12 July 2010

નિષ્ફળતાઓનો સરવાળો એટલે સફળતા

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour



નિષ્ફળતાઓનો સરવાળો એટલે સફળતા

ચર્ચિલે સફળતાની સરસ વ્યાખ્યા આપી છે: નિષ્ફળતાઓનો સરવાળો એટલે સફળતા. બાળક જો પહેલીવાર પડતાંની સાથે ચાલવાનું છોડી દે તો ક્યારેય ચાલી ન શકે. કોઇ એવી સફળ વ્યક્તિ નથી જેણે જીવનમાં ક્યારેય નિષ્ફળતાનો સામનો ન કર્યો હોય. નિષ્ફળતાને જે પચાવી શકે છે તે આગળ વધે છે અને વધતા રહે છે. જાપાનની મેનેજમેન્ટ પદ્ધતિમાં ‘કાઇઝેન’ સિદ્ધાંતનો અર્થ છે- સુધારો કરતા રહેવું. આગળ વધવા માગતી દરેક વ્યક્તિને આ સિદ્ધાંત લાગુ પડે છે. જે શિખર પર બેઠા છે તેમણે પણ ત્યાં ટકી રહેવા માટે સતત સુધારો કરતા રહેવું પડે છે.મને નિષ્ફળતાનો પ્રથમ અહેસાસ મેટ્રિકની પરીક્ષામાં થયો હતો. કલકત્તાની સ્કૂલમાં હું ગણિત અને ઈતિહાસમાં ફેલ થયો હતો. તે વર્ષનું પેપર અઘરું જરૂર હતું પણ ફેલ થઇશ તેવો કોઇ જ અંદાજ નહોતો. તે દિવસે દરેકની આંખોમાં મને મારી નિષ્ફળતા દેખાઇ હતી. કોઇ પરીક્ષામાં ફેલ થનારો હું પરિવારમાં પહેલો હતો. હું પરીક્ષામાં ભલે ફેલ થયો હતો પણ મારું ઇતર વાંચન વિપુલ માત્રામાં હતું. હું માનું છું કે પરીક્ષામાં ફેલ થનાર દરેક વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું હોય તે જરૂરી નથી.પાઠ્ય પુસ્તકોના વિષયમાં રસ ન હોય કે પૂરતું ધ્યાન ન અપાયું હોય તો પણ ફેલ થઇ જવાય છે. પરીક્ષામાં ફેલ થનારે હતાશ થયા વિના આત્મચિંતન કરવાની જરૂર છે. જો આગળ વધવાનો દ્રઢ સંકલ્પ હશે તો નિષ્ફળતા રુકાવટ નહીં બની શકે. બીજા વર્ષે મેટ્રિકમાં પાસ થયો અને આર્ટ્સ લેવાની ઇચ્છા હોવા છતાં બધાના આગ્રહથી કોમર્સ લીધું કારણ કે એમાં નોકરીની તકો વધારે હતી.બી.કોમ.માં માંડ માંડ પાસ થયો. કોલેજમાં એક દિવસ એક મિત્ર પાસે મેં આઇએએસના જનરલ નોલેજનું પ્રશ્નપત્ર જોયું, જેમાંના ઘણાખરા પ્રશ્નોના જવાબ મને આવડતા હતા. મેં નક્કી કરી લીધું કે આઇએએસની પરીક્ષા આપવી છે. પરિચિતોને આ એક તરંગી વિચાર લાગ્યો હતો પણ મેં ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ મીટ માંડી હતી.કોમર્સની ડિગ્રી હોવા છતાંય આઇએએસની પરીક્ષા માટે મેં આર્ટ્સના વિષયો પસંદ કર્યા હતા, જેમાં બે ઈતિહાસના હતા. આઠ મહિના કમર કસીને મહેનત કરી. સવારથી સાંજ સુધી લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચી નોટ્સ ઉતારી. આ સંશોધન વૃત્તિના આધારે છેલ્લાં પચીસ વર્ષથી ઈતિહાસલક્ષી સાપ્તાહિક કોલમ ‘નવી નજરે’ લખી રહ્યો છું. આઇએએસની લેખિત પરીક્ષામાં પાસ થયો. ઇન્ટરવ્યૂમાં એટલા માટે સફળ ન થયો કારણ કે મેં માત્ર ફોરેન સર્વિસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.માર્ગદર્શનનો અભાવ અને મારી ભૂલ નિષ્ફળતાનું કારણ બની. ફરી સલાહ સૂચનો મળવા લાગ્યાં કે આઇએએસનો મોહ છોડી કોઇ સામાન્ય નોકરી લઇ લે. ઉંમર પ્રમાણે આ પરીક્ષા માટે હવે છેલ્લી તક બાકી હતી. એ ગુમાવ્યાનો વસવસો ન રહી જાય માટે મેં ફરી પરીક્ષા આપી. ફરી લેખિતમાં પાસ થયો. આ વખતે જૂની ભૂલ ન દોહરાવી કોઇ પણ સર્વિસ લેવાની તૈયારી બતાવી.

૮૦ વર્ષની મહિલા ૧૬૪ કિમીની ઝડપે કાર ચલાવતા પકડાઈ

૮૦ વર્ષની મહિલા કલાકના ૧૬૪ કિમીની ઝડપે કાર ચલાવતા પકડાઈ છે. આ મહિલા લેક બોગા પાસે મરે વેલી હાઈવે પર પકડાઈ હતી. આ હાઈવે પર ગતિમર્યાદા કલાકના ૧૦૦ કિમી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ ૪ કિમી સુધી આ મહિલાનો પીછો કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો હતો કે તેને કાર રોકવા જણાવાયું હતું.પોલીસ તેના પર ગતિમર્યાદાનો ભંગ કરવાનો, ખતરનાક રીતે કાર ચલાવવાનો અને લાઇસન્સની શરતોનું પાલન ન કરવાનો આરોપ મૂકી શકે છે.


લીંબડી : ભૂપી રાણાની હત્યા કરવાના ગુનામાં નવ આરોપી જામીન પર છૂટ્યા

લીંબડીના ભૂપી રાણાની હત્યા કરનાર આરોપીઓએ વળતી ખૂની હુમલાની ફરિયાદ નોંધાવી હતી. લીંબડીના લેક વ્યૂ નજીક પાંચ મહિના પહેલા ક્ષત્રિયના બે જૂથ વચ્ચે લોહિયાળ બઘડાટી બોલી ગઇ હતી. બઘડાટીમાં ભૂપી રાણાની હત્યા થતા ખૂન તેમજ સામા પક્ષે ખૂની હુમલા અંગેની ફરિયાદ નોંધાઇ હતી. ખૂની હુમલાના ગુનામાં જેલ હવાલે રહેલા નવ આરોપીઓએ જામીન પર છુટવા કરેલી અરજીને સુરેન્દ્રનગરની અદાલતે મંજૂર રાખી છે.ચકચારી ભૂપી રાણા હત્યા બાદ હરેન્દ્ર બાબુભાઇએ ખૂન અંગેની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે નરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુએ ભૂપી રાણા જૂથના જયવીરસિંહ ઇન્દ્રવિજયસિંહ રાણા, હરેન્દ્રસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ ઝાલા, દિલીપસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ પદુભા, પ્રધ્યુમનસિંહ જટુભા, વિશ્વરાજસિંહ નરેન્દ્રસિંહ, વિશ્વરાજસિંહ હરીચંદ્રસિંહ અને ભીખાભાઇ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી.બન્ને પક્ષે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદ તેમજ રાજકોટ જેલમાં મોકલી અપાયા હતા. દરમિયાન ખૂનની કોશિશના ગુનામાં જેલ હવાલે રહેલા નવેય આરોપીઓએ તેમના એડવોકેટ નિરંજનભાઇ દફતરી મારફત જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ધ્યાને રાખી સેશન્સ જજ આર.ડી.કોઠારીએ આરોપીઓને જામીન પર છોડવા હુકમ કર્યો હતો.


જુનાગઢ : ૪.૫૦ કરોડના ખર્ચે નરસિંહ સરોવર વિકસશે

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જુનાગઢ શહેરમાં પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભુ થાય તેવા સ્થળોને વિકસાવવામાં આવનાર છે. શહેર મધ્યે આવેલાં નરસિંહ મહેતા સરોવરમાં પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉભી કરાશે. આ માટેની કામગીરી માટે પ્રવાસન નિગમ દ્વારા જુનાગઢ મનપા સાથે સંકલન સાધવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં જ કામગીરી પણ શરૂ કરાશે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા જુનાગઢ શહેર મધ્યે આવેલા નરસિંહ મહેતા સરોવરને અમદાવાદનાં કાંકરિયા લેઈકની માફક વિકસાવવાનું આયોજન છે. આ માટે રૂ.૪.૫૦ કરોડનાં કામો થશે. જેમાં સરોવર ફરતે રિંગ રોડ, તળાવ ફરતે લોકો પાણી તરફ મોઢું રાખીને બેસી શકે તેવી ગેલેરી, હાઈ માસ્ક લાઈટો, સરોવર ફરતે કાળા પથ્થરનું પીચીંગ, અંદરની સાઈડે પાકીઁગ માટે પાંચ મીટરનો પટ્ટો, બોટિંગ માટેની જેટી વગેરે કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તળાવમાં વધુ પાણી ભરાઈ શકે તે માટે તેને ઉંડુ પણ ઉતારવાનું આયોજન પ્રવાસન નિગમે કર્યાનું જાણવા મળ્યું છે.નિગમના અધિકારીઓ જુનાગઢ મનપાનાં ડેપ્યુટી કમિશનર શુક્લા સાથે આ માટે સતત સંપર્કમાં છે. ટૂંક સમયમાંજ જો બધુ સમુસૂતરૂ પાર પડ્યું તો એ અંગે કાર્યવાહી શરૂ થઈ જશે.નરસિંહ મહેતા સરોવરનાં વિકાસ પ્રોજેક્ટ અંગે જુનાગઢ કૃષિ યુનિ.નાં કુલપતિ ડો.એન.સી.પટેલ કહે છે. ગુજરાત પ્રવાસન નિગમ, કલેક્ટર, મનપા વગેરે વિભાગો સાથે યોજાયેલી બેઠકમાં અમે અમારા અધિકારીઓને મોકલ્યા હતા. જેમાં વિકાસકામો માટે નરસિંહ મહેતા સરોવરનો કબ્જો સોંપવાની વાત આવતા અમે હાઈકોર્ટના ‘સ્ટેટસ કવો’ની નકલો પણ રજુ કરી હતી. ત્યાર બાદ તેઓએ અમારો સંપર્ક જ સાધ્યો નથી.

' જનતાને જાગૃત કરવાના હેતુથી યુવાનો જ ભાજપ સરકારને ઘરભેગી કરી દેશે'

ગુજરાતને નીચાજોણું કરનાર ભાજપ સરકારને યુવાનો જ ઘરભેગી કરીને ગુજરાતની તાસીર બદલી નાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં એઆઇસીસીના સેક્રેટરી તથા સાંસદ ભંવર જિતેન્દ્રસિંહે યુવાનોને રાજકારણ થકી સમાજસેવાની અપીલ કરી હતી.ભિલાડથી નીકળેલી યૂથ કોંગ્રેસની યુવા જાગરણ યાત્રા શુક્રવારે શહેરમાં આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં સભાને સંબોધતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારનો અસલી ચહેરો ખુલ્લો પાડવા અને જનતાને જાગૃત કરવાના હેતુથી યોજાયેલી યાત્રા ભાજપ સરકાર સામાન્ય માનવીની ચિંતા કરનાર કે સાચુ બોલનારી નથી અને મુખ્યમંત્રીની વાહવાહ કરાવતી સરકાર છે તેવું પ્રતિત કરાવવામાં સફળ થઇ છે. એઆઇસીસીના સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી સુધાકર રેડ્ડીએ કહ્યું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આભાસી પ્રચારનો ફુગ્ગો ફૂટી જવાની તૈયારીમાં જ છે. વિપક્ષ નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં યુવા કોંગ્રેસનું પ્રતિનિધિત્વ રાખવામાં આવશે અને મુખ્યમંત્રીને જમીન ઉપર લાવવામાં યુવાનો જ યોગદાન આપશે.


