ રહ્યા છીએ. તપાસ અહેવાલો આવ્યા સિવાય આપણે કોઈ પણ જાતના તારણ પર પહોંચી શકીએ નહીં.દિગ્વિજય સિંહે સ્પષ્ટ કર્યું હતું કે આપણે તે ના ભૂલવું જોઈએ કે કોમનવેલ્થ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન દેશ માટે ગૌરવની વાત હશે અને તે માટે આપણે હકારાત્મક વિચાર સાથે આગળ વધવું પડશે. ઉલ્લેખનીય છે મણિશંકર ઐયર બાદ દિગ્વિજય સિંહ બીજા કોંગ્રેસી નેતા છે જેમણે કોમનવેલ્થ ગેમ્સ મામલે ખુલીને સામે આવ્યા છે.આ પહેલા કોંગ્રેસના સાંસદ મણિશંકર ઐયરના નિવેદન પર વિવાદ ઉભો થયા બાદ કોંગ્રેસે તેના તમામ સાંસદો અને નેતાઓને કોમનવેલ્થ ગેમ્સ મામલે જાહેરમાં કોઈ પણ જાતનું નિવેદન ન કહેવાની સૂચના આપી હતી
અમિત શાહ પર ૩૦૦ પ્રશ્નોની ઝડી
કૌસરબીની હત્યા અંગે પણ પ્રશ્નો પૂછાયા, સીબીઆઇના પ્રશ્નોના જવાબ આપતા ઉપવાસી શાહ રીતસરના હાંફી ગયા, પૂછપરછ પહેલાં છાતીમાં દુખાવાની ફરિયાદસોહરાબુદ્દીનના બોગસ એન્કાઉન્ટરમાં અમિત શાહના રિમાન્ડના પ્રથમ દિવસે જ સીબીઆઇએ ૩૦૦ જેટલા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. જો કે જેલની અંદર પૂછપરછ દરમિયાન શાહે આપેલા અસહકારનો સિલસિલો અહીં પણ યથાવત રહ્યો હતો. મોટાભાગના પ્રશ્નોના જવાબમાં તેમણે, ‘ મને યાદ નથી અને મારે જોવું પડશે’ તેમ કહી જવાબો ટલ્લે ચઢાવ્યા હતા. સતત ૧૦ કલાક જેટલી ચાલેલી પૂછપરછમાં શનિવારે ઉપવાસ રાખતા શાહ સાંજ સુધી રીતસરના હાંફી ગયા હતા.તેમને સોહરાબનું એન્કાઉન્ટર, કૌસરબીની હત્યા, સોહરાબની સોપારી કોણે આપી હતી અને પટેલ બંધુઓ પાસેથી તેમણે ખરેખર કેટલા પૈસા લીધા ત્યાંથી લઇને તપાસ અધિકારીઓની વારંવારની બદલી સહિતના ઢગલાબંધ સવાલોની ઝડી વરસાવાઇ હતી. શાહને અન્ય કોઇ રીતે ટોર્ચર કરવામાં આવ્યા ન હતા.આ પૂર્વે સાબરમતી જેલમાંથી બંદોબસ્ત વચ્ચે શાહને સવારે ગાંધીનગર સીબીઆઇની કચેરી ખાતે લઇ જવાયા હતા. સીબીઆઇની કચેરી ફરતે પણ સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પૂછપરછ પહેલાં તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરંતુ તબીબો પાસે તપાસ કરાવતા સ્નાયુનો સામાન્ય દુખાવો હોવાનું નીકળ્યું હતું. કચેરી ખાતે મીડિયાકર્મીઓ સિવાય ભાજપના કોઇ કાર્યકર ફરક્યા ન હતા. રાત્રે ૮.૩૦ સુધી પૂછપરછ ચાલ્યા બાદ અમિત શાહને સીબીઆઇના લોકઅપમાં લઇ જવાયા હતા.સીબીઆઈ સૂત્રોએ જણાવ્યું હતું કે રિમાન્ડના પહેલા દિવસે અમિત શાહને કચેરીમાં એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. તેમના વકીલોને હાજર રાખવાની મંજુરી અપાઇ હતી. પરંતુ તેઓ શાહને પૂછાતા પ્રશ્નો સાંભળી ન શકે તેટલા દૂર બેસાડવામાં આવ્યા હતા. તે પછી અધિકારીઓ દસ્તાવેજો સાથે રાખીને રિમાન્ડની શરૂઆત કરી હતી.શાહને સોહરાબુદ્દીન અને કૌસરબીની હત્યા બાબતે તથા ગુમ થયેલા દસ્તાવેજો અને કોલ ડિટેઈલની સીડી વિશે લગભગ ૧૫ મુખ્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેને સંલગ્ન અન્ય પ્રશ્નો મળીને કુલ ૩૦૦ જેટલા પ્રશ્નો પૂછાયા હતા. શાહને જ્યારે સીબીઆઇના અધિકારીઓ ડોક્યુમેન્ટ બતાવીને પણ પ્રશ્નો પૂછતા હતા ત્યારે પણ તેઓ અસહકાર આપતા હતા. એટલું જ નહીં મારે પૂછવું પડશે તેમ કહીને લગભગ તમામ પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.
તારી દિકરી અને પત્ની મારી સાથે સુવે છે.
તારી દિકરી મારી સાથે ચાલુ છે. તારી પુત્રવધુ વેશ્યા છે. તારી પત્ની અને દિકરી મારી સાથે સુવે છે. આવા વાક્યો વાંચીને તમને ધ્રુણા ઉપજતી હશે.ત્યારે કલ્પના કરો કે, એ વેપારીનું શું થતું હશે, જેને દરરોજના લગભગ 125 થી 200 આવા એસએમએસ આવતા હોય.અમિત પટેલ (બદલેલું નામ) નામના આ વેપારી મુંબઇના મધ્યમવર્ગીય વિસ્તારમાં રહે છે. પરંતુ, છેલ્લા લગભગ દોઢ વર્ષથી તેમને આ પ્રકારના એસએમએસ મળી રહ્યાં છે. શરૂઆતના થોડા સમય માટે તેમણે આ બાબત ઉપર ગંભીરતાથી ધ્યાન આપ્યું ન હતું. જોકે, દિવસે અને દિવસે એસએમએસની સંખ્યા વધતી જતી હતી. તેમણે મોબાઇલ નંબર પણ બદલાવ્યા. જોકે, આથી ખાસ લાભ થયો નહીં અને મેસેજનો પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો.આથી તેમણે મુંબઇ પોલીસને ફરિયાદ નોંધાવી. તેમાં પણ કાંઇ ઉકેલ ન આવતા તેમણે મુંબઇ પોલીસની સાઇબર સેલને આ અંગે જાણ કરી. હાલ, મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ, તેમાં પણ તપાસનીશ અધિકારીઓને કોઇ ખાસ સફળતા મળી નથી.પોલીસે એક વખત નંબરના આધારે તપાસ કરી. પરંતુ, આગળ જતાં ખબર પડી કે, નક્લી દસ્તાવેજોના આધારે આ સીમકાર્ડ મેળવવામાં આવ્યું હતું. ખુદ પોલીસ પણ સ્વીકારે છેકે, નક્લી દસ્તાવેજોના આધાર પર મેળવવામાં આવેલા સીમકાર્ડ પર લગામ લગાવી મુશ્કેલ છે. જોકે, પોલીસની નિષ્ફળતાના કારણે, ઘરના સભ્યોને બહાર નિકળવું ભારે થઇ ગયું છે. એટલે સુધી કે, પરિવારની પુત્રીને આ શખ્સનો ભય પેસી ગયો છે.તેને લાગે છેકે, તેના પરિવારને આ પ્રકારના મેસેજ મોકલનારો શખ્સ તેમને હૈરાન કરી નાખશે અને તેની ઉપર હુમલો કરશે.
શાહના ચહેરાનો રંગ ફિક્કો પડ્યો
બે અઠવાડિયાથી જેલમાં રહેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહને રિમાન્ડ માટે ગાંધીનગર સ્થિત સીબીઆઇ કચેરી લવાયા ત્યારે તેમના ચહેરાનો રંગ બિલકુલ ફિક્કો જણાતો હતો. અહીં જુના સચિવાલય ખાતે શનિવારે સવારે ૧૦ વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ શાહ મીડિયા તરફ જોઈ માત્ર હાથ જોડી શક્યા હતા.રાજ્યકક્ષાના મંત્રી તરીકે જાહોજલાલી ભોગવ્યા બાદ હાલ જેલમાં દિવસો ગણી રહેલા શાહની બોડી લેંગ્વેજ ડાઉન થઈ હોય તેમ સ્પષ્ટ જણાતું હતું. આંખોમાંથી ઉજાગરા ડોકિયા કરતા હતા અને ચહેરા પરની લાલિમા ગાયબ હતી. પરંતુ તેમ છતાંય તેમણે ચહેરા પર બનાવટી હાસ્ય લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે પરિસ્થિતિની ગંભીરતાનું સૂચક લાગતું હતું.એટલું જ નહીં જુના સચિવાલયના બ્લોક નં-૧૧માં રિમાન્ડ પર લઈ જતાં સમયે પણ સીડીઓ ચડતી વખતે તેઓ સતત નીચેની તરફ બહાર જોઈ રહ્યા હતા. જો કે પોતાના સમર્થકોને શોધી રહેલી અમિત શાહની આંખોને નિરાશા મળી હતી, ત્યાં મીડિયા અને પોલીસના કાફલા સિવાય તેમના પક્ષનું કોઈ નજરે ચડ્યું નહોતું!અમિત શાહના આવ્યા બાદ બીજી ગાડીમાં સીબીઆઇના તપાસનીશ અધિકારીઓ કંડાસ્વામી અને અમિતાભ ઠાકુર આવ્યા હતા અને ફટાફટ કચેરીની સીડીઓ ચઢી ગયા હતા.રાજ્યકક્ષાના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ તેમની સાથે કાયમ એક નેપ્કિન રાખે છે ભારેખમ વજન ધરાવતા શાહને ઝડપથી પસીનો છુટી જાય છે. વિધાનસભા સેન્ટ્રલી એરકંડિશનર છે છતાં તેઓ જ્યારે ગૃહ વિભાગના પ્રશ્નોના જવાબ આપવા ઊભા થાય છે ત્યારે તેમને પરસેવો વળી જાય છે.વિધાનસભા ચાલુ હોય ત્યારે વિપક્ષોએ કરેલા આક્ષેપોથી સમસમી જતા અમિત શાહ તેમના વિભાગનો જવાબ આપતી વખતે ઉગ્રતા ધારણ કરે છે. આવેશમાં આવી જઇને વિભાગે કરેલી કાર્યવાહીનો જવાબ આપે છે. શનિવારે પણ સીબીઆઇની પૂછપરછ વખતે નેપ્કીન તેમણે સાથે રાખ્યો છે.
અમિત શાહને શું મળશે? જામીન કે જેલ
રાજ્યભરમાં અમિત શાહની જ ચર્ચા. આજે સવારથીજ રાજ્ય અને દેશભરમાં એક જ ચર્ચા જોર પકડ્યું છે. કે અમીત શાહને શું મળશે? જેલ કે જામીન.કેમકે આજે અમીત શાહની જામીન અંગેની સુનવણી સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં છે. જેમાં અમીત શાહને જામીન મળે છે કે કેમ? તે જાણવાની સૌ કોઇને ઉત્તેજના છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાઇ અઠવાડીયાથી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમત શાહે તેમની ધરપકડના બીજા દિવસે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના પર સીબીઆઇ એ ક્યા ચાર્જ લગાવ્યા છે. તેની જાણકારી વગર તેમને જામીન કેવી રીતે આપવા માટેતે માટે તેમની જામીનની સુનવણી બીજી ઓગસ્ટ(આજે) પર મુલતી રાખવામાં આવી હતી.આજે શાહ તરફી દલીલો કરવા માટે રામ જેઠમલાની, રવશિંકર પ્રસાદ તથા અરૂણ જેટલી કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે જ્યારે સીબીઆઇ તરફથી એ.ટી.એસ તુલસી કોર્ટમાં ઉપસ્થીત રહી દલીલો કરે તેવી શક્યાતા છે.
હવે ભારત-પાક સરહદે ટ્રીન...ટ્રીન...
આવનારા દિવસોમાં તમે ભારત અને પાકિસ્સાનની સરહદ પરથી પણ મોબાઇલની ઘંટડી સાંભળવા મળશે. જો કે સરકારે ભારત-પાક સરહદ પર બીએસએનએલના 104 ટાવર નાંખવાનો નિર્ણય કર્યો છે. આ ટાવર પાક સરહદથી જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબમાં લગાવામાં આવશે.દેશની સુરક્ષાના લીધે સરહદ પર મોબાઇલ ટાવર લગાવવા માટે સુરક્ષા એજન્સીઓની સહમતી જરૂર પડે છે. આથી બીએસએનએલ એ આ સિલસિલામાં સેનાની અપ્રૂવલ માંગી છે. માનવામાં આવી રહ્યું છે કે સેના પાસેથી અપ્રુવલ મળી ગયા બાદ 2010-11ના વર્ષ દરમ્યાન જ સરહદ પર ટાવર લગાવાનું કામ પુરૂં કરી દેવાશે.હાલમાં ભારત-પાક સરહદની આસપાસના વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કને લઇને ઘણી સમસ્યા છે. કેટલાંય વિસ્તારોમાં મોબાઇલના સિગ્નલ પહોંચતા જ નથી. આ સિવાય કેટલીય જગ્યાઓ પર નબળા સિગ્નલની સમસ્યા પણ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે બીએસએનએલ ના ટાવર લગાવ્યા બાદ સરહદની આસપાસ રહેનાર લોકોની આ સમસ્યા દૂર થઇ જશે.
હજારો વર્ષ પછી સર્જાશે આવો સંયોગ
સામાન્ય રીતે કેલેન્ડરમાં અલગ-અલગ પ્રકારના સંયોગો બનતા રહેતા હોય છે. આવો જ એક સંયોગ ચાલુ વર્ષે પણ થનાર છે.
ચાલુ વર્ષે કેલેન્ડરમાં 10 મી ઓક્ટોબરના દિવસે અદ્દભૂત સંયોગ થવાનો છે. આ દિવસે તારીખ, મહિનો અને વર્ષ તમામ 10 જ હશે. જેના આધારે કેલેન્ડર પર તારીખ હશે 10-10-10.કેલેન્ડરના નિરીક્ષણથી પણ આ સંયોગ ઉડીને આંખે વળગે તેવો છે. ત્યારે આવા જો અન્ય કોઇ સંયોગ તમારા ધ્યાનમાં હોય તો તમે પણ અમને જણાવી શકો છો. તર્ક સાથે તમે તમારી માહિતી અમને મોકલી આપો અને અમે તમારા નામ સાથે તેને પ્રકાશીત કરીશું.
10 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment