visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
આગામી સપ્તાહમાં છુટોછવાયો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
આકાશમાં એકાએક કાળાડિઁબાગ વાદળો ઉમટી પડ્યા બાદ વરસાદનું એકાદ ઝાપટુ પડે છે. જેથી વરસાદની તૃષા હજી સંતોષાઈ નથી. ‘‘એકધાર્યા વરસાદ માટે હજી રાહ જોવી પડશે’’ એમ જણાવતાં આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વડા ડૉ. વ્યાસપાંડેએ કહ્યું હતું કે આગામી સપ્તાહમાં પણ છુટોછવાયો વરસાદ થશે.ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ૩૦ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અનુસાર વરસાદનું પ્રમાણ ઘટશે. હવામાન વિભાગના વડા ડૉ. વ્યાસપાંડેએ જણાવ્યું હતું કે ‘‘સામાન્ય રીતે ચોમાસુ અરબ સાગર અને વેસ્ટ બંગાળ (બંગાળની ખાડીમાંથી) તરફથી આવે છે.’’ ચોમાસાની શરૂઆત અરબ સાગરથી શરૂ થાય છે. ત્યારબાદ વેસ્ટ બંગાળમાંથી સિસ્ટમ આગળ વધે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં થોડા ફેરફાર થયેલા છે. મોનસૂન ડેવલપ થવું જોઈએ તે પ્રમાણે થયેલ નથી.વેસ્ટ બંગાળમાં (બંગાળની ખાડી) હજી સિસ્ટમ ડેવલપ થઈ નથી. જેના કારણે કેટલાંક વિસ્તારમાં ભારે તો કેટલાંક વિસ્તારમાં નહીંવત વરસાદ છે. હજી સિસ્ટમ પૂરેપૂરી ડેવલપ ન થઈ હોવાથી એકધાર્યા વરસાદ માટે રાહ જોવી પડશે. આગામી સપ્તાહમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં ૩૦ મીમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેમાં ૧૦મી જુલાઈએ ૯ મીમી, ૧૧મી જુલાઈએ ૮, ૧૨મી જુલાઈએ ૬ મીમી, ૧૩મી જુલાઈએ ૩ મીમી અને ૧૪મી જુલાઈએ ૩ મીમી વરસાદ થવાની સંભાવના છે.આણંદ જિલ્લામાં શુક્રવારે સોજિત્રા સિવાયના વિસ્તારમાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. સવારના ૮થી સાંજના ૪ કલાક સુધીમાં સોજિત્રામાં ૪ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારમાં કેટલાંક સ્થળે ઝરમર થઈ બંધ થઈ ગયો હતો. શુક્રવારે સવારના ૮ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એટલે ગુરુવારના આણંદમાં ૩ મીમી, બોરસદમાં પ મીમી, પેટલાદમાં ૪ મીમી, સોજિત્રામાં ૮ મીમી, ખંભાતમાં ૪ મીમી, તારાપુરમાં ૧૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરેઠ અને આંકલાવ કોરાધાકડ રહ્યા હતા.ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં ૮૫ મી.મી વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડા તાલુકામાં સૌથી વધુ ૨૫ મી.મી વરસાદ નોંધાયો હતો. શુક્રવારે થોડો સમય ગરમી અને થોડો સમય વરસાદ વરસતો હતો. જિલ્લાના દસ તાલુકાઓમાં કુલ ૮૫ મી.મી વરસાદ વરસ્યો હતો. જેમાં નડિયાદ તાલુકામાં ૧૬ મી.મી, માતરમાં ૨૨ મી.મી, ખેડામાં ૨૫ મી.મી, મહેમદાવાદમાં ૩ મી.મી, કઠલાલમાં ૯ મી.મી, બાલાસિનોરમાં ૪ મી.મી વરસાદનો સમાવેશ થાય છે. વરસાદ વરસી રહ્યો છે. પરંતુ મન મૂકીને વરસાદ ન વરસતાં ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફિફા વર્લ્ડકપ ફૂટબોલની ફાઇનલ પર અબજોનો સટ્ટો
ભારત-પાકિસ્તાનની રસાકસીભરી ક્રિકેટ મેચમાં બુકીઓ ગુજરાતમાં સૌથી વધુ સટ્ટો રમતા હોય છે. પરંતુ ફૂટબોલના ફિફા વર્લ્ડકપમાં ગુજરાતના બુકીઓ અબજો રૂપિયાનો સટ્ટો રમ્યા હોવાની વિગતો જાણવા મળી છે. બુકીબજારમાંથી મળતી ખબર મુજબ તો ફિફા વર્લ્ડ કપે બુકીઓ કરતાં પંટરોને વધુ ન્યાલ કરી દીધા હતા. એમાંય સ્પેન-જર્મનીની સેમિ ફાઇનલમાં તો ડ્રો માટે રમાયેલા સટ્ટા બજારમાં જબરદસ્ત ઊથલપાથલ મચાવી દીધી હતી.ફિફા વર્લ્ડકપ શરૂ થયો ત્યારે ક્રિકેટ વિશ્વમાં એશિયાકપ શરૂ હતો છતાં ગુજરાતના બુકીબજારમાં ફૂટબોલની મેચો પર સટ્ટા બજાર સળવળવા લાગ્યુ હતું. બુકીબજારની દ્રષ્ટિએ ત્યારની સ્થિતિ જોઇએ તો સ્પેન ૧૧ રૂપિયાના ભાવ સાથે હોટ ફેવરિટ હતું જ્યારે બીજા ક્રમે બ્રાઝિલનો ભાવ ૧૫ રૂપિયા હતો અને ત્રીજા ક્રમે આર્જેન્ટિનાનો ભાવ ૨૧ રૂપિયા હતો. ‘ ઓક્ટોપસ બાબા ’ની આગાહી તો પછી આવી પરંતુ સટ્ટાબજારે ફિફા વર્લ્ડમાં સ્પેનને હોટ ફેવરિટ પહેલેથી જ જાહેર કરી દીધુંહતું.ત્યારબાદ લીગ મેચોમાં સટ્ટાબજારમાં અપડાઉન ચાલતું રહ્યું હતું અને ‘ઓક્ટોપસ બાબા ’ ની આગાહીઓ સાચી પડતી જતી હતી અને બુકીઓ તેમજ પંટરોને મજા પડી ગઇ હતી. લંડનથી ખુલતા સટ્ટાબજારના ભાવ નેટ ટૂ ફોન, ઇન્ટરનેટ તેમજ અન્ય માધ્યમ દ્વારા સટ્ટાબજાર મેચની શરૂઆતના બે કલાક પહેલાથી જ ધમધમવા લાગતું હતું. બુકીબજારની નજરે સૌથી મહત્વની એવી સ્પેન-જર્મની વચ્ચેની સેમિ ફાઇનલ મેચની શરૂઆતથી જ સ્પેન ૮૦ પૈસાના ભાવ સાથે ફર્સ્ટ હાફ સુધી હોટ ફેવરિટ રહ્યું હતું.પરંતુ ફર્સ્ટ હાફ સુધી એકેય ટીમનો ગોલ ન થતાં બુકીઓ ૬૫ પૈસાના ભાવ સાથે ડ્રોની સ્થિતિને વધુ મજબૂત બનાવી હતી. ત્યારબાદ ૭૮મી મિનિટે સ્પેને ગોલ કરતાં બાજી પલટાઇ હતી. આથી બુકીઓએ ફરીથી સ્પેનને ૨૨ પૈસાના ભાવ સાથે હોટ ફેવરિટ કર્યું હતું. જે અંત સુધી રહ્યું હતું. આમ પંટરોને ડ્રોની સ્થિતિમાં કરોડોનો ફાયદો થયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મહેસાણાના પંટરોએ આ સ્થિતિમાં અબજો રૂપિયા કમાયા હતા.બુકીબજારના શુક્રવારના ભાવ મુજબ સ્પેન ૧.૧૮ પૈસા સાથે ફિફા વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે. તા.૧૧મીએ રમાનારી મેચમાં ટીમના ખેલાડીઓમાં કંઇ ફેરફાર થશે તો ભાવમાં ૨૦થી ૨૫ પૈસાનો ફેરફાર થઇ શકે છે. બુકીઓના ભાવો જોતાં ફાઇનલ મેચ ડ્રોમાં જવાની ખુબ જ ઓછી જ શક્યતા છે.જર્મનીના ઓક્ટોપસની આગાહી શરૂઆતની લીગ મેચથી જ સાચી પડતા બુકી બજારમાં તેજી આવી ગઈ છે. સૌથી પહેલા લીગ મેચમાં સ્પેન હારશે તેવી આગાહી ઓક્ટોપસે કરી હતી જે સાચી પડી હતી. ત્યારબાદ આર્જેન્ટિના- ઇંગ્લેન્ડની મેચમાં ઓક્ટોપસ આર્જેન્ટિના પર બેઠો હતો. જે આગાહી પણ સાચી પડી હતી. આથી લંડનના બુકીઓ પણ તેની ઉપર વિશ્વાસ મૂકવા લાગ્યા હતા. લંડનથી ઓપરેટ થતાં ફિફા વર્લ્ડ કપનું સટ્ટાબજારના ભાવ માટે બુકીઓ ઇન્ટરનેટ પર નિર્ભર છે. લંડન સ્થિત આંતરરાષ્ટ્રિય બુકીઓ ભારતમાં જુદીજુદી વેબ સાઇટ દ્વારા ભાવો આપે છે અને તેના પરથી ભારતના બુકીઓ સટ્ટો રમે છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સટ્ટો રમાયો હોવાનું જાણવા મળ્યું છે.
દરિયાઈ બાબા ઓક્ટોપસની ભવિષ્યવાણી :ફાઇનલમાં સ્પેન જ જીતશે
ફિફા વર્લ્ડ કપની મેચો દરમિયાન કેટલીક સચોટ ભવિષ્યવાણી કરનારા દરિયાઇ જીવ ઓક્ટોપસ પોલે રવિવારે ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં નેધરલેન્ડને હરાવીને સ્પેન વીજેતા બનશે તેવી ભવિષ્યવાણી કરી છે. જર્મનીની છ મેચ અંગે સાચી આગાહી કરનારા બે વર્ષના આ સેલિબ્રિટી બની ગયેલા ઓક્ટોપસે સ્પેનના વિજયની આગાહી એકદમ ઝડપથી કરી હતી. માત્ર ત્રણ જ મિનિટમાં તેણે નેધરલેન્ડને ફાઇનલમાં સ્પેન હરાવશે તેવા સંકેત આપી દીધા હતા.ઓબર હ્યૂસનના દરિયાઇ જીવ માટેના મહિલા પ્રવકતા તાન્જા મૂંઝિગે જણાવ્યું હતું કે પોલે ફાઇનલ અંગેનો નિર્ણય એકદમ ઝડપથી લીધો હતો. સ્પેનને વિજેતા જાહેર કરવા માટે તેણે લીધેલા સમયથી પોતાને આશ્ચર્ય છે. કેટલીક મેચોમાં તો જયોતિષ ઓક્ટોપસે નિર્ણય કરવામાં ૭૦ મિનિટ સુધીનો નિર્ણય કર્યો હતો.તમામ ઇન્વર્ટિબ્રટ્સ (કરોડરજજુ વગરના પ્રાણી)માં સૌથી બુદ્ધિજીવી ગણાતા ઓક્ટોપસે સામે ફાઇનલ અંગેની ભવિષ્યવાણી કરવા માટે ડચ ધ્વજ અને સ્પેનના ધ્વજ સાથેના બે અલગ અલગ કાચના પારદર્શક ખોખામાં ખોરાક મૂકવામાં આવ્યો હતો. તેણે માત્ર ત્રણ જ મિનિટમાં સ્પેનના ધ્વજવાળા ખોખામાંથી ખોરાક લઇ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઓક્ટોપસ જે દેશના ધ્વજવાળા ખોખામાંથી ખોરાક લઇને ખાય છે તે દેશ મેચમાં વિજેતા બને છે.ફિફા વર્લ્ડ કપમાં કોણ ચેમ્પિયન બનશે તે માટેની પોલની ભવિષ્યવાણીને લાઇવ ટેલિકાસ્ટ સ્પેન, નેધરલેન્ડ અને યુરોપમાં કરવામાં આવ્યું હતું. શુક્રવાર પહેલાં વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટેની મેચમાં ઉરુગ્વેની ટીમ જર્મનીને હરાવશે તેવી આગાહી પોલે કરી છે. અત્યાર સુધીમાં ભવિષ્યવેત્તા પોલે માત્ર જર્મની અંગેની મેચોની જ આગાહી કરી હતી, પણ ફાઇનલ મેચ માટે તેણે સ્પેન પર પસંદગી ઉતારી છે.ફૂટબોલ વર્લ્ડ કપમાં સાચી આગાહીઓ કરીને વિશ્વભરમાં લોકપ્રિય થઇ ગયેલા ઓક્ટોપસ પોલની બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચને ટીકા કરી છે. પોતાના બ્લોગમાં બિગ-બીએ આવા વહેમ અને અંધશ્રદ્ધાની ટીકા કરવાનું પસંદ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે પોલે સ્પેનના વિજયની આગાહી કરી છે. કદાચ તેમ બને પણ ખરું, જોકે, આ બાબત આશ્ચર્યજનક, અદ્ભુત છે તો સાથોસાથ તે હાસ્યાસ્પદ પણ છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર મુરલી જેવો બોલર 100 વર્ષમાં નહી પાકે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર મુથૈયા મુરલીધરન અંગે પાકિસ્તાનના પૂર્વ મહાન ખેલાડી સકલેન મુસ્તાકનું કહેવું છે કે, શ્રીલંકન બોલર એક મહાન સ્પિન બોલર છે. અને વિશ્વ ક્રિકેટને આગામી 100 વર્ષ સુધી તેના જેવો સ્પિન બોલર જોવા નહીં મળે.પોતાના સમયના મહાન સ્પિન બોલર સકલેને કહ્યું કે, મારા મનમાં એવી કોઈ શંકા નથી કે, મુરલી તેના સમયનો એક મહાન સ્પિન બોલર છે. તેના વિશે લોકો શું કહે છે. તેની તેને જરા પર પરવા નથી. મને વિશ્વાસ છે કે, ઘણા બેટ્સમેન મુરલીધરનના નિવૃતિના સમચાર સાંભળીને રાહતનો શ્વાસ લેતા હશે.હાલ ઇંગ્લેન્ડમાં સ્થાઇ થયેલા સકલેને જણાવ્યું હતું કે, તમે માત્ર તેને બોલિંગ કરતો નિહાળીને ઘણું બધું શીખી શકો છે. યુવા સ્પિન બોલરોએ મુરલીના વિડિયો અચુક જોવા જોઈએ.મે મુરલીધરન સાથે ઘણો સમય ગાળ્યો છે. અને તેની સાથે સ્પિન બોલિંગની કલા અંગે ચર્ચા કરી છે. જેમાં મે જાણ્યું હતું કે, તે એક પ્રામાણિક અને મળતાવડો સ્વાભાવ ધરવાતો વ્યક્તિ છે. તેમ સકલેને જણાવ્યું હતું.
શનિવારે ત્રીજા સ્થાન માટે જંગ
ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન નહીં મેળવી શકવાની નિરાશાને ખંખેરીની જર્મની અને ઉરૂગ્વેની ટીમ શનિવારે ત્રીજા સ્થાન માટે આમનેસામને થશે અને આ મેચમાં બંને ટીમો એકબીજાને હળવાશથી લેવાની કોઇ ભૂલ કરશે નહીં. સ્પેન સામેની સેમિફાઇનલમાં પરાસ્ત થયા બાદ જર્મની ત્રીજા સ્થાનનો મુકાબલો જીતીને પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠાને કંઇક અંશે પાછી મેળવવાના ઇરાદા સાથે રમશે.ફૂટબોલ સમર્થકો સામાન્ય રીતે વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાને રહેલી ટીમને યાદ રાખતા નથી પરંતુ જર્મની અને ઉરૂગ્વે માટે સાઉથ આફ્રિકામાંથી શાનદાર વિદાય લેવાની ઉત્તમ તક સમાન રહેશે. બંને ટીમો વર્લ્ડ કપની ફાઇનલમાં સ્થાન મેળવવાથી માત્ર એક ગોલ દૂર રહી હતી.ફૂટબોલના આ મહાસંગ્રામના ઈતિહાસમાં ૧૯૩૦ અને ૧૯૫૦માં ટાઇટલ જીતી ચૂકેલા ઉરૂગ્વેએ પોતાનાં જુના ફોર્મની ઝલક દેખાડીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ટૂનૉમેન્ટ શરૂ થાય તે પહેલાં જ દાવેદાર ટીમોમાં સ્થાન મેળવી ચૂકેલી જર્મનીની ટીમ શરૂઆતથી જ શક્તિશાળી ટીમ જણાતી હતી.ઉરૂગ્વેને સેમિફાઇનલમાં નેધરલેન્ડ્સે ૩-૨થી હરાવીને ટૂનૉમેન્ટમાં સાઉથ અમેરિકાના પડકારનો અંત લાવી દીધો હતો. વિશ્વ કપમાં ભલે છેલ્લાં ૪૦ વર્ષમાં ઉરૂગ્વેનો આ સર્વશ્રેષ્ઠ દેખાવ રહ્યો હોય પરંતુ ખેલાડીઓ ફાઇનલમાં સ્થાન નહીં મેળવવાની હતાશાને હજુ ભૂલી શક્યા નથી. સ્ટાર સ્ટ્રાઇકર ડિએગો ફોરલાને જણાવ્યું હતું કે અમે વર્લ્ડ કપની નજીક હતા અને અમે સુવર્ણ તક ગુમાવી દીધી છે.
જર્મનીને સેમિફાઇનલમાં સ્પેને ૧-૦થી પરાજય આપ્યો હતો. યુવાન ખેલાડીઓ સાથે વર્લ્ડ કપમાં રમનાર જર્મનીની ટીમે નોકઆઉટ તબક્કામાં ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિના સામે પરાજય આપવા ઉપરાંત આ બંને ટીમો સામે ચાર-ચાર ગોલ પણ નોંધાવ્યા હતા. તેને ટાઇટલ માટેની પ્રબળ દાવેદાર પણ માનવામાં આવતી હતી. સ્પેન સામેની સેમિફાઇનલમાં પરાજય થયા બાદ જર્મન ખેલાડીઓ મેદાન ઉપર જ રડી પડ્યા હતા.
પોર્ન અભિનેત્રી બોબી એડેનેની એક બિન્દાસ ઓફર
ફિફા વર્લ્ડ કપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ફિફા વર્લ્ડ કપને લઈને નેધરલેન્ડની પોર્ન અભિનેત્રી બોબી એડેને એક બિન્દાસ ઓફર કરીને બધાને ચોંકાવી દીધા છે.બોબીએ ઓફર કરી છે કે, જો વર્લ્ડકપ નેધરલેન્ડ જીતશે તો બોબી પોતાના ટ્વિટર ચાહકોને ઓરલ સેક્સ કરવાની તક આપશે.નોંધનીય છે કે, નેધરલેન્ડ સેમીફાઈનલ જીતીને ફાઈનલમાં આવી ગયુ છે અને નેધરલેન્ડ ફાઈનલ જીતે તેવી આશા રાખવામાં આવે છે. આવામાં બોબીની ઓફરે સેક્સ લવર્સનો ઉત્સાહ વધારી દીધો છે.
સુનિલ ગાવસ્કરને સની ગાવસ્કર તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવવામાં અમદાવાદી દીપક સરૈયાનો મોટો ફાળો
અમદાવાદના દીપક સરૈયાએ ૧૯૭૧માં ગાવસ્કરને પહેલી વાર સની કહીને પત્ર લખ્યો અને છેલ્લા ૩૯ વર્ષથી તેમને ગાવસ્કરનો પત્ર મળતો રહે છે.સુનિલ ગાવસ્કરને સમગ્ર વિશ્વ સની ગાવસ્કર તરીકે ઓળખે છે પરંતુ ઘણા ઓછાને ખબર છે કે તેમને આ સનીનું નામ કોણે આપ્યું હતું. ૧૯૭૧માં ભારતીય ક્રિકેટ ટીમ અજિત વાડેકરની આગેવાની હેઠળ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ ત્યારે ગાવસ્કરે શ્રેણીની ચાર ટેસ્ટમાં ૭૭૪ રન ફટકાર્યા હતા અને એ શ્રેણી પછી અમદાવાદના બેંકર અને ક્રિકેટ સ્કોરર દીપક સરૈયાએ ગાવસ્કરના મુંબઇ ખાતેના નિવાસે એક પત્ર લખ્યો જેમાં કેરેબિયન પ્રવાસની દરેક ઇનિંગ્સના ગ્રાફિકની સાથે સાથે સનીના હુલામણા નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.ખુદ ગાવસ્કરે પણ એ પત્રના ઉત્તરમાં કબૂલ્યું હતું કે તેને સની કહેનારી સૌપ્રથમ વ્યક્તિ એટલે દીપક સરૈયા છે. વેસ્ટ ઇન્ડીઝની શ્રેણી પછી ગાવસ્કરના બેટમાંથી રનનો ધોધ વહેવાની શરૂઆત થઈ એ જ રીતે એ શ્રેણી પછી ક્રિકેટવિશ્વ તેને સની ગાવસ્કર તરીકે પણ ઓળખવા માંડ્યું.નોંધનીય છે કે ૧૦મી જુલાઈ ગાવસ્કરનો જન્મદિવસ છે. આમ ગાવસ્કરને સની તરીકે વિશ્વભરમાં ખ્યાતિ અપાવવામાં આપણા અમદાવાદી દીપક સરૈયાનો મોટો ફાળો છે. ૧૯૭૧થી સની ગાવસ્કર સાથે દીપક સરૈયાનો નાતો બંધાઈ ગયો છે તે આટલાં વર્ષો પછી પણ બંને વચ્ચે આજેય પત્રવ્યવહાર ચાલે છે. આમ તો સુનિલ ગાવસ્કર આટલાં વ્યસ્ત હોવા છતાં લગભગ દરેક પ્રશંસકને પત્રનો જવાબ આપે છે પરંતુ દીપક સરૈયા સાથેનો તેમનો વ્યવહાર અલગ જ પ્રકારનો છે.માત્ર સુનિલ ગાવસ્કર જ નહીં પણ ટેનિસસ્ટાર માર્ટિના નવરાતીલોવાની વિવિધ સિદ્ધિ, મોહમ્મદ અઝહરુદ્દીનની ટેસ્ટપ્રવેશે પ્રથમ ત્રણ સદી કે નરેન્દ્ર હીરવાણીની પ્રથમ જ ટેસ્ટમાં ૧૬ વિકેટની સિદ્ધિ ઉપરાંત બોરીસ બેકર, રિચાર્ડ હેડલી પર પણ દીપક સરૈયાએ તમામને વિશેષ ગ્રાફિક સાથેના પત્ર પાઠવ્યા છે અને એ તમામના ઉત્તર પણ આવ્યા છે એ જોતાં દીપક સરૈયાની લાઇબ્રેરી ઘણી સમૃદ્ધ થઈ ગઈ છે.માત્ર રમતવીરો નહીં પણ ઇન્દિરા ગાંધી, એસ. વેંકટરામન, રાજીવ ગાંધી, પુરુષોતમ ગણેશ માવલંકર સહિતના રાજકીય નેતાઓને પાઠવેલા સંદેશાના પણ દીપકભાઇને ઉત્તર મળ્યા છે પરંતુ કદાચ તેમને એક જ વસવસો રહી ગયો છે કે વિવિયન રિચાર્ડ્સ તરફથી તેમને કોઈ ઉત્તર મળ્યો નથી.
૧૫ હજારના પગારથી શેઠની નિમણુંક કરાઈ!
ઉઠમણું કરવા માટે જ ‘વેપાર’ કરનારાઓની એક નવી તરકીબનો પર્દાફાશ થયો છે. ઉઠમણું કરવાનું પહેલેથી જ નક્કી કરનારા એક ફાઇનાન્સરે કાપડની દુકાનમાં શેઠ તરીકે એક યુવાનની નિમણુંક કરી હતી, જેને દર મહિને રૂ. ૧૫ હજાર પગાર આપવામાં આવતો હતો. આ ‘નકલી શેઠ’ તેમજ તેને શેઠ તરીકે નિમણુંક કરનારાની સલાબતપુરા પોલીસે શુક્રવારે સાંજે સવા ચાર વાગ્યે ધરપકડ કરી છે.માત્ર અઢી જ મહિનાના ટૂંકા સમયગાળામાં કાપડની એક પેઢીએ ઉઠમણું કર્યું હતું. અલગ અલગ વીવર પાસેથી રૂ. ૫,૮૭,૨૮૯ની કિંમતનું કાપડ ખરીધ્યા બાદ નાણાં ન ચૂકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ જયેશ છપિયાવાલા (રહે: મહિધરપુરા)એ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ફરિયાદમાં છેતરપિંડી કરનારાઓ તરીકે તરુણ ઉર્ફે તુષાર પ્રભુદાસ ધંગરા (૨૯), (રહે: રાંદેર રોડ), મહંમદ અસ્ફાક અબ્દુલકરીમ કાપડિયા (૨૯), ( ભાગાતળાવ), અબ્દુલ રઝાક ઉર્ફે રજજુ, રોહિત જૈન, વિપુલ કાબા, પ્રફુલ્લ પટેલ (રહે: અમરોલી), પ્રદીપ ઠક્કર (રહે: છાપરાભાઠા), અમિત સોની, આશિફ પાડો, જયેશ કાઠિયાવાડીનાં નામો આપ્યાં છે. તો આ ગુનામાં રોહિત જૈનનો ભાઈ પણ સંડોવાયેલો હોવાનું જણાવ્યું છે.સલાબતપુરાના ઇન્સપેક્ટર વી.એમ. આનંદે કહ્યું હતું કે મહંમદ અસ્ફાક કાપડિયા ફાઇનાન્સર હતો. જેણે શેઠ તરીકે મહિને રૂ. ૧૫ હજારના પગારથી તરુણ ઉર્ફે તુષારની નિમણુંક કરી હતી. તેણે ઉધના દરવાજા નજીક ઇન્ટરનેશનલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં શુભમ નામે કાપડની દુકાન શરૂ કરી ઉઠમણું કર્યું હતું.બે મહિના પહેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા ભગવતીપ્રસાદ દુબેએ રૂ. પાંચ કરોડનું ઉઠમણું કર્યું હતું. આ અંગે અલગ અલગ ત્રણેક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં રૂ. ૧.૫૨ કરોડની ફરિયાદમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ કાપડદલાલો સુરેશ મહાલે, મનોજ ચંદ્રસેખર અને રવીન્દ્ર ભાવસારની ધરપકડ કરી હતી.
બુટલેગરના વધુ બે સાગરીત પકડાયા : ત્રણેય રિમાન્ડ પર
સપ્તાહ પૂર્વે બે યુવાનને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી છરીના ઘા ઝીંકી ચલાવેલી લૂંટના બનાવમાં પોલીસે મુખ્ય સૂત્રધારને છરી સાથે ઝડપી લીધા બાદ તેના અન્ય ત્રણ સાગરીતને પણ પોલીસે દબોચી લીધા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની વિશેષ પૂછપરછ કરવા બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે.ભાણવડના ભીખુગીરી મોહનગીરી અને રામદેવ મુંગરાભાઇ ગમારા નામના યુવાને રૈયાચોકડી જવા ત્રિકોણબાગથી રિક્ષા બાંધી હતી. આ વેળાએ તે રિક્ષામાં બેઠેલા ચાલક સહિતના શખ્સોએ બન્ને યુવાનને છરીના ઘા ઝીંકી લૂંટ ચલાવી રસ્તામાં ફેંકી નાસી ગયા હતા. જે અંગેની ફરિયાદ બાદ પોલીસે લોહાનગરના બુટલેગર દીપક વજેસીંગ જાદવને છરી સાથે પકડી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેણે તેના અન્ય સાગરીતો સાથે મળી લૂંટ કર્યાની કબૂલાત આપી હતી.ત્યારે લૂંટમાં સંડોવાયેલા રૈયાધારના જોરૂ બીજલ દેવીપૂજક, લોહાનગરના અમિત ભરતભાઇ ગુજરાતી તથા સંજય બાવાજીને એ ડિવિઝન પોલીસના ફોજદાર જી.એલ.વિસાણી સહિતના સ્ટાફે ઝડપી લઇ ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં અગાઉ દીપકને પ્રતાપ નામના શખ્સ સાથે ડખ્ખો થયો હોય આ બે પૈકી એક પ્રતાપ હોવાનું માની છરી ઝીંકી લૂંટ કર્યાનું કહ્યું હતું. પકડાયેલા આરોપીઓએ ખોટી સ્ટોરી ઉભી કરી હોવાની શંકાએ તેમજ આ જ પ્રકારે અન્ય લૂંટ કરી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવા ત્રણેયને બે દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. જોરૂ અગાઉ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.
સારું ચોમાસું અને વાવેતર વિસ્તાર વધતાં કૃષિપ્રધાને આપેલા સંકેત
અન્ન અને કૃષિપ્રધાન શરદ પવારે સારા ચોમાસા અને વાવેતર વિસ્તાર વધવાને પગલે વર્ષ ૨૦૧૦-૧૧ના ચાલુ વર્ષે અનાજનું મબલક ઉત્પાદન થવાની આશા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૦૯-૧૦માં તેના પુરોગામી વર્ષ કરતાં અનાજના ઉત્પાદનમાં સાત ટકાનો ઘટાડો થયો હતો.પુરોગામી વર્ષમાં પાકેલા વિક્રમરૂપ ૨૩.૪૪૭ કરોડ ટન અનાજની તુલનામાં વર્ષ ૨૦૦૯-૧૦માં દુષ્કાળની સ્થિતિ વચ્ચે૨૧.૮૧૯ કરોડ ટન અનાજ પાકર્યું હતું. અત્રે આયોજીત ખાંડ અંગેના સેમિનારમાં પવારે જણાવ્યું હતું કે આ વર્ષે સારા વરસાદ સાથે સારી વાવણી થઇ રહ્યા વચ્ચે અનાજનું ઉત્પાદન ઊંચું રહેવાના અણસાર છે. કૃષિપ્રધાને અગાઉ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે આ વર્ષે ડાંગર, તેલીબિયા અને કઠોળ જેવા ખરીફ પાકનો વાવેતર વિસ્તાર ગયા બહે વર્ષની તુલનામાં વધ્યો છે. વર્તમાનમાં ફુગાવાનો દર ૧૦ ટકાને આંબી ગયો છે પરંતુ ઊંચો પાક પાકતાં અનાજના ભાવો નિયંત્રણમાં આવશે. અનાજના ફુગાવાનો દર નીચો આવતાં ગ્રાહકોને નોંધપાત્ર રાહત મળશે. આગામી સપ્તાહોમાં પણ અનાજના ભાવ ઘટાડાનું વલણ ચાલુ રહેશે.પંજાબ હરિયાણાની પૂરસ્થિતિની કૃષિ પર પડનારી અસર વિષે પુછાતાં તેમણે જણાવ્યું હતું કે મર્યાદિત વિસ્તારમાં પ્રભાવ હોઇ શકે પરંતુ એકબે દિવસમાં વિસ્તૃત અહેવાલ આવતાં સ્થિતિ સ્પષ્ટ થશે.
રાજકોટ : ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કર્યા બાદ દરખાસ્ત કરવા સૂચના
શહેરના ભરચક્ક ટ્રાફિક ધરાવતા રાજમાર્ગો પૈકી કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, જયુબિલી શાક મારકેટ સહિતના માર્ગો પર પે એન્ડ પાર્ક માટેની દરખાસ્ત કરવામાં આવી હતી પણ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કશ્યપ શુક્લ દ્વારા પાર્કિંગ સહિતનું પૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કર્યા બાદ જ આ પ્રકારની દરખાસ્ત મોકલવા માટે સંબંધિતોને સૂચના અપાઇ હતી.શહેરમાં વાહન પાર્કિંગ માટે પણ નાણાં ચૂકવવાની વાતે શહેરીજનોના જીવ ઊંચા કરી દીધા હતા. જો કે આજે આ દરખાસ્ત નામંજુર થતાં હાલ તુર્ત તો પે એન્ડ પાર્કિંગની વાત પર પડદો પડી ગયો છે. જ્યારે ૧-૧-૧૦થી ૩૧-૩-૧૦ સુધીનો ત્રિ-માસિક ઓડિટ રિપોર્ટ મંજુર કરવા માટેની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી. બીજી વખત આ દરખાસ્ત પેન્ડિંગ રહી છે. તેમજ મનપાની વિવિધ શાખાઓમાં અલગ-અલગ સમયે થયેલી રોકડ નાણાંની હંગામી ઉચાપતનો હિસાબ ન મળે ત્યાં સુધી આ દરખાસ્ત પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવાયો છે.આ ઉપરાંત ઢેબરભાઇ રોડ પર મેટલિંગ, મોટામવા સ્મશાનની ચીમની તૂટી જતાં લાકડાનો વપરાશ કરવો પડ્યો હોય ઓમકાર ટ્રસ્ટને એક લાખની સહાય ચૂકવવા, ગરીબ કલ્યાણ મેળા માટે જુદી જુદી વસ્તુ ખરીદવા ૨.૬૧ લાખ, વોર્ડ નં.૫માં ગ્રીન લેન્ડ ચોકડીથી મોરબી રોડ પર જકાતનાકા સુધી બન્ને તરફ મેટલિંગ કરવા ૬.૭૩ લાખનો ખર્ચ કરવા સહિતના કામોને બહાલી આપવામાં આવી હતી.
રાજકોટ : સોની બજારમાં આંગડિયા લૂંટમાં તાજિયાના સાગરીતોની સંડોવણીની શંકા
રાજકોટના સોની બજારમાં બેમાસ પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપર હુમલો કરી અડધા કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંગડિયા લૂંટ થતાં પોલીસ તંત્ર ઊંધા માથે થઇ ગયું છે. ત્રણેય લૂંટમાં મોડસ ઓપરેન્ડી એક સરખી છે. તેમજ લૂંટમાં કુખ્યાત તાજિયા ગેંગના સાગરીતોની સંડોવણી હોવાની નક્કર માહિતી મળતા પોલીસની એક ટીમને જામનગર રવાના કરવામાં આવી છે.ટૂંકા ગાળામાં આંગડિયા લૂંટના ત્રણ બનાવ નોંધાતા રેન્જ ડી.આઇ.જી.અને ઇન્ચાર્જ કમિશનર મનોજ શશીધરે ત્રણેય લૂંટમાં ભોગ બનનાર આંગડિયા કર્મચારીઓએ આપેલા વર્ણન પરથી તૈયાર થયેલા રેખાચિત્રોના આધારે તપાસ કરતા બે શખ્સો ઓળખાઇ ગયા છે. યાસીન મોટીયો પ્રથમથી જ શંકાના દાયરામાં છે. ત્યારે ઓળખાયેલા શખ્સો પણ યાસીનના સાગરીત હોવાથી પોલીસે યાસીનના સાગરીતોના લૂંટના સમયગાળા દરમિયાન લોકેશન ક્યાં હતા ?તેની જાણકારી મેળવવા બાતમીદારોને કામે લગાવી દીધા છે.લૂંટના બનાવ સંદર્ભે સુરેન્દ્રનગર પોલીસ આજે રાજકોટ આવી ક્રાઇમ બ્રાંચના અધિકારી સાથે મહત્વની ચર્ચા કરી હતી. ત્યાર બાદ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના ફોજદાર સલીમ સાટી જામનગરના ગુનેગારોથી પરિચિત જવાનો સાથે જામનગર રવાના થઇ જતા આંગડિયા લૂંટનો ભેદ નજીકના દિવસોમાં ઉકેલાય તેવા સંકેત મળી રહ્યા છે.
વહેલી સવારે ટ્રાફિક ડ્રાઇવથી શાળામાં જતાં વિદ્યાર્થીઓ અટવાયાં
સ્કૂલ રિક્ષા અને વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડી જોખમી મુસાફરી કરાવતાં વાહન ચાલકો સામે પોલીસે તવાઇ બોલાવતાં હોબાળો શુક્રવારે મચી ગયો હતો. પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ૧૦૦ થી વધુ વાહનોને ડિટઇન કરી પાંચથી દસ હજારનો દંડ ફટકારતાં વાલીઓની ઊંઘ હરામ થઇ હતી.શાળાઓમાં વિદ્યાર્થીઓને લઇ જતાં રિક્ષા અને વાન ચાલકો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડી જોખમી રીતે લઇ જતાં હોઇ ગંભીર અકસ્માતો થવાની ભીતિના પગલે અધિક પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે શુક્રવારે શહેરના તમામ પોલીસ મથકમાં ટ્રાફિક ડ્રાઇવનો આદેશ આપતા પોલીસ કાફલો શહેરભરમાં શાળાઓની નજીક ગોઠવાઇ ગયો હતો અને લાયસન્સ વગર વાહન ચલાવતાં તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં ૧૦૦ થી વધુ વાહનોને ડીટેઇન કર્યા હતા. વહેલી સવારે પોલીસની કાર્યવાહીથી શાળાએ જતાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયાં હતાં.કેટલાક રિક્ષા કે વાન ચાલકોએ બાળકોને શાળામાં પહોંચાડવા માટે અન્ય વાહનોની વ્યવસ્થા ગોઠવી હતી જ્યારે કેટલાકે વાલીઓના ભરોસે છોડી દેતાં પોતાનાં બાળકોની ભાળ મેળવવા માટે વાલીઓએ દોડધામ કરી મૂકી હતી.બાળકો સમયસર શાળાઓમાં નહિ પહોંચતાં શાળા સંચાલકો પણ ચિંતિત બન્યા હતાં જ્યારે બપોરે પણ બાળકોને લેવા માટે શાળા બહાર ખડેપગે હાજર રહેલા વાલીઓ પણ અકળાઈ ગયાં હતાં.બાળકોને જીવના જોખમે મુસાફરી કરાવતાં સ્કૂલ રિક્ષા-વાનના ચાલકોને ટ્રાફિકના કાયદાનું પાલન કરાવવા માટે પોલીસે કડકાઇ કરતાં વધીઁ વાહન ચાલકોના નાકના ટેરવાં ચઢી ગયા હતાં. ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ કરતાં વધીઁવાહન ચાલકોએ પોલીસ તંત્ર પર દબાણ લાવવા બાળકોને ઢાલ બનાવી હડતાળનું શસ્ત્ર ઉગામવાની તજવીજ હાથ ધરી છે.કેટલાકે તો શનિવારે બાળકોને લેવા-મુકવાની જવાબદારી વાલીઓના માથે જ ઢોળી દીધી છે ટ્રાફિકનો ભંગ કરતાં હોવા છતાં પોલીસ કાર્યવાહી ન કરે તે માટે શાળા સંચાલકોને પણ સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
સાંગણવા ચોકમાં વ્યંડળોએ ઇંટો ફટકારતા દુકાનો બંધ
શહેરના સાંગણવા ચોકમાં આવેલી ‘બાલાજી સેન્ડવીચ’ દુકાને પૈસાના મુદ્દે ત્રણ વ્યંડળોએ ધમાલ મચાવી દુકાનના કર્મચારીઓને ઇંટના ઘા ફટકારતા ચકચાર મચી ગઇ હતી. વ્યંડળોના આતંકથી રોષે ભરાયેલા વેપારીઓએ દુકાનો બંધ કરી રોષ ઠાલવ્યો હતો. પોલીસે તાકીદે ત્રણેયની ધરપકડ કરી હતી.કોઠારીયા રોડ પરની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને ‘બાલાજી સેન્ડવીચ’ દુકાનમાં નોકરી કરતાં પરેશભાઇ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. ૩૯) શુક્રવારે સાંજે છ વાગ્યે દુકાને હતાં ત્યારે ત્રણ વ્યંડળો આવ્યા હતાં. કર્મચારી પરેશભાઇએ રૂ. ૫૧ આપી વ્યંડળોને રવાના કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ વ્યંડળોએ રૂ. ૨૫૧ની માંગ કરી હતી.
કર્મચારીએ આપેલા પૈસા લઇ જતા રહેવા વ્યંડળોને સમજાવ્યા હતાં. પરંતુ દુકાનમાં ગ્રાહકોની ભીડ હોય તેનો લાભ ઉઠાવી વ્યંડળો જીદે ચડ્યા હતાં અને માહોલ તંગ બન્યો હતો. કિન્નરોએ કપડાં ઊંચા કરી ગોકીરો કરતાં નાસ્તો કરવા આવેલા મહિલા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી.ત્યારબાદ મામલો વધુ વકર્યો હતો અને કિન્નરોએ દુકાનમાં રહેલો કાચ ફોડી નાખી કર્મચારી પરેશ અગ્રાવતને ઇંટોના ઘા ઝીંકી દીધા હતાં. બાવાજી યુવાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા વેપારીઓ એકઠા થઇ ગયા હતાં. વેપારીઓ ટોળે વળતા વ્યંડળો ભાગ્યા હતાં. જે પૈકી એકને લોકોએ ઝડપી લઇ પોલીસ હવાલે કર્યો હતો.વેપારીઓએ આતંકને પગલે દુકાનો બંધ કરી દેતા સોંપો પડી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલા પી.આઇ. રાણા સહિતના સ્ટાફે આતંક મચાવનાર કિન્નરો ભૂરીદે પલ્લીદે(ઉ.વ.૩૦) નીશાદે પલ્લીદે (ઉ.વ. ૩૬) અને પલ્લીદે રેખાદે (ઉ.વ.૩૧)ની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.
હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મળશે નહિ
જો તમે સારવાર લેવા હોસ્પિટલમાં જઇ રહ્યા છો અને વિચારી રહ્યા છો કે તમને મેડિક્લેમથી તમારૂં બીલ ભરાઇ જશે તો પહેલાં તમે તે હોસ્પિટલમાં કન્ફોર્મ કરી લો કે ત્યાં કેશલેસ સુવિધા મળશે કે નહિં. કારણ કે કેટલીક મેડિકલ ઇન્શયોરન્સ કંપનીઓએ હોસ્પિટલમાંથી કેશલેસ સુવિધાને પૂરી કરી દીધી છે, જેમાંથી એક ઓરિએન્ટલ બેન્ક છે. કંપનીએ દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને બેંગલુરૂ સહિત કેટલીક હોસ્પિટલોમાં કેશલેસ સુવિધાને પાછી ખેંચી લીધી છે. કંપનીએ આ શહેરોમાં કેટલીક જાણીતી હોસ્પિટલો પર નકલી કલેઇમનો આરોપ લગાવ્યો છે.તમે જાતે હોસ્પિટલ જઇ રહ્યા હો અથવા તો તમારા કોઇ સગા સંબંધીને હોસ્પિટલ લઇ જતા પહેલાં માહિતી કન્ફોર્મ કરી લો કે જે-તે વીમા કંપનીની કેશલેસ સુવિધા છે કે નહિં, જેનો તમે મેડિક્લેઇમ કરાવ્યો છે. સાથો સાથ હોસ્પિટલ જતાં પહેલાં કંપનીની હોસ્પિટલોના લિસ્ટમાં પણ તે હોસ્પિટલનું નામ ચેક કરી લો જ્યાં તમે સારવાર માટે જવા માંગો છો. અને હા એ વાતનું ધ્યાન રાખજો કે તમારૂં બીલ તમારી વીમા રકમથી વધારે ન હોય.વીમા કંપનીઓએ કહ્યું કે કેટલીક મોટી હોસ્પિટલો અને ટીપીએમાં સાંઠગાંઠના લીધે લાંબા પહોળા બીલ આવી રહ્યા હતા, તેના પર કાબૂ મેળવવા માટે કંપનીને આ પગલું ભરવું પડ્યું છે.
ઈ-બેંકિંગ દ્વારા ગેંગે બેન્કખાતાંમાંથી નાણાં ઉપાડી લીધાં
દિલ્હીની નાઈજીરીયન ગેંગની ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ. દિનેશભાઈના ખાતામાંથી સવા કલાકમાં ૧૯ મોબાઇલ ફોન રિચાર્જ કરાવી લીધા. અંશુમનના ખાતામાંથી સાડા ત્રણ કલાકમાં ૬૦ મોબાઈલ ફોન રિચાર્જ થયા. સરળતાથી અને ઘરે બેઠા મળતી સુવિધાઓ ક્યારેક દુવિધા સાબિત થતી હોય છે. બેંક દ્વારા અપાતી ઇન્ટરનેટ બેંકિંગની સેવા અમદાવાદના બે રહીશો માટે મુસીબત બની ગઈ હોવાના કિસ્સા બહાર આવ્યા છે. દિલ્હીની નાઇજીરીયન ગેંગે ઈન્ટરનેટના માધ્યમથી બે ખાતાનો પાસવર્ડ હેક કરી એકમાંથી માત્ર સવા કલાકમાં રૂ. ૧૮,૧૨૬ની ઉઠાંતરી કરી હતી.જ્યારે બીજા કિસ્સામાં સાડા ત્રણ કલાકમાં રૂ. ૫૪ હજારની ઉઠાંતરી કરી સેલફોન રિચાર્જ કરાવી લીધા છે. બેંક તરફથી નબળો પ્રતિસાદ મળતાં બંને ખાતેદારોએ પોલીસનો સહારો લેતાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના સાઇબર સેલને તપાસ સોંપાઈ છે.વસ્ત્રાપુર પી.આઇ. બી. કે. પુરોહિતના જણાવ્યા અનુસાર પેથોલોજીની લેબોરેટરી ધરાવતા દિનેશભાઈ પૂંજાભાઈ પટેલ (નિર્માણ ટાવર, ઘાટલોડિયાના) બોડકદેવની એક ખાનગી બેંકમાં ખાતું ધરાવે છે. ૭મી મે, ૨૦૧૦ના રોજ તેમણે ખાતામાં રૂ. ૬૦૦૦ જમા કરાવ્યા હતા.ઓફિસે પરત આવીને તેમણે ઈન્ટરનેટ પર ખાતું ખોલ્યું ત્યારે તેમાં રૂ. ૨૬૦૬૧.૬૮નું બેલેન્સ હતું અને બાકીના રૂ. ૧૮,૧૨૬ ગાયબ હતા. બેંકનો સંપર્ક સાધતાં માલૂમ પડ્યું કે માત્ર સવા કલાકમાં અજાણી વ્યક્તિએ તેમનો પાસવર્ડ હેક કરીને ૧૯ મોબાઇલ ફોન રિચાર્જ કરાવી લીધા હતા.એ જ રીતે ૨૦ દિવસ પહેલાં અંશુમન કૃણાલના ખાતામાંથી ઈ-તસ્કરોએ માત્રા સાડા ત્રણ કલાકના ગાળામાં ૬૦ વ્યવહાર કરીને ૬૦ પ્રિ પેઇડ ફોન રિચાર્જ કરાવી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે રિચાર્જ થયેલા તમામ નંબરો દિલ્હીમાં વસતી નાઈજીરીયન વ્યક્તિઓના નામે છે.આ બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નામ-સરનામાં સાથેની યાદી દિલ્હી પોલીસને આપી છે. બંને ખાતેદાર એક જ ખાનગી બેંકના ગ્રાહકો હોવાનું સ્થાનિક પોલીસની તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. દિનેશભાઈના ખાતામાં રૂ. ૧૦૦૧ના ૧૬ વ્યવહારે, રૂ. ૧૦૦૦નો એક અને રૂ. ૫૫૫ના બે વ્યવહાર થયા હતા.
પોર્ન ફિલ્મ જોતી વખતે વધારે ઉત્તેજિત થઈ જતાં મોત
બ્રિટનમાં પોર્ન ફિલ્મ જોતી વખતે વધારે ઉત્તેજિત થઈ જતાં એક મહિલાનું મોત થયું છે. 30 વર્ષીય નીચોલા પેજીન્ટોનાનો મૃતદેહ ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાની બેડ પર અર્ધનગ્ન હાલમાં મળી આવ્યો હતો. જ્યારે તેની બાજુમાં પડેલા લેપટોપમાં પોર્નોગ્રાફીક ફિલ્મ ચાલી રહી હતી. મહિલાની બેડની નજીકથી એક સેક્સ ટોય પણ મળી આવ્યું હતું.મોતના કારણની તપાસ માટે રોકવામાં આવેલા ડોક્ટરે તપાસ બાદ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, પોર્નોગ્રાફિક ફિલ્મ જોતી વખતે વધારે ઉત્તેજિત થઈ જવાને કારણે મહિલાને હ્રદયરોગનો હુમલો આવ્યો હશે. જેમાં તેનું મોત થયું હતું.મહિલાને નોકરી આપનાર કંપનીએ પોલીસને એવી માહિતી આપી હતી કે, મહિલા થોડા દિવસોથી કામ પર આવતી નથી. જેના કારણે મહિલાના ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મહિલા પોતાના બેડ પર મૃત હાલતમાં પડી હતી. તેમજ તેણે કમરથી નીચેના ભાગે કોઈ કપડા પહેર્યા ન હતાં. તેની બેડની બાજુમાંથી એક વાઈબ્રેટર પણ મળી આવ્યું હતું.
એશીઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન થશે તો ઓસ્ટ્રેલિયા ફરી નં.1 બની જશે
ઓસ્ટ્રેલિયાના કોચ ટિમ નિલસનનું કહેવું છે કે, જો તેમની ટીમ આગામી છ મહિનામાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરે તો તેઓ ચોક્કસ ફરી એક વખત ટેસ્ટ રેંકિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી શકે છે. હાલ ઓસ્ટ્રેલિયા 119 અંક સાથે ભારત(124) અને સાઉથ આફ્રિકા(120) પછી ત્રીજા ક્રમાંકે છે.છ મહિનામાં ઓસ્ટ્રેલિયાએ ભારત, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ સાથે શ્રેણીઓ રમવાની છે.નિલસને ઓસ્ટ્રેલિયાના એક સમાચારપત્રને જણાવ્યું હતું કે, અમારી પાસે હાલ સારી તક છે. અને અમે જો એશીઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીશું તો ફરી એક વખત પ્રથમ ક્રમાંક હાંસલ કરી શકીશું.તેમણે ઉમેર્યું હતું કે, આ ફક્ત અમે કહેતા આવ્યા છીએ તેવું નથી. પરંતુ જો અમે અમારી રમતને લઇને ચિંતિત છીએ. અને મને લાગે છે કે, આગામી સમયમાં અમે અમારી ટીમ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી શકીશું. અને જો અમે તે કરી શકીશું તો તે અમારી માટે એક સાચી તક સમાન હશે.નોંધનીય છે કે, પોન્ટિંગના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમ તેના અભિયાનની શરૂઆત આગામી સપ્તાહથી પાકિસ્તાન સામે લોર્ડ્સ ખાતેથી કરશે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયાને છેલ્લી 15 ટેસ્ટમાં હરાવી શક્યું નથી. છેલ્લે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે 1995ના નવેમ્બરમાં સિડની ખાતે 74 રનથી વિજય મેળવ્યો હતો.
રૂપેરી પડદે ફરી એક વખત મિથુનનો ડાન્સ જોવા મળશે
૯૮૨ની સુપરહીટ ફિલ્મ ‘ડીસ્કો ડાન્સર’થી કરોડો સિનેરસિકોના દિલમાં વસી જનાર બોલિવૂડના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ફરી એકવખત રૂપેરી પડદે ડાન્સ કરતા જોવા મળશે.‘સ્પેગેટી’માં મિથુન તેમના પુત્ર મિમોહ સાથે ડાન્સ કરશે. તેઓ પોતાની ડાન્સિંગ કળા અંગે નવી પેઢીના ડાન્સરોના પ્રતિભાવો જાણવા માટે ખૂબ આતુર છે.આ ફિલ્મમાં તેમણે નવી પેઢીના સંગીત પર ડાન્સ કર્યો છે. ૮૦ના દાયકામાં ડિસ્કો કિંગ ગણાતા મિથુન ચક્રવર્તીનો બીજો પુત્ર રિમોહ ‘સ્પેગેટી’માં આસિસ્ટન્ટ નિર્દેશક તરીકે કામ કરી રહ્યો છે.
નેહા ધુપિયા પોતાની ફિલ્મ લવ ટુ ઓબામામાં વધુ સેક્સી બની!
નેહા ધુપિયા હાલમાં પોતાની ફિલ્મ લવ ટુ ઓબામા રીલિઝ થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. જુલાઈ 2010ના ગ્રાઝિયાના કવર પેજ પર ચમકી છે.આ કવર સ્ટોરીમાં નેહા ધુપિયાએ પોતાની ફેશન વિશે વાત કરી છે. 29 વર્ષીય નેહા આર્મિ પરિવારમાંથી આવે છે.નેહા ઘણાં ઓછા સમયમાં અભિનય શીખી ગઈ હતી. પંજાબી ગર્લ નેહા ફિલ્મ જુલીથી ઘણી જ જાણીતી બની હતી. હાલમાં તો નેહા પોતાના અભિનય અને ફેશન સાથે નવા બદલાવ કરી રહી છે.
સિરીઅલ 'લાગી તુજસે લગન' માં નકુશા-દત્તા ભાઉ વચ્ચે ફરીથી પ્રેમ
સિરીઅલ 'લાગી તુજસે લગન'માં ઘણી વખત દત્તા ભાઉ અને નકુશાનાં પ્રેમમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા છે પરતું તો પણ નકુશાને દત્તા ભાઉ પ્રત્યે અપાર પ્રેમ છે. અને દત્તા ભાઉ નકુશાનાં પ્રેમને ક્યારેય સમજી શક્યો નથી. તે આજે પણ નકુશાનાં પ્રેમને શકની નજરે જ જોવે છે.પરતું છેલ્લા કેટલાંક દિવસોથી બનેલી ઘટનાઓમાં દત્તાભાઉને નકુશાનો પ્રેમ સાચ્ચો લાગી રહ્યો છે. ભાઉએ નકુશા તથા તેમનાં પરિવારને રહેવાં અને વધુ સાહેબી આપવા માટે તેમને નવું ઘર આપ્યું છે.સુત્રોનાં જણાવ્યાં અનુસાર, આવનારા થોડા સમયમાં જ દત્તા ભાઉ અને નકુશા પણ હુમલો થશે. ત્યારે દત્તા નકુશાને ત્યાથી ભાગી જવા કહેશે પરતું નકુશા તેને આવી ખતરનાક સ્થિતિમાં છોડીને જવા તૈયાર થશે નહી. ત્યાર બાદ સિરીઅલમાં ઘણા રહસ્યો ખુલશે.
ડાયાબિટીસ ટેસ્ટની નવી ‘મીઠી’ પદ્ધતિ
વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમણે ડાયાબિટીસ થાય તે પહેલાં જ તેના થવાનાં લક્ષણો શોધી કાઢવાની એક મીઠી પદ્ધતિ શોધી કાઢી છે. ટૂંક સમયમાં જ આ પદ્ધતિ જાહેર કરવામાં આવશે. જહોન હોપકિન્સ યુનિવર્સિટીની એક ટુકડીએ જણાવ્યું કે, આ પદ્ધતિ પરંપરાગત પદ્ધતિથી અલગ અને એકદમ સરળ છે. તેમણે ડાયાબિટીસ માટે જવાબદાર એન્ઝાઈમના લોહીમાં અચાનક વધી જવા પાછળનું કારણ શોધી કાઢયું છે. તેમણે જણાવ્યું કે, જેમને ડાયાબિટીસ હોતો નથી કે જેમને ડાયાબિટીસ થવાની સંભાવના હોય છે તેમની સરખામણીએ ડાયાબિટીસના દર્દીઓમાં એન્ઝાઈમ ‘ઓહ-ગ્લીક-નેક’ નું પ્રમાણ બે થી ત્રણ ગણું વધારે હોય છે.
એડમિશન માટે ટ્રેનિંગ
બ્રાઝિલની ૧૭ વર્ષીય નિકોલ ફેલિકસ-રોડ્રીગેઝે મેલબોર્નની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્કસ આર્ટ (નિકા)માં પ્રિ-ઓડશિન ઇન્ટેન્સિવ સર્કસ વર્કશોપમાં ભાગ લેતા વિવિધ ખેલોની પ્રેક્ટિસ કરી હતી. નિકામાં બેચલર ઓફ સર્કસ આર્ટ્સના કોર્સમાં માત્ર ૨૪ બેઠકો છે. આથી વિદ્યાર્થીઓએ એક સપ્તાહ સુધી ટ્રેનિંગ લીધી હતી, જેથી તેઓ ઓડમિશનમાં પાસ થાય અને તેઓને એડમશિન મળે. તસવીર એએફપી.
તમે તમારી પત્નીને ખુશ કરવા માગો છો આટલું કરો...!
જો તમે તમારી પત્નીને ખુશ કરવા માગો છો તો તેને કપડા પ્રેસ કરવામાં મદદ કરો. અમેરિકા દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં માલુમ પડ્યું છે કે મહિલાઓને ખુશ કરવા માટે પુરુષોએ ઘરકામમાં મહિલાઓની મદદ કરવી જોઈએ.સર્વેમાં માલુમ પડ્યું છે કે પુરુષો અઠવાડિયાના અંતે બહાર ફરવા લઈ જાય તેના કરતા વધારે મહિલાઓને વધારે ખુશી પુરુષો તેને ઘરકામ કરવામાં મદદ કરે તેમાં મળે છે.લંકાસ્ટર વિશ્વવિદ્યાલમાં સર્વે કરનાર ડેલોંઘીના જણાવ્યા પ્રમાણે મહિલાઓ પોતાની જિંદગીમાં 5472 કલાક કપડા પ્રેસ કરવામાં વિતાવે છે.મોટા ભાગની મહિલાઓ એવું વિચારતી હતી કે પુરુષોએ ઘરે બેસીને પોતાનું વજન વધારવું જોઈએ નહીં. સર્વેના જણાવ્યા પ્રમાણે મોટી સંખ્યામાં મહિલાઓ ઓફિસમાં બે પાળીઓમાં કામ કરે છે. તેમજ તે પોતાના કેરિયર પ્રત્યે સચેત હોવા ઉપરાંત ઘરકામ પણ કરે છે. જ્યારે પુરુષો ફક્ત ઘર બહારના કામો જ કરતા હોય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment