visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
અમિત શાહને શું મળશે? જામીન કે જેલ
રાજ્યભરમાં અમિત શાહની જ ચર્ચા. આજે સવારથીજ રાજ્ય અને દેશભરમાં એક જ ચર્ચા જોર પકડ્યું છે. કે અમીત શાહને શું મળશે? જેલ કે જામીન.કેમકે આજે અમીત શાહની જામીન અંગેની સુનવણી સ્પેશિયલ સીબીઆઇ સેસન્સ કોર્ટમાં છે. જેમાં અમીત શાહને જામીન મળે છે કે કેમ? તે જાણવાની સૌ કોઇને ઉત્તેજના છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાઇ અઠવાડીયાથી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહરાજ્યમંત્રી અમત શાહે તેમની ધરપકડના બીજા દિવસે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમના પર સીબીઆઇ એ ક્યા ચાર્જ લગાવ્યા છે. તેની જાણકારી વગર તેમને જામીન કેવી રીતે આપવા માટેતે માટે તેમની જામીનની સુનવણી બીજી ઓગસ્ટ(આજે) પર મુલતી રાખવામાં આવી હતી.આજે શાહ તરફી દલીલો કરવા માટે રામ જેઠમલાની, રવશિંકર પ્રસાદ તથા અરૂણ જેટલી કોર્ટમાં હાજર રહે તેવી શક્યતા છે જ્યારે સીબીઆઇ તરફથી એ.ટી.એસ તુલસી કોર્ટમાં ઉપસ્થીત રહી દલીલો કરે તેવી શક્યાતા છે.
મુંબઇમાં રોટલો મળશે પણ ઓટલો નહિ!
તાજેતરમાં જ થયેલ ભારત મિલની હરાજીમાં ઇન્ડિયાબુલ્સ રિયલ દ્વારા લગાવામાં આવેલ ઊંચી કિંમતોથી પ્રોપર્ટી બજારના જાણકારો ઊંચા ભાવો પર ચર્ચાઓ કરી રહ્યા છે. પ્રોપર્ટીના નિષ્ણાતો આ સોદાથી ચકિત થઇ ગયા છે. તેમનું કહેવું છે કે મુંબઇમાં જે રીતે આ સોદો થયો છે તે જોતા હવે સ્પષ્ટ કહી શકાય કે અહિં પ્રોપર્ટીના ભાવ પોતાની ચરમ સીમાએ પહોંચી ગયા છે. સામાન્ય વ્યક્તિને મુંબઇમાં ખાવા રોટલો મળી રહેશે પણ રહેવા ઓટલો મળવો બહુ મુશ્કેલ છે.જેએલએલ મેઘરાજના સીઓઓ બિઝનેસ સંજય દત્તે કહ્યું કે હાલ મુંબઇમાં જમીનનું મૂલ્યાંકન ખૂબ જ ઊંચું ચાલી રહ્યું છે અને તેનું કારણ છે ડેવલપર્સ ઊંચા એફએસઆઇના આધાર પર તેનો લાભ લઇ રહ્યા છે.જમીનની કિંમત તમે તે જગ્યા પર શું બનાવાના છો, તેના પર પણ નિર્ભર કરે છે. એનટીસીની ડીલ મોંઘી છે કે નહિં તે અંગે તેમનું કહેવું છે કે જો તેની એફએસઆઇ 1.33 રહી તો તે ચોક્કસ જ મોંઘી છે પરંતુ જો મુંબઇ સિટીમાં ડેવલપર 3.25 સુધી પણ એફએસઆઇ વસૂલી રહ્યા છે તો તેને મોંઘું કરી શકાય નહિં.મુંબઇમાં અત્યારે મધ્ય, દક્ષિણ મુંબઇમાં પ્રોપર્ટીના ભાવ પોતાની ચરમ સીમા પર પહોંચી ગયા છે. મધ્ય મુંબઇમાં પ્રોપર્ટીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થવાની આશા છે.
ચાંડિલમાં પાંચ ફેણ વાળો નાગ દેખાયો ?
પૂર્વ સિંધભૂમ જિલ્લાના ચાંડિલ પ્રખંડમાં તાજેતરના દિવસોમાં પાંચ ફેણ વાળો શેષનાગ દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એવુ માનવામાં આવે છે કે એક વ્યક્તિએ આ પાંચ ફેણવાળા નાગને થોડા દિવસો પહેલા જોયો હતો.આ સમાચાર સમગ્ર ગામમાં આગની જેમ ફેલાઇ ગયા હતા, અને સમગ્ર ગામજનો સંપૂર્ણ વિસ્તારમાં પાંચ ફેણ વાળા નાગને જોવા માટે ફરી વળ્યા હતા. જો કે ફરીથી તે શેષનાગે ગ્રામજનોને પોતાના દર્શન નહોંતા આપ્યાં. આ ગામમાં દરેક વ્યક્તિ પાંચ ફેણ વાળા શેષનાગની ચર્ચા કરી રહ્યાં હતા. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે લોકો આ પ્રકારની અફવાથી ભારે ઉત્તેજના જોવા મળી રહ્યાં છે.આ વિસ્તારના લોકો એટલે સુધી કહિ રહ્યાં છે કે શેષનાગના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુનો અવતાર આવ્યો હતો. જ્યાં આ પાંચ ફેણ વાળો શેષનાગ દેખોયો હતો, ત્યાં હજું પણ લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યાં છે. આ વિસ્તારના મુખ્ય વન સંરક્ષક આલોક કુમારે ગુપ્તાએ ભાસ્કર નેટવર્કને જણાવ્યું હતું કે આ અંગે કોઇ અધિકૃત માહિતી પ્રાપ્ત થઇ નથી. આ બાબત એક અફવા પણ હોઇ શકે છે. ગુપ્તાએ જણાવ્યું કે, બની શકે છે કે ગ્રામજનોએ કોબ્રા સાપને જોયો હોય જે પોતાની ફેણને ફેલાઇને બેઠો હોય, કારણે કે ચાંડિલના જંગલોમાં કોબ્રા દેખવામાં આવે છે.ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય સમગ્ર વાઇલ્ડ લાઇફમાં પાંચ ફેણ વાળા શેષનાગને દેખ્યો નથી. સામાન્ય રીતે પાંચ ફેણ વાળા શેષનાગોની ચર્ચા પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. જો કે આ સૂચનાના આધારે વન વિભાગે સક્રીય થઇ ગયુ છે અને શેષનાગની માહિતીની તથ્ય તપાસવા સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે.
ટેસ્ટ ક્રિકેટમાં સિદ્ધિ નોંધાવનાર ખેલાડીઓ, ભાગ-8
ટેસ્ટ ક્રિકેટમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એક જ એવો ખેલાડી છે જે એક કરતા વધારે રેકોર્ડ્સ તેના નામે ધરાવે છે. હાલમાં સચિન એક એવા સ્તરે પહોંચી ગયો છે કે જ્યારે તેનો પ્રત્યેક રન એક નવો રેકોર્ડ સર્જે છે તેમ કહીં શકાય.જો કે આ ઉપરાંત ટેસ્ટમાં એક એવો ખેલાડી છે જેણે તેની બહુમુખી પ્રતિભા સાબિત કરી દેખાડી છે. આ ખેલાડી વિશ્વનો સફળ સુકાનીઓમાંનો એક છે એટલું જ નહીં પરંતુ ટેસ્ટમાં સૌથી વધુ રન ફટકારાનારા ખેલાડીઓમાં પણ તેનો સમાવેશ થાય છે.
જમ્મુ અને કાશ્મીર : આહ...લેહ...થી...વાહ...લેહ...
શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના લેહ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે, અત્યાર સુધીમાં 165 નાગરિકોના મોત થયા છે. જેમાંથી 140 લાશોની ઓળખાણ કરી લેવામાં આવી છે. જ્યારે 400 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જેની સારવાર ચાલુ છે. 81 વિદેશીઓને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ ઘરોનો નાશ થયો છે. જેના કારણે, નાગરિકોને હંગામી નિવાસસ્થાનોમાં રહેવાની ફરજ પડી રહી છે. જોકે, નાગરિકો હસતાં મોઢે જીંદગીને પાટે ચડાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.
મલ્લિકા-બિગ બી વચ્ચે ગરમા-ગરમ પ્રણય દ્રશ્યો!!!
મલ્લિકા શેરાવતનું સ્વપ્ન હતું કે, તે અમિતાભ બચ્ચન સાથે કામ કરે. હવે તેનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. તે બિગ બી સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં કામ કરી રહી છે.મલ્લિકાએ આ વર્ષે ઈતિહાસ રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. તેણે આ વર્ષે હોલિવૂડની કેટલીક ફિલ્મો સાઈન કરી છે. મલ્લિકા શેરાવતની ઘણાં સમયથી ઈચ્છા હતી કે, તે સીનિયર બચ્ચન સાથે કામ કરે.થોડા સમય પહેલા જ મલ્લિકાને એક ફિલ્મમાં બિગ બી સામે લેવામાં આવી છે. થોડા વર્ષો પહેલા એક ચેટ શોમાં મલ્લિકાએ કહ્યું હતું કે, તેને અમિતાભ બચ્ચન સાથે કામ કરવું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મલ્લિકા હાલમાં અમેરિકામાં છે અને તેને બોલિવૂડની ઘણી જ ફિલ્મો ઓફર થઈ રહી છે. આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોમાં મલ્લિકાએ કામ કરવાની હા પાડી છે. મલ્લિકાએ અમિતાભ સાથેની રોમેન્ટિક ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી તે ભારતના સુપરસ્ટાર સાથે કામ કરવા આતુર હતી.મલ્લિકા ઘણાં સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. જો કે શરૂઆતમાં મલ્લિકા માત્રને માત્ર અંગપ્રદર્શન કરતી હોવાથી તેને કોઈ મહત્વ આપતું નહોતું. જો કે હોલિવૂડની ફિલ્મોમાં કામ કર્યા પછી મલ્લિકાનું નસીબ બદલાઈ ગયું છે. ઈન્દર કુમારે ધમાલ 2માં મલ્લિકાને લીધી છે.મલ્લિકાએ કહ્યું હતું કે, તેને પીએનસીએ એક સ્ક્રીપ્ટ મોકલાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન છે. આ મહિનાના અંતે તે ભારત આવવાની છે અને ફિલ્મ અંગે વિસ્તૃત વાત કરશે.જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, અમિતાભ બચ્ચન હોવાને કારણે તેણે આ ફિલ્મ સાઈન કરી છે તો તેણે હા પાડી હતી.નોંધનીય છે કે, મલ્લિકા ચુંબનો અને ઉત્કટ પ્રણય દ્રશ્યો માટે જાણીતી છે. બિગ બી અને મલ્લિકા વચ્ચે કેટલા ઉત્કટ પ્રણય દ્રશ્યો જોવા મળશે તે તો આવનારો સમય જ કહેશે.
પીપલી લાઇવ' રિલીઝ પહેલાં જ નફામાં
આમિર ખાનની આવનારી ફિલ્મ પીપલી લાઇવના સેટેલાઇટ રાઇટને એન્ટરટેઇનમેન્ટ ચેનલ કલર્સે 10 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. ટી સીરીઝે તેના મ્યુઝિક રાઇટ્સ 4 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. આમ, આ રીતે આ ફિલ્મે પોતાનો ખર્ચ તો નીકાળી લીધો સાથો સાથ રિલીઝ થતાં પહેલાં જ નફો પણ કમાઇ લીધો છે.આ ફિલ્મ અંદાજે રૂપિયા 10 કરોડમાં બની છે. અત્યાર સુધી આ ફિલ્મ અંગે સારા રિપોર્ટ આવી રહ્યા છે. આમિર ખાન ખુદ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. હવે તેઓ ઘણા ઉત્સાહી છે. આથી તેઓ આ ફિલ્મને મોટાપાયા પર રિલીઝ કરવા માંગે છે. હવે આ ફિલ્મ 13મી ઓગસ્ટના રોજ 600 થિયેટરો અને વિદેશના 100 થિયેટરોમાં રિલીઝ થશે.આમિર ખાનની ફિલ્મો બોક્સ ઓફિસમાં ઘણી સફળ રહી છે. 3 ઇડિયટ્સે તો કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મમાં પણ સમીક્ષકોને ઘણી આશા છે
વડોદરામાં પાંચ વર્ષની બાળા પર બળાત્કાર
કેનાલ પાસે બાળાને લોહીલુહાણ હાલતમાં રડતી જોઇ રહીશે તેની માતાને જાણ કરી વિધવા મહિલા ઉપર આભ ફાટ્યું.છાણી કેનાલ પાસેની ઝૂંપડપટ્ટીમાં રવિવારે મધરાત્રે અજાણ્યા શખ્સે ઘરમાં સૂતેલી બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયા બાદ પાશવી બળાત્કાર ગુજારતાં ખળભળાટ મચી ગયો હતો. કુદરતી હાજતે ગયેલા રહીશે બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં જોઇ માતાને જાણ કરી હતી. બાળકી પર બળાત્કાર અંગે પોલીસને જાણ કરતાં બાળકીને મેડિકલ તપાસાર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી બળાત્કારીની શોધખોળ શરૂ કરી છે.છાણી સ્થિત નર્મદા કેનાલ નજીક દશામા મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતી મહિલા જૂનાં કપડાંનો ધંધો કરે છે. ત્રણેક મહિના અગાઉ પતિના અવસાન બાદ વિધવા મજૂરી કરી ત્રણ સંતાનોનું ભરણપોષણ કરે છે. રવિવારે મધરાતે સાડા બાર વાગ્યાના સુમારે સફેદ શર્ટ પહેરેલો શખ્સ મહિલાના ઘર પાસે આવી નિદ્રાધીન મહિલાની પાંચ વર્ષીય બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયો હતો. થોડીવાર બાદ અચાનક મહિલા જાગી જતાં પુત્રીને નહિ જોઇ ધ્રાસકો પડ્યો હતો. તેણે આસપાસના રહીશોને જાણ કરતાં લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન કેનાલ પાસે કુદરતી હાજતે ગયેલા શખ્સે થાંભલા પાસે ઊભેલી બાળકીને જોતાં તેની માતાને જાણ કરી હતી. માતા સહિતના રહીશો બાળકી પાસે દોડી જતાં બાળકી માતાને જોઇ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. બાળકીના ગુપ્ત ભાગેથી લોહીની ધારા નીકળતી જોઇ તેની સાથે કુકર્મ થયું હોવાની જણાતાં માતાએ ફતેગંજ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધી બાળકીને મેડિકલ તપાસાથેg સયાજીમાં મોકલી આપી હતી. પોલીસે પિશાચી કૃત્ય કરનારની શોધખોળ હાથ ધરી છે.
દિગ્વિજય સિંહ ઉવાચ, રાજીનામું આપે કલમાડી
કોમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને વિપક્ષના આકરા પ્રહારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને હવે તેના પક્ષના અંદર પણ અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર બાદ હવે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ઉત્તર પ્રદેશમાં પક્ષના પ્રભારી દિગ્વિજય સિંહ પણ સામે આવ્યા છે. દિગ્વિજય સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કલમાડી દોષી છે તો તેમણે આયોજન સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.
અમેરિકામાં ભારતીય મૂળનો એન્જીનિયર દેશદ્રોહ બદલ દોષીત
અમેરિકાની હવાઇ વિસ્તારમાં આવેલી અદાલતે પૂર્વ બી-2 એન્જીનિયર ભારતીય મૂળના એન્જીનિયર નૌશીર ગોવાડિયાને ચીનને ગુપ્ત માહિતી પૂરી પાડવા બદલ દોષીત ઠેરવ્યો છે. ભારતીય એન્જીનિયરે 60 દાયકામાં ભારત છોડીને અમેરિકાનો રહેવાસી બન્યો હતો. ભારતીય મૂળના એન્જીનિયરે વેચેલી માહિતીના આધારે ચીને પોતાની મિસાઇલોને રડારની નજરોમાંથી બચાવવા માટેનો ઉપાય મેળવ્યો હતો.ગોવાડિયાનો જન્મ ભારતમાં થયો હતો અને 1960માં તે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે અમેરિકા ગયો હતો, ત્યાર બાદ તે અમેરિકામાં જ રહેવા લાગ્યો હતો. 1986માં તે અમેરિકન સેનામાંથી રિટાયર થયો હતો. તેના પર આરોપ છે કે તેણે ચીનને ક્રુજ મિસાઇલના નોઝલ બનાવવા સબંધિત ટેકનીક વેચી છે અને તેના બદલામાં તેણે ચીન પાસેથી 1,10,000 અમેરિકન ડોલર લીધા હતા. આ મિસાઇલ ટેકનિક ઇન્ફ્રારેડ રડારમાંથી મિસાઇલને બચાવવાનું કામ કરે છે.ચીનને ગુપ્ત સુચનાઓ વેચવા માટે ધરપકડ કરાયેલ ગોવાડિયાને 14 આરોપો માટે દોષીત ઠેરવવામાં આવ્યો છે. ગોવડિયાને ઓક્ટોબર 2005માં ધરપકડ કરવામાં આવી હતી. પૂરાવા પરથી જાણવા મળતી માહિતી અનુસાર ગોવાડિયા 2003થી 2005ની વચ્ચે ઘણી વખત ચીન ગયો હતો અને ત્યાં તેણે ક્રૂઝ મિસાઇલ બનાવવા માટે ચીનના એન્જીનિયરોની મદદ કરી હતી.
સિવિલમાંથી નર્સિગ સ્ટાફ કામે લગાડાયો
યુ.એન. મહેતા હોસ્પિટલનો ૮૦ ટકા નર્સિગ સ્ટાફ હડતાળ પર ઉતરી જતાં દર્દીઓની સારવારમાં ઉણપ ન આવે તે ધ્યાનમાં રાખીને સિવિલમાંથી નર્સગિ સ્ટાફ કામે લગાડાયો હોવાનું જાણવા મળ્યું છે.હોસ્પિટલનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, નર્સિગ સ્ટાફનાં ૮૦ ટકા લોકો સોમવારથી હડતાળ પર ઉતરી ગયા હતા. તેમ છતાં હોસ્પિટલમાં ૨૦ ટકા નર્સગિ સ્ટાફ ઉપલબ્ધ હતો, તેમજ આજે સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફને કામે લગાડાયો છે.જેને કારણે હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીની સારવારમાં કોઇ અલર પડી નથી, અને સારવાર રાબેતા મુજબ ચાલી રહી છે. તેમજ જરૂર પડે વધારાનો નર્સિગ સ્ટાફ કામ લગાડાશે.
વડોદરા : રોમિયોને વિદ્યાર્થિનીએ જાહેરમાં લાફા ઝિંક્યા
એસએમએસ કરી હેરાન કરતાં યુવકને મ.સ. યુનિ.ની વિદ્યાર્થિનીએ મેથીપાક ચખાડતાં અલકાપુરી વિસ્તારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.મ.સ.યુનિ.માં અભ્યાસ કરતી સાધનસંપન્ન પરિવારની યુવતીનો મોબાઈલ નંબર મળી જતાં એક યુવક ઓળખ છુપાવી મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી. મિત્રતાભર્યા મેસેજથી શરૂ કરનાર યુવકે છેલ્લાં દસ દિવસથી તેણે વાંધાજનક મેસેજ મોકલવાની શરૂઆત કરી હતી. યુવતીએ તેને મેસેજ મોકલવાનું બંધ કરવા માટે જાણ કરી હતી. જોકે તેમ છતાં તેણે મેસેજો મોકલી યુવતીની પજવણી ચાલુ રાખતાં યુવતીએ તેને ફોન કરી તેની ઓળખ માગી હતી પરંતુ તેણે તેનો પણ ઈન્કાર કર્યો હતો.તેથી, યુવતીએ પરિવારજનોને જાણ કરી રોમિયોને પાઠ ભણાવવા માટે છટકું ગોઠવ્યું હતું. આજે બપોરે યુવતીએ તેને મળવાના બહાને અલકાપુરી વિસ્તારમાં બોલાવ્યો હતો. ભારે ઉત્સાહપૂવર્ક તે ત્યાં પહોંચી યુવતીને પોતાની ઓળખ આપતાં જ યુવતીએ તેને જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.આ બનાવના પગલે આસપાસમાં હાજર યુવતીના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓએ યુવકના મેથીપાક ચખાડ્યો હતો. એક તબક્કે તેઓની વચ્ચે ખેંચતાણ થતાં યુવકનું શર્ટના બટન પણ તૂટી ગયા હતા. આ બનાવના પગલે ટોળું ભેગુ થતાં મામલો સયાજીગંજ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.જોકે યુવતીએ બદનામીના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે, બાદમાં યુવતી ત્યાંથી જતી રહેતાં પોલીસે યુવકને પણ ઠપકો આપી રવાના કર્યો હતો. આ બનાવની પોલીસ ચોપડે કોઈ નોંધ નહિ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સતત ૨૧મા વર્ષે વેરાબિલમાં ગોટાળા
અધિકારીઓની બેદરકારીને કારણે અનેક વડીલ નાગરિકોને ધરમધક્કા ખાવા પડે છે,બેદરકારી નક્કી કરી આકરાં પગલાં લેવા ઉઠતી માગ.સેવાસદન તંત્રે રેઢિયાળ વહીવટ૨ ૨૧મા વર્ષ પણ અકબંધ રાખી, પોતાની કાર્યદક્ષતાનો પરચો આપ્યો છે. જોકે, સરકારી અધિકારીઓના બેજવાબદાર વહીવટના પ્રતાપે શહેરના વડીલને ધરમધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ૨૦ વર્ષથી વેરા બિલમાં સુધારાની માગ કરતાં વડીલ શહેરીજને આરટીઆઇમાં માહિતી માગતા અધિકારીઓએ જવાબ આપવાના બદલે સરકારી કચેરીના આંટા મારવાનું નવું ચક્ર શરૂ કરાવી દીધું હતું.હરણી રોડ વિસ્તારના વિજયનગરના એલઆઈજી કવાટર્સ એલ ૧૧-૧૨૧માં રહેતા શશીકાંત શાહે ૧૯૮૯માં પાણીનું એક વધારાનું કનેકશન લીધું હતું. ૩૧-૩-૧૯૯૧માં તેમનું વેરાબિલમાં એક સાથે પાણીના ત્રણ કનેકશનના ચાર્જ પેટે ૧૮૦રૂપિયાનું ઉઘરાણું કાઢયું.ત્યારે તેઓ પહેલીવાર વોર્ડ ઓફિસમાં જઈને માત્ર બે કનેકશન હોવાની વાત કરી હતી. ત્યારે એ અધિકારીએ બિલ સુધારી આપ્યું હતું. પછી બીજા વર્ષે, ત્રીજા વર્ષે.. એમ સતત ૨૦ વર્ષ સુધી કોર્પોરેશનના અધિકારીઓની જડસુ નિષ્ક્રિયતાને લીધે આ જ હેરાનગતિમાંથી પસાર થતા ગયા છે. સમયાંતરે વેરાની રકમ વધતી ગઈ હવે આ વર્ષે એક કનેકશનના ૮૫૦ લેખે બે કનેકશનનું ૨૫૫૦ રૂપિયા બિલ ફટકારવામાં આવ્યું છે. તેઓ કહે છે કે આ ગોટાળાને લીધે સમગ્ર વેરાબિલ ફરીથી સુધારાવું પડે છે.આજે સરકાર કમ્યૂટરાઈÍડ સિસ્ટમના બણગાં ફૂંકે છે ત્યારે જો રહીશની રજુઆત મેયરથી માંડીને મ્યુનિસપિલ કમિશનર સુધી પણ થઈ હોય છતાં વર્ષોથી ટલ્લે ચઢતી હોય તે બાબત શરમજનક કહી શકાય. તે સાથે આ અંગે જવાબદાર અધિકારી સામે આકરાં પગલાં લેવાની માગ ઉઠી છે.આરટીઆઈનું પરિણામ : અધિકારીઓએ ફટકાર્યું રૂબરૂ હાજરીનું ફરમાન.સતત વીસવીસ વર્ષથી ખોટાવેરા બિલ લેવાની આપદા ભોગવતા શશીકાંત શાહે કંટાળીને ૧૪મી મેના રોજ આરટીઆઈ કરી તો જવાબ રૂપે જાહેરમાહિતી અધિકારી અને વોર્ડ ઓફિસરે ‘ કાર્યવાહીની માહિતી બાબતે ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી આપવામાં આવશે.’ તેવું રૂબરૂ હાજર રહેવાનું ફરમાન કરી દીધું.અધિકારીઓ કોઇને ગાંઠતા નથી! ૨૩મી ઓગસ્ટના રોજ પત્ર દ્વારા જણાવ્યું હતું કે તમારા પ્રશ્ન વિશે કાર્યવાહી કરવા સારું વહીવટી વોર્ડ ૨-બીની કચેરીએ મોકલી આપેલ છે. આજે એ વાતને વરસ થવા આવ્યું છતાં મેયર સહિત કોઇને અધિકારીઓ ગાંઠતા ન હોવાનું જણાય છે.
વડોદરા : ઢાઢર ભયજનક સપાટીએ
અમાસની ભરતી તેમજ ઉપરવાસમાં છેલ્લાં બે દિવસમાં થયેલા વરસાદને પગલે ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધવાના કારણે વિવિધ ગામોના ૩૭ કુટુંબોનું સ્થળાંતર કરાયું હતું.છેલ્લા બે દિવસ દરમિયાન વડોદરા જિલ્લામાં થયેલા વરસાદ અને અમાસની ભરતીની અસરના પગલે દરિયો પાણી સ્વીકારતો ન હોવાથી ઢાઢર નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. જ્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી વધતાં પાદરા નજીકના ચાણસદ, ઠીકરિયા, શિહોર , વીરપુર અને હુંસેપુર જેવાં ગામોમાં પાણી ઘૂસી ગયાં હોવાથી ૩૭ કુટુંબોને સ્થળાંતર કરાયું હતું.રવિવારે રાત્રે હુસેપુર તો બેટમાં જ ફેરવાતા ગ્રામજનો ફફડી ગયાં હતાં. આજે વડોદરા જિલ્લામાં કોઈ વરસાદ નોંધાયો ન હતો પણ વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાંથી પાણી ભરૂચ જિલ્લા તરફ આગળ વધતાં પાણીની સપાટી ઊંચે ચઢી હતી. ભરૂચ જિલ્લાનાં આમોદ નજીક ઢાઢર૧૦૦ ફૂટ પર પહોંચી જતાં ભયજનક બની હતી. ઢાઢરની તબાહીને કારણે આમોદ તાલુકાના વડીયા એ દાદાપોર ગામની સીમમાં પાણી ફરી વળ્યાં હતા. આ ઉપરાંત ઢાઢરમાં રહેતાં મસમોટા મગર ગામડાઓમાં પ્રવેશે તેવા ભયથી ભરૂચ જિલ્લાના આ વિસ્તારનાં લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.આ ઉપરાંત ભરૂચ વહીવટી તંત્રે જંબુસર અને આમોદનાં કાઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દીધા છે. વડોદરામાં મોડી સાંજે વિશ્વામિત્રીની સપાટી ૧૧.૯ ફૂટ અને દેવડેમની સપાટી ૩૨ ફૂટ તથા આજવાની સપાટી ૨૦૯ ફૂટ નોંધાઈ હતી.નોંધનિય છે કે, ઢાઢર અને વિશ્વામિત્રીની સપાટી અચાનક વધવામાં વડોદરા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ અને ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું જણાયું હતું. દેવ ડેમ કે આજવામાંથી કેટલું પાણી છોડાયું તેનો તંત્ર સ્પષ્ટ જવાબ આપી શક્યું ન હતું.રાજલી ક્રોસિંગ પાસે એમ્બ્યુલન્સ તણાતાં બેનાં મોત.ડભોઇ-વડોદરા રાજ્યધોરી માર્ગ ઉપર રાજલી ક્રોસીંગ પાસે ૭મી ઓગસ્ટના રોજ રાત્રે પાણી ફરી વળ્યું હતું. દરમિયાન વડોદરાથી દર્દીને મૂકી પરત બોડેલી જતી જનરલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને સ્વિપર સાથે પાણીમાં તણાઇ ગઇ હતી. આ અંગે અજાણ તંત્રને રવિવારે મોડી રાતે પાણીમાં ગરક થઇ ગયેલી એમ્બ્યુલન્સ મળી આવી હતી. બાદમાં સોમવારે સવારે ઢાઢર નદીના કોતરોમાંથી ડ્રાઇવર પિયુષ મોહનભાઇ પરમાર (ઉ.વ. ૨૩) અને સ્વીપર જયંતીભાઇ કનુભાઇ સોલંકી (ઉ.વ.૨૮) ના મૃતદેહ મળી આવ્યા હતા.
સુરતને તાપીમાં ડુબાડી દેવાનો તખ્તો ફરી તૈયાર
સુરત શહેરને પૂરમાં ડુબાડી દેવા માટે રેતીમાફિયાઓને ઈશારે તખ્તો ગોઠવાઈ ગયો છે. વિયર કમ કોઝવેથી સમુદ્રના ત્રીસ કિલોમીટર સુધીના વિસ્તારમાં બેટમાંથી માટી કાઢવાના નામે શહેરને ફરી ડુબાડી દેવા માટેની સૈદ્ધાંતિક સ્વીકૃતી જિલ્લા કલેક્ટર કચેરી અને રાજ્ય સરકારને સિંચાઈ વિભાગ દ્વારા મોકલી આપવામાં આવી છે.તાપી શુદ્ધીકરણના નામે રાજ્ય સરકારે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે મળી રૂ.૧૦૦ કરોડ તાપીમાંથી નીચોવી લેવા કારસો ગોઠવી દીધો છે. વધુ એકવખત શહેરના અડધા કરોડ લોકોના જાનમાલને જોખમમાં મૂકવા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈ ગયા છે.રેતીખનનને કારણે તાપીએ કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં પ્રવાહ બદલ્યો.એક સમયે તાપી તસવીરમાં દર્શાવ્યા (યલો લાઇન) પ્રમાણે સીધી વહેતી હતી. હાલમાં તાપી શહેરના કોટ વિસ્તાર પાસે ‘યુ’ આકારમાં ખતરનાક રીતે વહી રહી છે. શહેરમાં તાપીના પાણી ઘૂસી જવાની દહેશત છે. આ પરિસ્થિતિ માટે રેતીખનન જવાબદાર હોવાનો રિપોર્ટ જે તે સમયે નિષ્ણાતોએ આપ્યો હતો, જેથી કોઝવેથી સમુદ્ર વચ્ચે રેતીખનન પર મનાઈ ફરમાવવામાં આવી હતી, પરંતુ આ વિસ્તારમાં માટીના નામે ખનનનો તખ્તો ફરી ગોઠવાયો છે.આ જ રીતે માટી કાઢી શકાય.માટી કાઢવા માટે સેન્ટ્રલ વોટર પાવર રિસર્ચ સેન્ટર, પૂના પાસેથી સરવે કરાવ્યા બાદ જ માટી કાઢી શકાય અન્યથા તાપીના પટમાં ચેડાં કરવાની સજા અડધા કરોડ લોકોએ વિનાશક પૂરસ્વરૂપે ભોગવવી પડશે.માટી કાઢવા માટે ચોક્કસ બેટ જ પસંદ કરવા જરૂરી છે.તાપીના કિનારાઓ પરથી માટી કાઢી નાંખવામાં આવી તો કિનારાઓ ધસી જશે તેમાં કોઈ મીનમેખ નથી.
સુરત : ઉલટી કરતી મહિલાનું ૧૫ જ મિનિટમાં મૃત્યુ
રોગચાળો શહેરમાં વકરી રહ્યો હોવાનો પુરાવો સોમવારે મળ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં ઊલટીઓની ફરિયાદ સાથે આવેલી મહિલાનું માત્ર ૧૫ જ મિનિટમાં મૃત્યુ થઈ ગયું હતું. શરીરમાં બીમારીના પ્રવેશ સાથે જ મૃત્યુ થતું હોવાનો આ કિસ્સો ચિંતાજનક છે.પ્રાપ્ત વિગત અનુસાર સિંગણપોર ખાતે આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં ૨૮ વર્ષીય મીરાંબેન સહાનીને છેલ્લા ત્રણેક દિવસથી ઝાડા-ઊલટી થઈ રહ્યાં હતાં. સોમવારે બપોરે તેમની હાલત વધુ ખરાબ થઈ જતાં તેમના પતિ જગન્નાથ તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવ્યા હતા.મીરાંબેન સિવિલના ગેટ પર આવ્યાં ત્યારથી તેમણે ઊલટીઓ કરવાની શરૂઆત કરી હતી, જે બંધ થતી જ ન હતી. તેમને તરત જ કેÍયુલિટીમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેઓ ૧૫ મિનિટ પણ જીવી શક્યાં ન હતાં.બીજી તરફ કડોદરામાં વૃંદાવન હોટલની બાજુમાં રહેતા ૩ વર્ષીય મોહિત ધીરજભાઈ આદિવાને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવી રહ્યો હતો જેને કડોદરા ખાતે આવેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેની તબિયત વધુ ખરાબ હોવાનું જણાતાં તેને નવી સિવિલમાં રફિર કરવામાં આવ્યો હતો. સિવિલમાં લવાતાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હમીરસરને વિધિવત્ વધાવાયું
