visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
સૌરાષ્ટ્રમાં ફરી મેઘો મંડાયો ૫ ઇંચ સુધીનું પાણી વરસ્યું
બે દિવસની વરાપ બાદ ફરી આકાશમાં ગોરંભાયેલા વાદળો જમાવટ કરી પાણી વરસાવવાનું શરૂ કર્યું છે. જેમાં રવિવારે પણ સૌરાષ્ટ્રભરમાં ઝાપટાંથી માંડી પાંચ ઇંચ સુધી પાણી વરસ્યું હતું.માધવપુરમાં સાત કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો તો સોરઠ પંથકમાં સચરાચાર વરસાદ વરસ્યાના વાવડ મળી રહ્યા છે. જ્યારે જામનગર જિલ્લામાં લાલપુરમાં બે ઇંચ તો અન્યત્ર ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં હળવા ઝાપટાંરૂપી મેઘમહેર થઇ હતી.સૌરાષ્ટ્રમાં અષાઢ મહિનાના અંતે ફરી કાળા ડિબાંગ વાદળોની ગગનગોખે જમાવટ થઇ છે અને સતત બીજા દિવસે આભમાંથી અમિવર્ષા થઇ હતી. જેમાં માધવપુર (ઘેડ) માં પૂરના પાણી ઓસરે તે પૂર્વે ફરી સાત કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા પાણી-પાણી થઇ ગયું હતું. જ્યારે જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં સાડા ચાર, માળિયા (હા.) ત્રણ, વેરાવળ બે, માંગરોળ દોઢ, મેંદરડા અને સૂત્રાપાડા એક ઇંચ, કોડીનારમાં પોણો ઇંચ, માણાવદરમાં અડધો ઇંચ તેમજ જૂનાગઢ, ઊના, તાલાલા અને વિસાવદરમાં ઝાપટાં વરસ્યા હતા.જામનગર જિલ્લામાં લાલપુર પંથકમાં બે, દ્વારકામાં એક, કલ્યાણપુરમાં અડધો ઇંચ તેમજ જામનગર, જામજોધપુર, ધ્રોલ, જોડિયા અને ખંભાળિયામાં હળવા ઝાપટાં પડ્યા હતા.જ્યારે રાજકોટ જિલ્લામાં મેઘાડંબર વચ્ચે મોરબીમાં અડધો ઇંચ, જ્યારે પડધરી, માળિયા અને રાજકોટ શહેરમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓ વરસાદી ડહોળ વચ્ચે કોરા રહ્યા હતા.પોરબંદરમાં મેઘાવી વાતાવરણ વચ્ચે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો અને કુતિયાણા, રાણાવાવમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.ભાવનગર જિલ્લામાં પણ માત્ર પાલિતાણા, ઉમરાળા અને ભાવનગર શહેરમાં ઝાપટાં પડ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
રાજકોટના બૂટલેગરને ચાર શખ્સોએ છરીથી વેતરી નાખ્યો
રાજકોટના ખોખળદડ નદીના પુલ નજીક હત્યા. એ જ વિસ્તારના ૪ શખ્સો અદાવતમાં ઢસડીને પુલ નીચે લઇ જઇ છરીના ઘા મારી નાસી ગયા.શહેરમાં હત્યાના વધુ એક બનાવમાં ખોખળદડ નદીના પુલ નજીક આજે બપોરે ચાર શખ્સોએ પોલીસ ચોપડે ચડી ચૂકેલા બુટલેગર દેવીપૂજક યુવાનને છરીના આડેધડ સાત ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. દારૂ અથવા અદાવતના કારણે હત્યા થયાનું પોલીસનું અનુમાન છે.ખોખળદડ નદીના પુલ નીચે અજાણ્યા યુવાનની લોહી તરબોળ લાશ પડી હોવાની સાંજે સાત વાગે પોલીસને જાણ થઇ હતી.ભક્તિનગરના ઇન્સપેક્ટર એમ. ડી. જાડેજા, મદદનીશ વિજયભાઇ શુક્લ, દિલીપભાઇ કાળોતરા, જીજ્ઞેશભાઇ અમરેલિયા સહિતના સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. મરનારની ઓળખ મેળવવા આસપાસના વિસ્તારમાં તપાસ કરતા હેમંતભાઇ પરમારે મૃતદેહ ખોખળદડ કાંઠે રહેતા પોતાના ભત્રીજા મનસુખ પથુભાઇ (ઉ.વ.૩૦) નો હોવાનું ઓળખી બતાવતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી.પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, મનસુખ આજે બપોરે સાડા ત્રણ વાગે ઘરેથી બહાર જવા નીકળ્યો હતો. પુલ પાસે પહોંચ્યો ત્યારે ભૂપત પોપટ દેવીપૂજક, રમેશ કોળી, દલિત બંધુ ચતુર ગોરધન અને ચંદુ ગોરધન સામા મળ્યા હતા. કોઇ મુદ્દે તકરાર ચાલતી હોવાથી ચારેય શખ્સોએ મનસુખને ગાળો ભાંડી હતી અને માર મારતા મારતા ઢસડીને પુલ નીચે મીરાદાતારની જગ્યા નજીક લઇ ગયા હતા.મોત ભાળી ગયેલા મનસુખે જીવ બચાવવા મરણિયા પ્રયાસ કર્યા હતા. પરંતુ, ચારેય આરોપીઓએ ધારદાર છરી કાઢી મનસુખના શરીર ઉપર ખચાખચ સાત ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલો મનસુખ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. થોડી ક્ષણો તરફડિયા મારી દમ તોડી દેતા આરોપીઓ નાસી ગયા હતા.અદાવત અથવા દારૂના પ્રશ્ને હત્યા થયાનું પોલીસનું અનુમાન છે. જો કે, સાચું કારણ આરોપીઓ પકડાયા પછી જ બહાર આવશે. પોલીસ હત્યારાઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છેમૃતક ચોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂકયો’તો -શહેરની ભાગોળે મોતને ઘાત ઉતારાયેલા બૂટલેગર મનસુખ અગાઉ ચોરીના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકયો હતો.
ફેન્ટાસિયાનું પરાયા પુરૂષ સાથે સેક્સ સ્કેન્ડલ
અમેરિકન આઈડોલની વિજેતા ફેન્ટાસિયા બર્રીનો એક પરણિત વ્યક્તિ સાથે સેક્સ ટેપમાં નજરે આવી છે.વર્ષ 2004માં ફેન્ટાસિયા અમેરિકન આઈડોલ જીતી હતી. આ સમયે એન્ટવોનની પત્ની પૌલાએ આરોપ મૂક્યો હતો કે, ફેન્ટાસિયાનું તેના પતિ સાથે અફેયર ચાલી રહ્યું છે.પૌલાએ પોતાના બાળક માટે આ અંગે કોર્ટમાં કેસ પણ કર્યો છે કે તેના પતિનું અન્ય યુવતી સાથે અફેયર ચાલી રહ્યું છે.કોર્ટમાં પૌલાએ કેટલાંક વાંધાજનક દસ્તાવેજો રજૂ કર્યા છે. વર્ષ 2009ના ઓગસ્ટ મહિનામાં ફેન્ટાસિયા અને એન્ટવોને એકબીજા સાથે સેક્સ માણ્યું હતુ. આ ટેપને પૌલાએ કોર્ટમાં રજૂ કરી છે.
કલ્કીના સેક્સ સીન લીક
અનુરાગ કશ્યપની ફિલ્મ ધેટ ગર્લ ઈન યલો બુટ્સના સેક્સ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે. આ ફિલ્મમાં કલ્કી મુખ્ય ભૂમિકામાં છે.ફિલ્મ ધેટ ગર્લ ઈન યલો બુટ્સ વર્લ્ડ પ્રીમિયરમાં દર્શાવવાની છે. વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને નોર્થ અમેરિકન પ્રીમિયરમાં આ ફિલ્મ દર્શાવવામાં આવનાર છે. જો કે હવે આ ફિલ્મના કેટલાંક દ્રશ્યો લીક થઈ જતાં અનુરાગને ચિંતા થવા લાગી છે.ફિલ્મના મહત્વના કહી શકાય તેવા સેક્સ સીન ઈન્ટરનેટ પર લીક થઈ ગયા છે.આ ફિલ્મમાં અનુરાગની પ્રેમિકા કલ્કી કામ કરી રહી છે. આ ફિલ્મમાં કલ્કી પોતાના પિતાને શોધતી હોય છે. કલ્કી પોતાના પિતાને જાણતી નથી પરંતુ તેને ભૂલી શકે તેમ નથી. કલ્કી પરમીટ વિઝા ના હોવા છતાં એક મસાજ પાર્લરમાં કામ કરે છે.આ ફિલ્મમાં કલ્કીનો સેક્સ પાંચ મિનિટનો છે અને જે આજકાલ નેટ પર ઘણો જ જોવાઈ રહ્યો છે.આ ફિલ્મના સંવાદો ઘણાં જ બોલ્ડ છે. ફિલ્મના પ્રીમિયર પહેલા જ આ રીતના સીન લીક થવાને કારણે અનુરાગની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
રણબિરને કારણે પ્રિયંકા ગંભીર રીતે ઘાયલ
ફિલ્મ અન્જાના-અન્જાનીમાં પહેલીવાર રણબિર અને પ્રિયંકા સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મના એક દ્રશ્યમાં રણબિર દીપિકાના વિચારોમાં ખોવાયેલો હતો અને તેને કારણે રણબિરનું ધ્યાન જ નહોતું ગયું કે, પ્રિયંકા તેની સાથે શુટિંગ કરી રહી છે.આ ફિલ્મના શુટિંગ દરમિયાન રણબિર અને પ્રિયંકા દોડતા દોડતા ફ્લાઈટ પકડતાં હોય છે. રણબિર અને પ્રિયંકાએ એકબીજાનો હાથ પકડ્યો હોય છે. જો કે રણબિર ઘણો જ ઝડપથી ચાલતો હતો અને તેને કારણે સીડિ પર પ્રિયંકા પડી જાય છે.સીડિની દિવાલ પ્રિયંકાને માથામાં વાગે છે અને તે ઘણી જ ખરાબ રીતે ઘાયલ થાય છે. આટલું જ નહિ પ્રિયંકાના માથામાંથી લોહી પણ નીકળવા લાગે છે.રણબિરને થોડીવાર પછી ખ્યાલ આવે છે કે, પ્રિયંકા પડી ગઈ છે અને તેને ઘણું જ વાગ્યું છે. રણબિર તરત જ પ્રિયંકાની માફી માંગે છે.ફિલ્મના સેટ પર તરત જ ડોક્ટરને બોલાવવામાં આવે છે અને થોડા કલાકો પછી ફરીથી શુટિંગ શરૂ કરવામાં આવે છે.
પાકિસ્તાનના વડાપ્રધાન લતાજીના પ્રશંસક
પાકિસ્તાનના મહેમાન બનવાનું આમંત્રણ ઘણાં ઓછા લોકોને મળતું હોય છે. લતાતાઈને વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પાકિસ્તાન આવવાનું આમંત્રણ પાઠવ્યું છે.જો બધુ વ્યવસ્થિત રીતે થઈ જશે તો લતાજી ટૂંક સમયમાં જ પાકિસ્તાન જશે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાનની ઓફિસે પણ જાય તેવી શક્યતા છે.ગયા અઠવાડિયે ગાયક અદનાન સામી પાકિસ્તાનના પ્રધાનંત્રી ગિલાનીને ડિનર પર મળ્યો હતો. આ સમયે ગિલાનીએ કહ્યું હતું કે, લતાજી ઘણાં સમય પહેલા પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા. પાકિસ્તાનમાં લતાજીના ઘણાં જ ચાહકો છે અને ગિલાની પણ લતાતાઈના જબરજસ્ત ચાહક છે. આ વાત ગિલાનીએ અદનાન સામીને કહી હતી.ત્યારબાદ ગિલાનીએ અદનાન સામીને કહ્યું હતું કે, તે આ વાત વ્યક્તિગત રીતે લતાજીને કહે અને લતાજીને પાકિસ્તાનના મહેમાન બનવાનો આગ્રહ કરે.જો લતાજી પાકિસ્તાનની મુલાકાત લે તો બે દેશો વચ્ચેની સંસ્કૃતિ વચ્ચે એક જોડાણ થશે. અદનાન સામીએ સ્વીકાર્યુ હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાને લતાજીને આમંત્રણ આપ્યું છે.ગયા અઠવાડિયે ઈસ્લામાબાદમાં અદનાન સામીએ ગિલાની સાથે ડિનર લીધુ હતું. આ સમયે ગિલાનીએ લતાજીના ગીતો ગાયા હતા. ત્યારબાદ પ્રધામંત્રીએ અદનાન સામીને લતાજી પાકિસ્તાન આવે તેવું આમંત્રણ પાઠવ્યું હતું.આ અંગે અદનાન સામીએ કહ્યું હતું કે, જો લતાજી પાકિસ્તાન આવશે તો તે એરપોર્ટ તેમને લેવા જશે અને પાકિસ્તાનમાં લતાજીનું માન-સન્માન ભારતરત્નની જેમ કરવામાં આવશે. લતાજી માત્ર ભારતની નહિ પરંતુ પાકિસ્તાનની પણ ધરોહર છે.
આમિર ધૂમ-૩માં વિલન બનશે
આમિર ખાન અને ફિલ્મમેકર યશ ચોપરાએ સાથે કામ કરવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ છે. એવી પણ ચર્ચા થઇ રહે છે કે ધૂમ-૩ ફિલ્મમાં આમિર મુખ્ય વિલનની ભૂમિકા કરશે. જોકે, અભિનેતાની નજીકના સૂત્રોએ આ અહેવાલનો સાફ ઇનકાર કર્યો છે.
અલબત્ત, તે જાણવા મળ્યું છે કે આમિર તાજેતરમાં જ આદિત્ય ચોપરાને મળ્યો હતો. આદિત્યએ વિલનની ભૂમિકાનું વર્ણન પણ અભિનેતા સમક્ષ કર્યું છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે આ ભૂમિકા આમિરને પસંદ પણ પડી છે અને મેલબોર્નથી પાછા ફર્યા બાદ ૧૩મી ઓગસ્ટે તે સ્ક્રિપ્ટ સાંભળશે.આમિર તેની ફિલ્મ ‘પીપલી લાઇવ’ની રિલીઝ બાદ આગામી સપ્તાહે તે સ્ક્રિપ્ટ વાંચવાની શરૂઆત કરવાનો હોવાના કારણે આ અહેવાલને સમર્થન કે ઇનકાર કરવા અભિનેતા ઇચ્છતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આદિત્ય ચોપરા તેની ધૂમ શ્રેણીની ફિલ્મોમાં વિલનના પાત્રને મુખ્ય ગણે છે... તો આમિર ‘પીપલી લાઇવ’માં અભિનેતા તરીકે હોતરંગભૂમિનો અભિનેતા ઓમકાર ન મળ્યો હોત તો ‘પીપલી લાઇવ’માં આમિર ખાન નત્થાની ભૂમિકા કદાચ આમિરે નિભાવી હોત.પોતાની હોમ પ્રોડકટની નત્થાનું પાત્ર આમિર નિભાવવા માગતો હતો, પણ સમયસર નાટય કલાકાર ઓમકાર સાથે ભેટો થઇ જતાં આમિરના સ્થાને તેને ભૂમિકા અપાઇ છે.
રણબિરે પ્રિયંકા પર બોટલનો ઘા કર્યો
શુટિંગ દરમિયાન ફિલ્મ સ્ટાર્સ એકબીજાની મજાક કરતાં હોય છે પરંતુ મજાકને કારણે શુટિંગ અટકી પડે તેવી ઘટના ભાગ્યે જ બને છે.સાજિદ નડિયાદવાળાની ફિલ્મ અન્જાના અન્જાનીના પ્રોમોના શુટિંગ દરમિયાન રણબિરની મજાકને કારણે કેટલાંક કલાકો સુધી શુટિંગ અટકી પડ્યું હતું.પ્રોમોના શુટિંગના એક દ્રશ્યમાં પ્રિયંકા અને રણબિર વચ્ચે અંદરો-અંદર ઝઘડો થાય છે અને ઝઘડા દરમિયાન એકબીજા પર સોફ્ટ ડ્રિંકની બોટલ ફેંકે છે.આ દ્રશ્યને વાસ્તવિક બનાવવા માટે રણબિર કપૂરે પ્રિયંકા ચોપરા પર સોફ્ટ ડ્રિન્કની બોટલ ઉછાળી હતી. જો કે આને કારણે પ્રિયંકાનો ડ્રેસ ખરાબ થઈ ગયો હતો અને તેનો મેકઅપ પણ ઉતરી ગયો હતો.
પ્રિયંકાએ શુટિંગ માટે બીજીવાર તૈયાર થવું પડ્યું હતું. આ માટે ત્રણ કલાક જેટલો સમય થયો હતો. આને કારણે શુટિંગ ત્રણ કલાક રઝળી પડ્યું હતું.જો કે રણબિરે પ્રિયંકા-સાજિદ નડિયાદવાળા સહિત ફિલ્મના યુનિટની માફી માંગી હતી. જો કે શુટિંગ પૂર્ણ થયા પછી પ્રિયંકા સહિત આખું યુનિટ રણબિરની આ હરકત પર હસતાં હતા.
ડોલર સામે રૂપિયામાં મજબૂતી બરકરાર
વૈશ્વિક સ્તરે મોટાભાગના ટ્રેડરોની સાથો સાથ બેન્કો અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો ડોલર સતત વેચી રહ્યા છે. તેની સામે ઇક્વિટી માર્કેટ મજબૂત થઇ રહ્યું હોવાથી ટ્રેડરો કરન્સી માર્કેટમાંથી નીકળીને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે. આથી આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 20 પૈસા ઉપરમાં ટ્રેડ થઇ રહ્યો હતો.ધી આંતરબેન્ક ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) બજારમાં ડોલર સામે રૂપિયો 46.02/04 પર ખૂલ્યો હતો. આજે સવારે 10.30 વાગ્યે રૂપિયો 45.95 પર ટ્રેડ થઇ રહ્યો હતો. ગયા શુક્રવારે 46.15/16 પર બંધ રહ્યો હતો.ટોક્યો ખાતે આજે યેન સામે ડોલર નીચલી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. જે તેની 15 મહિનાની નીચલી સપાટી હતી.
નારાયણ મૂર્તિના પુત્રની TVSના શ્રીનિવાસનની પુત્રી સાથે સગાઈ
દેશના કોર્પોરેટ જગતના બે દિગ્ગજો નારાયણ મૂર્તિ અને શ્રીનિવાસન હવે કૌટુંબિક સંબંધથી જોડાયા છે. ઈન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્ર રોહનની ટીવીએસ મોટરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વેણુ શ્રીનિવાસનની પુત્રી લક્ષ્મીની ગયા સપ્તાહે સગાઈ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં લગ્નગ્રંથિથી જોડાઈ જશે. પુત્રની સગાઈથી ખુશ નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે ‘રોહન અને લક્ષ્મીએ સગાઈ કરવાના લીધેલા નિર્ણયથી હું અને સુધા(નારાયણ મૂર્તિના પત્ની) અત્યંત ખુશ છીએ.’રોહન અને લક્ષ્મી બન્ને ખાસ્સા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને ધીમે-ધીમે બન્ને વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનતાં જીવનસાથી બનવાનું નક્કી કર્યું હતું. રવિવારે સવારે ચેન્નઈ આવેલી મૂર્તિએ જોકે લગ્નની તારીખ જાહેર કરી ન હતી. લક્ષ્મીના પિતા વેણુએ પણ પુત્રીની સગાઈની શુભેચ્છા સ્વીકારી હતી. પરંતુ તેમણે પણ લગ્નતારીખ અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું.૨૭ વર્ષીય રોહન માઈક્રોસોફ્ટનો ફેલો છે અને હાર્વંર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ વિષયમાં પીએચ.ડી. કરી રહ્યો છે. તે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો સ્નાતક થયો છે. બેંગલોરની બશિપ કોટન બોય્ઝ સ્કૂલમાંથી તેણે શાળાનું શિક્ષણ મેળવ્યું છે.લક્ષ્મી પણ ૨૭ વર્ષની છે અને તેણે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી છે અને વોરવિક યુનિવર્સિટી(બ્રિટન)માંથી મેન્યુફેકચરિંગ મેનેજમેન્ટ વિષયમાં પીએચ.ડી. પણ પૂરું કરી લીધું છે.
કંગનાનો ખરો રણકાર હવે થયો
તાજેતરના પ્રદર્શિત ફિલ્મ ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ’માં કંગના રાણાવતના સૌંદર્ય અને અજય દેવગનના અભિનયની પ્રશંસા થઈ રહી છે. નાના શહેરના મધ્યમવર્ગીય કુટુંબમાંથી આવેલી કંગનાએ મહાનગર મુંબઈમાં શરૂઆતમાં થોડા દગા-ફટકા સહન કર્યા અને એટલા અનુભવ પછીયે ફરી એ ન છેતરાય એ જરૂરી નથી. ખરેખર તો મહાનગરના જીવનમાં ઠગાયા પછી સામાન્ય માનવીમાં બીજાને ઠગવાની લાયકાત આવી જાય છે. જોકે મહાનગરીય જીવનના ક્રૂસબિલ (પ્રયોગ શાળાનું એક વાસણ)માં ચરિત્ર ઘડતરની રાસાયણિક પ્રક્રિયા વધુ ઝડપી રીતે થાય છે અને એક દિવસ મનુષ્ય પોતાની જાતને જ ઓળખી શકતો નથી.નિદા ફાજલીને મુંબઈ આવ્યે લગભગ ચાલીસ વર્ષ થઈ ચૂક્યાં છે, પરંતુ તેઓ હજુએ મહાનગરીય જીવનના ભય-દહેશતથી પૂરેપૂરા મુક્ત થયા નથી. તેમણે આવતાં જ એટલું સમજી લીધું હતું કે એક માણસની પડખે તેના દસ સ્વરૂપો કતારબંધ ઊભા હોય છે અને અહીં ચાલવું હોય તો આગળ ચાલનારાને પાડીને તેની પીઠ પર પગ મૂકીને આગળ ચાલો. એ જ બાબત વર્ષ ૧૯૫૬માં પ્રદર્શિત ફિલ્મ ‘જાગતે રહો’માં દર્શાવાઈ હતી. ગામડેથી રોજી-રોટીની શોધમાં આવેલો માણસ તરસ લાગતાં એક બહુમાળી મકાનમાં ઘૂસે છે ત્યાં તેને ચોર સમજીને એકથી બીજા ઠેકાણે ધકેલવામાં આવે છે.આ ગતિવિધિમાં ઈમારતમાં છુપાયેલા બધા ભ્રષ્ટ અને અપરાધી તત્વો પકડાઈ જાય છે. આખરી ર્દશ્યમાં નાયક પહેલી જ વખત બોલે છે કે ‘તમે મને શું શીખવ્યું?’ મહાનગરીય ચાલાકી તમે બધે જોઈ શકો છો. નાનાં શહેરો અને ગામડાંમાં હજુ માસૂમિયત યથાવત હોવાની ફોમ્યુંલા હવે ધરાશાયી થઈ ચૂકી છે. જંગલ સમાન બનતી આ સંસ્કૃતિમાં સક્ષમ બચી શકે છે અને એ સ્પર્ધાના ભાવ હેઠળ દરેક જગ્યાએ ચાલાકીઓ જોવા મળે છે. તમે એક નાનકડી બાબત પર ધ્યાન આપો કે મહાનગરો અને મધ્યમ કદનાં શહેરોના સૌંદર્ય પ્રસાધન-સારવાર માટેના સલૂનોના-બ્યુટી પાર્લર્સના વિજ્ઞાપનો પણ સરખા હોય છે.સુંદરતાને નામે શરીર માલીશ વગેરેના વિજ્ઞાપનોમાં બધા અ®લીલ સંકેતો મળે છે. કંગના રાણાવતે અનુરાગ બસુની ‘ગેંગસ્ટર’ સાથે કારકિર્દીનો પ્રવાસ શરૂ કર્યો. તેણે શરૂઆતની ફિલ્મોમાં કોઈ ઘેલછા-ઝનૂનનો શિકાર બનેલી સ્ત્રીનું પાત્ર કરવું પડ્યું. તેની તૈયારી માટે તેને એમ પણ કહેવામાં આવ્યું કે એ પોતે પણ ‘એવી જપ્ત છે. તેના અચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ) પર એ બાબતો અને એ પાત્રોની અસર થઈ છે અને હવે એ બધી અસરોથી મુક્ત થઈને કંગના નાચતી-ગાતી પ્રસન્ન ચિત્ત નવયુવતીની સર્વ સામાન્ય-નિયમિત ભૂમિકા ભજવવા માગે છે.
આ ખાવાના ખેલ નથી
કોમનવેલ્થ ગેમ્સમાં અબજોનું આંધણ કર્યા પછી પણ છેવટે તો બદનામી જ છે, તો પછી આખો તાયફો યોજીને શું કાંદો કાઢી લેવાના આપણે? નાના માણસોના પૈસા મોટી ઇવેન્ટના બહાને મોટા-વગદાર-લોભી-અમીર લોકો ઝાપટી રહ્યા છે. માનો કે જગતને દેખાડી દેવા, ઈન્ડિયા સુપરપાવર બની રહ્યું છે એવું સાબિત કરવા, દુનિયામાં આપણી આબરૂ વધારવા આવો તાયફો કરવો પડે, પણ અહીં તો આબરૂ વધવાને બદલે તેના ધજાગરા અને લીરેલીરા ઊડે તેવી શક્યતા છે.આપણું નાક સુંદર રીતે કપાવાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં અબજોનું આંધણ કર્યા પછી પણ છેવટે તો બદનામી થવાની સફળતા જ વધારે છે, તો પછી આખો તાયફો યોજીને શું કાંદો કાઢી લેવાના આપણે? અલબત્ત, મુઢ્ઢીભર લોકો આ ઈવેન્ટમાંથી કાંદો નહીં, આખેઆખો ચરુ કાઢી લેશે. બાબુઓ-નેતાઓ-વેપારીઓ-કંપનીઓ માટે કોમનવેલ્થ ગેમ્સ અમલમાં અનકોમન વેલ્થ(અસાધારણ સંપત્તિ) એકઠી કરવાનું સાધન બની રહી છે. વચેટિયાઓએ આ ઈવેન્ટ માટે ટ્રેડ મિલો(ચાલવાની કસરતનાં મશીનો) ૪પ દિવસ માટે એક લાખના ભાડે લઈને પછી ૧૦ લાખના ભાડે આપીને નફો કેટલો રાખ્યો? ૯૦૦ ટકા અને પેલા ૨૦-રપ રૂપિયાના ટોઇલેટ રોલ્સ નંગદીઠ ૪૦૦૦ રૂપિયાના દરે ખરીદવાના અહેવાલો તો માથું ભમાવી દે તેવા છે. ક્યાં ૨૦-રપ રૂપિયા ને ક્યાં ૪૦૦૦ રૂપિયા? પણ કોના પપ્પાની દિવાળી? પૈસા સરકારના છે. ઉપ્પાડો, ઉડાવો, અહીં મુદ્દો એ છે કે સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા. આપણ સૌના પૈસા. લોકોએ મહામહેનતે કમાઈને, ડાહ્યા-ડમરા થઈને વેરારૂપે ચૂકવેલા પૈસા છે, જેને કોમનવેલ્થ ગેમ્સ સાથે સંકળાયેલા લોકો પિતાશ્રીનો માલ સમજીને બેફામ લૂંટે-લૂંટાવે છે.એ હિસાબે આ ઈવેન્ટ છેવટે તો આમ આદમીના પૈસા અમીરોના ગુના સુધી પહોંચાડતી વાયા-મીડિયા સાબિત થઈ રહી છે. આવી રીતે પૈસા સરેઆમ આપણા ખિસ્સામાંથી સેરવવામાં આવી રહ્યા હોવા છતાં આપણા પેટનું પાણી નથી હલતું, કેમ? કારણ કે આ બધું તો દૂર, છેક પેલા દિલ્હીમાં ચાલી રહ્યું છે અને સ્પોર્ટ્સમાં આપણને બહુ રસ નથી. આ ઇવેન્ટ ક્રિકેટની હોય તો વાત જુદી છે, બાકી એથ્લેટિકસ અને એક્સવાયઝેડ? ઠીક મારા ભઈ.અહીં સમજવા જેવી વાત એ છે કે આપણે આ ઇવેન્ટની યજમાનીની જવાબદારી શા માટે માથે લીધી છે? એક તરફ દેશના કરોડો લોકોને ભયંકર ફુગાવાના આ યુગમાં બે ટંકના દાળ-ચોખા-દૂધ પોસાતાં નથી ત્યારે કોમનવેલ્થ ગેમ્સ પાછળ આટલો ધુમાડો? આટલો વેડફાટ? આટલો ભ્રષ્ટાચાર? આ પ્રોજેક્ટનું અમલી બજેટ તો ૭૭૦ કરોડ રૂપિયાનું હતું, પણ જુલાઈના અંત સુધીમાં ખર્ચનો અંદાજ ૧૧,૦૦૦ કરોડને આંબી ગયો હતો, મતલબ કે બજેટ ૧૬૦૦ ટકા વધી ગયું. હવે પછીના પોણાબે મહિનામાં ખર્ચ હજુ પણ પ૦૦ કરોડ વધી જવાનો અંદાજ છે. ઇવેન્ટ માટે દિલ્હી સરકારને કેન્દ્ર સરકાર તરફથી રૂ.ર૮૦૦ કરોડ મળી ચૂક્યા છે. બીજા ૧૦,પ૦૦ કરોડ નાની બચત યોજનાની થાપણોમાંથી ખર્ચવાનું આયોજન છે.
CWG સંદર્ભે કલમાડીએ અજાણી કંપનીને પેમેન્ટ કરાવ્યું
કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના નામ પર થઈ રહેલા ગોટાળાઓ સંદર્ભે પોતાનો સંબંધ ન હોવાનું કહી સુરેશ કલમાડી તમામ દોષનો ટોપલો ભલે પોતાની ટીમના અન્ય સભ્યો પર નાખી રહ્યાં હોય, પરંતુ એક-એક કરીને બહાર આવી રહેલી સચ્ચાઈથી કલમાડીના દાવાઓની પોલ ખુલી રહી છે. તથ્ય એ છે કે તેમણે માત્ર નાણાંકીય ફેંસલા જ નથી લીધા, પરંતુ લંડનની એ.એમ.ફિલ્મ્સ નામની એ કંપનીને તત્કાલિક ચુકવણીનો આદેશ આપ્યો હતો કે જેના સંદર્ભે તેમનો દાવો હતો કે તેમણે આ કંપનીનું નામ પણ સાંભળ્યું નથી. મહત્વપૂર્ણ છે કે એ.એમ.ફિલ્મ્સને કરવામાં આવેલી ચુકવણીની ખબરો મીડિયામાં આવ્યા બાદ સુરે્શ કલમાડીએ 16 સપ્ટેમ્બર, 2009ના લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાંથી આવેલા એક ઈમેઈલને દેખાડતા દાવો કર્યો હતો કે એ.એમ.ફિલ્મ્સનું નામ લંડન સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તે સુઝાડયું હતું. (બાદમાં જો કે એ સાબિત થયું કે ઈ-મેઈલ સાથે છેડછાડ કરવામાં આવી હતી.) પરંતુ દસ્તાવેજ જણાવે છે કે આ ઈ-મેઈલના આવ્યા પહેલા 22 ઓગસ્ટ, 2009ના રોજ કલમાડીના નજીકના સહયોગી ટી.એસ.દરબારી અને સંજય મોહિન્દ્ર, એ.એમ. કાર એન્ડ વેન હાયર લિમિટેડમાંથી કારોના કાફલા માટેના કરાર પર હસ્તાક્ષર કરી ચુક્યા હતા. સૌથી મોટી વાત એ છે કે કલામાડી તમામ દોષ નજીકના સહયોગીઓ પર નાખીને ખુદ પાક-સાફ હોવાનો દાવો કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેમને આ ચુકવણીઓની જાણકારી નથી. તેઓ એમ પણ કરી રહ્યાં છે કે તેમની પાસે નાણાંકીય અધિકાર નથી, માટે તેઓ નાણાંકીય નિર્ણય લઈ શકતા નથી. આવું કહીને કલમાડી નાણાંકીય ગડબડોનો તમામ દોષ પોતાના અધિકારીઓના માથે ઢોળી રહ્યાં છે. તેઓ આમ કરીને આ કિસ્સો ખતમ કરવા માંગે છે. પરંતુ આ સંદર્ભના દસ્તાવેજો અલગ જ કહાણી કહી રહ્યાં છે. ક્વિન્સ બેટન રિલે સમારંભના પાંચ દિવસ પહેલા 24 ઓક્ટોબર, 2009ના રોજ મોહિન્દ્રુએ ક્યૂબીઆર સમારંભના કોષાધ્યક્ષ એમ. જયચંદ્રનને હસ્તલિખિત ફેક્સ દ્વારા જણાવ્યું હતું કે મેટ પોલીસ અને મેયર ઓફિસના નિર્દેશાનુસાર બકિંઘમ પેલેસ માટે વિડિયો સ્ક્રીનની જરૂરત છે. માટે 1,46868.80 પાઉન્ડની ચુકવણીની મંજૂરી જોઈએ
તેલ રિસાવથી મુંબઈ તટ પર પર્યાવરણને જોખમ
બે માલવાહક જહાજોની ટક્કર બાદ ખતરનાક રસાયણોનો રિસાવ થવાને કારણે મુંબઈ અને આસપાસના તટીય વિસ્તારોમાં ગંભીર પર્યાવરણ સંકટ પેદા થઈ ગયું છે. આ ખતરનાક રસાયણનો રિસાવ માલવાહક જહાજ ચિત્રામાંથી થઈ રહ્યો છે. જો કે ઘટનાસ્થળે કોસ્ટ ગાર્ડના 6 જહાજો અને પ્રદૂષણ નિરોધક પ્રણાલી યુક્ત એક હેલિકોપ્ટરને રિસાવ રોકવા માટે અને સમુદ્રની સફાઈ માટે કામે લગાડાયા છે.મુંબઈ પોર્ટ ટ્રસ્ટે મોટા જહાજોના આવાગમન પર રોક લગાવી દીધી છે. ટક્કર બાદ માલવાહક જહાજ ચિત્રા 80 ડિગ્રી જેટલું નમી ગયું હતું. જહાજ પર ખતરનાક રસાયણોથી લદાયેલા 1219 કન્ટેનરોમાંથી 250 કન્ટેનરો ખતરનાક રસાયણ સાથે સમુદ્રમાં પડી ગયા છે.કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ કહ્યું છે કે સફાઈ અભિયાન ચાલુ છે. 6 જહાજ અને પ્રદૂષણ નિરોધક પ્રણાલીવાળા એક હેલિકોપ્ટરને આ કામમાં લગાડાયા છે. તેઓ રિસાવ બંધ કરવા અને જહાજ ચિત્રાને કાઢવાની કોશિશ કરી રહ્યાં છે.આ દરમિયાન મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી સુરેશ શેટ્ટીએ કહ્યું છે કે સ્થિતિ ઘણી ગંભીર છે. તેઓ પરિસ્થિતિ પર કાબુ મેળવા માટે પૂરી કોશિશ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે જહાજ પર 2662 ટન ફ્યુલ ઓઈલ, 283.8 ટન ડીઝલ અને 88,040 ટન લ્યુબ્રિકેન્ટ્સ ઓઈલ છે. શિપિંગ મહાનિદેશાલયના મુખ્ય નોટિકલ સલાહકાર એમ. એમ. સાલવીએ જણાવ્યું હતું કે મહાનિદેશાલયએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે
અટલજીની કવિતાઓને નાણાં ભીડ નડી રહી છે!
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાવ્ય સંગ્રહ ‘મેરી ઈક્યાવન કવિતાએ’નો ભોટી ભાષામાં અનુવાદ આર્થિક તંગીને કારણે પ્રકાશિત થઈ રહ્યો નથી.કેલાંગની નેગી લામા મેમોરિયલ વેલફેર સોસાયટીએ આ અનુવાદ પ્રકાશિત કરવાની જવાબદારી લીધી છે. સોસાયટીના સંસ્થાક દિવંગત પ્રો. કે. આંગરૂપ લાહૌલીએ 2004માં અટલજીના કાવ્ય સંગ્રહનો ભોટી ભાષામાં અનુવાદ કર્યો હતો. પરંતુ રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સોસાયટીને તેના પ્રકાશન માટે મદદ મળી રહી નથી. સોસાયટીના મહાસચિવ નવાંગ ઉપાસકે આ જાણકારી આપી છે.ભોટી ભાષા હિમાચલના કુલ્લુ, મનાલી, લાહૌલ-સ્પીતિ, કિન્નૌર વગેરે વિસ્તારમાં પ્રચલિત છે. આ સિવાય ભૂટાન, નેપાળ, તિબેટ, ચીન અને પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ આ ભાષા બોલવામાં આવે છે.
પ્રિંન્સ એન્ડ્ર્યુ બિકીનિ મોડલના પ્રેમમાં
ક્વીન એલિઝાબેથ દ્રિતીયના બીજા પુત્ર પ્રિંન્સ એન્ડ્ર્યુ તેનાથી ત્રણ વર્ષ મોટી બિકીનિ મોડલ સાથે ડેટિંગ કરી રહ્યાના સમાચારે હલચલ મચાવી દીધી છે. 50 વર્ષીય ડ્યુક ઓફ યોર્ક અને અલેક્સાંદ્રા એસ્કેટે શનિવારે એક ખાનગી વિમાનમાં યાત્રા કરતા અને ઓલબિયા એરપોર્ટ પરથી ઉડાન ભરતા જોયા હતા.ગત સપ્તાહે એક સ્પોર્ટ બોટમાં બન્ને સાથે દેખાયા હતા. ડેઇલી મેલમાં પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે કપલ સુપરયાક્ત બોટમાં એક બીજાના પ્રેમમાં ડૂબેલા જણાયા હતા.
તુર્કીમાં ખુશી મનાવવા વરરાજાએ ગોળીબાર કર્યા, ત્રણના મોત
તુર્કીમાં એક લગ્ન દરમિયાન વરરાજાએ પોતાના લગ્નની ખુશી મનાવવામા માટે એક-47 રાયફલમાંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબારમાં ત્રણ સબંધીઓ માર્યા ગયા હતા, જ્યારે આઠ વ્યક્તિઓ ઘાયલ થયા હતો.આ ઘટના ગાજિયાંતેપ પ્રાંતમાં બની હતી. રવિવારે વરરાજા તૌફીક અલ્તૂને ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં તેના પિતા આરિફ અલ્તૂન અને તેની બે મહિલા સબંધી યાસમીન અને મુનીરેની ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.અધિકારીઓએ જણાવ્યું હતું કે તૌફીકે ખુશી મનાવવા માટે હવામાં ગોળીબાર શરૂ કર્યો હતો અને બાદમાં પોતના પર કાબુ ગુમાવી દીધો હતો, જેથી દુર્ઘટનાવશ તેના સબંધીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘાયલોમાં ચાર વ્યક્તિની હાલત ગંબીર માનવામાં આવે છે. તૌફીકની ધરપકડ કરી દેવામાં આવી છે.
ચીનપ્રાંતમાં પણ આભ ફાટતાં ૧૨૭ના મોત
ચીનના તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે ભેખડો ધસી પડતાં રસ્તાઓ પર બે -બે મીટરની ઊંચાઇના કાદવ અને ખડકોના થર સર્જાવા સાથે સર્જાયેલી તારાજીમાં ૧૨૭ લોકો માર્યા ગયા છે તો ૨૦૦૦ જેટલા લોકો ઘવાયા છે. ૧.૩ લાખ તિબેટીઓની વસતી ધરાવતા આ પ્રદેશમાં સેંકડો મકાન તારાજ થયા છે. તારાજી બાદ ૭૬ ઇજાગ્રસ્તો મળ્યા છે તો ૨૦૦૦ જેટલા લોકો હજી લાપતા છે.૪૫૦૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.વિસ્તારમાં કેટલીક પ્રથમિક શાળા અને સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. સમાચાર મળતાં જ વડાપ્રધાન વેન જિઆબાઓ વિસ્તારમાં દોડી ગયા હતા.
રમુખ હુ જિન્તાઓએ પણ બચાવ અને રાહત કામગીરી માટે લશ્કરી અને મુલ્કી એજન્સીઓને કામે લગાડી દેવાના આદેશ કર્યા હતા. ગઇરાતે ભારે વરસાદ વરસતાં આ તારાજી સર્જાઇ હતી. નદી કિનારાના ગામો તણાવા લાગ્યા હતા. લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. માર્ગો પર ભેખડો ધસી પડવાને કારણે વાહન વ્યવહાર શક્ય ના રહેતાં હવાઇ માર્ગે જ બચાવ કામગીરી ચાલી રહી છે. પૂરમાં તણાઇ ગયેલા લોકોને શોધવા મુશ્કેલ છે.
આર્મીના હેલિકોપ્ટરમાં ઉડી ધોનીની સેના
શ્રીલંકા સામે અંતિમ ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ અત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર છે અને હાલમાં તેમનો આ વિશ્વાસ સાતમાં આસમાને છે. એટલે જ કોલંબોથી દંબુલાની ફક્ત પાંચ કલાક માર્ગ યાત્રાના બદલે ધોનીની સેનાએ ઉડીને જવાનું પસંદ કર્યુ હતું.
તમે કહેશો કે હવાઈ મુસાફી કરવી તે ભારતીય ટીમ માટે ક્યાં નવી વાત છે. પરંતુ ટીમ ઈન્ડિયાની આ હવાઈ મુસાફરીની ખાસ વાત એ છે કે તેઓએ શ્રીલંકાન સેના (આર્મી)ના હેલિકોપ્ટરમાં બેસીને હવાઈ સફર માણી હતી.ઉલ્લેખનીય છે કે અંતિમ ટેસ્ટ સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાને વન ડે શ્રેણી માટે કોલંબોથી દમ્બુલા જવાનું હતું. ટીમ બસમાં જવાને બદલે સીધા જ લશ્કરના મુખ્ય મથકે પહોંચી હતી. જ્યાં એમઆઈ 17 અને બ્લેકહોક નામના બે હેલિકોપ્ટર ભાડેથી લઈને તેઓ દમ્બુલા જવા રવાના થયા હતા. અને પાંચ કલાકના બદલે ટીમ ઈન્ડિયા ફક્ત 40 મિનિટમાં જ દમ્બુલા પહોંચી ગઈ હતી.હકિકતમાં દમ્બુલા ખાતે કોઈ હવાઈ મથક પણ નથી. તેથી ધોનીના ધૂરંધરોને આર્મીની મદદ લેવી પડી હતી. ટીમનું હેલિકોપ્ટર તેમની હોટલ પાસે આવેલા હેલિપેડ પર ઉતર્યુ હતું. આ ખાસ હવાઈ મુસાફરી માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે શ્રીલંકન ક્રિકેટના સચિવ નિશાંત રણતુંગાને વિનંતી કરી હતી.
“ભારતની જીતથી મારી આંખો પહોળી થઈ ગઈ હતી”
ભારતે ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે ભારતે શ્રેણીને 1-1થી સરભર કરી હતી. જો કે પ્રથમ દિવસે જ ભારતે મહત્વની 3 વિકેટો ગુમાવી દીધા બાદ ટીમ ઈન્ડિયા મેચ જીતશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.ભારતે જે રીતે શ્રેણીને 1-1થી ડ્રો સરભર કરી તે જોતા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ભારતની જીતથી સંજય માંજરેકરની આંખો જ પહોળી થઈ ગઈ હતી. વેબસાઈટ સાથેની વાતચીતમાં માંજરેકરે જણાવ્યું હતું કે મને ક્યારેય આશા નહોતી કે ભારત આટલું સારૂ પ્રદર્શન કરશે. ઝહિર ખાન ટીમમાંથી બહાર થઈ જતા અને હરભજન સિંઘ પણ સંપૂર્ણ ફિટ નહોવા છતાં ભારતે સારો દેખાવ કર્યો હતો. તેથી જ પી સારા ખાતે તમે ટીમની ક્ષમતા કરતા પણ ટીમું કેરેક્ટર વધારે જોઈ શકો છે.શ્રીલંકાને તેની જ ધરતી પર હરાવવાથી ટીમ ઈન્ડિયા પર ગર્વ અનુભવતા માંજરેકરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકન બેટ્સમેનો સાતત્યપૂર્ણ રીતે તેમની ધરતી પર સારો સ્કોર બનાવી રહ્યા છે. બાદમાં બોલરો તેની ઘાતક બોલિંગની મદદથી વિરોધીઓને હંફાવી દે છે.માંજરેકરે વધારેમાં જણાવ્યું હતું કે ટેસ્ટ શ્રેણી શરૂ થયા પહેલા હું વિચારતો હતો કે બોલિંગ આક્રમણ નબળું હોવાથી ભારત એક પણ ટેસ્ટ જીતવમાં સફળ રહેશે નહીં. પરંતુ તેઓએ મને આશ્ચર્યમાં મૂકી દીધો છે.ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતીય બોલરોએ ટીમને મેચમાં પાછી લાવ્યા હતા. ખાસ કરીને પ્રજ્ઞાન ઓઝાએ. કોઈ પણ બેટ્સમેન સદી પૂરી કરી શક્યો નહોતો. બાકીનું કામ ભારતની મજબૂત બેટિંગ લાઈને સંભાળી લીધું હતું.
હું ઘણો જ નિરાશ થયો છું”
એશિયા કપમાં ભારત સામે પાંચ વિકેટ અને એક હેટ ટ્રિક લીધી હોવા છતાં શ્રીલંકન બોલર ફરવીઝ મહારૂફને આગામી ત્રિકોણીય શ્રેણી માટે ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.પોતાનું આવું પ્રદર્શન હોવા છતાં તેનો ટીમમાં સમાવેશ ના કરવાથી મહારૂફ ઘણો જ નિરાશ થયો છે અને તે હવે તે પાછળના કારણો જાણવા ઈચ્છે છે.એક વેબસાઈટ સાથેની વાતચીતમાં મહારૂફે જણાવ્યું હતું કે હું ઘણો જ નિરાશ થયો છું. હું નથી જાણતો કે શું બન્યું છે. હું ફક્ત એટલું જ કહીં શકું છું કે મને ઘણું જ દુખ થયું છે. હું જાણવા માંગુ છું કે મને શા કારણોથી બહાર કરી દેવામાં આવ્યો છે.મહારૂફે વધારેમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આ વિષય પર મારી સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી. છેલ્લી ત્રણ વન ડેમાં મેં ઘણું જ સારૂ પ્રદર્શન કર્યુ છે. મેં ન્યૂઝિલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચોમાં પણ સારૂ પ્રદર્શન કર્યુ છે. તેથી મને ખરેખર નથી ખબર કે કયા કારણોસર મને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. પરંતુ મને વિશ્વાસ છે કે હું જલદીથી ટીમમાં પાછો ફરીશ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment