12 August 2010

રાજકોટ : રેષકોર્સ નજીક સ્કૂલબસ-રિક્ષા ધડાકાભેર અથડાયા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ : રેષકોર્સ નજીક સ્કૂલબસ-રિક્ષા ધડાકાભેર અથડાયા

પુત્રીને રાજકોટ ક્રાઇસ્ટ કોલેજમા એડમિશન મળતા ક્રિશ્ચિયન દંપતિ મુકવા આવતા હતા. શહેરના રેષકોર્ષ રિંગરોડ ફરતે સવારના સમયે વાહનો માટે રસ્તો એકમાર્ગીય કરી દેવાય છે જેને કારણે વ્હેલી સવારે છાશવારે અકસ્માતના બનાવો બનતા રહે છે. ત્યારે ગુરૂવારે સવારે બહુમાળી ભવન નજીક જીજે.૩એયુ.૩૨૬પ નંબરની ઓટો રિક્ષા અને જીજે.૩એટી.૬૧૪૦ નંબરની જીનીયસ સ્કૂલની બસ સામસામે ધડાકાભેર ભટકાતા રિક્ષામાં બેઠેલા વડોદરાના કરજણ ગામે જુની બજારમાં રહેતા ક્રશિ્ચયન મુકેશભાઇ મોતીલાલ મેટવાણી તેમના પત્ની જયોતિકાબેન, પુત્રી પિનલ અને રિક્ષાચાલક અમનશા અનવરશા શાહમદારને ગંભીર ઇજાઓ થતા તુરંત ૧૦૮ દ્રારા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જાણવા મયાં મુજબ ખાનગી કંપનીમા નોકરી કરતા મુકેશભાઇની નાની પુત્રી પિનલને રાજકોટની ક્રાઇસ્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન મળ્યું હોય આજે સવારે રાજકોટ બસમા આવી ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષા કરી ક્રાઇસ્ટ કોલેજ જવા નિક્યાં હતા. પરંતુ કોલેજ પહોંચવાને બદલે અકસ્માત નડતા દંપતિ અને તેમની પુત્રી સહિત ચાર હોસ્પિટલ પહોંચી ગયા હતા. અકસ્માતમા રિક્ષાના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. પોલીસે બસચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


CBIના દુરુપયોગ સામે BJPના રાષ્ટ્રીય નેતાઓ મેદાનમાં

સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહની ધરપકડને પગલે ભાજપે કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના આક્ષેપ સાથે આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેના ભાગરુપે હવે અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપના સિનિયર રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં સેમિનારો યોજવાનું નક્કી કરાયું છે.આ ઉપરાંત આગામી સપ્તાહ દરમ્યાન વધુ આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું પણ વિચારાયું હોવાના સંકેત મળી રહ્યાં છે.
પ્રદેશ ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે શુક્રવારે અમદાવાદના ટાઉનહોલ ખાતે સાંજે ૫.૩૦ વાગ્યે એક સેમિનાર યોજાશે.જેમાં રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના રાષ્ટ્રીય આગેવાન અરુણ જેટલી ખાસ ઉપસ્થિત રહેશે.
રાજ્યમાં કોંગ્રેસ દ્વારા સીબીઆઈના દુરુપયોગના વિરોધમાં આ સેમિનારનું આયોજન કરાયું છે.એવી જ રીતે શુક્રવારે જ વડોદરા અને સુરત ખાતે પણ આવા જ સેમિનારો યોજાશે.વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય આગેવાન રાજનાથસિંહઅને સુરતમાં યોજાનારા સેમિનારમાં વેકૈંયાનાયડુ ખાસ સંબોધન કરશે.નોંધનીય છે કે અમિતશાહની ધરપકડ બાદ ભાજપ દ્વારા સીબીઆઈના દુરુપયોગનો આક્ષેપ કરીને આ બાબતને શેરીઓમાં લઈ જવાની ચિમકી આપાઈ હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ તથા અન્ય આગેવાનોના નેતૃત્વમાં અમદાવાદ સહિતના મહાનગરોમાં મૌન રેલીઓ યોજી હતી તથા તે પછી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવાનું નક્કી કરાયું હતું પરંતુ તે પછી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી.હવે આજે પ્રદેશ ભાજપ દ્વારા એકાએક ભાજપના રાષ્ટ્રીય આગેવાનોની હાજરીમાં ત્રણ મહાનગરોમાં સેમિનારો યોજવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સપ્તાહમાં વધુ આંદોલનાત્મક કાર્યક્રમો ઘડાશે એવા નિર્દેશ આપવામાં આવ્યા છે.


અમીન ભેદ ખોલે તો જ સાક્ષી:સીબીઆઈ

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નરેન્દ્ર અમીન જો તમામ સત્ય હકીકત જણાવે તો તેને તાજનો સાક્ષી બનાવવા સામે કોઈ વાંધો નથી, એવી લેખિત રજુઆત તપાસ એજન્સી સીબીઆઇએ મંગળવારે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ સમક્ષ કરી હતી. અમીનને તાજના સાક્ષી બનવા વિચારવાનો સમય અપાશે અને તે તૈયાર થશે તો ૧૮મીએ મેજિસ્ટ્રેટની સમક્ષ તેનું નિવેદન નોંધવામાં આવશે. બીજી તરફ અમિન સહિતના તમામ આરોપીને ૧૩મીના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવા માટે સ્પેશિયલ સીબીઆઇ મેજિસ્ટ્રેટ એ.વાય. દવેએ આદેશ કર્યો છે.સોહરાબુદ્દીન કેસમાં અત્યંત વિવાદાસ્પદ આરોપી ડૉ. અમીને તાજના સાક્ષી બનવા તથા તેને આ કેસમાંથી મુક્તિ આપવા માટે કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જે કેસમાં વણઝારા સહિત આઠ આરોપીઓએ તેમની અરજીનો વિરોધ કર્યો હતો. આ કેસમાં મંગળવારે સીબીઆઇએ પોતાનો લેખિત જવાબ રજુ કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં અમીનની જાણમાં હોય તેવી તમામ સત્ય હકીકત સીબીઆઇને જણાવી દે તો તેને તાજના સાક્ષી બનાવવા સામે સીબીઆઇને કોઈ વાંધો નથી.તાજના સાક્ષી બનવા બાબતનાં ભયસ્થાનો બાબતે મેજિસ્ટ્રેટ તેને જાણકારી આપશે તે બાદ તેમનું નિવેદન કોર્ટમાં લેવાશે.


અમેરિકાનો ગુજરાતને ફટકો

અમેરિકાના શ્રમ વિભાગ દ્વારા ભારતની ચીજોને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. જે અંતર્ગત આ ચીજોની અમેરિકા નિકાસ કરતી વખતે ભારતીય ઉત્પાદક કંપનીઓએ એવું પ્રમાણપત્ર આપવું પડશેકે, આ ચીજના ઉત્પાદનમાં બાલ મજૂરોનો ઉપયોગ કરવામાં નથી આવ્યો.બે દિવસ પહેલા અમેરિકા દ્વારા મેક્સિકો બોર્ડર પરનું ફંડ ઉઘરાવવા માટે એચ1બી વિઝા પર ફી લાદવામાં આવી હતી. જેના કારણે ભારતની આઇટી કંપનીઓને મોટું નુકશાન થવાની વકી છે. ત્યારે આ નવા નિર્ણયથી ભારતના ઉત્પાદકો ઉપર નિયંત્રણ લાદવાની મંછા સ્પષ્ટ થઇ રહી છે.જે ઉત્પાદનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તેમાં ઇંટ, કોટન સીડ, જરી ના કપડા, અન્ય ગારમેન્ટ તથા પ્રેસ્યસ સ્ટોન્સનો સમાવેશ થાય છે. ભારત દ્વારા આ અંગે અમેરિકા સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે. દરમિયાન એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ અને વ્યાપાર સંગઠનોને આ અંગે માહિતી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, જામનગરમાંથી ઇંટની, સુરતમાંથી જરી અને કપડાની, સુરેન્દ્રનગર તથા રાજકોટમાંથી કોટન સીડની તથા સૂરતમાંથી કિંમતી પથ્થરોની નિકાસ અમેરિકા કરવામાં આવે છે. આ ક્ષેત્રોમાં ઉત્પાદન માટે ભારતમાં મોટાપાયા પર બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનું અમેરિકાના શ્રમ વિભાગનું માનવું છે. અમેરિકાના આ પગલાંના કારણે ગુજરાતની કેટલીક કંપનીઓને સહન કરવું પડે છે.ઉલ્લેખનીય છેકે, આ પહેલા કેટી પ્રાઇસના પર્ફુયમનો બહિષ્કાર બ્રિટનની કેટલીક સપ્લાઇ ચેનો દ્વારા કરવામાં આવ્યો હતો. કારણકે, ગુજરાતમાં તેનું ઉત્પાદન થતું હતું અને મજૂરોને બ્રિટનના ધારાધોરણ પ્રમાણે લઘુતમ વેતન પણ મળતું ન હતું.


બ્લેકબેરીના દબાણ આગળ સરકાર ઝૂકી?

ભારતમાં બ્લેકબેરીના ભવિષ્યને લઇને ગૃહમંત્રાલયમાં આજે અગત્યની બેઠક યોજાઇ. ભારતમાં બ્લેકબેરીની સર્વિસ દેશમાં ચાલુ રહેશે કે નહિં તે અંગે આજે નક્કર જાહેરાત કરાશે તેવી શક્યતા હતી. પણ એવું કંઇ આજે બન્યું જ નહિં અને આ બેઠકનું પરિણામ શૂન્ય જ રહ્યું. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે સરકાર કંઇ નહિં તો બ્લેકબેરીની મેસેજ સર્વિસ પર તો પ્રતિબંધ મૂકી જ દેશે.કારણ કે તેને ડિકોડ કરવું સુરક્ષા એજન્સીઓ માટે શક્ય નથી.સૂત્રો જણાવી રહ્યા છે કે બ્લેકબેરી બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમના દબાણના લીધે ભારત સરકાર કોઇ નિર્ણય લઇ શકી નથી. સૂત્રોએ પણ કહી રહ્યા છે કે ગૃહમંત્રાલયની સમક્ષ રિમ કંપનીનો પ્રતિનિધિ આવ્યો હતો, પણ ગૃહ સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને મોબાઇલ ઓપરેટર્સની વચ્ચે યોજાયેલ બેઠકમાં તે સામેલ થયો ન હતો.જ્યારે ગૃહમંત્રાલયમાં યોજાયેલ બેઠકમાં ભારતમાં મોબાઇલ સર્વિસ આપનાર પ્રાઇવેટ ઓપરેટર્સો તરફથી પણ કોઇ પ્રતિનિધિ સામેલ થયો ન હતો. ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલ અને વોડાફોન, આ બંને કંપનીઓ ભારતમાં બ્લેકબેરીની સાથે મળીને સર્વિસ આપી રહી છે. જો કે બેઠકમાં સરકારી ટેલિકોમ બીએસએનએલ કંપનીના અધિકારી જોડાયા હતા. આ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર હતા.

No comments:

Post a Comment