૨૧મી વખત ઓગનેલાં કચ્છના હૃદયસમા હમીરસરને હિલોળા લેતા હૈયે આજે ભુજ વધાવાયું હતું. પાવડીના કિનારે સેંકડો શેહરીજનોની હાજરીમાં નગરપતિ દેવરાજ ગઢવીએ સજોડે નવા નવીરનું શાસ્ત્રોકતવિધિથી પૂજન કર્યું હતું.રવિવારે સાંજે ઓગનમાં પાણીના આગમન સાથે જ શહેરીજનો આનંદમાં આવી ગયા હતા આજે સવારે દસ વાગ્યે ધામધૂમથી શોભાયાત્રા નીકળી હતી, જે આતશબાજી, ગુલાલની છોળો વચ્ચે છઠ્ઠીબારી, મહાદેવ ગેટ થઇ પાવડી પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં નગરજનોએ આવકાર આપ્યો હતો.શોભાયાત્રાના માર્ગ પર હાટકેશ્વર મંદિર પાસે નાગર મંડળના પ્રમુખ અતુલ મહેતા, ડૉ. ઉર્મિલ હાથી, દર્શકભાઇ બૂચ, અપૂર્વ ધોળકિયા, યશેષ વોરા, ભૌમિક વચ્છરાજાની, જીનલ મહેતા, કનુભાઇ વ્યાસે નગરપતિ દંપતીને શુભેચ્છા પાઠવી મીઠું મોં કરાવ્યું હતું.રઘુનાથજીના મંદિર પાસે સમસ્ત જેઠી ગ્રૂપ દ્વારા હારતોરા કરાયા હતા તેવું અશિ્ચન જોષીએ કહયું હતું.નગરસેવકોએ લાલ સાફા ધારણ કર્યા હતા અને સૌ ઢોલના નાદે ઉન્માદભેર નર્તન કરતા નજરે પડ્યા હતા. પાવડી પર દેવરાજભાઇ તેમજ તેમના પત્ની જયાબેન દ્વારા પરંપરાગત રીતે પૂજન કરાયું હતું.તળાવમાં નવા નીરમાં પોટલું નખાયું હતું, જેને મુસાભાઇ થેભાએ પરત લાવતાં ઇનામ અપાયું હતું.ઓગનવિધિ સમયે કલેક્ટર એમ.થેન્નારસન પોલીસ વડા વાબાંગ જામીર, અધિક કલેક્ટર ગુણવંત વાઘેલા, નાયબ કલેક્ટર મહેશ દવે, ચીફ ઓફિસર ચેતન ડુડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જીવાભાઇ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ નગરપતિઓ શંકરભાઇ સચદે, અરૂણ વચ્છરાજાની, રસિકભાઇ ઠક્કર, પ્રવીણસિંહ વાઢેર, બાપાલાલ જાડેજા,વપિક્ષી નેતા ફકીરમામદ કુંભાર, નગરસેવકો, કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજ : પેસેન્જર હોય તોય ભારે વાહનને વીમો મળે
ભારે વાહનોમાં પેસેન્જર બેસાડેલા હોય, ત્યારે પણ અકસ્માત થાય તો વીમા કંપની નુકસાનીની રકમ ચૂકવવા જવાબદાર હોવાનો ભુજના એક કેસના સંદર્ભમાં જિલ્લા ફોરમે આપેલા ચૂકાદાને રાજ્ય કમિશને માન્ય રાખ્યો હતો.ભુજના દરિયખાન અલુખાન મલેકની માલિકીની ટ્રકના અકસ્માત સમયે વીમો ધી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કુ.લિ. પાસે ઉતરાવવામા આવ્યો હતો. આ અંગે કલેઇમ નોંધાવતા કંપનીએ વાહનમાં મુસાફરો બેસાડેલા હોવાની પોલિસીની શરતનો ભંગ ગણી દાવો નામંજૂર કર્યો હતો.આ નિર્ણયથી નારાજ થઇ ટ્રક માલિકે જિલ્લા ફોરમ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના સમર્થનમાં જુદા જુદા ચુકાદાઓને ધ્યાનમાં રાખી જિલ્લા ફોરમે ફરિયાદ મંજૂર કરી હતી. ફોરમના હુકમ સામે કંપનીએ રાજ્ય કમિશન સમક્ષ અપીલ રજૂ કરી હતી.રાજ્ય કમિશને વીમા કંપનીની અપીલ નામંજૂર કરી સર્વેયરના રિપોર્ટ મુજબ નુકસાનીના રૂ.૪૭,૩૦૧ ૯ ટકા વ્યાજ સાથે, માનસીક ત્રાસના રૂ.૧૦૦૦ તથા ખર્ચના રૂ.૨૦૦૦ વીમા કંપનીએ ચૂકવી આપવાના ફોરમના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી રાજેશભાઇ ઠક્કર હાજર રહ્યા હતા.
ભાવનગર : સુભાષનગરમાં બાંધકામો પર બુલડોઝર ફર્યું
શહેરના સુભાષનગરની વર્ષા સોસાયટીમાં જાહેર માર્ગ પર ગેરકાયદેસર કરેલા દબાણ પર મહાપાલિકાનું દબાણ હટાવ સેલ ત્રાટકતા બે રૂમ રસોડા, સંડાસ-બાથરૂમની સહિતના પાકા બાંધકામ પર બુલડોઝર ફેરવી ૨૦ ફુટનો રસ્તો ખુલ્લો કર્યો હતો. મહાનગરપાલિકાનાં દબાણ હટાવ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લા અને પડદા-પાટીયા હટાવવાની ઝુંબેશ શરૂ જ હોય છે. ત્યારે સુભાષનગર વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીમાં સ્થાનિક રહીશો દ્વારા ૨૦ ફૂટના જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે કરેલા પાકા બાંધકામ પર આજે દબાણ હટાવ ટીમ બુલડોઝર સાથે ત્રાટકી હતી અને બે રૂમ, રસોડુ, બે સંડાસ-બાથરૂમ સહિતનાં બાંધકામ તોડી પાડ્યું હતું. તદ્દઉપરાંત વર્ષા સોસાયટીમાં અન્ય બે રહિશોએ કરેલા ગેરકાયદેસર શૌચાલય પર બુલડોઝર ફેરવી જાહેર માર્ગને ખુલ્લો કયોઁ હતો.આમ ધીમે-ધીમે લારી ગલ્લામાંથી મકાનો પર બુલડોઝર. ફરવાનું શરૂ થયું છે ત્યારે કમિશનર તેમજ એસ્ટેટ વિભાગ સક્રિય થાય તો હજુ ગેરકાયદેસર બંધાયેલા અનેક મોટા બિલ્ડીંગ અને મકાનો પણ બુલડોઝરની રાહ જુએ છે.
ત્રણ ગણા પેસેન્જરોની સાથે બોટાદ ટ્રેન ભાવનગર પહોંચી
એક બાજુ રેલવે તંત્રનું સુત્ર જોવા મળે છે કે સંરક્ષા, સુરક્ષા અને સમયપાલન આ સુત્ર સારૂ છે પરંતુ ભાવનગર રેલવે તંત્રમાં મુસાફરોને સંતોષ નથી. સોમવારે બોટાદથી ભાવનગર સવારની ગાડી લગભગ ૮૦૦ યાત્રિકોની ક્ષમતા સામે લગભગ ૨૦૦૦ યાત્રિકોની ભીડ સાથે પહોંચી હતી.ભાવનગર રેલવે તંત્ર દ્વારા ક્યાં કારણોસર સ્થાનિક ગાડીઓમાં ડબ્બા વધારાતા નથી તે સમજ પડતી નથી. દરરોજ ગીર્દીમાં વૃદ્ધો-મહિલાઓ પરેશાની ભોગવી રહેલ છે. આ સંજોગોમાં રેલ સત્તાવાળાઓ તેમજ સંબંધિત રાજકિય પ્રતિનિધિઓને લેશ માત્ર પડી નથી.સોમવાર તા.૯ નાં સવારે બોટાદથી ભાવનગર આવતી ગાડીમાં સાત ડબ્બાઓમાં લગભગ ૭૫૦ થી ૮૦૦ મુસાફરોની ક્ષમતા સામે ૧૯૦૦ થી ૨૦૦૦ જેટલા ઉતારૂઓ ત્રાસદાયક ભીડમાં ભરાયેલા રહ્યા હતા. આ ભીડમાં યાત્રિકોની સલામતી અંગે પ્રશ્ન રહ્યો છે. રેલતંત્રનું સુત્ર જોવા મળે છે. સંરક્ષા, સુરક્ષા અને સમયપાલન !! આમાં યાત્રિકોની કઇ સુરક્ષા ગણવી !! ભાવનગર રેલવે તંત્રનાં સત્તાવાળાઓ મુસાફરોને સંતોષ આપતા નથી.બોટાદ-ભાવનગરની આ સાત ડબ્બાની ગાડીમાં બે અડધા ડબા તો માલસામાનનાં રહેલા છે. એટલે માત્ર છ ડબ્બાની ગાડીમાં મુસાફરો ભોગ બની રહ્યા છે. હવે શ્રાવણ માસ તેમજ તહેવારો દરમિયાન અવર-જવરનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર બે ડબ્બાઓ ઉમેરવા કાર્યવાહી કરે તો સારૂ તેવી આ ભીડનો ભોગ બનતી મુસાફર જનતા માંગ કરી રહેલ છે
મલેરિયા વિશે પાલિકા સૌને ગેરમાર્ગે દોરે છે : રાજ ઠાકરે
મલેરિયા અંગે મુંબઈ મહાપાલિકા, લોકોને ગેરમાર્ગે દોરે છે ખાસ કરીને મૃતકો વિશેના આંકડા ખોટા આપતી હોવાનો આરોપ મહારાષ્ટ્ર નવિનર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મૂક્યો હતો. ‘‘આરોગ્યની જવાબદારી અંગે મહાપાલિકા અને રાજ્ય સરકાર એકબીજા પર ઢોળતા રહેતા હોવાથી એ બાબતમાં આપણે જ ધ્યાન આપવું જોઈએ. તેથી દરેક વ્યક્તિએ આજથી જાતે સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવી જોઈએ,’’ એમ માટુંગા ખાતે યશવંતરાવ નાટ્યગૃહમાં મનસેના કાર્યકર સંમેલનને સંબોધતાં રાજ ઠાકરેએ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે ‘‘આખા ભારતમાં જેમ ભારે વરસાદ આવ્યો અને ઘણા ઠેકાણે પૂર આવ્યાં તેમ મુંબઈમાં પણ ઘણો વરસાદ પડ્યો. તેને લીધે રોગચાળો ફેલાવો સ્વાભાવિક છે. ચોમાસુ પૂરું થતાં રોગચાળાની હાલત વધુ વણસવાની શક્યતા ડોક્ટરો દર્શાવે છે. મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકાર, દોષના ટોપલા અને જવાબદારી એકબીજાં પર ઢોળે છે. મહાપાલિકા, મલેરિયાથી મૃત્યુના ખોટા આંકડા આપે છે. કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેં તપાસ કરી તો જુલાઈ મહિના સુધીમાં ૫૬ જણે મલેરિયાથી જીવ ગુમાવ્યા. તેઓ મલેરિયાના મૃત્યુને કુદરતી મૃત્યુ અથવા વૃદ્ધાવસ્તાને લીધે મૃત્યુ ગણાવે છે. હોસ્પિટલો સાચા રિપોર્ટસ આપતી નથી,’’ એમ તેમણે જણાવ્યું હતું.
10 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment