15 July 2010

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


પાણી પ્રશ્ને આજે રાજકોટ કોંગ્રેસ ગાંધીનગરમાં

શહેરમાં ભર ચોમાસે ઝીંકાયેલા પાણીકાપના વિરોધમાં કોંગ્રેસે આપેલા એલાન-એ-જંગના ભાગરૂપે આવતીકાલે કોંગી આગેવાનો ગાંધીનગર મોરચો માંડવા જઇ રહ્યા છે. એ પૂર્વે કલેક્ટરને આવેદન આપી મુખ્યપ્રધાનનો સમય માગ્યો હતો પરંતુ તેનો કોઇ પ્રત્યુત્તર ન મળતા આવતીકાલે સીધા જ ગાંધીનગર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.ભરચોમાસે પાણીકાપ એ માત્રને માત્ર શાસક ભાજપના પદાધિકારીઓની જ અણઆવડતનું પાપ છે અને રાજ્યમાં તેની જ ભાજપ સરકાર હોવા છતાં પૂરતું નર્મદા લઇ આવી શકતા નથી તેવા રોષ સાથે બે દિવસ પૂર્વે કોંગ્રેસે મ્યુનિ. કમિશનર ઉપરાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને મળવા માટે તેનો સમય મેળવી દેવાની ભલામણ કરી હતી.જો કે એ પછી પણ મુખ્યમંત્રીને ક્યારે મળવું તેનો સમય નિશ્વિત ન કરાતાં આવતીકાલે જ સીધા ગાંધીનગર જવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે. ગાંધીનગર જનાર કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મનપાના વપિક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજા, ડૉ. શાંતાબેન ચાવડા, કાશ્મીરાબેન નથવાણી, જીતુભાઇ ભટ્ટ, મહેશ રાજપૂત, પિયુષ મહેતા, પ્રદીપ ત્રિવેદી, ડૉ. હેમાંગ વસાવડા, પૂર્વ મેયર અશોક ડાંગર, નાથાભાઇ કિયાડા વગેરેનો સમાવેશ થાય છે.ગાંધીનગર ગયા પછી પણ જો મુખ્યમંત્રી મળવાનો સમય નહીં આપે તો ધરણાં અને દેખાવો કરવાની પણ તૈયારી કોંગી આગેવાનોએ કરી હોવાનું જાણવા મળે છે


સ્કૂલ ખૂલતા જ શરૂ થઇ ગયા છે મમ્મીઓના ક્લાસ

રજાઓ દરમિયાન ખેલકૂદ, ફરવા જવું અને મોજ-મસ્તી બાદ બાળકોનું વેકેશન ખુલ્લી ગયું છે. અને ક્લાસ શરૂ થઇ ગયા છે. ત્યારે મમ્મીઓએ ટીચરની જગ્યા લઇ લીધી છે. બાળકો હજુ વેકેશન મૂડમાંથી બહાર નથી આવ્યાં કેટલાક બાળકોના અક્ષરો ફરી બગડ્યા છે. ભણવામાં મન નથી પોરવાતું એટલે મમ્મીઓ તેની ગાડી ફરી પાટા ઉપર ચડાવવાના ક્લાસ શરૂ કરી દીધા છે.
હેરમાં રહેતા પ્રવીણાબેન મારુએ જણાવ્યું મારો બાબો ધો.૪માં અભ્યાસ કરે છે. તેના અક્ષરો બહુ ખરાબ હતા પરંતુ પરીક્ષા દરમિયાન સતત પ્રેકિટસ કરાવી તેના અક્ષર સુધાર્યા હતા. પરંતુ દોઢ મહિનાનો વેકશન ગેપ પડી જતાં ફરી તેના અક્ષરો બગડી ગયા છે. ત્યારે જો હું તેની તૈયારી શરૂઆતથી જ કરું છું તે સુધરશે એટલે સ્કૂલ ખૂલતા જ તેના ટાઇમિંગ સેટ કરી નાખ્યા છે.
સાથોસાથ મારું ટાઇમટેબલ પણ ફેરવી નાખ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે અમારા ક્લાસ હવે શરૂ થઇ ગયા છે. રાઇટિંગ, રિડીંગ અને ગણિતના વિષય ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે છે. એટલે જ બાળકોની મમ્મીઓ બાળકોને આ વર્ષના અંતમાં અત્યારથી જ અપડેટ કરી તેની નાનામાં નાની ભૂલો સુધારી રહી છે.


એક ચમત્કારે વ્યક્તિની જિંદગી બચાવી...

ડેડ રિચાર્ડ રુડ એક અકસ્માતનો ભોગ બન્યા બાદ તેમના પરિવારજનોએ તેના જીવવાની આશા છોડી દીધી હતી. અકસ્માત બાદ રુડ કોમામાં સરી પડ્યો હતો. ડોક્ટરોએ પણ તેના જીવવાની આશા છોડી દીધી હતી. ડોક્ટરો જ્યારે બધી આશા છોડીને તેની લાઈફસપોર્ટ સિસ્ટમ બંધ કરી રહ્યા હતાં ત્યારે એક ચમત્કાર થયો હતો. ડોક્ટર સ્વીચ ઓફ કરવાની તૈયારીમાં જ હતાં ત્યારે રુડે ડોક્ટર સામે આંખ પટપટાવી હતી. પોતાની આંખ વડે રુડ ડોક્ટરોને એવો સંદેશ આપી રહ્યો હતો કે તે હજી પણ જીવી શકું છે. એક અકસ્માત બાદ રૂડને કેમ્બ્રિઝની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ અઠવાડિયા સુધી કોમામાં રહ્યા બાદ રુડે અચાનક પોતે નવુ જીવન જીવવા તૈયાર હોવાનો સંકેત આપ્યો હતો. રુડના પિતાએ જણાવ્યું હતું કે, લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરતી વખતે ડોક્ટરે તેને પોતાની આંખો આમ તેમ ફેરવવાનું કહ્યું હતું. મારા પુત્રએ આવું કરતા માલુમ પડ્યું હતું કે તેનું બ્રઈન ડેડ થયું નથી. હવે તે પોતાનું માથું થોડું આંમ તેમ ફરવી શકે છે, તેમજ ક્યારેય સ્માઈલ પણ આપે છે.


ઉત્તર પ્રદેશમાં એક મંદિરમાં ભગવાનને ચડાવાય છે કાળા પથ્થરો!

સામાન્ય રીતે લોકો દેવી દેવતાઓના મંદિરમાં ફૂલ હાર અને અગરબતી સાથે પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક મંદિરમાં કંઈક અલગ રીતે પૂજા કરવામાં આવે છે. અહીં લોકો દેવી પર કાળા પથ્થરો ચડાવી પૂજા-અર્ચના કરે છે.
ઈટાવા જિલ્લાથી આશરે 40 કિલોમિટર દૂર નગભાભીટન ગામ સ્થિત આવેલા ભુજંગા દેવી મંદિરમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પુરી કરવા માટે દેવી ભુજંગાને કાળા પથ્થરો ચઢાવે છે.મંદિરના પુજારી જગરામ દાસે જણાવ્યું હતું કે, જે લોકો સાચા દિલથી મંદિરના દ્વારા મસ્તક જુકાવી, પાણી અર્પણ કરીને દેવીના કાળા પથ્થરો ધરે છે તેની ઈચ્છા જરૂર પુરી થાય છે. 65 વર્ષીય પુજારીના જણાવ્યા પ્રમાણે મંદિરમાં આ પરંપરા કેટલા વર્ષોથી ચાલે છે તેના વિશે કહેવું મુશ્કેલ છે. પરંતુ અહીં આસપાસ રહેલા લોકો કહે છે કે છેલ્લા 200 વર્ષથી મંદિરમાં આવો રિવાજ ચાલી રહ્યો છે.આ રિવાજ પાછળ પણ એક અનોખી વાર્તા છે. અહીંના સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે કાળા પથ્થરો ચઢાવવાની પરંપરા મંદિરના નિર્માણ સાથે જોડાયેલી છે.


ખરેખર અભિ-એશની જોડી ‘ઠંડી’ છે!

ફિલ્મ રાવણ રીલિઝ થઈ નહોતી ત્યારે અનેક ફિલ્મમેકર એશ અને અભિને પોતાની ફિલ્મોમાં લેવા આતુર હતા. આવા જ એક ફિલ્મ મેકર રાજીવ મેનન પણ અભિ-એશની જોડી લેવા માંગતા હતા.રાજીવ મેનને કંડુકોન્ડેઈન કંડુકોન્ડેઈન નામની ફિલ્મ એશ સાથે બનાવી છે. આ સિવાય કાજોલને પોતાની ફિલ્મ સપનેમાં લીધી હતી. રાજીવ મેનન ફિલ્મ અભિમાન જેવી ફિલ્મ બનાવવા માંગતા હતા. તેઓ અભિ અને એશને લેવા માંગતા હતા. ઉલ્લેખનીય છે કે, અભિમાનમાં અમિતાભ અને જયા બચ્ચને કામ કર્યુ હતું.જો કે ફિલ્મ રાવણના જે હાલ થયા તે પછી રાજીવે પોતાનો વિચાર બદલી નાંખ્યો નથી. રાજીવના મતે અભિ-એશની જોડી દર્શકો સ્વીકારી શકશે નહિ.ઐશ્વર્યા અન્ય હિરો સાથે રોમાન્સ કરી રહી છે, તો અભિષેક પણ હવે કરિના કે કેટરિના સાથે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.હવે, રાજીવ અભિષેક અથવા ઐશ્વર્યા બેમાંથી એકને પડતા મૂકીને પોતાની ફિલ્મ બનાવશે.

No comments:

Post a Comment