visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
એસટીમાં ૨.૭૬ ટકાનો ભાડા વધારો
રાજ્ય એસટી નિગમની બસમાં મંગળવારની મધરાતથી ૨.૭૬ ટકાનો ભાડા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. નિગમની સર્વિસ પ્રમાણે ૧ થી ૩ રૂપિયા સુધીનો વધારો થવા જાય છે જોકે પ્રથમ ૩૦ કિલોમીટર સુધી કોઇ ભાડા વધારો કરવામાં આવ્યો નથી.
એસટી નિગમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાડા વધારાની દરખાસ્તને રાજ્ય સરકારે મંજુર કરી દીધી છે. નિગમે શહેરી સર્વિસમાં કોઇ વધારો કર્યો નથી. હાલ નિગમ ઓર્ડીનરી, લકઝરી, ગુર્જર નગરી અને એક્સપ્રેસ સર્વિસ ચલાવે છે. ઓર્ડીનરી બસોના ભાડામાં એક રૂપિયાનો વધારો થયો છે જ્યારે અન્ય સર્વિસમાં ત્રણ રૂપિયા સુધીનો વધારો થાય છે.ભાડા વધારો છ સ્ટેજ પછી અમલમાં આવે છે અને તે મધરાતે ૧૨ વાગ્યાથી શરૂ થશે. થોડાં સમય પહેલાં પણ એસટી નિગમે બસના ભાડામાં વધારો કર્યો હતો. એક વર્ષના ટૂંકા ગાળામાં આ વધારો બીજી વખત કરવામાં આવ્યો છે.
રાજકોટ : વેટ વિભાગ પાસે ઉજવણી માટે રૂ.૨૦ લાખ મંગાયા
સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે રાજકોટ વેટ ડિવિઝન પાસે પણ જિલ્લા સમાહર્તાએ પત્ર લખી ૨૦ લાખની રકમ ફાળવવા માગણી કરી છે. તો વેટ તંત્ર દ્વારા વેપારી, ઉદ્યોગકારો પાસે ઉઘરાણા થતાં જ કેટલાકે નાણાં આપવા માટે નનૈયો ભણી દીધો છે તો કેટલાકે પોતાના ફાયદાની શરત મુકી છે.રાજ્ય કક્ષાના સ્વાતંત્રય પર્વની રાજકોટમાં થનારી ઉજવણી વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વ્યાપારી સંસ્થાઓ માટે જાણે ત્રાસરૂપ બની ગઇ છે. રાજકોટ વેટ ડિવિઝનને પણ ૨૦ લાખ રૂપિયા સ્વાતંત્રય પર્વની ઉજવણી માટે ફાળવવા કલેક્ટર પટેલ દ્વારા પત્ર લખી વિનંતી કરવામાં આવી છે. જિલ્લા સમાહર્તાનો પત્ર મળતા આટલી મોટી રકમ એકઠી કરવાના વિચારે જ વેટ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પરસેવો વળી ગયો હતો.રાજકોટ ડિવિઝનના પાંચ ઘટક છે અને ૨૦ લાખ એકઠા કરવા પ્રત્યેક ઘટકના ભાગે જ લાખ આવે છે, દાન માટેની માગણી કરનાર ફિલ્ડ સ્ટાફને તો હજુય જવાબ મળે છે પણ માઠી વહીવટી સ્ટાફની છે. એસેસમેન્ટ ઓફિસરો દ્વારા વેપારીઓને ફોન, દબાણ થવા માંડયા છે જો કે, વેપારીઓ દ્વારા સતત વરસાદથી ધંધો નથી, સગવડ નથી જેવા જવાબો અપાય છે તો કોઇ વેપારી, ઉદ્યોગપતિ દ્વારા દાનના બદલામાં વેટ સંબંધી કાર્યવાહીમાં સેટલમેન્ટની અપેક્ષા રખાતી હોવાનું બહાર
આવ્યું છે.
ગુજરાતના રાજકોટમાં ઘર બુક કરાવશો તો ગાય ફ્રી...
જો તમે ગુજરાતના રાજકોટમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો તો એક નજર આ ખાસ સ્કીમ પર પણ નાંખજો. પ્રોપર્ટીના માર્કેટમાં જ્યાં ખરીદદારોને કાર, ગોલ્ડ જ્વેલરી અને બીજી ગિફ્ટના આધારે એસ્ટ્રેક્ટ કરવાની કોશીશ કરવામાં આવી રહી છે, તો બીજી બાજી રાજકોટમાં એક કંપની એવી પણ છે જે પોતાના ગ્રાહકોને ઘર ખરીદવા પર મફતમાં ગાય આપીને આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે.સુત્રોના જણાવ્યાં અનુસાર બિલ્ડરે કોઠારિયામાં ગાયોને પ્રોમોટ કરવા માટે લગભગ 51 એંકર જમીનમાં એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. રાજકોટના પ્રમુખ રિયલ્ટી ફાર્મના પ્રોમોટર ધીરૂ રમાનીના અનુસાર હિન્દૂ પરંપરામાં ગાયનું મહત્વ વધારે રહેલું છે. પરંતુ વર્તમાનમાં શહેરોમાં રહેવાસી લોકોની નજરોમાં ગાય શહેરોમાં ટ્રાફિક જામ કરવાવાળું જાનવરથી વધારે નથી. તેમણે કહ્યું હતું કે હું લોકોની આ ઘારણાને બદલવા માંગૂ છું.રમાનીએ જણાવ્યું હતું કે જ્યારે અમે આ સ્કીમ લોન્ચ કરી હતી ત્યારે લોકો અમને પાગલ સમજી રહ્યાં હતાં. પરંતુ આજે સ્કીમ એવી છે કે 80 ટકા બંગલા બુક થઈ ગયા છે. 100થી વધારે ગ્રાહકોએ ગાયની રક્ષામાં અમારો સાથ આપ્યો છે અને અમાર સ્કીમનો લાભ ઉઠાવવા માટે આગળ વધ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે 'ઘરની સાથે ગાય ફ્રી' સ્કીમની જેમ એક હજાર બંગલા બુકિંગ માટે મુકવામાં આવ્યાં છે જેની કિંમત 18 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા સુધી છે.
તમારો 10નો સિક્કો ખોટો તો નથી ને?
નોટ નકલી હોઇ શકે છે, પણ સિક્કો નકલી હોય તો શું કરશો? દિલ્હીમાં એક શખ્સ રૂ.10-10ના નકલી સિક્કા સપ્લાઇ કરતો હતો. 10નો સિક્કો હજુ તો પ્રચલનમાં આવ્યાને પણ બહુ સમય થયો નથી. ત્યાં બજારમાં નકલી સિક્કાની હેરાફેરી શરૂ થઇ ગઇ છે. દિલ્હીમાંથી રૂપિયા 10-10ના 41,600 નકલી સિક્કા મળ્યા છે એટલે કે 4.16 લાખ રૂપિયા છે. આ શખ્સો દિલ્હીમાં અત્યારસુધીમાં એક કરોડથી વધુ નકલી સિક્કાઓ સપ્લાઇ કરી ચૂક્યા છે.આ સિક્કાઓને અડધા ભાવમાં એટલે કે રૂપિયા 10ના બદલે રૂપિયા 5ના હિસાબથી ખરીદવામાં આવે છે. ત્યારબાદ આ શખ્સો અન્ય સભ્યોને રૂપિયા 25માં 100ના હિસાબથી આ સિક્કાઓ આગળ સપ્લાય કરતા હતા.
સાક્ષી: ધોની માટે લકી પણ ટીમ ઈન્ડિયા માટે અનલકી?
જ્યારે ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેની બાળપણની મિત્ર સાક્ષી સાથે લગ્ન કર્યા હતા અને થોડા દિવસ બાદ ધોનીને રૂ.200 કરોડનો અધધધ કહી શકાય તેવો કરાર મળ્યો હતો.ત્યારથી લોકો સાક્ષીને ધોની માટે લકી માનતા હતા. પરંતુ લગ્ન બાદ તુરંત જ ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે ગઈ છે. જ્યાં ધોની પણ પોતાના પતિ ધોની સાથે ત્યાં હાજર છે. અને શ્રીલંકા પ્રવાસમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ કહીં શકાય તેમ નથી.
ડિમ્પી ગાંગુલીના ફોટા પોર્ન સાઈટ પર
ડિમ્પી ગાંગુલી એટલે કે મિસિસ મહાજન કોઈને કોઈ કારણે વિવાદમાં રહેતી હોય છે. ડિમ્પીએ રાહુલ સાથે લગ્ન કર્યા ત્યારે પણ વિવાદ થયો હતો. લગ્ન બાદ ડિમ્પીના કેટલાંક હોટ એન્ડ સેક્સી ફોટાને લઈને ઘણી જ ચર્ચાઓ થઈ હતી.ડિમ્પીના બિકીની ફોટાએ ઘણો જ વિવાદ ઉભો કર્યો હતો. ડિમ્પીએ કેટલીક બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. આટલું જ નહિ કોલકતામાં ડિમ્પી મોડલ હતી અને આ સમયે તેનું અફેયર કોઈની સાથે ચાલતું હતું.થોડા સમય પહેલા ડિમ્પીને રાહુલે માર માર્યો હતો અને ડિમ્પીએ મીડિયા સામે આવીને આ વાત કહીને વિવાદ ઉભો કર્યો હતો. જો કે પછી ડિમ્પી અને રાહુલ વચ્ચે સમાધાન થઈ ગયું હતું.હવે, ડિમ્પીના કેટલાંક બિન્દાસ ફોટા પોર્ન સાઈટ પર જોવા મળી રહ્યા છે. સ્વીમવેરમાં રહેલા તેના ફોટાએ પોર્ન સાઈટ પર ઘણો જ ખળભળાટ મચાવ્યો છે.
તરૂણી પર સાવકી માના સબંધીનો બળાત્કાર
લગ્નની લાલચ આપી તરૂણી પર બળાત્કાર ગુજારવાના બનાવો વધી રહ્યાં છે. આવા જ એક બનાવમાં મા બાપ વિહોણી થયેલી દલિત તરૂણીને તેની સાવકી મા નાં સબંધીએ હવસનો શિકાર બનાવી પોતાના ઘરમા બેસી જવા ધમકી આપ્યાની પોલીસમા ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. સાવકી મા સહિત છ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.મહિલા કોલેજ નજીક હરિજનવાસમાં મામાની ઘરે રહેતી દલિત તરૂણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની માતાના મૃત્યુ બાદ પિતા મહેશ ભીખાભાઇ ચૌહાણે ગોકુલધામ નજીક રહેતી મંજુ સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ પિતાનું પણ અવસાન થતા તરૂણી અને તેનો નાનો ભાઇ અનાથ બની ગયા હતા.દરમિયાન તરૂણી સાવકી મા ના ઘરે હતી ત્યારે મોટામવા લક્ષ્મીના ઢોળા નજીક રહેતા સાવકી માના સબંધી કીશોર કાનાભાઇ કબીરા ઘરમા આવી તેની સાવકી માની નજર સામે જ છરી બતાવી નાના ભાઇને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કુવાડવા રોડ પર આવેલી ક્રિસ્ટલ ગેસ્ટ હાઉસમા ત્રણ-ત્રણ વખત હવસનો શિકાર બનાવી હતી અને પોતાના ઘરમાં બેસી જા નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તરૂણીએ કિશોર સામે બળાત્કાર કર્યાની તેમજ તેની સાવકી મા મંજુબેન, કીશોરની પત્ની ઇન્દુ, લોધીકાના ખીરસરા ગામે રહેતા કાકા કાંતી ભીખા ચૌહાણ,જીતુભાઇ અને કાકી ભાવના જીતુભાઇએ કિશોરને મદદ કર્યાની લોધીકા પોલીસમાં ફીરયાદ નોંધાવતા લોધીકા પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી વિશેષ તપાસ માટે રાજકોટ માલવિયાનગર પોલીસને કાગળો મોકલી આપ્યા છે. વધુ તપાસ એ.એસ.આઇ. ઉમેદભાઇ પવારે હાથ ધરી છે. બનાવથી દલિત સમાજમા ભારે ચર્ચા જાગી છે.
સરકારી કેટરર્સ સામે અંતે સરકાર જ પગલાં લેશે
સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં વ્યસ્ત અને મસ્ત બનેલું તંત્ર પોતાની આંખ સામે પોતાના જ આયોજનમાં થતો કાયદાનો ભંગ પણ જોઇ શકતું નથી. જેમ નરેેન્દ્ર મોદીના હોર્ડિંગ આખા શહેરમાં ગેરકાયદે લગાડી દેવાયા તેવી રીતે પુરવઠા તંત્રે પણ રાંધણગેસના રેસિડેન્સિયલ સિલિન્ડરનો ઉપયોગ કેટરર્સ દ્વારા થતો હોવા છતાં કાંઇ પગલાં ભયાઁ નહોતા. અંતે ‘દિવ્ય ભાસ્કર’ ના સ્ટિંગ ઓપરેશન બાદ કેટરર્સ સર્વિસ સામે પગલાં લેવાનું તંત્રે ડરતાં ડરતાં નક્કી કર્યું છે. જો તંત્રના પોતાના જ આયોજનમાં જ જો કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો બહાર આ ઓફિસરો-ઇન્સપેક્ટરોની શું ધાક રહે?શહેરમાં છેલ્લા પંદર દિવસથી રાંધણગેસની તંગી છે, કેટલીક એજન્સીઓમાં દસ દસ દિવસનો બેકલોગ છે. છતાં તંત્ર માત્ર આઇઓસીને પત્ર લખીને બેસી ગયું હતું. શહેરની હોટેલો રેસ્ટોરન્ટોમાં ગેસના લાલ સિલિન્ડરનો ઉપયોગ બેફામ થાય છે. વાસ્તવમાં કોમર્શિયલ યુઝ માટે તો બ્લ્યૂ રંગના બાટલા આવે છે પરંતુ ક્યાંય તેનો ઉપયોગ નથી. સત્તાવાર રીતે નોંધાયેલા ગેસ કનેકશન ધારકો દિવસો સુધી રાહ જોવે અને કાળાબજારમાંથી મેળવનારાને મજા તેવી હાલત હતી.જ્યારે આઇ ઓ સીમાં પણ શોર્ટ સપ્લાય નથી પરંતુ સાંઠગાંઠ છે તેવી ખબર પડી ત્યારે તપાસ કરવામાં આવી અને એવું ખુલ્યું કે તહેવારોને લીધે ગેસ સિલિન્ડર બારોબાર વેચાય છે. પરંતુ બીજે ક્યાંય તંત્રે જવાની જરૂર નહોતી કારણ કે મોહનદાસગાંધી વિદ્યાલયમાં જ્યાં સરકારી રસોડું ચાલે છે ત્યાં જ કેટરર્સ લાલ સિલિન્ડર રાખીને રસોઇ કરે છે.
જેતપુરનો વેપારી રપ કરોડનું ફૂલેકું ફેરવી પોબારા ગણી ગયો
જેતપુરમાં અનાજ - કરિયાણા અને ડ્રાયફૂટનો જથ્થાબંધ વેપાર કરતો સિંધી વેપારીએ શેરબજાર અને જમીનના ધંધામાં ઝંપલાવ્યું હતું. આ ધંધામાં કરોડોની નુકસાની કરી હતી.આ નુકસાનીની ભરપાઇ કરવા માટે આ વેપારીએ બજારમાંથી પોતાની વેપારી તરીકેની શાખ પર અંદાજે ૨૦ થી ૨૫ કરોડ ૧૦ થી ૨૫ ટકા વ્યાજે લીધા હતા.પરંતુ શેરબજારમાંથી આ પૈસાનું વળતર ન મળતા અને નુકસાની જતાં જમીનની દલાલીમાં શહેરના પોરા વિસ્તારનો પ્લોટ અડધી કિંમતમાં વેંચીને પોતાની અન્ય તમામ મિલકતોમાં તાળાં મારીને રફૂચક્કર થઇ ગયો હતો.
૭૪ લાખની ગ્રાંટ વાપરી હલકી વસ્તુઓ પધરાવાઈ
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રૂ. ૭૪ લાખના ખર્ચે અપાયેલી સાયન્સ કિટનો મુદ્દો ફરી એક વખત ચર્ચાની એરણે ચડ્યો છે. સાયન્સ કિટમાં લારીઓ ઉપર મળતી હલકી ગુણવત્તા અને રૂ.૫-૧૦ ના ભાવે વેચાતી ચાઇનીઝ વસ્તુઓ પધરાવી દેવાઇ હોવાની વિગતો સપાટી ઉપર આવતાં આ દિશામાં ઘનિષ્ઠ તપાસ થાય તો મોટું કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત થઇ છે.
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રયોગશાળાની સાધન-સામગ્રીની સુવિધા પૂરી પાડવાના હેતુથી ઉનાળું વેકેશનમાં સાયન્સ કિટ પહોંચતી કરી દેવાઇ હતી. આ સાયન્સ કિટ કોણે ખરીદી અને કોણે મોકલી તે અંગે વિવાદ થયા બાદ તેની તપાસ સોંપવામાં આવી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સાયન્સ કિટમાં મોકલવામાં આવેલી વસ્તુઓ લારીઓ મળતી સસ્તા ભાવની અને હલકી ગુણવત્તાની ચાઇનિઝ બનાવટની હોવાની વિગતોથી ખળભળાટ મચી ગયો છે.પ્રાપ્તથયેલી માહિતી મુજબ જિલ્લાની કુલ૨૯૭ શાળાઓમાં સાયન્સ કિટ મોકલવાનું ટેન્ડર પાસ કરાયું હતું. જેમાં શરતો મુજબ પ્રત્યેક શાળાની સાયન્સ કિટમાં ૧૫૪ વસ્તુઓ મોકલવાની હતી. પરંતુ શાળાઓમાં ૧૦૦ વસ્તુઓ પણ પૂરતી પહોંચી શકી નથી. આ ઉપરાંત આપવામાં આવેલી વસ્તુઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા જાણે છેતરપિંડી કરાઇ હોય તેમ રમકડાંની દુકાનમાંથી ખરીદાયેલું હોય તેવું હલકી કક્ષાનું પ્લાસ્ટિકનું બાયનોકયુલર અપાયું છે. આ બાયનોકયુલરમાં એક જ તરફ કાચ છે, જ્યારે દૂર-નજીકનું બટન શોભાના ગાંિઠયા સમાન પ્લાસ્ટિકમાં જ ચોંટાડેલું છે.આ ઉપરાંત ચાઇનીઝ બનાવટની નાની કાતર, સ્ટોપ વોચ અને નાની બેટરી કિટમાં આપી કોન્ટ્રાક્ટર દ્વારા સરકાર સાથે મોટો ગફલો કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે. શાળાઓમાં અપાયેલા પત્રમાં બેટરી (બે મોટા સેલ સાથેની) દર્શાવાઇ છે. જ્યારે અપાયેલી બેટરી પેન્સિલ સેલ સાથેની નાની સાઇઝની હલકી ગુણવત્તાની પધરાવી દેવાઇ છે. જ્યારે પ્લાસ્ટિકના ટેબલ બેસવા જતાં જ તૂટી જાય તેવા અપાયાં છે. મોટાભાગની ચાઇનીઝ વસ્તુઓ શાળાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમ સમાન છે. આ સાયન્સ કિટ મામલે હોબાળો થવા છતાં જે તે સમયે ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીએ રૂ.૭૪ લાખનું પેમેન્ટ કરી દીધું હતું.આ મામલે હોબાળો થયા બાદ તપાસ કરાવવા છતાં ગેરરિતી કરીને વચેટિયા પોતાનું પ્રભુત્વ સાબિત કરી રહયા છે. જેનાથી જિલ્લા પંચાયતના આખા વહીવટને લાંછન લાગી રહયું છે.
11 August 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment