16 July 2010

ગુજરાત અપનાવશે ‘મોંઘવારી ’નાથવાનો કિમીયો?

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ગુજરાત અપનાવશે ‘મોંઘવારી ’નાથવાનો કિમીયો?

દિલ્હી સરકારે પેટ્રોલ પંપ માલિકોના દબાણમાં ઝૂકતા ડિઝલ પર વેટમાં ઘટાડો કરવાનો નિર્ણય કરી દીધો છે. ડિઝલ પર લાગેલા 20 ટકા વેટને સરકારે ફરીથી 12.5ટકા કરી દીધો છે. હવે દિલ્હીમાં ડિઝલની કિંમત પ્રતિ લિટર રૂ.2.70 ઘટી જશે. ડિઝલના નવા રેટ 20મી જૂલાઇથી લાગુ થશે.ગયા બજેટમાં દિલ્હી સરકારે ડિઝલ પર વેટ વધારી દીધો હતો. તેમનું કહેવું હતું કે ડિઝલનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ માટે નહિં પણ કાર ચલાવવા માટે થઇ રહ્યો છે. દિલ્હીમાં ડિઝલ કારોની સંખ્યા સતત વધી રહી છે. તેના ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે ડિઝલની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો હતો. જેથી કરીને ડિઝલ કાર ખરીદવાની સાથે હતોત્સાહિત કરી શકાય. પરંતુ પેટ્રોલ પંપ માલિકોની લોબીએ સરકાર પર જબરદસ્ત દબાણ કર્યું કે ડિઝલ પરના વેટમાં ઘટાડો કરે.દિલ્હીમાં વેટ વધવાથી હરિયાણા અને યુપીની સરખામણીમાં ડિઝલ મોંઘું થઇ ગયું હતું, જેના લીધે દિલ્હીમાં વેચાણમાં 50 ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં ડિઝલ પ્રતિ લિટર રૂ.40.10ના ભાવે વેચાય છે જે 20મી જૂલાઇથી રૂ.37.40ના ભાવે વેચાશે. પરંતુ આ ઘટાડો છતાં દિલ્હીમાં હરિયાણાની સરખામણીમાં ડિઝલ 1રૂપિયા મોંઘું છે.હાલ ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશો પર વેટનો દર સૌથી વધુ છે. જેના કારણે બહારથી આવતા ટ્રકધારકો ગુજરાતમાં ડિઝલ પૂરાવાનું ટાળે છે. એટલે સુધીકે, ગુજરાતનો ટ્રક જો બહારના રાજ્યમાંથી આવતો હોય તો તે મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં ડિઝલ પૂરાવીને આવવાનું પસંદ કરે છે.
ગુજરાતમાં વિપક્ષ પણ અનેક વખત માગ કરી ચૂક્યું છેકે, ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સહિતના પેટ્રોલિયમ પેદાશો પરનો વેટનો દર બહુ ઊંચો છે. જો, તેને ઘટાડવામાં આવે તો મોંઘવારીથી પીડાતી જનતાને રાહત મળી શકે તેમ છે.


અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ ‘રન-વે દર્શન’

અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ -૨નું ડિઝાઈન ખૂબ જ અધ્યતન સ્ટાઇલનું હોવાથી મુસાફરો ઉપરાંત તેમને લેવા કે મુકવા આવતાં લોકોને ઘણી રાહત થશે. આ નવું ટર્મિનલ સંપૂર્ણપણે કાચથી બનેલું હોવાથી અંદર પ્રવેશનારી દરેક વ્યક્તિ રન-વેના સીધા ‘દર્શન’ કરી શકશે.હાલ ચાલતા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં રન-વેથી વિમાનોની અવરજવર જોવા માટે વ્યુઅર્સ ગેલેરીમાં જવું પડે છે અને તેના માટે રૂ. ૬૦ની ટિકિટ લેવી પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટર્મિનલ-૨માં પ્રવેશ ફી તો રાખવામાં આવશે. પરંતુ તે કેટલી હશે તે હજુ નક્કી થયું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે રન-વેથી અવરજવર કરતા વિમાનો જોવાનો લ્હાવો ટર્મિનલમાં પ્રવેશતી દરેક વ્યક્તિ સરળતાથી લઇ શકશે.


દિલ્હી :શાહી વિમાનની શાહી સવલતોની એક ઝલક

દિલ્હીના ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે દુનિયાનું સૌથી મોટું વિમાન A380એ તાજેતરમાં જ નવા આકાર પામેલા ટર્મિનલ 3 પર લેન્ડિંગ થયું હતું. દુબઇની એરલાઇન્સ કંપની એમિરેટ્સનું આ વૈભવી વિમાન ગઇકાલે આપણા આંગણે આવ્યું ત્યારે આ શાહી વિમાનની આ શાહી સવલતોની એક ઝલક અહિં પ્રસ્તુત છે.


મેકડોનાલ્ડમાં એક બર્ગર કે ચિપ ખવડાવો યુવતી પટાવો!

કોલેજીયન યુવકો બહુ સારી રીતે જાણતા હશે કે કોઈ યુવતીને પટાવવા માટે કેટલા પાપડ પેલવા પડે છે. પરંતુ સ્કોટલેન્ડના પર્થમાં ચપટી વગાડતા જ યુવતી પટી જાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે.અહીંની દસમાંથી એક યુવતીએ સ્વીકાર કર્યો હતો કે મેકડોનાલ્ડમાં એક બર્ગર કે ચિપ માટે કોઈ પણ યુવક સાથે ડેટિંગ પર જવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે બીજા નંબરે રહેલી ગ્લાસગોની યુવતીઓએ જણાવ્યું હતું કે તે એક ફિલ્મ માટે ડેટિંગ પર જવા તૈયાર છે.જ્યારે સ્કોટલેન્ડના દંન્દીની 14 ટકા મહિલાઓએ કહ્યું હતું કે જો તેનો બોયફ્રેન્ડ તેને જમવા માટે બહાર લઈ જાય તો તે તૈયાર થવા પણ રહેતી નથી. ગ્રુપોલા ડોટ કોમ નામની એક વેબાસાઈટે 1655 મહિલાઓ પર કરેલા અભ્યાસ બાદ આ તારણો રજૂ કર્યા હતાં.જ્યારે સ્કોટલેન્ડના એબેરદીન શહેરની 15 ટકા યુવતીઓએ કહ્યું હતું કે જે કોઈ તેના પર 150 પાઉન્ડનો ખર્ચ કરી શકે તેની સાથે તે ડેટિંગ પર જવાનું પસંદ કરશે. જ્યારે 16 ટકા અબેરદીન યુવતીઓએ કહ્યું હતું કે તે એક વખત ડેટ પર ગયા બાદ તે યુવક સાથે સુવાનું પસંદ કરશે.


સિંહના બચ્ચા સાથે નગ્ન પોઝ

હોલિવૂડ અભિનેત્રી જુલિયન મૂરેએ એક જાહેરાત માટે થોડા સમય પહેલા જ સિંહના બચ્ચા સાથે નગ્ન પોઝ આપ્યો છે. ડિસેમ્બરમાં મૂર 50 વર્ષની થશે.મર્ટ એલાસ અને મર્ક્યુસ પીગોટ્ટે જાહેરાતનું શુટ કર્યુ છે. મૂરેએ ગળામાં ફેન્સી નેકલેસ, બુટ્ટી, ઘડિયાળ અને બ્રેસલેટ પહેર્યુ છે.મૂરેએ પોતાના લાંબા વાળને પોતાના ખભા પર રાખ્યા છે. તેણે પોતાના શરીરને સિંહના બચ્ચા દ્વારા ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. આ સિવાય તેણે હાથમાં એક મોંઘી બેગ રાખી છે.મૂરેની હમણાં જ ધ કિડ્સ આર ઓલ રાઈટ નામની ફિલ્મ રીલિઝ થઈ છે. તેમાં તેણે લેસ્બિયન માતાની ભૂમિકા ભજવી છે અને તેને બે બાળકો હોય છે.આ ફિલ્મમાં બાળકો પોતાના પિતાને ઓળખી નાંખે છે અને બાળકો કઈ રીતે પિતાને ઓળખે છે તે દર્શાવવામાં આવ્યું છે.

અમેરિકા : મહિલાએ પુત્રીના બાળમિત્રો સાથે શરીર ભૂખ સંતોષી

અમેરિકાની એક મહિલા પર બે બાળકોની જાતીય સતામણી કરવાના આરોપ લગાવવામાં આવ્યો છે. બંનેની ઉંમર 14 અને 15 વર્ષ છે. બંને બાળકો મહિલાની પુત્રીના મિત્રો છે.શિકાગોની 40 વર્ષીય કેથલીન મિલર પર તેની 14 વર્ષની પુત્રીના બે બાળ
મિત્રોને દારૂ પીવડાની તેની સાથે સેક્સ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્રણ બાળકોની માતા એવી કેથલીન જ્યારે એક બાળક સાથે સેક્સ કરી રહી હતી ત્યારે અચાનક તેની પુત્રી રૂમમાં આવી પહોંચી હતી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે બાળકે ફેસબુક પર આવા કૃત્ય બદલ બાળકીની માફી માગી લીધી છે. પરંતુ બાળકના પિતાએ ફેસબુક પર આવો આવો સંદેશો જોઈ લેતા તેણે કેથલીન સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.સ્થાનિક સ્ટેટ એટર્ની જનરલ ઓફિસના જણાવ્યા પ્રમાણે મહિલાએ ફેબ્રુઆરીથી જૂન વચ્ચે પોતાના ઘરે બંને બાળકોનું શારીરિક શોષણ કર્યું હતું. જ્યારે કેથલીનના વકીલે એવી દલીલ કરી હતી કે મહિલાએ બાળકો સાથે કોઈ ખોટું કામ કર્યું નથી. તેમજ બંને બાળકો ડ્રગ્સ અને આલ્કોહોલ લઈને મહિલાના ઘરે આવ્યા હતાં. કેથલીનના વકીલે વધુમાં જણાવ્યું હતું કે આવા આરોપ બાદ મહિલાને પરિક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં પોલીસે મહિલા જેલમાં છે, તેમજ તેના ત્રણેય બાળકોની સાર-સંભાળ તેની બહેન રાખી રહી છે.

શાહરૂખ ‘કૂતરો’ અને અસીન ‘ગાય’...!

આમિર ખાન ઘણી વખત બ્લોગ પર પોતાના કૂતરા શાહરૂખની વાત કરતો હોય છે. હવે, દક્ષિણ ભારતના ફિલ્મ દિગ્દર્શકે પોતાની ફિલ્મમાં પ્રાણીઓના નામ બોલિવૂડ અભિનેતા-અભિનેત્રીઓના નામ રાખ્યા છે.દિગ્દર્શક પંડીરાજે પોતાની આગામી ફિલ્મ વંસામમાં ગાયનું નામ અસીન રાખ્યું છે. તેમણે કહ્યું હતું કે, તેમનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી. ગાયનું નામ અસીન માત્ર મજાક ખાતર રાખ્યું છે.ઉલ્લેખનીય છે કે, તમિલ સિનેમામાં અસીનનું નામ ઘણું જ મોટું છે. આમિરે પોતાના કૂતરાનું નામ શાહરૂખ રાખ્યું હતું.



જાતિ પરીક્ષણ રોકવા તંત્રનો નવો નુસખો

હવે આ કોલ્હાપુર પેટર્ન આખા રાજ્યમાં લાગુ કરવાની આરોગ્ય પ્રધાનની વિધાન પરિષદમાં જાહેરાત : કોલ્હાપુરમાં દરેક સોનોગ્રાફી મશીનમાં આ ઉપકરણ બેસાડવામાં આવ્યું છે.માતાના ગર્ભમાંથી ‘છોકરી’ શોધી કાઢીને સોનોગ્રાફી સેન્ટરમાં જઈને ગર્ભની જાતિ નક્કી કરવાનો કોઈએ પ્રયાસ કર્યો તો તમારા ઉપર સાઈલન્ટ ઓબ્ઝર્વરની નજર છે એ ધ્યાનમાં રાખજો, એવી ચીમકી રાજ્ય સરકારે વિધાન પરિષદમાં આપી હતી અને સ્ત્રીભ્રૂણ હત્યાના વિરોધમાં તેની ઝુંબેશ વધારે ઉગ્ર કરવાનો સંકેત આપ્યો હતો.રાજ્યમાં સ્ત્રીભ્રૂણની હત્યા રોકવા બાબતે મોહન જોશી, જયપ્રકાશ છાજેડ, સુભાષ ચવ્હાણ અને અન્ય સભ્યોએ પ્રશ્ન પૂછ્યો હતો. તેનો જવાબ આપતાં આરોગ્ય પ્રધાન સુરેશ શેટ્ટીએ કહ્યું હતું કે, ‘કોલ્હાપુરના જિલ્લાધિકારીએ ત્યાંના સોનોગ્રાફી સેન્ટરોમાંનાં દરેક મશીનમાં સાઈલેન્ટ ઓબ્ઝર્વર નામનું ઉપકરણ બેસાડ્યું છે.આ કોલ્હાપુર પેટર્ન હવે રાજ્ય્ભરમાં લાગુ કરાશે. મહિનાની અંદર સોનોગ્રાફી મશીનમાં શાની શાની તપાસ કરાઈ તેની નોંધ આ ઓબ્ઝર્વર કરે છે. તેના પરથી ક્યા દિવસે કોણે ગર્ભનું જાતિ પરીક્ષણ કરાવ્યું છે તે જાણી શકાશે. આ પ્રકારની તપાસ કરાવનારાં પર પગલાં લેવાનું સરળ બનશે.


આરોપીને હાથકડી સાથે રજુ કરતાં કોર્ટે પોલીસને ઝાટકી

નરોડાપાટિયા કેસના આરોપીની અરજીને ધ્યાને લઈ કોર્ટમાં હાથકડી નહીં પહેરાવવા પોલીસને આદેશ,આરોપીને પણ તેનું વર્તન સુધારવા કોર્ટની તાકીદ નરોડા પાટિયા કેસના આરોપીને ગુરુવારે કોર્ટ સમક્ષ હાથકડીમાં રજુ કરાતા,ડેઝિગ્નેટેડ કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી.પોલીસના આ વલણ સામે આરોપીએ કોર્ટમાં હંગામો મચાવીને અરજી કરી હતી. જેને ધ્યાને લઈ કોર્ટે પોલીસને હૂકમ કર્યો હતો કે, આરોપીની હાથકડી દૂર કરવી તેમજ જ્યાં સુધી કોર્ટ આદેશ ન કરે ત્યાં સુધી આરોપીને કોર્ટમાં હાથકડી પહેરાવી લાવવો નહીં. કોર્ટે આરોપીને ટકોર પણ કરી હતી તે પોતાનું વર્તન સુધારે.સામાન્ય રીતે કોર્ટમાં કોઈ પણ આરોપીને હાથકડી પહેરાવીને ન લાવી શકાય નહીં. તેમ છતાં ગુરુવારે નરોડા પાટિયા કેસના આરોપી ક્રિપાલસિંહને પોલીસે હાથકડી પહેરાવીને ડેઝિગ્નેટેડ કોર્ટનાં જજ ડો. જયોત્સનાબહેન યાક્ષિકની સમક્ષ રજુ કર્યો હતો. આરોપીએ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, પોલીસે નિયમની વિરુદ્ધ હાથકડી પહેરાવી તેને કોર્ટમાં રજુ કર્યો છે. સામે પોલીસે દાવો કર્યો હતો કે, આરોપીનું વર્તન યોગ્ય નથી.તેમના અસામાન્ય વર્તનને કારણે અમે તેમને હાથકડી પહેરાવી હતી. બંને પક્ષની વાત સાંભળીને કોર્ટે હુકમ કર્યો હતો કે, કોર્ટ જ્યાં સુધી પરવાનગી ન આપે ત્યાં સુધી આરોપીને હાથકડી પહેરાવવી નહીં અને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવું. તે સાથે પોલીસને અન્ય કેદીને લગતા અન્ય કાયદાઓનું પણ ચુસ્તપણે પાલન કરવા આદેશ કર્યો હતો.


નવીદિલ્હીમાં ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન નહીં 'શ્વાનરાજ' માટેનો રનવે

નવીદિલ્હીમાં ઇન્દિરાગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમિરાતનું એરબસ એ-380 વિમાન ઉતર્યું હતું. જોકે, આ સમયે જ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલ્લી ગઇ હતી.અમિરાત એરબસના ભવ્ય વિમાનના ઉતરાણ પહેલા જ એક શ્ર્વાનરાજ જમીન રનવે ઉપર આવી ચડ્યા હતા. જેમણે લગભગ પાંચ મિનિટ સુધી એરપોર્ટના સંચાલકોને કવાયત કરાવી હતી. ત્યારબાદ એરપોર્ટના વાહનોએ તેમને નસાડી મુક્યો હતો. જોકે, તેનાથી નવીદિલ્હીના નવા એરપોર્ટના રનવેની સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થઇ ગયા છે.ગુરૂવારે બપોરે બે વાગ્યા અને પચાસ મિનિટે આ વિમાન રનવે ઉપર ઉતરવાનું હતું. પરંતુ, વિમાન જમીનને અડકે તે પહેલા છેક છેલ્લી ઘડીએ વિમાનનું લેન્ડિંગ નહીં કરાવવાનો નિર્ણય લીધો હતો. કારણકે, એ સમયે વાતાવરણ લેન્ડિંગ માટે અનુકૂળ ન હતું. આથી પાઇલોટે વિમાનને હવામાં લગભઘ ચાલીસ મિનિટ સુધી ચક્કર લગાવડાવ્યા હતા. જો, શ્ર્વાનરાજ વધુ સમય માટે રનવે પર રહ્યાં હોત તો વિમાનનું સલામત ઉતરાણ પણ ખતરામાં પડી જાત. જોકે, આ પછી વિમાનનું વોટર કેનન સેલ્યુટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.


સૌથી અલગ રૂપિયો : ઐતિહાસિક પરંપરાથી જ જન્મ્યાં છે મુખ્ય કરન્સીઓનાં ચિહ્ન

આપણું ચલણ રૂપિયાનું પ્રતીક ચિહ્ન લાવવા પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા ચલણને મજબૂત રીતે રજુ કરવાની સાથે તેને પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળના ચલણથી અલગ દેખાડવાનું પણ છે. આપણા આ પાડોશીઓને ત્યાં પણ ઉચ્ચારણના નજીવા તફાવતની સાથે ચલણ માટે રૂપિયા શબ્દનો જ ઉપયોગ થાય છે. આપણે ત્યાં રૂપિયો અંગ્રેજોના જમાનાથી ચલણમાં છે. તે વખતે આ ૧૧.૬૬ ગ્રામ વજનનો સિક્કો હતો, જેમાં ૯૧.૭ ટકા ચાંદી હતી. ત્યારે આ ૧૬ આના, ૬૪ પૈસા અને ૧૯૨ પાઇમાં વહેંચવામાં આવતો હતો. ૧૯૫૭માં રૂપિયાને ૧૦૦ પૈસામાં વહેંચવામાં આવ્યો.આ વિશ્વની સૌથી જુની કરન્સી છે, જે આજે પણ ઉપયોગમાં છે. ૧૩મી સદીના ઇંગ્લેન્ડમાં સ્ટર્લિંગ નામનો ચાંદીનો સિક્કો ચાલતો હતો. ૨૪૦ સિક્કા એક પાઉન્ડની બરાબર થતા હતા. જ્યારે રકમ વધુ હોય તો, પાઉન્ડ્સ ઓફ સ્ટર્લિંગ કહેવામાં આવતું હતું. ધીમે ધીમે ચલણનું નામ જ પાઉન્ડ સ્ટર્લિંગ થઇ ગયું. રોમન લોકો પાઉન્ડ માટે લિબ્રી શબ્દનો ઉપયોગ કરતા હતા. પાઉન્ડ સ્ટર્લિંગના ચિહ્નનું એલ આ જ શબ્દથી આવ્યું છે.

એક ભૂલ અને ખેલ...

નોર્વેનો બહાદૂર ઈસ્કિલ ખતરનાક સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. 30 વર્ષીય ઈસ્કિલે તાજેતરમાં નોર્વે ખાતે આવા અમુક ખતરનાક સ્ટન્ટ કર્યા હતાં. જેમાં તેણે એક હજાર મિટર ઉંચાઈ પર આવેલા એક પથ્થર પર ઉંચી ખુરશી પર ઉભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. આ ઉપરાંત તેણે 300 ફૂટની ઉંચાઈ પર પોતાના શરીરને બેલેન્લ કરીને ખતરનાક સ્ટન્ટ કર્યા હતાં. ઈસ્કિલ દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટમાં ખાસ વાત એ હતી કે તે સ્ટન્ટ કરતી વખતે જો જરાપણ ભૂલ કરી બેસે તો તેનાથી તેનો જીવનું જોખમ રહેલું હતું. પોતાના શરીરને આવા સ્ટન્ટ કરવા માટે ફીટ રાખવા માટે ઈસ્કિલ દરરોજ યોગા કરે છે.


કૃષ્ણાને કુરૈશીનો ટોણો, તૈયારી વગર પાકિસ્તાન આવી ગયા

ગુટલીબાજ પાકિસ્તાને ફરી એક વખત પોતાના નાપાક ઈરાદાઓ જાહેર કર્યા છે. ભારતના વિદેશ મંત્રી કૃષ્ણા પાકિસ્તાનના પ્રવાસ છે એવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરૈશીએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બંને દેશ વચ્ચે વાર્તાલાપ માટે ભારત ગંભીર નથી. ભારતના વલણને અયોગ્ય ગણાવતા તેમણે જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન કાશ્મીર મુદ્દાને અવગણી શકાય નહી. એક વખત ફરી કાશ્મીરનો રાગ તાણતા તેમણે કહ્યું હતું કે, સીરક્રીક પર વાતચીત થઈ શકે છે તો સિયાચિન પર કેમ નહીં.કુરૈશીએ ભારત-પાક શાંતિ મંત્રણાની નિષ્ફળતા અંગે ભારતને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે, ભારત શાંતિ મંત્રણા માટે સંપૂર્ણ રીતે તૈયાર ન હતું. કુરૈશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા વાર્તાલાપ માટે તૈયાર છે, આથી ભારતે તેની અવગણના કરવી જોઈએ નહી.કુરૈશીએ જણાવ્યું હતું કે ભારત જેને અગ્રિમતા આપી રહ્યું છે એવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે અને પાકિસ્તાનના દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની અવગણના કરવામાં આવશે તો મને નથી લાગતું કે બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણા શક્ય છે.કુરૈશીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ભારતના પ્રશ્નોને સમજીએ છીએ તેમજ તેના ઉપર કામ કરવા માગીએ છીએ. પરંતુ બીજી તરફ ભારતે પણ પાકિસ્તાનની સમષ્યાઓ અને મુખ્ય પ્રશ્નોને સમજવા જોઈએ.


જન્માષ્ટમીએ દ્વારકાથી રામદેવજીની ‘ભારત નિર્માણ યાત્રા’

‘યોગ ગુરુ’ તરીકે જાણીતા થયેલા સ્વામી રામદેવજી પોતાની ‘ભારત નિર્માણ યાત્રા’નો પ્રારંભ ગુજરાતથી દ્વારકાધીશના આશીર્વાદ લઇ જન્માષ્ટમી, તા.૨ સપ્ટેમ્બરથી કરવાના છે. યાત્રાના પ્રથમ દિવસે જ દ્વારકા ખાતે ‘વિરાટ સંત સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓ, સાધુ-સંતો ઉપસ્થિત રહેશે. આ યાત્રા પ્રથમ તબક્કામાં દેશભરના ૩૦૦ જિલ્લાઓમાં ફરશે. આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને માહિતી આપતા કેન્દ્રીય પ્રભારી ડો.જયદીપ આર્યએ જણાવ્યું કે આ ‘ભારત નિર્માણ યાત્રા’નો મુખ્ય હેતુ ભ્રષ્ટાચાર સામે જન આંદોલન ઉભું કરવાનો, ભાષા-પ્રાંત-જાતિ વાદ દૂર થાય તેનો અને રાષ્ટ્રપ્રેમી, સાિત્વક લોકોના સંગઠનનો છે. જેનો પ્રારંભ સ્વામી રામદેવજી દ્વારકાથી જન્માષ્ટમીના દિવસે કરશે. આ યાત્રા માટે વિશિષ્ટ રથ બનાવવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે ૩૦ દિવસમાં ૩૦ જિલ્લાઓ એમ, ૩૦૦ દિવસમાં ૩૦૦ જિલ્લાઓ સુધી યાત્રાનાં પ્રથમ તબક્કામાં આ યાત્રા જશે. યાત્રામાં દરરોજ યોગ શિબિર, ખેડૂત સંમેલન અને આદર્શ ગામમાં જઇ કૃષિ, વ્યસનમુિકત સહિત વિવિધ વિષયો પર ગ્રામજનો સાથે ચર્ચા થશે. સ્વામી રામદેવજી ભારતને જગદ્ગુરુ અને સુપર પાવર બનાવવા માગે છે. તે માટે સાિત્વક લોકો સંગઠીત બને તે માટે આ યાત્રાનો પ્રયાસ રહેશે. દરેક જિલ્લામાંથી ૧ લાખ સભ્યો બને તે માટેનું આંદોલન ચાલી રહ્યું છે.તેમણે કહ્યું કે આ યાત્રા રાજકીય મહત્વાકાંક્ષાઓ માટે નહીં પણ રાજનીતિની સફાઇ માટેની છે. ભ્રષ્ટાચાર મુકત ભારતના નિર્માણ માટે આ યાત્રા નીકળશે. જેવી રીતે આધ્ય શંકરાચાર્યજીએ ભારતને જોડવા માટે યાત્રા કરી હતી. તે જ રીતે આ યાત્રા જાતિવાદ-પ્રાંતવાદ-ભાષાવાદથી મુકત થઇ એક સંગઠીત ભારત માટેની પણ છે.દ્વારકાથી તા.૨ સપ્ટેમ્બરથી પ્રારંભ થનારી આ યાત્રા જામનગર, પોરબંદર, સોમનાથ મહાદેવ, જુનાગઢ, ઉપલેટા, રાજકોટ, મહુવા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, પાટણ-પાલનપુર થઇ તા.૧૫મી સપ્ટેમ્બરે આ યાત્રા રાજસ્થાન પ્રવેશ કરશે. અમદાવાદમાં આ યાત્રા તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ આવશે.



સગીર પર ભારે પડ્યો 'નસબંદી' નો ટાર્ગેટ

હાલ મધ્યપ્રદેશમાં વસ્તી નિયંત્રણ સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. જેના અનુસંધાને દરેક જીલ્લાની હોસ્પિટલોમાં પરિવાર નિયોજન સંબંધી અભિયાન ચાલી રહ્યાં છે. જેમાં દરકે હોસ્પિટલના કર્મચારીને પુરૂષ નસબંદી કરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જોકે, તેના કારણે એક કિશોર મુસીબતમાં મુકાઇ ગયો છે.સુખચેન નામનો સત્તર વર્ષનો કિશોર રિક્શા ચલાવીને આજીવિકા રળતો હતો. એક દિવસ તે માંડલાની હોસ્પિટલમાં કેટલાક મુસાફરોને મુકવા માટે પહોંચ્યો હતો, ત્યારે હોસ્પિટલના કર્મચારીઓ તેને જબરદસ્તીથી અંદર લઇ ગયા હતા. સુખચેનને 1,100 રૂપિયા આપવાની લાલચ આપીને તેની નસબંદી કરી નાખી હતી.સુખચેનની માતા અને તેના પરિવારજનોએ હોસ્પિટલના કર્મચારીઓ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એ. કે. સક્સેના, કલેક્ટર કે. કે. ખરે સહિતના અધિકારીઓએ આ ઘટનામાં તપાસનું આશ્વાસન આપ્યું છે તથા દોષિતો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.


વટવામાં કેમિકલ ચોરીના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

વટવામાં કેમિકલ ફેકટરી ભાડે રાખી કેમીકલ ભરેલા ટેન્કરોની હેરાફેરી કરતા ડ્રાયવર-કલીનર સાથે સાંઠ ગાંઠ કરીને ચાલતા કેમિકલ ચોરીના રાજ્ય વ્યાપી કૌભાંડનો ડીજી વજિીલન્સ સ્કવોડે પર્દાફાશ કર્યો છે. હાલમાં પોલીસે ગોડાઉનના બે કર્મચારી તેમજ ટેન્કર ડ્રાયવરની ધરપકડ કરી કેમિકલ ભેરલુ ટેન્કર,ખાલી-કેમિકલ ભરેલા બેરલ સહિત રૂ.૧૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દેવાંગ તેમજ તેની પાસેથી કેમિકલ ખરીદતા નટુભાઇ પટેલ નામના વેપારીની શોધખોળ શરુ કરી છે.પ્રાપ્તમાહિતી અનુસાર,રીફાઈનરીઓમાંથી જુદા જુદા કેમિકલો ભરીને નીકળતા ટેન્કર ચાલકો તેમજ કલીનરો સાથે સાંઠ ગાંઠ કરીને કેમિકલ ચોરીના ચાલતા રાજ્યવ્યાપી કૌભાંડ વિશે મળેલી બાતમીના આધારે ડીજી વજિીલન્સ સ્કવોર્ડના પીઆઈ કે.એમ.કાપડિયાએ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મોહનભાઇ તેમજ કોન્સ્ટેબલ બેન્ઝામીન સહિતના સ્ટાફ સાથે વટવામાં વોચ ગોઠવી હતી. દરમિયાનમાં વહેલી સવારે ત્યાં આવી પહોંચેલા ટેન્કરનો પોલીસે પીછો કરતા આ ટેન્કર વટવા ગુજકો માશલોના ગ્રાઉન્ડ ની પાછળ આવેલ હેતલ કેમિકલમાં પહોંચ્યુ હતુ.જયાં ટેન્કરમાં પાઇપ નાખીને ૨૦૦ લીટરના બે બેરલ ભરીને કેમિકલ કાઢવામાં આવી રહ્યુ હતુ. જેથી પોલીસે કેમિકલની ચોરી કરતા રાજેન્દ્ર સહીરામ વણઝારા અને દેવા જગરામ વણઝારા તેમજ ટેન્કર ચાલક જસવીન્દરસિંગ અજીતસિંગ સંધી(જાટ)ને ઝડપી લીધા હતા.જ્યારે પોલીસે તપાસ કરતા તેમણે ટેન્કરમાંથી બે બેરલભરીને ફોર્મલ ડી હાઈડ નામનું કેમિકલ તેમજ આ જ કેમિકલ ભેરલા ટેન્કર સહિત કુલ રૂ.૧૧.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે હેતલ કેમિકલ ફેકટરીના મૂળ માલિક ભરતભાઇપટેલ પાસેથી સેટેલાઈટ ખાતે રહેતા દેવાંગ ઉર્ફે ગૌરાંગ શાહે છ માસ અગાઉ આ ગોડાઉન ભાડેથી રાખ્યુ હતુ. દેવાંગ જુદી જુદી રીફાઈનરીઓમાંથી કેમિકલો ભરીને નીકળતા ટેન્કરના ચાલકો-કલીનરો સાથે સાંઠ ગાંઠ કરીને ટેન્કર પોતાના ગોડાઉન સુધી લાવતો હતો.જયાં તેણે નોકરી રાખેલા રાજેન્દ્ર અને દેવા નામના માણસો ટેન્કરોમાંથી પાઈપ દ્વારા કેમિકલ કાઢી લેતા હતા.આટલું જ નહીં દેવાંગ આ બંને માણસોને ડ્રાયવર-કલીનરે ચુકવવા માટે એડવાન્સ પૈસા પણ આપી રાખતો હતો. જ્યારે ફોર્મલ ડી હાઈડ કેમિકલાના બે બેરલના ટેન્કર ડ્રાયવરને રૂ.૧૪૦૦ ચુકવવામાં આવ્યા હતા.વધુમાં તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતુ કે દેવાંગ છેલ્લા છ માસથી આ કૌભાંડ આચરતો હતો અને ચોરી કરેલુ કેમિકલ ઘોડાસરના નટુભાઇ પટેલ નામના વેપારીને વેચી દેતો હતો. આ માહિતીના આધારે પોલીસે દેવાંગ અને નટુની શોધખોળ શરુ કરી છે.


કોમનવેલ્થ દરમિયાન જ ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે ક્રિકેટ મેચ રમાશે

ભારતીય ઓલમ્પિક સંઘ(આઈઓએ) દ્વારા કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે ટેસ્ટ શ્રેણી યોજે નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ બીસીસીઆઇએ ઓઈઓએની આ રજૂઆતને નકારી દીધી છે. જો કે, બીસીસીઆઇ દ્વારા કેટલા ફેરફાર કરવામાં આવ્યા છે.તેમ છતાં મેચો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન યોજાશે. આઈઓએ એ આ માટે ખેલ મંત્રાલયને હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. જો કે, બોર્ડનું કહેવું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમના પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવા અંગે કોઈએ પણ દબાણ કર્યું નથી.નવા કાર્યક્રમ અંતર્ગત બે ટેસ્ટ મેચ એક દિવસ પહેલા શરુ થશે. પ્રથમ ટેસ્ટ મોહાલીમાં 1 ઓક્ટોબરે અને બીજી ટેસ્ટ બેંગ્લોરમાં 9 ઓક્ટોબરથી શરુ થશે. વનડે શ્રેણીના કાર્યક્રમમાં પણ થોડાક ફેરફાર કરવામાં આવ્યો છે.પ્રથમ વનડે 17 ઓક્ટોબરે કોચિ, બીજી 20 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે, જ્યારે ત્રીજી વનડે 24મીએ ગોવા ખાતે યોજાશે. બીસીસીઆઇએ ન્યુઝીલેન્ડના 4 નવેમ્બરથી શરુ થતાં ભારત પ્રવાસના કાર્યક્રમની પણ ઘોષણા કરી હતી.

વેરાવળનાં પાટણસોમનાથમાં નિંદ્રાધીન તરૂણીનું સર્પદંશથી મોત

વેરાવળનાં પાટણસોમનાથ ગામની સીમનાં જંગલમાં રહેતી કિરણ બાબુભાઇ ગોસ્વામી નાંમની બાવાજી તરૂણી શુક્રવારે મોડી રાત્રે તેનાં ઘરે સુતી હતી. ત્યારે નિંદ્રાધીન તરૂણીને સપેg દંશ દેતા બુમાબુમ કરી મુકી હતી. જેથી પરિવારજનો જાગી જતા તરૂણીએ સાપે દંશ માર્યાની વાત કરતા પરિવારજનો તુરંત સારવાર માટે વેરાવળ હોસ્પિટલ લઇ ગયા હતા.તરૂણીની તબિયત બગડતા વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખસેડાઇ હતી.પરંતુ તરૂણીની સારવાર કારગત ન નિવડતા તેણીએ ટુંકી સારવારમાં જ દમ તોડયો હતો. બનાવથી બાવાજી પરિવારમાં શોકનું મોજું ફરિ વયું છે. હોસ્પિટલ ચોકીનાં સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી છે.

No comments:

Post a Comment