09 August 2010

ભાવનગરમાં રોજનું ૩૫૦ કિલો નકલી ઘી ઘુસાડાતું હતું

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ભાવનગરમાં રોજનું ૩૫૦ કિલો નકલી ઘી ઘુસાડાતું હતું

ભાવનગર શહેરમાંથી ૩૫૦ કીલો જેટલું નકલી ઘીનો જથ્થો ઝડપાઈ જતા ફુડ એન્ડ ડ્રગ્સ તથા કોર્પોરેશનનું આરોગ્યતંત્ર તથા કલેક્ટરનું પુરવઠા તંત્ર ઉંઘતુ ઝડપાઈ ગયેલ છે, છેલ્લા બે વર્ષથી રોજ ૩૫૦ કીલો નકલી ઘી બનાવીને શહેરમાં આવેલ મીઠાઈવાલાની દુકાનો તથા મંદિરોમાં નકલી ઘી પુરૂ પાડનાર શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસે ઝડપી લેતા ભારે અફડાતફડી સર્જાવા પામી છે.જુનાગઢનો રહેવાસી અને ભાવનગર શહેરમાં ચિત્રામાં આવેલ બેંક કોલોનીમાં પ્લોટનંબર ૪૫માં રહેતા પટેલ નરેશ નારણ સાકરીયાના ઘરમાં રહેતો પટેલ દિનેશ મોહન સાકરીયા (ઉં.વ.૪૦) છેલ્લા બે વર્ષથી રોજ ૩૫૦ કીલો નકલી ઘી પાડતો હતો આ માટે થઈને મૃતક ગાયની ચરબી, ડાલ્ડા ઘી, પામોલીન તેલ, સોયાબીન તેલ, એસેન્સ તથા હળદર મિશ્રણ કરીને રોજ ૧૦૦ જેટલા એલ્યુમીનીયમના કેનમા નકલી ઘી ભરીને આ જથ્થો અમદાવાદ, રાજકોટ તથા ભાવનગર શહેરમાં ઘીના વેપારીઓને આપતો હતો.નકલી ઘીના વ્યવસાય અંગે એસ.પી. ચંદ્રશેખરને ગુ’ માહિતી મળતા એસઓજીના પી.આઈ. ભરવાડ, સ્ટાફના તાજુદીન દલ, ઘનશ્યામ બારોટ, અશોકસિંહ, ભીખુ બુકેરા, જયવીરસિંહ, મહાવીરસિંહ અને જોન્ટી સહિતની ટીમ ચિત્રાના બેંક કોલોનીમાં ત્રાટકીને પટેલ દિનેશને ઝડપી લીધો હતો.પોલીસે ગેસના ચુલા, વનસ્પતિ (ડાલ્ડા) ઘીના ૧૦ ડબ્બા પામોલીન તેલના ૨ ડબ્બા, સોયાબીન તેલના ૩ ડબ્બા, હળદરના ૪૦ પડીકા, એસેન્સના ડબ્બા તથા તૈયાર થયેલ નકલી ઘીના ૩૫ કેન સહિત કુલ રૂ.૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવના સ્થળ ઉપર પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, મ્યુનિ.કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર, પુરવઠા વિભાગ, ફોરેન્સીક સાયન્સ લેબની ટીમને તેડાવીને નકલી ઘીના નમુના પુરા પાડ્યા હતા. ભાવનગર શહેરની ખ્યાતનામ મીઠાઈવાળાની દુકાન ઉપર રોજ ૧૦૦ કીલો નકલી ઘી પુરૂ પાડનાર દિનેશ પટેલે પોલીસ સમક્ષ વેપારીઓના નામ-ઠામ જાહેર નહીં કરતા પોલીસ હવે તેની આગવી રીતે પુછપરછ શરૂ કરશે.


ટેલીપથી એટલે દૂર રહીને પણ મનની વાતો જાણવી

માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે.ટેલીપથી એટલે કે દૂર રહીને પણ વાત જાણી લેવી. ટેલીપથી આજે એક મહત્વપૂર્ણ અને સુવિખ્યાત વિદ્યાના રુપમાં પ્રસિદ્ધ છે. ટેલીપથીનો અર્થ છે દૂર રહીને અંદરોઅંદરની સૂચનાઓનું કોઇ ભૌતિક સાધનોની મદદ વિના આદાન-પ્રદાન.વ્યક્તિ દરેક જગ્યાએ કોઇ પણ સમયે પ્રાપ્ય નથી હોતો. માટે જ તેને હંમેશાથી એવી ટેક્નોલોજીની આવશ્યકતા રહી છે જેમાં સામેની વ્યક્તિ દૂર હોય છતાં પોતાનો સંદેશો પહોંચાડી શકાય કે કોઇ કાર્ય પાર પાડી શકાય. ટેલીપથી આવી જ એક માનસિક ટેકનોલોજી છે જે અંતર હોવા છતાં આપણી વાતોને ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. આ ટેક્નોલોજી દ્વારા આજે અનેક કાર્યો પૂર્ણ કરી શકાય છે.ટેલીપથીના બે કેન્દ્ર હોય છે. એક કેન્દ્ર બ્રોડકાસ્ટિંગ કરે છે અને અન્ય રીસીવરની ભૂમિકા ભજવે છે. હજારો માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિ સુધી કોઇ પણ ઉપકરણના માધ્યમની મદદ વગર માનસિક શક્તિના માધ્યમથી જ સંદેશ પહોંચાડી શકાય છે.માણસોને તો આ વિદ્યા શીખવી પડેછે પરંતુ પ્રકૃતિના સાચા સહચર સામાન્ય જીવ-જન્તુઓમાં ટેલીપથીની વિદ્યા જન્મથી જ હોય છે. આવું જ એક પ્રાણી છે કાચબો જેને આ વિદ્યામાં મહારત પ્રાપ્ત છે. માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે. આ ઈંડાને પાકતા 30થી 40 દિવસોનો સમય લાગે છે. આ સમગ્ર સમય દરમિયાન માદા કાચબો એટલે કે કાચબી એકપણ વખત ઈંડા પાસે આવતી નથી. પણ હજારો કિલોમીટર દૂર રહીને તે ઈંડા પકવવામાં મદદરુપ બને છે. જો કોઇ ઈંડાનો નાશ કરે તો તેની ખબર પણ તેને પડી જાય છે. એટલું જ નહીં કોઇ દુર્ઘટનામાં કાચબીનું મૃત્યુ થાય તો થોડા જ સમયમાં ઈંડાની અંદરના બચ્ચા પણ મૃત્યુ પામે છે અને થોડા જ કલાકોમાં તમામ ઈંડા સડવા લાગે છે.ટેલીપથીના ઉદાહરણો આપણને પ્રાચીન કાળથી જોવા મળે છે. વૈદિક કાળના ઋષિ-મુનિઓ પણ આ વિદ્યાનો પ્રયોગ કરતા હતા. આવું જ એક ઉદાહરણ રામાયણ કાળમાં જોવા મળે છે. માતા સીતાને શોધી લાવવાનું વચન આપ્યા બાદ પણ જ્યારે સુગ્રીવ વચન નિભાવી નથી શકતા ત્યારે રામના મનમાં ખેદ ઉત્પન્ન થાય છે. આ જ ક્ષણે હનુમાનના મનમાં પણ આ વિચાર આવે છે. વીર હનુમાન તુરંત જ કંઇ કહ્યા વિના આ વિચાર સુગ્રીવ સુધી પહોંચાડી દે છે.માદા કાચબો સમુદ્ર કિનારે ઈંડા આપી દૂર યાત્રા પર જાય છે. પણ હજારો કિલોમીટર દૂર ગયા બાદ પણ તે પોતાના ઈંડાના સતત સંપર્કમાં રહે છે.ટેલીપથી એટલે કે દૂર રહીને પણ વાત જાણી લેવી. ટેલીપથી આજે એક મહત્વપૂર્ણ અને સુવિખ્યાત વિદ્યાના રુપમાં પ્રસિદ્ધ છે. ટેલીપથીનો અર્થ છે દૂર રહીને અંદરોઅંદરની સૂચનાઓનું કોઇ ભૌતિક સાધનોની મદદ વિના આદાન-પ્રદાન.વ્યક્તિ દરેક જગ્યાએ કોઇ પણ સમયે પ્રાપ્ય નથી હોતો. માટે જ તેને હંમેશાથી એવી ટેક્નોલોજીની આવશ્યકતા રહી છે જેમાં સામેની વ્યક્તિ દૂર હોય છતાં પોતાનો સંદેશો પહોંચાડી શકાય કે કોઇ કાર્ય પાર પાડી શકાય. ટેલીપથી આવી જ એક માનસિક ટેકનોલોજી છે જે અંતર હોવા છતાં આપણી વાતોને ઇચ્છિત લક્ષ્ય સુધી પહોંચાડી દે છે. આ ટેક્નોલોજી દ્વારા આજે અનેક કાર્યો પૂર્ણ કરી શકાય છે.
ટેલીપથીના બે કેન્દ્ર હોય છે. એક કેન્દ્ર બ્રોડકાસ્ટિંગ કરે છે અને અન્ય રીસીવરની ભૂમિકા ભજવે છે. હજારો માઇલ દૂર બેઠેલી કોઇ વ્યક્તિ સુધી કોઇ પણ ઉપકરણના માધ્યમની મદદ વગર માનસિક શક્તિના માધ્યમથી જ સંદેશ પહોંચાડી શકાય છે.


મુંબઈ બંદરે શોધખોળ : ઓઇલ ક્યાંથી ઢોળાયું

શનિવારે મુંબઈના દરિયાકાંઠા પાસેના ક્ષેત્રમાં બે માલવાહક જહાજો ટકરાવાની ઘટના પછી તેમાંના એક જહાજમાંનો કાચા તેલનો કદડો દરિયાના પાણીમાં વહેવા માંડ્યો હતો. આ ગળતર તથા સંબંધિત સમસ્યાઓ રોકવા માટે તટરક્ષક દળના છ જહાજો અને પ્રદૂષણ નિવારક રસાયણના છંટકાવ માટે એક હેલિકોપ્ટર સક્રિય થયા હતા.તટરક્ષક દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘‘પ્રદૂષણ નિવારણની કામગીરી શરૂ કરાઈ છે. ટકરાવમાં નુકસાન પામેલા વેપારી જહાજ એમએસસી ચિત્રામાં ચોક્કસ કઈ જગ્યાએ ગળતર થઈ રહ્યું છે એ શોધવાનું કામ ચાલે છે. ટક્કર પછી ચિત્રા જહાજમાં પાણી ભરાઈ ગયું હતું.’’દરમિયાન જહાજ વ્યવહાર મહાનિયામક (ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ)ના સલાહકાર (ચીફ નોટિકલ એડવાઈઝર) એમ. એમ. સાવિએ જણાવ્યું હતું કે ‘‘જહાજ વ્યવહાર મહાનિયામકના કાર્યાલયે ઘટનાની તપાસ શરૂ કરી છે. તટરક્ષક દળના તથા મહાનિયામક કાર્યાલયના અધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે. બંદર પરનો રોજિંદો વ્યવહાર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.’’લેટિન અમેરિકાના પનામા તરફના બે માલવાહક જહાજો શનિવારે મુંબઈ બંદર નજીક દરિયામાં ટકરાતાં એક જહાજમાંથી તેલના કદડાનું ગળતર શરૂ થયું હતું. જોકે આ ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. બે પાકિસ્તાનીઓ સહિત જહાજ પરના ૩૩ કર્મચારીઓને બચાવી લેવાયા હતા.જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટના કાંઠેથી રવાના થયેલું ચિત્રા જહાજ પાંચ દરિયાઈ માઈલનું અંતર પાર કર્યા પછી સવારે ૯.૫૦ વાગ્યે એમ. વી. ખલિજિયા જહાજ સાથે ટકરાયું હતું. ચિત્રા જહાજ બહાર જઈ રહ્યું હતું અને ખલિજિયા જહાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના બંદર તરફ આવી રહ્યું હતું.


મુંબઈના પરાઓમાં હવે શેર રિક્ષાની યોજના અમલી થશે

ટ્રાફિક પર નિયંત્રણ મુકવા તેમ જ રિક્ષાવાળાના ઉહાપોહને શાંત પાડવાના હેતુથી હવે રેલવે સ્ટેશનથી શેર રિક્ષાની વ્યવસ્થા અમલી કરાશે.યોજનાનો આરંભ ટૂંક સમયમાં બાંદરા પૂર્વ ખાતેથી ટ્રાફિક કમિશનર દિલીપ જાધવને હસ્તે થશે. બાંદરા રેલવે સ્ટેશનથી કલેક્ટરના કાર્યાલયના રસ્તે પ્રવાસીઓ શેર રિક્ષા દ્વારા પ્રવાસ કરી શકશે. આ રૂટ માટેનું મીટર ભાડું રૂ.૧૨ છે, પણ શેર રિક્ષા દ્વારા આ અંતર રૂ.પ.૫૦માં કાપી શકાશે. આ માટે ઉપનગરોમાં બે મહિનાના સમય ગાળામાં લગભગ ૫૦ રિક્ષા સ્ટેન્ડ ઊભાં કરાશે.


પુત્રજન્મ માટે વિધિનું કહી મહિલા ૪૩ હજાર લઇ છુ

સિલ્વર વેસ્ટ સોસા.માં બે મહિલાને ભિક્ષુક મહિલા છેતરી ગઇ. ૪૦ હજારની સોનાની હાંસળી અને રૂ. ૩ હજાર રોકડાં પોટલીમાં બાંધી મહિલા વિધિ કરવા નીકળી પછી પાછી જ ન ફરી.અંધશ્રધ્ધામાં રાચતા લોકોને ગઠિયાઓ અવાર નવાર છેતરી જતાં હોય છે. આવા જ એક કિસ્સામાં શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં મનપાની ઝોનલ ઓફિસ સામેની સિલ્વર વેસ્ટ સોસાયટીમાં બન્યો હતો. માગણ મહિલાએ પાડોશી બે મહિલાને મકાનમાં ભાડૂઆત આપવા અને પુત્ર પ્રાપ્તિ માટે સ્મશાનમાં વિધિ કરવાનું કહી ૪૦ હજારના દાગીના અને રોકડ સહિત ૪૩ હજારની મતા મેળવી નાસી છુટતા ચકચાર મચી ગઇ હતી.ભાવનગર રોડ પર ઝોનલ ઓફિસ સામેની સિલ્વર વેસ્ટ સોસાયટીમાં રહેતા કુંભાર ભાવનાબેન રસિકભાઇ પાટડિયા (ઉ. વ. ૩૫) અને પાડોશી શીતલબેન શુક્રવારે ઘરે હતા ત્યારે ૫૦ વર્ષની વયની એક મહિલા ત્યાં ભિક્ષાવૃત્તિના ઓઠાતળે ગઇ હતી અને પોતે ‘ભૂઇમા’ હોવાની ઓળખ આપી ભાવનાબેન અને શીતલબેન સાથે વાતો શરૂ કરી તેમની સમસ્યાઓ અંગે વિગતો મેળવી હતી. ભાવનાબેનના મકાનમાં ભાડૂઆત આવતા ન હોય અને શીતલબેનને પુત્ર નહીં હોવાની જાણ થતાં ઠગ મહિલાએ આ માટે સ્મશાનમાં વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ભિક્ષુક મહિલાની વાતોમાં બન્ને મહિલા ફસાઇ ગઇ હતી અને ભાવનાબેને રૂ. ૪૦ હજારની કિંમતની સોનાની હાંસળી અને શીતલબેને રોકડાં રૂ. ૩ હજાર આપ્યા હતા.


વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ સવારના બદલે બપોરે આવી

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ પાંચ કલાક મોડી ભુજ આવી હતી, ત્યારે સયાજી એક્સપ્રેસ સમયસર પહોંચી આવી હતી.સવારે ૯:૩૦ વાગ્યે ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ બપોરે ૨:૩૦ વાગ્યે ભુજ આવી હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પાંચ કલાક મોડી આવ્યાનું કારણ વરસાદ બતાવાયું હતું, જ્યારે સયાજી એક્સપ્રેસ સમયસર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