ગાંધીનગર : રેલવે પ્રોજેક્ટ માટે ૯ ગામોની જમીન મેળવાશે

ગુજરાત રાજ્યમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા આગળ ધપાવાઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગરમાં કલોલ તાલુકાનાં ૯ ગામોની જમીન આ યોજના અંતર્ગત સંપાદન કરવાની પ્રક્રિયા રેલવે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજ્યના વિકાસની હરણફાળમાં વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે તે વાત નિવિgવાદ છે.ત્યારે આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ ગાંધીનગર જિલ્લાને પણ મળવાનો છે. ગાંધીનગરના કલોલ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં વિવિધ ક્ષેત્રીય ઉદ્યોગો ધમધમી રહ્યા છે ત્યારે ભારત સરકારના સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના પગલે આ ઉદ્યોગોને જરૂરી ટ્રાન્સપોટેંશન વધુ સરળ, સલામત અને અત્યંત ઝડપી બની જશે.હાલના તબક્કે રેલવે મંત્રાલયના દિલ્હી સ્થિત રેલવે બોર્ડ દ્વારા કોરિડોરના ટ્રેક, યાર્ડ, વર્કશોપ સહિત જુદી જુદી જરૂર માટે કલોલ તાલુકાના જુદાં જુદાં ૯ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં મહેસૂલ વિભાગના આદેશના પગલે જિલ્લાતંત્ર પણ સાથે રહેશે.વસંજડા, ઉનાલી, નાસ્મેદ, કારોલી, મોટી ભોયણ, વાસંજડા, પિયજ, છત્રાલ અને ધનોટ ગામની જમીનનો સમાવેશ થાય છે.


અમદાવાદ : સોહરાબ કેસમાં સંડોવાયેલાઓ રથયાત્રામાં હાજર રહેવા પર શંકા

સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઇ દ્વારા હજુ વધુ ધરપકડો તોળાઇ રહી છે ત્યારે આ પ્રકરણ સાથે સંકળાયેલા અગ્રણીની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. રથયાત્રાની મંગળા આરતીમાં અતિથિવિશેષ તરીકે એડીસી બેંકના ચેરમેન અજય પટેલના નામની આમંત્રણપત્રિકા મંદિર તરફથી છપાવાઈ છે. આ સંજોગોમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા અજય પટેલ આવશે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં ગઈ ૨૮મી એપ્રિલે અભય ચુડાસમાની ધરપકડ બાદ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ અને ડિરેક્ટર યશપાલ ચુડાસમા ફરાર થઈ ગયા હતા. સીબીઆઈએ આ બન્ને નેતાઓને ત્રણ વખત સમન્સ મોકલવા છતાં હજી સુધી સીબીઆઈ સમક્ષ હાજર થયા નથી.૧૩મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી રથયાત્રાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકાઓ મંદિરના ટ્રસ્ટીઓએ છપાવી દીધી છે. જેમાં મંગલા આરતીમાં અતિથિ વિશેષ તરીકે એડીસી બેંકના ચેરમેન અજયભાઈ હરિભાઈ પટેલનું નામ છાપવામાં આવ્યું છે. રથયાત્રાને હવે માંડ ચાર દિવસનો સમય બાકી છે ત્યારે સીબીઆઇ વધુ ધરપકડનો દોર ચલાવે તેવી શક્યતા છે તે જોતા રથયાત્રાના કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહેશે તે અંગે ચર્ચાઓ થઈ રહી છે.


નવાવાડજમાં ૨૭ વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોતથી સનસનાટી

નવાવાડજમાં રહેતી ૨૭ વર્ષીય પરિણીતા હીના પટેલના રહસ્યમય મોતથી સનસનાટી મચી છે. એક બાજુ પરિણીતાએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની સાસરિયાં કેફિયત રજૂ કરે છે ત્યાં પરિણીતાની ઠંડે કલેજે ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેની લાશને ગાયત્રી હોસ્પિટલ પાસે ફેંકી સાસરિયાં ભાગી ગયાં હોવાનો પિયરપક્ષે આક્ષેપ કર્યો છે. આત્મહત્યા કે હત્યાના રહસ્ય વચ્ચે નારણપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.હીનાના કાકા બળદેવભાઈ પટેલે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં હીનાની બહેન હીનાના સાસરે રહેવા ગઈ હતી. દરમિયાન શુક્રવારે બપોરે નયેશકુમાર અને હીના વચ્ચે તકરાર થઈ હતી. તે પછી એકાએક હીનાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની સાસરિયાંએ વાત કહી હતી.ત્યાર બાદ હીનાનાં સાસરિયાં તેને ગાયત્રી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં હીનાનું મોત નીપજતાં તેઓ લાશને ત્યાં જ મૂકીને નાસી છૂટયાં હતાં.


અભય ચુડાસમા, પી એસ આઇ એ ૨૦૦થી વધુ સીમકાર્ડ લીધા હોવાની માહિતી

અભય ચુડાસમાને કોઇપણ મોબાઇલ ટેપ કરવા માટેનું ખાસ સોફ્ટવેર તૈયાર કરી આપ્યું હોવાનું કબૂલાત વલસાડના મોબાઇલની દુકાનના માલિકે સીબીઆઇ સમક્ષ કરી હતી. ઉપરાંત ચુડાસમા અને ક્રાઇમબ્રાન્ચના એક પીએસઆઇએ તેની પાસેથી ૨૦૦થી વધુ સીમકાર્ડ લીધા હોવાની પણ માહિતી આપી હતી. આ દુકાનમાલિકનું મુંબઈમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ મુજબનું નિવેદન લેવાયું હતું.સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઈએ ગઈ ૨૮મી એપ્રિલે અભય ચુડાસમાની ધરપકડ કરી ત્યારે તેમની ઓફિસમાંથી લેપટોપ, સીમકાર્ડ, મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાં. આ લેપટોપ સીબીઆઈએ તપાસ કરતાં તેમાંથી એક ખાસ પ્રકારનું સોફ્ટવેર મળી આવ્યું હતું. આ સોફ્ટવેરથી ચુડાસમા કોઈના પણ મોબાઈલ ગમે ત્યારે ટેપ કરી શકતા હતા. સીબીઆઈએ આ ખાસ પ્રકારનું સોફ્ટવેર કોણે બનાવી આપ્યું તેની તપાસ કરતાં વલસાડના એક મોબાઈલ દુકાનના માલિક ઓઝસનું નામ બહાર આવ્યું હતું. સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યાનુસાર ઓઝસનું મુંબઈ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ૧૬૪ મુજબનું પણ નિવેદન લઈ લીધું છે. સીબીઆઈની પૂછપરછમાં ઓઝસે ઘણી ચોંકાવનારી માહિતી પૂરી પાડી છે. ચુડાસમા જ્યારે વલસાડના એસપી હતા, ત્યારે ઓઝસ સાથે પરિચય થયો હતો. ત્યારબાદ તેઓ અવારનવાર તેમની ઓફિસમાં બોલાવતા હતા અને વાતચીત થતી હતી.ચુડાસમા મોબાઈલ-કમ્પ્યૂટર વિષે ઘણી બધી માહિતીથી વાકેફ હતા અને આ સમયગાળામાં જ કોઈના પણ મોબાઈલ ટેપ કરી શકાય તેવું ખાસ પ્રકારનું સોફ્ટવેર ઓઝસે ચુડાસમાને બનાવીને આપ્યું હતું. ઓઝસ પાસેથી ચુડાસમા અને ક્રાઈમ બ્રાન્ચના એક પીએસઆઈએ ૨૦૦ કરતાં વધુ સીમકાર્ડ મેળવ્યા હોવાની માહિતી પણ સીબીઆઈને આપી છે. ચુડાસમા અને ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈએ આ સીમકાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે તેની માહિતી સીબીઆઈ મેળવી રહી છે.


વલસાડ : ત્રણ નેત્રહિન ક્રિકેટરની ઇંગ્લેન્ડમાં પસંદગી

ગામડાની ગલીઓમાં તો ક્યારેક શહેરમાં રોડ ઉપર ક્રિકેટ રમતા વલસાડના નેત્રહિન વિદ્યાર્થીઓની આંતર રાષ્ટ્રીય ફલક ઉપર ક્રિકેટ ટુનૉમેન્ટમાં ભારતની ટીમમાં પસંદગી થતા વલસાડનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવા પામ્યુ છે. વલસાડ જિલ્લાના ત્રણ યુવાનો ૮ મી જુલાઇથી ૧૬મી ઓગષ્ટ સુધી ઇંગ્લેન્ડ સાથેની સીરીઝમાં રમશે.વલસાડનુ રાષ્ટ્રીય અંધજન મંડળના વિદ્યાર્થીઓ અવારનવાર રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ ટુનૉમેન્ટોમાં સિદ્ધિઓ હાંસલ કરી વલસાડને ગૌરવ બક્ષતા આવ્યા છે. પરંતુ હવે આ વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ પોત પોતાના કામમાં વ્યસ્ત બન્યા હોવા છતાં પણ તેઓએ નેત્રહિન હોવાનો જરાપણ રંજ રાખ્યા વિના ક્રિકેટ પ્રત્યેની લગની જીવંત રાખી છે. જેને પગલે હાલમાં તેઓની પસંદગી ઇંગ્લેન્ડ ખાતે રમાનારી ભારતની નેત્રહિન ક્રિકેટ ટીમમાં થવા પામી છે.વલસાડની અંધજન શાળાના શિક્ષક બચુભાઇ આહિરે જણાવ્યું કે, રાષ્ટ્રીય અંધજન મંડળમાં રહી અભ્યાસ કરી ચૂકેલા ફલધરા ગામના ભગત ફળિયા ખાતે રહેતા કેતન બાબુભાઇ પટેલ, કપરાડામાં સુથારપાડા ખાતે પીપલસેતમાં રહેતા સુભાષ સોનિયાભાઇ ભોયા અને ધરમપુરના બામટી ગામમાં દેસાઇ ફળિયા ખાતે રહેતા હિતેશ ગમનભાઇ નાયકાની ઇંગ્લેન્ડ સાથેની ચાર મેચની સીરીઝમાં પસંદગી થવા પામી છે.તેમણે વધુમાં ઉમેર્યું કે, નેત્રહિન ખેલાડીઓની ભારતીય ક્રિકેટ ટીમ તૈયાર કરવા માટે દેશભરમાંથી ૩૦ ખેલાડીઓને બેંગ્લોર ખાતે આયોજીત થયેલા એક કેમ્પમાં બોલાવ્યા હતા. ગુજરાત ભરમાંથી પાંચ ખેલાડીઓ સિલેકટ થયા હતા. જેઓની ૧૫ દિવસ સુધીની કથિન પ્રેકટીસ બાદ વલસાડ જિલ્લાના કેતન, સુભાષ અને હિતેશની પસંદગી થવા પામી હતી.


આસારામ બાપુ આશ્રમની પંદર વીઘાં જમીનનો કબજો મામલતદારને સોંપી દેવાયો


જહાંગીરપુરા ખાતે વિવાદી બનેલી સંત આસારામ બાપુ આશ્રમની જગ્યાનો પંદર વીઘાં જેટલી જમીનનો કબજો કલેક્ટર કચેરીને સોંપી દેવાયો છે. તાપીના કિનારા પર આવેલી આ જમીનનો કબજો સિટી મામલતદાર કચેરી દ્વારા લઈ લેવામાં આવ્યો હોવાની વિગતને સિટી મામલતદાર ધર્મેશ પટેલ દ્વારા અનુમોદન આપવામાં આવ્યું છે. આશ્રમ સંચાલકો દ્વારા કલેક્ટરને સોંપી દેવાયેલી જમીનની કિંમત અંદાજે રૂ. ૨૦ કરોડ જેટલી થાય છે.આ વિવાદી પ્રકરણમાં કચેરીનાં સૂત્રોએ જણાવ્યું કે તેઓ દ્વારા ૩ જુનના રોજ આશ્રમ સંચાલકો દ્વારા વિધિવત જમીનનો કબજો સોંપી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. ઉક્ત જમીન મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અનિલ ગજાનન વ્યાસ દ્વારા આસારામ બાપુ સામે જમીન મેળવવા માટે દાવો કરવામાં આવ્યો હતો. નામદાર હાઇકોર્ટ દ્વારા આસારામ આશ્રમને જમીનનું પ્રતિ મહિને રૂ. ૭૦,૦૦૦ ભાડું ચૂકવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.અંદાજે દોઢ વર્ષ સુધી આશ્રમ દ્વારા ઉક્ત ભાડુ ભરવામાં આવ્યું હતું.આસારામ આશ્રમ વતી ભદ્રેશભાઈ પટેલે જણાવ્યું કે તેઓ દ્વારા ગઈ ૩ જુનનાં રોજ કલેક્ટર કચેરીને આશ્રમની ઉક્ત વિવાદી જમીનનો કબજો પરત આપી દેવા જણાવ્યું હતું. ઉક્ત આશ્રમમી જમીનમાં મહાપાલિકા પણ પ્રતિવાદી બની હતી.ઉક્ત જમીન વિધીવત રીતે રાજ્ય સરકારને આસારામ આશ્રમ સંચાલકો દ્વારા સોંપી દેવામાં આવી હોવાની વાતને આશ્રમ દ્વારા પણ અનુમોદન આપવામાં આવ્યું છે. આશ્રમની કુલ જમીનનો દસ ટકા જેટલો ભાગ વિવાદી હોવાની વિગત આશ્રમ સંચાલકોએ જણાવી હતી.

ફતેપુરા : શિક્ષિકા પર આચાર્યનો બળાત્કારનો પ્રયાસ

ફતેપુરાના બલૈયાની સરલાબહેન મહિડા તાલુકા શિક્ષક સમિતિની કચેરીમાં ફરજ બજાવતી હતી. ૧૯ ફેબ્રુઆરી ૦૭ના રોજ તેને કંકાસિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે મુકવામાં આવી હતી. આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં કંકાસિયા ગામના ચકાભાઇ હકરાભાઇ ડામોરે સરલા ઉપર નજર બગાડી હતી.ગત ૨૩ જુનના રોજ સરલાબહેન શાળામાં ફરજ ઉપર હતાં. તે વખતે આચાર્ય ચકાભાઇના મગજમાં વાસનાનો કીડો સળવળતાં તેમણે સરલાબહેનને ઓફિસમાં બોલાવી અઘટિત માગણી કરી હતી. સરલાબહેને કોઇ ભાવ નહીં આપતાં ચકાભાઇએ સરલાબહેનની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, સરલાબહેન વશ નહીં થતાં ચકાભાઇએ લોખંડનો સિળયો બતાવીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સરલાબહેનની ફરિયાદના આધારે ચકાભાઇની ધરપકડ કરીને તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત : પવિત્ર કુરાનના પાઠ ભણાવતાં મૌલવી બાળકી સાથે અડપલાં કરતાં ઝડપાયો

પવિત્ર કુરાનના પાઠ ભણાવતાં ભણાવતાં પ્રેમના પાઠ ભણાવવા નીકળેલા શહેરના બડેખાં ચકલા વિસ્તારના એક યુવાન મૌલવીની અઠવા પોલીસે શુક્રવારે બપોરે ૨.૦૦ વાગ્યે ધરપકડ કરી હતી. આ મૌલવી એક બાળકી સાથે અડપલા કરતો હતો, જે બાળકીની માતાએ નજરે જોયું હતું.બડેખાં ચકલાંમાં પખાલીવાડમાં એ વિસ્તારનાં મુસ્લિમ બાળકોને મહંમદ ઇમ્તિયાઝ શેખ અને તેનો પુત્ર મહંમદ ઇકરામ (૨૨), (રહે: પખાલીવાડ) પવિત્ર કુરાનના પાઠ ભણાવતા હતા એટલે કે મદ્રેસા ચલાવતા હતા, જેથી તેને મૌલવી અઠવા હાફેઝ તરીકે ઓળખાવતા હતા. આ મદ્રેસામાં કુલ ૩૦થી ૩૫ બાળકો પવિત્ર કુરાનના પાઠ ભણવા આવતા હતા.શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે સાત વર્ષની એક બાળકીને તેની માતા અહીં મૂકી ગઈ હતી. શુક્રવારે જુમ્માની નમાજ હોવાના કારણે ૧૨.૪૫ વાગ્યે તે પોતાની વહાલસોયી પુત્રીને લેવા ગઈ ત્યારેતેમણે જે ર્દશ્ય જોયું તે જોઇને તેમના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી. કારણ કે તેમની પુત્રીને મૌલવી ઉપરના માળે લઈ ગયો હતો. જ્યાં તેનાં કપડાં ઉતારી ગુપ્તાંગમાં અડપલાં કરતો હતો.પોતાની પુત્રી સાથે મૌલવી આવું બીભત્સ વર્તન કરતો હોવાનું જોઈ ગયેલી આ મહિલાએ બૂમાબૂમ કરી મૂકી મૌલવીને પકડી પાડ્યો હતો. મામલો અઠવા લાઇન્સ પોલીસ મથક સુધી પહોંચતા પોલીસે મૌલવી મહંમદ ઇકરામ મહંમદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી હતી. તેમ અઠવાના ઇન્સપેક્ટર એ.આર. બાગલેએ કહ્યું હતું.


નડિયાદ : તાંત્રિકવિધિ કરવા કાન કાપી બાળકને મંદિરમાં ત્યજી દીધું

રૂંવાડાં ઊભા કરી દે તેવી ઘટનામાં નડિયાદના સંતરામ મંદિરના દરવાજા પાસેથી શુક્રવારે બપોરે શરીરે અનેક ડામ દીધેલું માત્ર અઢી વર્ષનું બાળક મળી આવ્યું હતું. દર્દનાક બાબત તો એ છે કે આ બાળકનો ડાબો કાન પણ એક સેન્ટિમીટર જેટલો કાપી નાખવામાં આવ્યો છે તેમજ કમર ઉપર પણ એક કાપો છે. આ બાળકનો કોઈક તાંત્રિક વિધિમાં કે પ્રતિકાત્મક બલિ માટે ઉપયોગ થયાની ચર્ચાએ સનસનાટી ફેલાવી દીધી છે.અઢી વર્ષનું માસૂમ બાળક અસહ્ય પીડાના કારણે રડતું -રડતું તરફડિયા મારી રહ્યું હતું.નડિયાદની માતૃછાયા સંસ્થાએ હાલ આ બાળકનો કબજો લઈ તેની સારવાર કરાવી રહી છે. પોલીસ આ બાળક કોનું છે અને તેની સાથે શું-શું બન્યું છે તેની તપાસમાં લાગી ગઈ છે.નડિયાદ શહેરના સંતરામ મંદિરના દરવાજા પાસે શુક્રવારે બપોરે અઢી વર્ષનું અજાણ્યું બાળક ભારે પીડા સાથે રડી રહ્યું હતું. આ અંગેની જાણ હોવાની જાણ સંતરામ પોલીસ ચોકીના જમાદારને કરાતાં એએસઆઈ રમીલાબહેને ત્વરિત ઘટનાસ્થળે પહોંચી જઈ બાળકનો કબજો લીધો હતો.પોલીસે આ સંદર્ભે જાણવાજોગ નોંધી બાળકનાં માતા-પિતા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી અનાથ બાળકો માટે કાર્યરત માતૃછાયા સંસ્થાને સોંપ્યો હતો. સંસ્થાના ઇનચાર્જ ડિરેક્ટર ડોક્ટર સિસ્ટર સ્કોલોસ્ટિકાએ તાત્કાલિક બાળકની તપાસ કરતાં તે અસહ્ય તાવથી પીડાતો હતો. તેનાં શરીરના બરડા, જાંઘ તથા પેટના ભાગે ક્રૂરતા પૂર્વક ગરમાગરમ ચીપિયા અથવા સિળયાથી ડામ દેવામાં આવ્યા હોવાનું જણાયું હતું.
ઉપરાંત બાળકનો ડાબા કાનને પણ એક સેન્ટિમીટર જેટલો કાપી નખાયેલો જોવા મળ્યો હતો. આ સંદર્ભે નડિયાદ શહેર પીઆઈ એચ.એ. રાઠોડે જણાવ્યું હતું કે ‘મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આગળ કાર્યવાહી થઈ શકશે.’ એથી વિશેષ પોલીસ કંઈ કહેવા માગતી નથી.ચાઈલ્ડ સ્પેશ્યલિસ્ટ ડો. અતુલભાઈ શાહે જણાવ્યું હતું કે ‘બાળકના ડાબા કાનને એક સે.મી જેટલો કાપી નાખવામાં આવ્યો છે. જાંઘના અંદરના ભાગે, થાપાના ભાગે તથા કમરના ભાગે પણ ડામ આપવામાં આવ્યા છે. સાથે-સાથે કમરથી નીચેના ભાગે કાપો પણ મૂકવામાં આવ્યો છે. આ બાળકની ઉંમર આશરે અઢી વર્ષની હશે. તેના મોંઢામાં દૂધિયા ૨૦ દાંત આવી ગયા છે. ઉપરાંત તેના શરીરના અમુક ભાગો પર ગુમડાં થઈ ગયાં છે. તેના કાનના કપાય ગયેલા ભાગને થોડા દિવસ પછી રૂઝ આવ્યા બાદ ટાંકા લેવામાં આવશે.’કપાયેલો ડાબો કાન બલિ માટેનું ચિહ્ન


સાયણ : ‘લવ થ્રી’ને કારણે યુવતી બદનામ

ચકચાર સાયણમાં રિક્ષાચાલકે સગીર યુવતી સાથેની અંગત પળોની ક્લિપિંગ ફરતી કરી. યુવતી સાથે થયેલા ઈમોશનલ અત્યાચારની ઘટના આખા પંથકમાં પ્રસરી જતાં ચકચાર. પ્રેમ અને દગો એ હવે કોઈ નવી વાત નથી. તેમાંય આ મોબાઇલના જમાનામાં એક પગલું પણ તમને મુસીબતમાં મૂકી શકે છે. આવી જ કંઈક ઘટના સાયણ પંથકમાં એક મુસ્લિમ રિક્ષાચાલક સાથે પ્રેમમાં પડેલી યુવતી સાથે બની હતી. આખરે એ યુવાને યુવતીની ક્લિપિંગ ફરતી કરી દેતાં આજે સમાજમાં બદનામ થઈ ગઈ છે. ભોગ બનનાર યુવતીને રિક્ષાચાલક સાથેનું અંગત અંગત ભારે પડી ગયું છે.સાયણ પંથકમાં બનેલી આ ઘટનાની હકીકત એવી છે કે ભદ્ર સમાજની ઉચ્ચ પરિવારની એક સગીર યુવતીને રિક્ષાચાલક સાથે પ્રેમ થઈ ગયો. વાત એટલે સુધી આગળ વધી ગઈ કે એ યુવતીએ તેનું સર્વસ્વ સોંપી દીધું. પરંતુ યુવતીને એના અંજામની ક્યાં ખબર હતી. મુસ્લિમ યુવાન સાથે પ્રેમમાં પડ્યા બાદ તેની જ રિક્ષામાં એ યુવતી સાથે વિતાવેલી અંગત પળોને મોબાઇલમાં કેદ કરી લીધી. આખરે એ યુવતીનું અંગત અંગત સાયણ પંથકમાં ક્લિપિંગના રૂપમાં ફરતું થઈ ગયું. હાલ,‘ લવ થ્રી’ નામે ફરતી થયેલી ક્લિપિંગે આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.આ ઘટનાના સાયણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સગીર યુવતીની ક્લિપિંગ મુસ્લિમ રિક્ષાચાલકે બદનામ કરવાના ઈરાદે સાયણમાં ફરતી કરી દીધી હોવાની અટકળો પણ વહેતી થઈ છે. ઈમોશનલી અત્યાચારની આ ક્લિપિંગ જોનારા તો એવું પણ કહી રહ્યા છે કે રિક્ષાચાલકે યુવતી સાથે બળજબરી કરી તેને બ્લેકમેલ કરવાના ઈરાદે ક્લિપિંગ ઉતારી હોવી જોઈએ. આ બનાવને પગલે સમાજમાં જાગૃતિ લાવવા આવા ટપોરીને પાઠ ભણાવાય એ જરૂરી છે.


શ્રેયની હત્યા એક વ્યક્તિએ કરી હોવાની શક્યતા નહીંવત

ચાપડ ગામમાં રહેતા આઠ વર્ષના માસૂમ શ્રેયની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા હીરેન પટેલને અદાલત સમક્ષ રજુ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી હીરેનના તા.૧૦મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.શ્રેય હત્યા કેસમાં પડોશમાં જ રહેતા હિરેન જયંતીભાઇ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ નરાધમ હિરેને કેનેડા જવા માટે રૂ.૧૦ લાખની જરૂર હોઇ માસુમ શ્રેયનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવવા
પામી હતી. આજે હીરેનને અદાલત સમક્ષ રજુ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં રજુઆત કરી હતી કે, હીરેને અપહરણમાં તેની સાથે અન્ય પાંચ વ્યક્તિ પણ સામેલ હોવાનું જણાવ્યું હતું એટલે આ પાંચ વ્યક્તિ કોણ છે તેની તપાસ કરવાની છે.માસૂમ શ્રેયની જે રીતે હત્યા કરવામાં આવી છે અને તેની લાશને દાટવામાં આવી હતી તે જોતાં આ કૃત્ય એકલા હાથે થઇ શકે તેવી શક્યતાં નહીવત જણાતી હોઇ અન્ય કેટલાં શખ્સ સંડોવાયેલા છે તેની તપાસ કરવાની છે. હત્યાનો બનાવ કોઇના કહેવાથી તો નથી બન્યો ને ? અને કોઇએ સોપારી આપીને શ્રેયની હત્યા નથી કરાવીને ? તે દિશામાં પણ તપાસ કરવાની છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીના તા.૧૦મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.આઠ વર્ષના માસુમ બાળક શ્રેયની ઘાતકી હત્યા કરવાના બનાવમાં હીરેન પટેલની પોલીસે ગઇકાલે ધરપકડ કર્યા બાદ આજરોજ પોલીસે હિરેનના માતા પિતા અને ભાઇની પણ ધરપકડ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યાં મુજબ શ્રેયની લાશ એક દિવસ સુધી ઘરે પડી રહી હતી અને દુર્ગંધ આવતી હોવા છતાં ઘરનાં સભ્યોને આ બાબતની જાણ ન થાય તે શક્ય જ નથી. હિરેનના પિતા જેન્તીભાઇ, માતા ધર્મિષ્ઠાબહેન અને ભાઇ નિમેશે પુરાવાનો નાશ કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. તેમજ હીરેનને મદદગારી પણ કરી હતી. નિમેશ અને હીરેન લાશની બાજુમાં આખી રાત સુઇ રહ્યાં હતા અને બીજા દિવસે લાશનો નિકાલ કરવા માટે હિરેન મૃતદેહને ખેતરમાં લઇ ગયો હતો.


જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં છાત્રા પર રેગિંગ ?

જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં અનુસ્નાતક કક્ષામાં અભ્યાસ કરતા તબીબ છાત્રએ છાત્રા સામે રેગીંગ કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. જો કે, મેડીકલ કોલેજના સતાધીશોએ છાત્ર સામે પગલા ભરવાના બદલે બન્ને વચ્ચે સમાધાન કરાવી દઇ ગંભીર પ્રકરણને દબાવી દીધું હોવાનું જાણવા મળ્યુ છે. રેગીંગ મામલે અગાઉ વિવાદમાં રહેલી જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજ પુન: આ ગંભીર મામલે વિવાદમાં સપડાઇ છે. આધારભૂત વર્તુળોમાંથી સાંપડતી વિગતો મુજબ, શહેરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ગાયનેક (પ્રસુતા) વિભાગમાં તબીબી અભ્યાસ કરતા ડૉ. ચિરાગ પંચાલે પોતાની સાથે પ્રશિક્ષણ લઇ રહેલી અને નેશનલ કવોટા દ્વારા કોલેજમાં દાખલ થયેલી તાલીમાર્થી છાત્રાને હેરાન કરી, અશોભનિય વર્તન આચરી રેગીંગ કર્યું હતું. તાલીમાર્થી તબીબના આ વર્તન અંગે છાત્રાએ કોલેજના ડીન વિકાસ સિન્હાને લેખિત-મૌખીક સ્વરૂપે ફરિયાદ કરી હતી.પરંતુ આ ગંભીર પ્રકરણમાં ડીન સિન્હાએ ડૉ. ચિરાગ અને ભોગગ્રસ્ત છાત્રાને બોલાવી મધ્યસ્થી કરી સમાધાન કરાવી મામલો થાળે પાડ્યો હતો. રેગીંગ બાબતે અગાઉ વગોવાયેલી મેડીકલ કોલેજની પ્રતિષ્ઠામાં વધુ ખરડાય એ પૂર્વે સતાધીશોએ ઘીના ઠામમાં ઘી પાડી દઇ આ પ્રકરણ પર પડદો પાડી દીધો હતો. દોઢેક વર્ષ પૂર્વે પેથોલોજી વિભાગના એક સિનિયર તાલીમાર્થી તબીબે જુનિયર તબીબ પર ત્રાસ ગુજારી રેગીંગ કર્યું હતું. જેથી ભોગગ્રસ્ત તબીબ અભ્યાસ છોડી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ આ પ્રકરણની ફરિયાદ થતાં સિનિયર તબીબને રસ્ટીગેટ કરી દેવાયો હતો.


અમદાવાદ : સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી પાર્ટીપ્લોટ સીલ ન કરવા માગણી

હેરમાં ગ્રીન બેલ્ટની જમીન ઉપર બનાવાયેલા પાર્ટીપ્લોટ્સને ૧૫મીથી સીલ મારવાના અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના નિર્ણયનો વિરોધ કરતાં પાર્ટીપ્લોટ ઓનર્સ એસોસિયેશને સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવે ત્યાં સુધી સીલ ન મારવાની માગણી કરી છે.શહેરમાં ગેરકાયદે બાંધકામો, ફાયરસેફ્ટી તથા પાકિઁગની સુવિધા વગરના પાર્ટીપ્લોટ સામે પગલાં લેવાના મામલે હાઇકોર્ટમાં થયેલી રિટ બાદ નિમાયેલી જસ્ટિસ કમલ મહેતા કમિટીની ભલામણોનો દરેક મુદ્દે અમલ કરવાને બદલે માત્ર પાર્ટીપ્લોટ સામે પગલાં લેવા ઉતાવળા બનેલા મ્યુનિ. તંત્ર સામે પાર્ટીપ્લોટ ઓનર્સ એસોસિયેશને નારાજગી વ્યક્ત કરી છે.એસો.ના એમ. એસ. પટેલ, આશિષ પટેલ, કેતુલ પટેલ તથા દિલીપ પટેલે જણાવ્યું કે, પાર્ટીપ્લોટના માલિકોએ ૫૦ ટકા જમીન વિનામૂલ્યે કપાતમાં આપી દેવાની નીતિના વિરોધમાં હાઇકોર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે પણ વધારેમાં વધારે ૨૩ ટકા જમીન કપાત કરી શકાય તેવો ચુકાદો આપતાં મ્યુનિ. સત્તાધીશોએ તેની સામે સુપ્રીમમાં અપીલ કરી છે, જેનો ચુકાદો હજુ આવ્યો નથી.આ સંજોગોમાં અગાઉ મ્યુનિ.એ નોટિસ આપી ત્યારે અમે સમાધાન માટે યોગ્ય રસ્તો કાઢવા અનુરોધ કર્યો હતો, પરંતુ મ્યુનિ. અધિકારીઓ પ્લાન પાસ કરાવો અને પાકિઁગની ૫૦ ટકા જગ્યા રાખો તેવી દલીલ કરે છે. પરંતુ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી પ્લાન પાસ થઈ શકે તેમ નથી તે અધિકારીઓ સારી રીતે જાણે છે તેમ છતાં પ્લાન પાસ કરવાની વાત કરે છે તેમજ પાર્કિંગની સમસ્યા હલ કરવા તમામ પાર્ટીપ્લોટ સંચાલકોએ જગ્યા કરી છે.તેમ છતાં શહેરમાં મોટા કોમર્શિયલ કોમ્પ્લેકસ અને હોટેલોમાં તથા રહેણાકનાં બિલ્ડિંગોમાં ગેરકાયદે બાંધકામો તથા પાકિઁગની સમસ્યા હોવા છતાં તેની સામે કડક પગલાં લેવાને બદલે પાર્ટીપ્લોટને જ શા માટે નિશાન બનાવાય છે તેવો સવાલ કરતાં હોદ્દેદારોએ કહ્યું કે, પાર્ટીપ્લોટમાં આખું વર્ષ કાર્યક્રમો યોજાતા નથી અને તેના કારણે કોઈ સમસ્યા નથી, તેમ છતાં સીલ મારવાની વાત થાય છે.તેનાથી પાંચ લાખ લોકો બેરોજગાર બનશે.તદુપરાંત જો પાર્ટીપ્લોટ્સને સીલ મરાશે તો અમદાવાદના લોકો શુભપ્રસંગો ઊજવી શકશે નહિ. કારણ કે મ્યુનિ. પાસે માત્ર ૩૪ જેટલા હોલ અને પાર્ટીપ્લોટ છે. આવી અનેક સમસ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિ. સત્તાવાળાઓએ સમાધાનકારી વલણ અપનાવી યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.


રાજ્યની સત્તાવાર શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર વાઇરસ ત્રાટકયો

‘ કર્મયોગી’ તથા ‘કેમ્બ્રિજ યુનિવર્સિટી’ નામના પેજ પર જ ખતરનાક વાઇરસ હોવાથી તે પેજ સહિત વેબસાઇટ પર દૂર રહેવાની ગુગલની વોર્નિંગ.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર ‘ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી. ઓઆરજી’ વેબસાઇટ પર ખતરનાક વાઇરસનો એટ્રેક થયો હોવાનું તથા ખતરનાક વાઇરસ વેબસાઇટ પર સફિઁગ કરનાર યુઝર્સના કમ્પ્યૂટર-લેપટોપની હાર્ડ ડસ્કિને અસર કરતો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ‘ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી.ઓઆરજી’ છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર કર્મયોગી તાલીમ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસક્રમની માહિતી પણ મૂકવામાં આવી છે. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ‘ ડબલ્યુડબલ્યુડબલ્યુ. જીએસઇબી. ઓઆરજી’ વેબસાઇટ પર સફિઁગ કરતાં ચેતજો. વેબસાઇટ ના અમુક પેજ પર ખતરનાક વાઇરસ (મેલિસિયસ સોફટવેર) છે અને તે પેજ ખોલતાં જ વાઇરસ યુઝર્સના કમ્પ્યૂટર અને લેપટોપની હાર્ડ ડસ્કિ પર ડાઉનલોડ થઇ રહ્યાં છે. ખુદ ગૂગલની સેફ બ્રાઉઝીંગની વેબસાઇટ દ્વારા સખ્ત શબ્દોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. બોર્ડની વેબસાઇટ પર ખાસ કરીને ‘ કર્મયોગી’ તથા ‘કેમ્બ્રિજ યુનિવર્સિટી’ નામના પેજ પર જ ખતરનાક વાઇરસ હોવાથી તે પેજ સહિત વેબસાઇટ પર દૂર રહેવાની વોર્નિંગ ગૂગલ દ્વારા આપવામાં આવી છે.


ભીમજીભાઇ જવેલર્સમાં લૂંટનો પ્રયાસ કરનારા લૂંટારા અન્ય લૂંટમાં પણ સંડોવાયેલા હોવાની પોલીસની આશંકા

ભીમજીભાઇ જવેલર્સમાં ગઇકાલે લૂંટનો પ્રયાસ કરનારા ચાર લૂંટારા પૈકીનો એક લૂંટારો પહેલાં ગ્રાહકના સ્વાગમાં જવેલર્સમાં ઘુસ્યો હતો અને ત્યાર બાદ ત્રણ લૂંટારા રિવોલ્વર અને છરા સાથે આવ્યા હતા. પ્રતિકાર બાદ ઝપાઝપી થતાં ચારે લૂંટારા ભાગતાં પોલીસ જવાને એક લૂંટારાને ઝડપી પાડ્યો હતો અને આ લૂંટરાએ ‘ ચલ મેરે કો છોડ દે ’ તેમ જણાવી પોલીસ જવાનના લમણે રિવોલ્વર ટેકવી દીધી હતી. ઝડપાઇ ગયેલા લૂંટારાને અદાલત સમક્ષ રજુ કરી તપાસ અધિકારીએ આરોપીના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે, હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી ભીમજીભાઇ જવેલર્સમાં ચાર લૂંટારાએ છરા અને રિવોલ્વરની અણીએ ગઇકાલે લૂંટનો પ્રયાસ કર્યા બાદ ઝપાઝપી થતાં એક લૂંટારાએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ચકચારી બનાવ બાદ ભાગી રહેલા લૂંટારાનો પોલીસ અને રાહદારીઓએ પીછો કરતાં રાજેશ કશિન જોષી (રહે.આસનસોલ સિટી, ગાંધી રોડ, ફરીદપુર, પશ્ચિમબંગાળ)નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો.પોલીસના જણાવ્યાં મુજબ ચાર પૈકીનો એક લૂંટારો જવેલર્સમાં પહેલાં ગ્રાહકના સ્વાગંમાં આવ્યો હતો. તેણે સોનાની ચેઇન જોવાનું શરૂ કર્યા બાદ ત્રણ લૂંટારા બગલ થેલા સાથે આવ્યાં હતા. ચારે લૂંટારા પૈકીના એક લૂંટારાએ જવેલર્સનામ માલિક ભાવેશ સોની તરફ રિવોલ્વર તાકી ‘ આવાજ મત કરના જાન સે માર ડાલેંગે ’ તેમ જણાવી દાગીના આપી દેવાનું જણાવ્યું હતું.આ સમયે ભાવેશ સોની તેમજ જવેલર્સના કર્મચારી હિતશ પરમારે ચારે લૂંટારાનો પ્રતિકાર કરતાં એક શખ્સે છરો કાઢી ભાવેશ સોની પર હુમલો કર્યો હતો અને આ સમયે બૂમાબૂમ થઇ જતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવતાં ચારે લૂંટારા ભાગ્યા હતા અને તે સમયે એક લૂંટારાએ ભાવેશ સોની પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે, જવેલર્સ માલિકનો આબાદ બચાવ થયો હતો.રોડ પર લૂંટારાનો રાહદારીઓએ પીછો કરતાં આ સમયે વાડી પોલીસ સ્ટેશનના પોલીસ જવાન હિતેન્દ્રસિંહ ગોહિલ આવી જતાં તેમણે પણ લૂંટારાનો પીછો કરી એક લૂંટારાને ઝડપી પાડતાં ઝડપાઇ ગયેલા લૂંટારાએ પોલીસ જવાનના લમણે રિવોલ્વર ટેકવી દઇ ‘ ચલ મેરે કો છોડ દે’ તેવી ધમકી આપી હતી. જો કે, રાહદારીઓ આવી ચઢતાં તમામ લોકોએ લૂંટારાને ઝડપી પાડી બરાબરની ધોલાઇ કરી હતી.


સુમુલ અને ચોર્યાસીના દૂધમાં આજથી રૂ. ૨ નો ભાવવધારો

તાજેતરમાં અમુલ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યા બાદ હવે સુરતની સુમુલ અને ચોર્યાસી ડેરીએ પણ દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. જેનો શનિવારે સવારથી જ અમલ કરવામાં આવશે. એક વર્ષમાં દૂધના ભાવમાં બીજી વખત ભાવવધારો થતાં મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય પ્રજાને વધુ એક ભાર વેંઢારવો પડશે.સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જયેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો જાહેર કરતાં ગુજરાત ફેડરેશનની બેઠકમાં દૂધના ભાવમાં વધારો અનિવાર્ય હોવાનું નક્કી થયું હતું. અમુલ દૂધના ભાવ તો બે દિવસ પહેલાં જ વધી ગયા હતા પરંતુ સુમુલે ૧૦મી જુલાઈ, શનિવારથી અમલમાં આવે તે રીતે વધુ ફેટવાળા દૂધમાં ૨.૦૦ રૂપિયા અને ઓછા ફેટવાળા દૂધમાં ૧.૦૦નો વધારો કર્યો છે. દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં પણ પડતર ખર્ચમાં થયેલા વધારાના ભરપાઈ માટે દૂધની કિંમતોમાં ૨.૦૦ રૂપિયાનો વધારો કરવાની ફરજ પડી હતી.સુમુલે ૨.૦૦ રૂપિયાનો વધારો કરતાં આવતી કાલથી ૧ લિટર દૂધ હવે રૂ. ૨૯માં પડશે. સુમુલની છાસમાં પણ સાથોસાથ રૂ. ૧.૦૦નો વધારો થઈ ગયો છે.સુમુલ ઉપરાંત ચોર્યાસી ડેરીએ પણ આવતી કાલથી અમલમાં આવે એવી રીતે દૂધના ભાવમાં ૨.૦૦ રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. દરેક ઉત્પાદક અને વેપારીઓ પોતાનો વધારાનો બોજ ગ્રાહકો પર પાસઓન કરતા હોવાથી સામાન્ય જનતાએ દરેક તબક્કે મોંઘવારીનો ભાર વેંઢારવો પડે છે. તાજેતરમાં પેટ્રોલ, કેરોસીન અને રાંધણગેસમાં વધારાની જનતાને કળ વળી નથી ત્યાં દૂધનો ભાવવધારો સહન કરવાનો વારો આવ્યો છે.

* ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પૂર્વ ડે.મેયર નરેન્દ્ર સોલંકીની ધરપકડ

શહેરમાં ૧પ દિવસ પૂર્વે આઇટીના દરોડા સમયે અધિકારીઓને લાફા મારી , ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર મગનલાલ સોલંકી અને કર્મચારી ધર્મેશ હસુભાઇ સોલંકીની ગત રાતે ધરપકડ કરવામાં આવી હતી.આઇટીના અધિકારીઓની ટુકડીઓએ ૨૪, જૂને શહેરમાં એક જ સમયે બિલ્ડર લોબી ઉપર દરોડા પાડ્યા હતા. મોટા મવામાં નરેન્દ્ર સોલંકીના જીવરાજ પાર્ક અને આર.પી. જાડેજાના પ્રધ્યુમન વિલા બંગલામાં દરોડાની કાર્યવાહી સમયે ઉપરોકત બન્ને સ્થળે આઇ.ટી. અધિકારીઓ ઉપર હુમલો અને ઘર્ષણના બનાવ બન્યા હતા. બનાવના ચાર દિવસ પછી ભાવનગર ઇન્કમટેક્સના આસી. કમિશનર રજનીભાઇ અંબિકાપ્રસાદ યાદવે નરેન્દ્ર સોલંકી અને તેની સાથેના સાત થી આઠ શખ્સ સામે સરકારી કામમાં રૂકાવટ અને લાફા મારી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.ઉપરોકત ગુનામાં માલવિયા નગરના પીઆઇ જે.કે. બોરીસાગરે ગત રાત્રે નરેન્દ્ર સોલંકી અને તેના કર્મચારી ધર્મેશ હસુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. અન્ય શખ્સોના નામ મેળવવા આજે બન્નેને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરાતાં અદાલતે રિમાન્ડની માગણી નામંજૂર કરી હતી. તેમજ બન્નેએ જામીન ઉપર છુટવા કરેલી અરજી મંજૂર કરી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.૨૪ તારીખે લોર્ડઝ ગ્રૂપવાળા આર.પી.જાડેજા સહિત ૧પ૦ વ્યક્તિના ટોળાં સામે આઇટી અધિકારી અને સ્ટાફ ઉપર હુમલો કરી,અધિકારીઓની કારમાં તોડફોડ અને સૂટકેસની લૂંટ અંગેનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરપી જાડેજાએ સંભવિત ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવવા અરજી કરી છે.


ભાવનગર :શહેરમાં રૂ.પ૦ લાખના ખર્ચે આયુર્વેદ ગર્લ્સ હોસ્ટેલનું નિમાઁણ કરાશે

રૂ.પ૦ લાખના ખર્ચે તૈયાર થનાર છાત્રાલયમાં ૩૦ વિદ્યાર્થિનીઓ રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ થશે. ભાવનગર શહેરમાં આયુર્વેદ સરકારી હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ બની છે, પરંતુ તેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ રહેવા માટે મુશ્કેલી વેઠવી પડે છે, પણ હવે થોડા સમયમાં જ આયુર્વેદમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સમસ્યા કાયમ માટે હલ થઇ જશે. કેમ કે, શહેરમાં ગર્લ્સ હોસ્ટેલનું નિમાઁણ કરવા ગતિવિધી હાથ ધરાઇ છે.પાનવાડી વિસ્તારમાં આયુર્વેદ સરકારી હોસ્પિટલ છે.ભાવનગરમાં આયુર્વેદનો અભ્યાસ કરતા ભાવિ વૈધ્ય અને વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા છે. પણ ગર્લ્સ હોસ્ટેલ એકપણ નથી. જે અંગે અગાઉ માંગણી પણ થઇ હતી. જેના પગલે રાજ્ય સરકારે રૂ.પ૦ લાખની ગ્રાંટ ફાળવેલી છે.જેમાંથી આયુર્વેદ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની ગતિવિધી હાથ ધરાઇ હોવાનું આર.એમ.ઓ. વૈધ્ય આર.વી. વ્યાસે જણાવતા ઉમેર્યું હતું કે, પ્રાથમિક ધોરણે ૩૦ વિદ્યાર્થીનીઓ રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આગામી બે સપ્તાહમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે. હોસ્ટેલનું બાંધકામ પણ પ્લાનિંગ ઇન ઇમ્પીમેશન યુનિટ (પીઆઇયુ) વિભાગ કરશે. આ સુવિધા ઉભી થવાની ગતિવિધીથી આયુર્વેદમાં અભ્યાસ કરતી પ્રથમથી િદ્વતિય વર્ષની વિદ્યાર્થીનીઓમાં આનંદની લાગણી જન્મી છે.

મેઘરાજાને મનાવવા ઢસામાં ૨૧ બાળકોનું મુંડન

મેઘરાજા રૂઠી જાય તો તેમને મનાવવા માટે લોકો દ્વારા યજ્ઞ, મંત્રોચ્ચાર જેવી અનેક વૈદિક વિધીઓનો સહારો લેવામાં આવે છે, પરંતુ ઢસા રેલવે જંકશનમાં કઇંક આશ્ચર્ય જન્માવે તેવી ઘટના સર્જાઇ છે. અહીં આવેલા એક સાધુ પુરૂષે સલાહ આપી હતી કે, સારો વરસાદ લાવવા ૨૧ બાળકોએ મુંડન કરાવવું પડશે. આ વાતને અહીંનાં રહિશોએ સમર્થન આપ્યું હતું. આ સાધુની વાતને અનુસરીને ગઇકાલે ૨૧ બાળકોએ મુંડન કરાવતા રેલવેમાં મુસાફરી કરતા ઉતારૂ વર્ગમાં ભારે કુતુહલ સર્જાયું છે.


‘કચ્છ યુનિ.ના કુલપતિ પાર્ટ ટાઇમ નહીં ફૂલટાઇમ હાજરી આપે’

ભુજ નજીક આવેલી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિથી નારાજ થઇ એક્ઝિકયુટિવ કાઉન્સિલના મેમ્બરે રાજ્યપાલને પત્ર લખી યુનિવર્સિટીના પ્રશ્નો ચર્ચાવા મુલાકાત માંગી હતી.એક્ઝિકયુટિવ કાઉન્સિલના મેમ્બર મહેશ આહિરે પત્રમાં જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટી હજુ બાળાવસ્થાના તબક્કે હોઇ સ્થાયી ધોરણે નીતિ નિધૉરણ કરવાની ખૂબ જ જરૂરિયાત રહે છે.
કોલેજોની સંખ્યા વધતી જતી હોવાના કારણસર પણ ઝડપી પ્રક્રિયા અને નિર્ણય લેવાની આવશ્યકતા હોઇ કુલપતિની સતત હાજરી અત્યંત જરૂરી રહે છે.ઉપરોકત વિગતોને ધ્યાને લેતાં એક્ઝિકયુટિવ કાઉન્સિલની બેઠકો પણ વારંવાર બોલવવાની એટલી જ આવશ્યક છે. કચ્છ યુનિવર્સિટીના નિયમોનુસાર એક્ઝિકયુટિવ કાઉન્સિલની જરૂર પડ્યું ત્યારે અને મહિનામાં ઓછામાં ઓછી એક વખત બેઠક મળવી જોઇએ, પરંતુ આ બાબતે કચ્છ યુનિવર્સિટીમાં સંતોષપ્રદ સ્થિતિ પ્રવર્તતી નથી.આહિરે આ અંગે વિસ્તૃત રજુઆત કરવા રાજ્યપાલ પાસે રૂબરૂ મુલાકાતની માગણી પણ પત્રમાં કરી હતી. આહિરનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કુલપતિ મહિનામાં ટોટલ પાંચ દિવસ કચ્છ યુનિવર્સિટીમાં આવતા હોઇ મારી માગણી છે કે, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પાર્ટ ટાઇમ નહીં ફૂલટાઇમ આપે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટાફના પગાર વધારા બાબતે મળેલી મીટિંગમાં પણ આહિરને બાકાત રખાયા હતા અને આ બાબતે તેણે અસંતોષ વ્યક્ત કરતા ફરીથી મીટિંગ મળી હતી.

બ્રિટનમાં નવા વિઝા નિયંત્રણો અંગે અંગ્રેજી શાળાઓનો વિજય

ભારત અને યુરોપ બહારના દેશોમાંથી અભ્યાસ કરવા માટે બ્રિટન આવતા વિદ્યાર્થીઓને અટકાવવા માટે અંગ્રેજી ભાષાના કડક બનાવવામાં આવેલા નિયમો સામેના યુદ્ધમાં બ્રિટનની અંગ્રેજી ભાષાની શાળાઓના સંગઠનનો હાઇકોર્ટમાં વિજય થયો છે. હાઇકોર્ટે શાળાની હિમાયતમાં આપેલા ચુકાદાનું બ્રિટિશ શાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના ચુકાદાને પગલે બ્રિટનમાં અભ્યાસ કરવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને પણ ભારે રાહત થઇ છે. સંગઠનમાં બ્રિટનની ૪૪૦ શાળા જોડાયેલી છે.નવા વિઝા નિયંત્રણો સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નવા નિયંત્રણોમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ખૂબ સારું હોવું જોઇએ. ભારત અને યુરોપ બહારના દેશોમાંથી ગેરકાનૂની ઇમિગ્રેશન અટકાવવાના બ્રિટનની ગઠબંધન સરકારના પગલાંના એક ભાગરૂપે નવા કડક વિઝા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી.શાળાઓના સંગઠને જણાવ્યું કે, નવા વિઝા નિયંત્રણો બિનજરૂરી અને ગેરવાજબી છે. નિયંત્રણોથી હજારો લોકો નોકરી ગુમાવશે અને કરોડો પાઉન્ડની વિદેશી કમાણીનું નુકસાન થશે.શાળાઓના સંગઠન ઇંગ્લિશ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ ટોની મિલન્સે હાઇકોર્ટના ચુકાદા પહેલાં જણાવ્યું હતું કે, અભ્યાસ કરવા માટે બ્રિટન આવતા પહેલાં વિદ્યાર્થીનું અંગ્રેજી ખૂબ સારું હોવાની શરત હાસ્યાસ્પદ છે.નોંધનીય છે કે બ્રિટનમાં નવા વિઝા નિયમોને કારણે ભારતીયો સહિત વિદેશીઓને મુશ્કેલીઓ પડી રહી છે.


ઇન્ટરનેટ કંપની ગૂગલ ફરીથી ચીનમાં

ગૂગલ અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકાને પણ દખલબાજી કરવી પડી હતી. ઇન્ટરનેટ કંપની ગૂગલની સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને ખત્મ કરતા ચીનની સરકારે ગૂગલના લાઇસન્સનું નવીનીકરણ કરી દીધું છે.જ્યારથી ગૂગલે ચીનના ગ્રાહકો માટે હોંગકોંગથી પોતાની સેવાઓ આપવાની શરૂઆત કરી ત્યારથી એવી અટકળો હતી કે હવે કદાચ ચીન સરકાર ગૂગલનું લાઇસન્સ રદ કરી દેશે. પરંતુ ગયા મહિને ચીન પ્રતિ કૂણું વલણ અપનાવતા ગૂગલે કહ્યું કે તેઓ ચીનના ગ્રાહકોને હોંગકોંગ રિડાયરેક્ટ નહિં કરે.ગૂગલે કહ્યું હતું કે ચીનના ગ્રાહકોને એક 'લેંડિગ પેજ' પર મોકલશે જ્યાંથી તેઓ હોંગકોંગની સાઇટ પર જઇ શકશે.ગૂગલના વકીલ ડેવિડ ડ્રમંડે ઇમેલથી મોકલેલ એક નિવેદનમાં કહ્યું કે અમને ખુશી છે કે ચીન સરકારે ઇન્ટરનેટ કંટેટ પ્રોવાઇડર (આઇસીપી) લાઇસન્સનું નવીનીકરણ કરી દીઘું છે, હવે અમે ચીનમાં વેબ સર્ચ અને અમારી બીજી પ્રોડક્ટ લોકો માટે ઉપલબ્ધ કરાવી શકીશું. આ સમાચાર બાદ ગૂગલના શેરમાં 2.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો તો.ગુરૂવારે જ ગૂગલના પ્રમુખ અરિક શમિટે કહ્યું હતું કે અમને આશા છે કે ચીન સરકાર લાઇસન્સ રિન્યૂ કરી દેશે.ગૂગલ અને ચીનના ગ્રાહકોની વચ્ચે તનાતનીનો જૂનો ઇતિહાસ રહ્યો છે. પરંતુ લાઇસન્સ વગર ચીનમાં કામ ન કરી શકે. શમિટે કહ્યું કે ચીનમાં અમારૂં કામ પૂરી રીતે ચીન સરકારના ભરોસે છે.આ વર્ષે જાન્યુઆરીમાં ગૂગલે કહ્યું હતું કે ચીનમાં પોતાનું કામકાજ સમેટી શકે છે. તેમનો આરોપ હતો કે ચીનમાં સાઇબર હુમાલ થઇ રહ્યા છે. ગૂગલે કહ્યું હતું કે ચીનમાં કેટલાંય માનવઅધિકાર કાર્યકર્તાઓ, ગૂગલની કેટલીક અમેરિકન કંપનીઓના ઇમેલ એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ અમેરિકન સરકારે પણ એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન સરકારના રવૈયાથી તેઓ 'નિરાશ' છે.ગૂગલ માટે ચીનમાં લાઇસન્સ નવીનીકરણ મહત્વપૂર્ણ છે કારણ કે ચીનમાં ઇન્ટરનેટ ગ્રાહકો ઓછા હોવા છતાં ત્યાં કોઇ પણ દેશથી વધારે ઇન્ટરનેટના ગ્રાહકો છે. આને લીધે ગૂગલને વ્યવસાયિક નુક્સાન થઇ રહ્યું હતું.એક રોકાણ કંપનીના ઇલિનોર લેઉંગ કહે છે કે તેનાથી ચીનમાં ગૂગલની સ્થિતિમાં કોઇ ફેરફાર થશે નહિં, હોંગકોંગની સાઇટ પર રિડાયરેકટ થવાનો સિલસિલો ચાલુ છે તેનો મતલબ એ છે કે અહિંની સમસ્યા બરકરાર છે.


ગૂગલ ભારતમાં રોજગારીના સ્રોત ઉભા કરશે

ગૂગલે બિઝનેસ કન્સલ્ટિંગમાં ઝંપલાવ્યુસર્ચ એન્જિનની દુનિયામાં મહારથી ગૂગલે નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગપતિઓ માટે કન્સલટન્સીનું કામ શરૂ કર્યું છે. ગૂગલના માનવા પ્રમાણે દેશમાં જુદાજુદા આકારના લગભગ ચાર હજાર કારોબાર છે જેમાંથી લગભગ 20 લાખ ઓનલાઈન છે.ગૂગલના જણાવ્યા અનુસાર ભારતમાં કન્સલટન્સીની માંગ ઝડપથી વધી રહી છે. ગૂગલ ઈન્ડિયાના ઓનલાઈન સેલ્સ હેડ શ્રીધર શેષાદ્રી કહે છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગપતિઓ પાસે ધન છે, બિઝનેસ આઈડિયા છે, અને અહી સુધી રોકાણ કરવાની ક્ષમતા પણ છે, પરંતુ તેઓ તેનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા.શેષાદ્રીએ જણાવ્યું હતું કે ‘કન્સલટિંગની વધતી માંગને ધ્યાનમાં રાખતા દરરોજ કોલ્સ હેન્ડલ કરવાની ક્ષમતા એક હજારથી વધારીને પાંચ હજાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આને લાગું કરવામાં બે થી ત્રણ મહીનાનો સમય લાગી શકે છે.’ગૂગલ ઈન્ડિયાનું દેશમાં એકમાત્ર કોલ સેન્ટર છે, જે દિલ્હીમાં બીજી અન્ય કંપની દ્વારા ગૂગલ માટે સંચાલિત કરવામાં આવે છે. કંપની દક્ષિણ ભારતમાં વધુ એક કોલ સેન્ટર શરૂ કરવાનો વિચાર કરી રહ્યું છે.


મનોરંજન-ફેશન ઉદ્યોગમાં દેહના દરિયા

‘છોટા પર્દા’ પર પ્રસ્તુત કોમેડીના તમાશા અને ટૂચકાબાજીના બધા અડ્ડાપર મલ્લિકા અને રાખી સાવંતનાં દેહપ્રદર્શનની મજાક ઉડાવાય છે હકીકત એવી છે કે તમામ ટોચની અભિનેત્રીઓ ઓછામાં ઓછાં વસ્ત્રો પહેરે છે અને મનોરંજન તથા ફેશન ઉદ્યોગમાં માંસનો દરિયો વહે છે. ફાઈવસ્ટાર હોટેલોની લોબીમાં એક પણ રૂપિયાના ખર્ચ વિના તમને હૂંફાળાં દ્રશ્યો જોવા મળે છે. કોફી શોપમાં લોકો નેત્રસુખ માટે જ જાય છે.ખા સમાજમાં ખુલ્લાપણાની લહેર છે, જે આર્થિક ઉદારવાદના બે દાયકા પૂર્વે શરૂ કરાઈ હતી. ખરેખર તો આ ખુલ્લાપણું અને સ્ત્રીઓનું જાહેરમાં શરાબ પીવી, એ કાળાં નાણાંનો પ્રતાપ ગણાય. એ દોરમાં જ હોલિવૂડની હેડા હોપરની નકલ મારતાં દેવયાની ચૌબલને ફિલ્મ પત્રકારત્વમાં ‘ગોસપિ’નો મહિમા પંડિત કરવાનો અવસર પ્રાપ્ત થયો. દેવયાની ચૌબલની નકલ કરતાં અનેક જુવાન છોકરીઓ ફિલ્મ પત્રકારત્વમાં આવી અને ફિલ્મસ્ટારોએ તેમને ઉત્સાહથી ઈન્ટરવ્યૂ આપ્યા અને તેમને પોતાની સાથે ફાઈવસ્ટાર ઠેકાણાં પર ડિનર-લંચ કરાવ્યાં. એવી જ રીતે પુરુષ પાત્રોએ નૈતિકતાને ચરિત્રચિત્રણ અથવા પાત્રઘડતરમાંથી બાદ કરી નાખી છે. આજની ટોચની અભિનેત્રીઓ પરંપરાગત સાડીમાં પોતાને ઓળખી નહીં શકે અને બીજી બાજુ થોડા વખત પછી દર્શકો તેમના શરીરનાં ઉપાંગો પર કુદરતી રીતે ઉપસેલા તલ અને લાખાથી પણ વાકેફ થઈ જશે.તાજેતરમાં જ ‘વોગ’ નામના આં.રા. મેગેઝિનના કવરપેજ પર ઐશ્વર્યા રાય ઉઘાડી જાંઘ બતાવતાં પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળી જ્યારે તેની સાસુ જયા બચ્ચન પોતાના દોરમાં સંપૂર્ણ પરંપરાગત વસ્ત્રોમાં પ્રગટ થતી હતી.


જો તમે કોઈને પસંદ કરો છો તો ઈમ્પ્રેસ કરવા માટે તૈયાર થઈ જાઓ

જો તમે કોઈને પસંદ કરો છો. પરંતુ તમે તમારા પ્રેમનો ઇઝહાર તેની સમક્ષ હજૂ સુધી કરી શક્યા નથી. જો તમે એ વાતથી ગરભાતા હોવ કે તે મને પંસદ કરે છે કે નહીં તો હવે તેને પોતાના તરફ આકર્ષવા અને તેના દિલમાં તમારા પ્રત્યેની પ્રેમની લાગણીને જન્માવવા માટે તૈયાર થઈ જાઓ. જો તમે ઓફિસમાં કોઈને પસંદ કરો છો અને તે તરફથી કોઈ પ્રતિક્રિયા મળતી નથી, તો ઘભરાશો નહીં. જ્યારે તે મીટિંગમાં હોય, કોઈ બીજી જગ્યાએ વ્યસ્ત હોય, તો તેના કામમાં મદદ કરો. પછી જોવો કેવી રીતે ધીરે-ધીરે તમને પોતાનો હિરો બનાવી લે છે. જો તમારી ગર્લફ્રેન્ડને પેન્ટ્સ પસંદ છે તો તેની સાથે સાથે તે પેન્ટ્સને પણ પોતાની પસંદ બનાવી લો. આનો મતલભ એ નથી કે તમારે પોતાની ગર્લફ્રેન્ડના કુતરાંને ફરવા લઈ જવું પડશે અથવા મોર્નિંગ વોક કરાવવું પડશે. જ્યારે પણ તમે તમારી ગર્લફ્રેન્ડના ઘરે જાવો ત્યારે કુતરાં માટે બિસ્કીટ લઈ જાવો, તમને ઈમ્પ્રેસ કરવા માટે આટલું ઘણું છે. સમયસર પર તેને મેઈલ કરતાં રહો. એ જરૂરી નથી કે તમે કોઈ કામ અથવા પ્રસંગ પર જ તેને મેઈલ અથવા મેસેઝ કરો. રોજ એક ઈમેલ અને સવારે-સાંજે મેસેઝ મોકલવાની આદત પાડો. આનાથી તે દુર હશે તો પણ તમને ફિલિગ્સં આપી શકશે તમે રોમાંચિત થયા વગર રહેશો નહીં.ઓફિસના કામમાં મદદ કરવાની સાથે સાથે પોતાની ગર્લફ્રેન્ડ માટે કંઈ પણ કરીશું, તો તે તમને બહુ જ પ્રેમ કરશે. એ વિચારો નહિ કે તમને ખાવાનું બનાવતા આવડતું નથી અથવા તમે તેના માટે આવું કેમ કરો જે જેનાથી ખુશ થઈ જાય. તમને તે સરળ પડે તે બનાવી દો, કે પછી મેગી હોય કે પોપકોન.રોજ સમાચાર વાંચો અને ન્યૂઝ જોવો. કારણ કે તમને આજુબાજુની ઘટના અંગે માહિતી રહે. લોકલ સમાચારના કારણે રાષ્ટ્રીય અથવા વિદેશી સમાચારો પર નજર રાખો. આનાથી તમારા મિત્ર અથવા ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરી શકશો.


જોધપુર : હિંદુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે: મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે માલેગાંવમાં હિંદુ આતંકવાદના દુષ્પ્રચારની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હિંદુ ક્યારેય આતંકવાદી ન હોઈ શકે. તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે હવે નીચેના સ્તરે પ્રામાણિક કાર્યકર્તાઓની ફોજ તૈયાર કરવાની જરૂરત છે.માટે સંઘના આનુષંગિક સંગઠનો અને સંઘની શાખાઓમાં વધારેને વધારે જોડવામાં આવે. શુક્રવારે જોધપુર પાસેના તિંવરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બેઠકના સમાપન પહેલા સરસંઘચાલક મોહન ભાગવતે પ્રાંત પ્રચારકો અને વરિષ્ઠ પદાધિકારીઓને કરેલા ઉદબોધનમાં દેશની યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં સક્રીય ભાગીદારી નીભાવવા માટે આહવાન કર્યું છે.ભાગવતનું કહેવું હતું કે સંઘ વર્તમાનમાં રાજકારણથી દૂર રહીને જ પોતાની જૂની છબીને કાયમ રાખી શકે છે. તેના માટે જરૂરત એ વાતની છે કે સાફ-સુથરી છબીના યુવાનોને દેશના સમર્પણનો પાઠ ભણાવવામાં આવે, તેમને સંઘ સાથે જોડવામાં આવે.સરસંઘચાલક મોહન ભાગવતનો વધુ બે દિવસ જોધપુરમાં જ પ્રવાસનો કાર્યક્રમ છે. તેઓ આ સમયગાળામાં સંઘ અને અન્ય સંગઠનોના કાર્યકર્તાઓ સાથે વાતચીત અને ઉદ્યોગપતિઓ, સામાજીક સંગઠનોના પદાધિકારીઓ સાથે મળીને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભૂમિકાની ચર્ચા કરશે.બેઠકના અંતિમ દિવસે સંઘની પ્રાંત અને ક્ષેત્રીય રચના અનુસાર સત્ર થયા. તેમાં ગામને એકમ માનીને કામ કરવાનો સંકલ્પ અપાવીને કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જોડાવાનું કહ્યું. વરિષ્ઠ પદાધિકારીઓએ સંગઠનાત્મક ચર્ચા દરમિયાન અલગ-અલગ પ્રાંતમાં ચાલી રહેલા અલગતાવાદની સમીક્ષાને લઈને પોતાની નીતિ નક્કી કરવા પર ભાર મૂક્યો છે. ચીનના મુદ્દે સંઘના પદાધિકારીઓનું માનવું છે કે આ બિંદુ ઘણું મહત્વપૂર્ણ છે.એવામાં તેના પર વ્યાપક ચર્ચા બાદ જ દેશવ્યાપી જનજાગરણ ચલાવાની વાત નક્કી થઈ. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આગામી ચાર માસ સુધી સંઘ પોતાની સંપૂર્ણ તાકાત લગાવશે. વિશ્વ હિંદુ પરિષદ અને સંતોના ચલાવાયેલા દરેક આંદોલનમાં પોતાની સક્રિય ભૂમિકા નીભાવશે. જય શ્રીરામના ઉદઘોષ વચ્ચે રાષ્ટ્રીય પરિષદની બેઠકના સમાપનની ઘોષણા થઈ. બેઠકના સમાપન બાદ સંઘના આનુષંગિક સંગઠનોના કાર્યકર્તા શુક્રવાર સાંજે ભંડોર એક્સપ્રેસ, બિકાનેર-સિકંદરાબાદ એક્સપ્રેસ, હાવડા અને જેસલમેર-દિલ્હી ઈન્ટરસિટીથી પોતાના ગંતવ્ય માટે રવાના થયા હતા.


જેમ્સ લેનના પુસ્તક ”શિવાજી“ પર પ્રતિબંધ

જેમ્સ લેનના પુસ્તક ‘શિવાજી: ધ હિન્દુ કિંગ ઓફ ઈસ્લામિક ઈન્ડિયા’ સામે વિવાદ જાગતાં તેની પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.‘‘શિવાજી: ધ હિન્દુ કિંગ ઓફ ઈસ્લામિક’’ ઈન્ડિયા નામના જેમ્સ લેન લિખિત પુસ્તક પર રાજ્ય સરકારે મૂકેલો પ્રતિબંધ રદ કરવાનો મુંબઈ વડી અદાલતનો આદેશ સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો છે. જેમ્સ લેન લિખિત પુસ્તકમાં શિવાજી મહારાજ વિશે વાંધાજનક ઉલ્લેખોને કારણે એ પુસ્તક પર પ્રતિબંધ મુકાયો હતો.સર્વોચ્ચ અદાલતમાં ન્યા. બી.કે. જૈન અને ન્યા. એ.કે. પટનાઈકની ખંડપીઠે સુનાવણી હાથ ધરીને વડી અદાલતનો આ પ્રતિબંધ રદ કરવાનો નિર્ણય યથાવત રાખતાં જણાવ્યું હતું કે ‘‘તેમાં હસ્તક્ષેપનો પ્રશ્ન ઊભો થતો જ નથી. આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવે છે.’’આ પુસ્તકમાં વાંધાજનક લખાણને કારણે મહારાષ્ટ્રમાં, ખાસ કરીને પુણેમાં ઘણો વિવાદ થયો હતો. તેથી આ વિવાદ અને ઉગ્ર થતી જતી ધાંધલનો અંત આણવા માટે પુસ્તક પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. પરંતુ મુંબઈ વડી અદાલતે એ નિર્ણય અયોગ્ય ઠરાવ્યો હતો. ત્યાર પછી રાજ્ય સરકારે એ નિર્ણયને પડકારતાં સવોgચ્ચ અદાલતમાં અરજી કરી હતી. એ અરજીનો ચુકાદો શુક્રવારે જાહેર કરાયો હતો.દરમિયાન સાતારાથી પ્રાપ્ત સમાચાર મુજબ જેમ્સ લેનના ઉપરોકત પુસ્તકને મહારાષ્ટ્રમાં પ્રકાશિત થવા નહીં દેવાની ચીમકી સંસદસભ્ય અને શિવાજી મહારાજના તેરમા વંશજ ઉદયન રાજેભોસલેએ ઉચ્ચારી હતી. એવી જ રીતે મુંબઈમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ પુસ્તક રાજ્યમાં વેચાવા નહીં દેવાની ધમકી આપી હતી. શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પુસ્તક વિક્રેતાઓને આ પુસ્તકનું વેચાણ નહીં કરવાનો અનુરોધ કરવા સાથે જો ક્યાંય આ પુસ્તકની નકલો હોય તો તેને બાળી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.ઉદયને જણાવ્યું હતું કે ‘‘આ પુસ્તકનું પ્રકાશન અને પ્રચાર પ્રસાર મહારાષ્ટ્રના અપમાનરૂપ છે. આ મુદ્દો હું સંસદના આગામી સત્રમાં રજુ કરીશ. કોઈપણ સંજોગોમાં આ પુસ્તક મહારાષ્ટ્રમાં પ્રકાશિત થવા નહીં દેવાય. એક ભારતીય નાગરિક તરીકે હું આવું ચલાવી નહીં લઉં, સંપૂર્ણ લડત આપીશ.’


ચાલુ ટ્રેનમાં મહિલા પર બળાત્કાર ગુજારનારાને ૭ વર્ષની સખત કેદ

ચાલુ ટ્રેનમાં અન્ય પ્રવાસીઓને ચાકુની ધાક બતાવીને એક મહિલાની ઉપર બળાત્કાર ગુજારનારા અને તેના સાગરીતોને નાસિકની જિલ્લા સેશન્સ કોર્ટે ૭ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો. અત્રેથી મુંબઈ તરફ જઈ રહેલી પવન એક્સપ્રેસમાં ૫ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ આ ઘટના બની હતી.પવન એક્સપ્રેસમાં નાસિક રોડથી ઈગતપુરી દરમિયાન પ્રમોદ જાધવ, પ્રકાશ જાધવ, વિલાસ ઉન્હાણે અને વિશાલ ગાયકવાડ નામના ચાર નરાધમોએ મહિલાની સાથે ઉક્ત કૃત્ય આચર્યુ હતું. ગાડીએ નાસિક સ્ટેશન છોડ્યા બાદ ચારેયે ધમાલ મચાવવાનું શરૂ કર્યું હતું. તેઓએ ચાકુની ધાક દાખવીને ડબ્બામાં બેઠેલા પ્રવાસીઓની લૂંટ ચલાવી હતી. ચારમાંના પ્રમોદે મહિલાની સાથે જબરદસ્તી કરવાની શરૂઆત કરી હતી. મહિલાના પતિ અને અન્ય પ્રવાસીઓએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો તો પ્રમોદના સાગરીતોએ તેઓને ચાકુની ધાક દાખવી હતી.બાદમાં પ્રમોદે મહિના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ડબ્બામાં મચેલા શોરબકોરને કારણે આગામી સ્ટેશન પર બાજુના ડબ્બાના પ્રવાસીઓ પણ આવી ચઢ્યા હતા. તેમાંના એકે પોતાને પોલીસ છે એવી ઓળખ આપતાં પ્રવાસીઓમાં હિંમત આવી હતી. આ પછી પ્રવાસીઓએ મળીને પ્રમોદને પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે અન્ય ત્રણ ભાગી ગયા હતા.કલ્યાણ સ્ટેશને પ્રમોદની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને નાસિક પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. અઠવાડિયાની અંદર જ પોલીસે બાકીના નરાધમોની પણ ધરપકડ કરી લીધી હતી. આ કેસ નાસિક જિલ્લા સેશન કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં કુલ ૧૭ સાક્ષીઓની જુબાની નોંધાઈ હતી. બળાત્કારનો ભોગ બનેલી પીડિત મહિલા, તેના પતિ અને અન્ય પ્રવાસીઓએ આરોપીઓને ઓળખી કાઢયા હતા.


કાનપુર : વડાપ્રધાનની સુરક્ષાના કારણે બાળકનું મોત


ચાલુ મહિનાના આરંભમાં કાનપુરમાં મોતને ભેટેલા એક બાળકના પરિવારે દાવો કર્યો છે કે વડાપ્રધાન મનમોહનસિંઘના કાફલાના કારણે પોતાના પુત્રનું અવસાન થયું છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન રોડ બ્લોક કરવામાં આવતા પોતાના પુત્રને સમયસર હોસ્પિટલ નહિ પહોંચાડી શકવાના કારણે તે મોતને ભેટ્યો હોવાનું કહેનારી માતાએ ભવિષ્યમાં અન્ય કોઇ સાથે આવી દુ:ખદ ઘટના ન બને તે ખાતરી માટે યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે અને રૂ. ૧૦ લાખ વળતર પેટે માંગ્યા છે.સોનિયા ગાંધીને પત્ર લખ્યા બાદ ચોધાર આંસુએ રડી રહેલા ઉષા શર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે આવી કરુણાંતિકામાંથી કોઇ માતા પસાર થવી ન જોઇએ. ઉષા અને તેના પતિ તસ્દૂદ હુસૈને આક્ષેપ કર્યો છે કે ત્રીજી જુલાઇએ અહીં આઇઆઇટીની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ તમામ મુખ્ય માર્ગો બ્લોક કરી દીધા હતા. તે સમયે પોતાના ઘરમાં ઊંચાઇ પરથી પડી ગયેલા આઠ વર્ષના પુત્ર અમનને માથામાં ગંભીર ઇજા થઇ હતી અને તેને હોસ્પિટલ લઇ જતાં સુરક્ષા કર્મચારીઓએ અટકાવ્યા હતા.શ્યામ નગર વિસ્તારમાં રહેતા દંપતીએ જણાવ્યું હતું કે અહીંના કોકા-કોલા ક્રોસિંગથી હોસ્પિટલ જવા દેવાની પરવાનગી આપવા માટે તેમણે સુરક્ષા કર્મચારીઓને વિનંતી કરી હતી. પુત્રની હાલત ગંભીર હોવા છતાં સાવ નજીક આવેલી હોસ્પિટલે જવા માટે લાંબા રૂટ પરથી જવા સુરક્ષા કર્મચારીઓએ કહ્યું હતું. આથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલી હોસ્પિટલ સુધી પહોંચવા માટે અમારે ૪૦ મિનિટનો સમય લાગ્યો હતો. જેના કારણે માર્ગમાં જ અમનનું અવસાન થયું હતું.છઢ્ઢી જુલાઇએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ઉષા શર્માએ વિનંતી કરી હતી કે ભવિષ્યમાં આવા સંજોગોમાં હોસ્પિટલે લઇ જતા ઇજાગ્રસ્તોને નહિ રોકવા સુરક્ષા દળોને આદેશ આપવો જોઇએ. આ ઘટના અંગે ધ્યાન દોરવા માટે દંપતીએ વડાપ્રધાનને ફેકસ પણ કર્યો છે. એડશિનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શૈલેન્દ્રકુમાર સિંહે જણાવ્યું હતું કે આ ઘટના અંગે તપાસનો આદેશ અપાયો છે.


ભારતીયોમાં અમેરિકનો કરતાં નાણાકીય કોઠાસૂઝ વધુ


એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકનો કરતાં ભારતીયો સચોટ અને દૂરદર્શી નાણાકીય નિર્ણયો લઇ શકે છે અને વધુ સારી રીતે આર્થિક કટોકટીને ટાળી શકે છે. કેમ કે, અમેરિકા કરતાં વિશ્વના સૌથી મોટા એવા આ લોકશાહી દેશના નાગરિકોમાં નાણાકીય કોઠાસૂઝ ઊંચી છે. ફેડરલ રિઝર્વ બેંક ઓફ શિકાગો ખાતેના અર્થશાસ્ત્રીઓ દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર, નાણાકીય સાક્ષરતા પરીક્ષામાં બહુમતી ભારતીયો(૮૦ ટકા)ઓએ સાચા જવાબો આપ્યા હતા. જેની સરખામણીમાં અમેરિકાના ૬૦ ટકા લોકોએ સાચા જવાબ આપ્યા હતા. અભ્યાસમાં એ પણ સંશોધન થયું છે કે વિશ્વની અનેક મોટા અર્થતંત્રોને હચમચાવી નાંખનારી તાજેતરની આર્થિક કટોકટી સામે ઝઝૂમવામાં ભારતીયો વધુ સારી રીતે તૈયાર હતા. અભ્યાસમાં ધ્યાન પર આવ્યું હતું કે મોટાભાગના અમેરિકનો ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ઉપરાંત સ્ટોક અને બોન્ડ જેવી નાણાકીય સંપત્તિની લાક્ષણિકતા જાણતા નથી.અભ્યાસમાં એવા નોંધપાત્ર પુરાવા મળ્યા છે કે અમેરિકન વસ્તીનો મોટાભાગનો વર્ગ નાણાકીય સાક્ષરતા ધરાવતો નથી. આનો અર્થ એ છે કે મોટાભાગના અમેરિકનો મૂળ નાણાકીય દ્રષ્ટિકોણ સમજતા નથી. જેના કારણે અમેરિકનો પોતાના અને પરિવાર માટે સચોટ અને દૂરદર્શી ટૂંકા અને લાંબા ગાળાના નાણાકીય નિર્ણયો કરી શકતા નથી. એટલું જ નહિ પણ નિવૃત્તિ માટેનું આયોજન કરવામાં પણ અમેરિકનો નિષ્ફળ રહે છે. આ અભ્યાસ ભારત અને અમેરિકા સહિત વિશ્વભરના વિવિધ ભાગોમાં કરાયેલા સંશોધન અહેવાલોના આધારે તૈયાર કરાયો છે.

No comments:

Post a Comment