મુંબઇ : ડાયમંડ સિટી પર ‘ડી’ ગેંગનો ડોળો
મુંબઇ ઓપેરા હાઉસથી સુરતના મિની બજાર સુધી ‘ડી’ ગેંગનું વર્ચસ્વ વધતું જાય છે. ડાયમંડના બિઝનેસમાં વિશ્વાસનું વહાણ લઇને નીકળેલા ભલભલા વેપારીઓ માટે હવે ‘ન ઇધર કા ન ઊધર કા’ જેવી સ્થિતિ સર્જાઇ છે. મુંબઇ હીરા બજાર પર ગુજરાતના ૯૦ ટકા વેપારીઓ નિર્ભર છે ત્યારે ઓપેરા હાઉસમાં થતી નાની એવી પણ હીલચાલની અસર સુરત સહિતના ગુજરાતના તમામ બજારો પર થાય છે. વળી હીરાનો ધંધો માત્ર અઢી ઇંચની કાપલી દ્વારા ચાલતો હોવાથી દલાલીના ઓઠા હેઠળ લૂંટાતા વેપારીઓ ‘ડી’ ગેંગના અજગરભરડા સામે કંઇ જ કરી શકતા નથી.દલાલે પેકેટ બદલાવી લીધું છતાં કોઇ કંઇ કરી શક્યું નહીં.મુંબઇ હીરાબજારમાં કામ કરતા સુરતના એક વેપારીએ થોડા વખત પહેલાં રૂપિયા ૨૫ લાખનું તૈયાર ડબલના હીરાનું એક પેકેટ મુંબઇની બજારમાં વેચવા માટે દલાલને આપ્યું હતું. બે દિવસ પછી આ દલાલ વેપારી પાસે આવ્યો હતો અને નીચી ગુણવત્તા વાળો માલ ભરેલું આબેહુબ તેવું જ પેકેટ સુરતના વેપારીના હાથમાં પકડાવીને જતો રહ્યો હતો. આ દલાલને પકડ્યોત્યારે સીધી જ દુબઇથી ધમકી મળી હતી કે ‘તુને કિસ કે આદમી કી ફેંટ પકડી હૈ તુઝે પતા હૈ?’ આથી આ વેપારી ગભરાઇ ગયા હતા અને અંડરવર્લ્ડ સામે ઝંઝટ કરવા કરતાં ૨૫ લાખ જતા કર્યા હતા. સુરતના એક જાણીતા હીરાના વેપારીનો પચાસ લાખનો માલ વેચવાનો હોવાથી તેમણે લાગતા વળગતા વેપારીઓનો સંપર્ક કર્યો આથી તેને સારો નફો કરાવી આપતા એક દલાલનું નામ મળ્યું હતું. આથી એ દલાલને તેમણે ઓપેરા માર્કેટમાં માલ વેચવા માટે આપ્યો હતો. પરંતુ રાત્રે મુંબઇમાંના સંબંધીએ કહ્યું હતું કે તેમણે જે દલાલને માલ આપ્યો છે તે બરાબર નથી. આ વેપારી રાત્રે જ તે દલાલના ઘરે પહોંચી માલ પાછો માગ્યો ત્યારે તેમને આ દલાલનું અસલી સ્વરૂપ જાણવા મળ્યું હતું. આખરે પોતાનો જ માલ પાછો મેળવવા માટે અઢી લાખ ખર્ચ આપવો પડ્યો હતો.મુખ્યમંત્રીના નામે ઠગાઇમાં વેપારીઓને ૪ કરોડ આપવા પડ્યા.તાજેતરમાં જ મુંબઇના દલાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ઊંચી ગુણવત્તાવાળા હીરાનો જથ્થો જોઇતો હોવાનું કહીને ૫૦ કરોડની છેતરપિંડી સુરતના વેપારીઓ સાથે કરાઈ હતી. આ ઘટનામાં એવી વિગતો જાણવા મળી છે કે બજારમાં ખૂબ જ ઊહાપોહ થઇ જતાં વેપારીઓએ પોતાની આબરુ બચાવવા માટે દલાલને પકડ્યોહતો અને દલાલે પણ પોતાની પોલ ખૂલી જતાં બિછાવેલી જાળ પાછી ખેંચી લેવી પડી હતી. પરંતુ આ જાળ પાછી ખેંચવા માટે કુલ ૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો, જે ખર્ચ સુરતના વેપારીઓએ ભોગવવો પડ્યો હતો.


જિલ્લા ભાજપના અગ્રણીની દુબઇના હવાલામાં સંડોવણી

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં રાજ્યના પૂર્વગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ધરપકડ બાદ તેમના મળતિયાઓની પણ પૂછપરછ અને ધરપકડની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જિલ્લાના એક ભાજપ અગ્રણી રહસ્યમય રીતે ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તાજેતરમાં સીબીઆઇની ટીમે વડોદરા નજીકનાં કેટલાંક ફાર્મ હાઉસ પર તપાસ કરી હતી. આ કવાયત પાછળનો હેતુ જિલ્લા ભાજપના અગ્રણીને શોધવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં અમિત શાહની ધરપકડ બાદ સીબીઆઇએ કેટલાક નાણાકીય વ્યવહારોની પણ તપાસ હાથ ધરી છે. તપાસમાં દુબઇ સાથેના નાણાકીય વ્યવહારોની વિગતો પણ ખૂલવા પામી છે. આ વ્યવહાર હવાલા મારફતે થયો હોવાના કારણે તેમાં કોણે ભૂમિકા ભજવી છે તેની તપાસમાં વડોદરા જિલ્લાના એક ભાજપ અગ્રણીનું નામ સપાટી પર આવતાં સીબીઆઇએ તેની શોધખોળ હાથ ધરી છે. જોકે, હજી સ્પષ્ટ થઇ શક્યું નથી કે તેમની ધરપકડ થશે કે માત્ર પૂછપરછ થશે.જે ભાજપ અગ્રણીને સીબીઆઇ શોધી રહી હોવાનું મનાઈ રહ્યું છે તે કેટલાક દિવસથી જાહેરમાં દેખાતા નથી. રહસ્યમય સંજોગોમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા આ અગ્રણી ક્યાં છે, તે બાબતે જિલ્લા ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો કંઇ કહેવા તૈયાર નથી. લોકોમાં થતી ચર્ચા મુજબ અમિત શાહની ધરપકડ પહેલાં જિલ્લા ભાજપના અગ્રણી સતત તેમની સાથે રહ્યા હતા. અમિત શાહે જ્યારે જાહેરમાં દેખાવાનું બંધ કર્યું ત્યારે પણ તેઓ તેમની સાથે જ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સોહરાબુદ્દીન પ્રકરણમાં અન્ય કેટલાક આરોપીઓને ગુપ્ત આશ્રય આપવામાં આ અગ્રણીની ભૂમિકા હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ જિલ્લા ભાજપના અગ્રણી અમિત શાહની નજીક આવ્યા બાદ તેમનો સિતારો ચમકવા લાગ્યો હતો અને રાતોરાત રાજકીય ક્ષેત્રે તેમનું વજન વધી ગયું હતું.


મેઘરાજા હવે ખમૈયા કરો

અમદાવાદ શહેરમાં શનિવાર રાતથી રવિવાર પરોઢ સુધી માત્ર પાંચ કલાકમાં આભ ફાટ્યું હોય તેમ રાણીપ અને મેમનગરમાં ૧૫ ઇંચ જેટલા વરસાદ ખાબક્યો હતો. જ્યારે શહેરમાં સરેરાશ દસ ઇંચ જેટલા મુશળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારો જળબંબાકાર તો કેટલાક વિસ્તારો રીતસરના બેટ બની જતા આ અભૂતપૂર્વ વરસાદથી સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.જળપ્રલયથી સાત વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે માર્ગો ઉપર ૪થી ૭ ફૂટ પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. શહેરમાં ૫૩ જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો મળી છે. શહેરના રાણીપ વિસ્તારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળ્યું છે. જો મોડીરાત્રે પુન: વરસાદ પડે તો તળાવો છલકાઈ જવાની ભીતિ પણ તંત્રએ વ્યક્ત કરી છે. હવે મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે....


અમદાવાદમાં પાણીજન્ય રોગો વકરવાની સંભાવના

શહેરમાં એક જ રાતમાં ખાબકેલા ૧૦થી ૧૫ ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ, વરસાદી પાણી ઓસર્યા બાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગો ફેલાવવાની સંભાવના ઉભી થઇ છે.વરસાદી પાણીમાં ગટરનાં પાણી ભળી ગયા હતા, તેમજ લોકોનાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. જ્યારે શહેરનાં પુર્વ વિસ્તારમાં તો લોકોનાં ઘરમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાઇ ગયા હતા. જેથી ગંદકી, ગટરના પાણીને કારણે ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય વકરે તેવી સંભાવના ઉભી થઇ છે.


આર્જેન્ટિનામાં યુવતીના પેટમાંથી 700 ગ્રામ વાળ નિકળ્યાં

આર્જેન્ટિનામાં ડોક્ટરોએ 12 વર્ષની એક યુવતીના પેટમાંથી 700 ગ્રામ વાળ કાઢ્યાં હતા. આ યુવતી માનસિક રીતે બિમાર હતી, જેના કારણે તે અખાદ્ય વસ્તુઓ પણ ખાતી હતી. આશરે સાત વર્ષથી આ છોકરી પોતાના વાળ, રમકડાનો નાના-નાના ટુકડાઓ અને સિમેન્ટ જેવી વસ્તુઓ ખાતી હતી.ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ યુવતી ટ્રાઇફોકેગી નામની માનસિક બિમારીથી પિડાતી હતી. ગ્રેન્ડલ્ફો હોસ્પિટલના પ્રમુખ એના રોસીએ જણાવ્યું હતું કે આ યુવતીનો કેટલિક અન્ય હોસ્પિટલોમાં પણ ઇલાજ થયો હતો, જોકે તે ત્યાં તેનો સંપૂર્ણ રીતે ઇલાજ કરવામાં આવ્યો ન હતો.વધુમાં તેમણે જણાવ્યું કે અમને આ છોકરીના ઓછા વજન, વાળ ખરવા અને પેટના બહાર હોવાના કારણે તેને ટ્યુમર હોવાની શંકા ઉપજી હતી, જોકે અમને તેના પેટમાં આટલો મોટા પ્રમાણમાં વાળો હશે તેવો ખ્યાલ જ નહોંતો.


ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો... સાવધાન

જો ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરતાં હો તો તમારે વધુ સાવધાની રાખવાની જરૂર છે. તમારી જરા પણ લાપરવાહી તમને મુસીબમાં નાંખી શકે છે. કારણ કે જો તમારૂં ક્રેડિટ કાર્ડ ગુમ થઇ ગયું છે અને તેમાંથી જબરદસ્ત ખરીદી થઇ ચૂકી છે તો તમારે તેના નાણાં ચૂકવવા જ પડશે.જી હા, ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ નિયમ કહે છે કે તેના દુરૂઉપયોગની જવાબદારી કાર્ડ હોલ્ડરની છે. કંપની કોઇપણ પ્રકારની આર્થિક નુક્સાની માટે જવાબદાર નથી. એટલે કે તમારું ક્રેડિટ કાર્ડ ગુમ થઇ જાય અથવા તો ચોરી થઇ જાય તો તમારે તેના દ્વારા થયેલ ખરીદી અથવા નીકાળવામાં આવેલા નાણાંના બીલની ચૂકવણી કરવી પડશે. પરંતુ તેનાથી પણ દિલચસ્પ વાત એ છે કે જો તમારા ક્રેડિટ કાર્ડથી લિમિટથી વધુ શોપિંગ થઇ ગઇ તો પણ ક્રેડિટ કાર્ડ કંપની તમને છોડશે નહિં.તમને લિમિટથી વધુ ખર્ચ કરવામાં આવેલ નાણાં પણ આપવા પડશે. જ્યારે કાયદા કરતાં કાર્ડની લિમિટ જ ક્રોસ ન કરવી જોઇએ. કેટલીક સરકારી બેન્કો આ મામલામાં સખ્ત છે અને કાર્ડની લિમિટ તોડવા દેતી નથી.જો તમારૂં કાર્ડ ચોરી થઇ જાય અથવા તો ગુમ થઇ જાય અને તેમાંથી લિમિટ કરતાં વધુ ખરીદી થઇ પણ જાય તો, તેના બીલથી બચવા માટે એક જ ઉપાય છે અને તે કન્ઝયુમર કોર્ટ. ગ્રાહક અદાલતમાં તમે લિમિટથી વધુ ખરીદીના મામલામાં જીતી શકો છો.


ચાલુ મેચમાં જ નગ્ન દર્શક મેદાનમાં દોડી આવ્યો

ક્રિકેટમાં ક્યારેક પ્રશંસકો એવી હરકતો કરી દેતા હોય છે કે જેનાથી લોકો આશ્ચર્યમાં મૂકાઈ જતા હોય છે. પોતાના પસંદગીના ખેલાડીઓને મળવા માટે ઘણા પ્રશંસકો ચાલુ રમતે મેદાનમાં દોડીને રમતમાં ખલેલ પહોંચાડતા હોય છે.આવો જ એક કિસ્સો પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બન્યો હતો. બન્યું એવું કે ત્રીજા દિવસની રમત ચાલી રહી હતી ત્યારે અચાનક જ એક પ્રશંસક નગ્ન હાલતમાં જ મેદાનમાં દોડવા માંડ્યો હતો. અચાનક જ બનેલી ઘટનાથી મેદાનમાં હાજર ખેલાડીઓ અને અમ્પાયર સહિત તમામ લોકો આઘાત પામ્યા હતા. જાહેરમાં મેદાનમાં નગ્ન થઈને દોડી રહેલા પ્રશંસકને જોઈને રમત પણ અટકાવી દેવી પડી હતી.આ મેચના પ્રથમ દાવમાં પાકિસ્તાન ફક્ત 72 રનમાં જ ઓલ-આઉટ થઈ ગયું હતું. જ્યારે ઈંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 251 રન નોંધાવ્યા હતા. કે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી રહેલા ઝુલ્કનૈન હૈદરે અણનમ ૬૪ રનની ઇનિંગ્સ રમતા પાકિસ્તાને અહીં રમાતી બીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમતના અંતે પોતાના બીજા દાવમાં સાત વિકેટે ૨૧૫ રન નોંધાવીને ઇનિંગ્સ પરાજયના સંકટને દૂર કરી દીધું હતું. ઇંગ્લેન્ડને પાકિસ્તાન સામે પ્રથમ દાવના આધારે ૧૭૯ રનની સરસાઇ મેળવી હતી.


વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ સવારના બદલે બપોરે આવી

અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કચ્છ એક્સપ્રેસ પાંચ કલાક મોડી ભુજ આવી હતી, ત્યારે સયાજી એક્સપ્રેસ સમયસર પહોંચી આવી હતી.સવારે ૯:૩૦ વાગ્યે ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ બપોરે ૨:૩૦ વાગ્યે ભુજ આવી હોવાનું રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું. પાંચ કલાક મોડી આવ્યાનું કારણ વરસાદ બતાવાયું હતું, જ્યારે સયાજી એક્સપ્રેસ સમયસર આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.


ભુજ તાલુકામાં અડધાથી સાડાચાર ઇંચ વરસાદ

ભુજ તાલુકામાં રવિવારે સવારે અસહ્ય ઉકળાટ અને સૂર્યની હાજરી બાદ બપોરે અચાનક વાતાવરણે પલટો મારતાં ચોમેર વાદળાઓએ ઘેરો ઘાલ્યો હતો. દોઢ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ પડતા તાલુકા મથક ભુજમાં ૨૧ મિ.મી. તો તુગા ગામમાં ઘરોમાં પાણી ભરાતાં વાસણો તણાયા હતાં, તો વોકળામાં જીપ ખાબક્યાના અને છોકરો તણાતા બચ્યાના અહેવાલ છે.તાલુકા મથક ભુજમાં બપોરે દોઢેક વાગ્યે અચાનક વાતાવરણે પલટો મારતાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વાલદાસનગરમાં વીજળી પડી હતી, તો શહેરમાં ૨૧ મિ.મી. પાણી પડ્યું હતું. હમીરસર તળાવ ઓગન્યાના સમાચાર ફેલાતાં જ લોકો તળાવ તરફ વળ્યા હતા. ઠેકઠેકાણે રસ્તાઓમાં પાણી અને લોકહૈયામાં હર્ષની લાગણી વહી નીકળી હતી.પાસેના ગામડાં માધાપરમાં પોણો ઇંચ પાણી પડતાં જૂનાવાસમાં પાણી ભરાયાનું પ્રતિનિધિ ભૂપેન્દ્ર મહેશ્વરીએ જણાવ્યું હતું. માનકૂવામાં ૪૫ મિ.મી. વરસાદ થયાનું અનિલ વ્યાસે જણાવ્યું હતું. સુખપર (રોહા) માં જોરદાર ઝાપટાં સાથે વરસાદ થયાનું આરિફ મિસ્ત્રીએ કહ્યું હતું.લાખોંદ, કાલી તલાવડી વિસ્તારમાં બપોરે બે વાગ્યે અડધા કલાકમાં જોરદાર ઝાપટું આવતાં અડધો ઇંચ પાણી પડ્યાનું પ્રતિનિધિ રોનક ગજ્જરે જણાવ્યું હતું. બાળકોએ વરસાદની મજા માણી હતી પરંતુ વાવણી કરી ચૂકેલા ખેડૂતોએ પાકને નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી.ભીરંડિયારાથી ફકીરમામદ કાસમે જણાવ્યું હતું કે, અઢીથી ચારની વચ્ચે દોઢેક ઇંચ પડતાં વેલડી, સરગુ, મદન, મીસરિયાડો, ભોજરડોમાં બે વર્ષ ચાલે તેટલું પાણી આવ્યું છે. અલબત્ત, ઠેકઠેકાણે રસ્તાઓમાં ગાબડાં પડ્યાં છે.૩ થી ચારની વચ્ચે ખાવડા, દિનારા, ધ્રોબાણા, મોટા, કુરન, સુમરાસરમાં દોઢથી બે ઇંચ અને તુગા, જામકુનરિયા, રબવીરા, ઝુરામાં સાડા ચારથી સાડા છ દરમિયાન સાડા ચાર ઇંચ પાણી પડ્યાનું પ્રતિનિધિ સત્તાર સમાએ જણાવ્યું હતું. તુગામાં વોકળામાં જીપ ઉથલી પડી હતી. અંદર બેઠેલા પાંચ લોકોને બચાવી લેવયા હતા. જીપને ટ્રેક્ટરથી બહાર કઢાઇ હતી.

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

*

No comments:

Post a Comment