visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour
ભુજને હરિયાળું બનાવવા અષાઢી બીજે નિધૉર કરાયો
ભુજને હરિયાળું બનવવાના નિર્ધારસાથે સુધરાઇ દ્વારા અનોખી રીતે કચ્છી નવું વર્ષ ઉજવાયું હતું. રાવલવાડી રિલોકેશન ખાતે રોપા વિતરિત કરાયા હતા.અષાઢી બીજની ઉજવણીના ભાગરૂપે સુધરાઇ સત્યમ,નરિસંહ મહેતાનગરના રિલોકેશન સાઇટના નાગરિકો માટે ખાસ રોપા અપાયા હતા. સાંજના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં પાલિકાના પ્રતિનિધિઓ દર્શક અંતાણી અને જયોતિબેન ભટ્ટના હાથે આ વિતરણ થયું હતું.આ પ્રસંગે સુરેશભાઇ ભટ્ટ, જટુભાઇ ડુડીયા, મીતાબેન જોષી, ધારસભ્ય આરતીબેન ઝાલા, વિમળાબેન, મંગે પ્રદીપ ભણસોલ (મુન્નાભાઇ) હાજર રહ્યા હતા.આ વિસ્તારના કાઉન્સિલગે પ્રકાશભાઇ સીંધલ, મનોજપુરી ગોસ્વામી, પન્નાબેન જોષીએ રિલોકેશન સાઇટને લીલીછમ બનાવવા ખાતરી આપી હતી.
મહેસાણામાં વિઝા કૌભાંડ પકડાયું
અમેરિકાના ઈકવાડોરના વર્ક પરમીટના વિઝાના બદલે વિઝિટર વિઝા પકડાવી દીધા હતા. રૂ.દસ લાખ લઈ અમેરિકા ન મોકલનારા કબૂતરબાજોએ બાકીના દસ લાખની માંગણી કરી હતી. છેતરાયેલા આંબલિયાસણના વેપારીએ મહેસાણા કોર્ટમાં ફરિયાદ આપતા લાંઘણજ પોલીસને તપાસ સોંપાઈ. મહેસાણા નજીક આંબલિયાસણના કાપડના બે વેપારીઓને અમેરિકાના ત્રણ મહિનાના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી માત્ર એક મહિનાના વિઝિટર વિઝા આપી રૂ. દસ લાખ પડાવી લેનારા બે કબુતર બાજોએ બાકીના લેવાના રહેતા રૂ. ૧૦ લાખ માટે વેપારીઓને ધમકીઓ આપવાના મુદ્દે મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. કોર્ટે ૨૦૨ અંતર્ગત લાંઘણજ પોલીસને તપાસ સોંપી આગામી એક માસમાં રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.મૂળ બનાસકાંઠાના દિયોદર ગામના અને હાલમાં આંબલિયાસણ ખાતે સ્થાયી થયેલા સીતારામ અમથારામ પ્રજાપતિ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની નજીકમાં જ કાપડની દૂકાન ધરાવતા લાલભાઈ પ્રજાપતિ મારફતે તેઓ ચાણસ્મા તાલુકાના વિરતા ગામના દિલીપભાઈ રતિલાલ મિસ્ત્રી તથા સંદપિભાઈ રમેશચંદ્ર પટેલના સંપર્કમાં આવ્યા હતા.આ બન્ને શખ્શોએ પોતે કાયદેસર રીતે વિદેશ મોકલવાનું કામ કરતા હોવાનું અને દિલ્હીના કોન્સ્યુલેટ ઓફિસમાં ગાઢ સંબંધો હોવાની વાતચીત કરી હતી. જે અનુસંધાને સીતારામભાઈ પ્રજાપતિ અને લાલભાઈ પ્રજાપતિએ આજથી સાત માસ પૂર્વે દક્ષિણ અમેરિકાના ઈકવાડોરન વર્ક પરમીટ વિઝા પર જવાની તૈયારી દર્શાવતા તે પેટે ૧ વ્યક્તિ દીઠ રૂ. ૧૦ લાખને ખર્ચ આપવાનું નિયત થયું હતું. ત્યારબાદ ગત ૧૦-૧-૧૦ના રોજ આ બન્ને કબુતરબાજો સીતારામભાઈ અને લાલાભાઈની દૂકાને ગયા હતા અને વિદેશ મોકલવાના સ્વપ્ના બતાવી રૂ. ૧૦ લાખ તેમજ જરૂરી દસ્તાવેજો લઈ ગયા હતા જ્યારે બાકીના દસ લાખ એક મહિના બાદ આપવાનું નિયત થયું હતું. વિદેશ મોકલવાનો કારસો રચનારા આ ગઠીયાઓએ બન્ને વેપારીઓને ગત ૧૫-૧-૧૦ના રોજ ફોન કરીને બન્નેના ત્રણ મહિનાના અમેરિકાના વર્ક પરમીટ વિઝા મળી ગયા હોવાનું કહી તેઓને દિલ્હી લઈ ગયા હતા. જો કે, અહીં વેપારીઓને પાસપોર્ટ આપવાના મુદ્દે ગલ્લાગલ્લા કરનારા બન્ને ગઠીયાઓએ તેમના હાથમાં એક મહિનાના વિઝીટર વિઝા પકડાવી દેતા તેઓ ચોંકી ગયા હતા. ત્રણ મહિનાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બદલે પાસપોર્ટ સહિતના દસ્તાવેજો પોતાના હસ્તે કરી લેનારા કબુતર બાજોએ બાકીના લેવાના રહેતા રૂ. ૧૦ લાખની માંગણી કરી બન્ને વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
વર્ક પરમીટ વિઝા આપવાના બદલે વિઝીટર વિઝા પકડાવી દઈ રૂ. ૧૦ લાખની છેતરપીંડી કરનારા દિલીપકુમાર રતિલાલ મિસ્ત્રી રહે વિરતા તા. ચાણસ્મા તથા સંદપિભાઈ રમેશચંદ્ર પટેલ રહે. ડ્રીમલેન્ડપાર્ક સોસાયટી, મહેસાણાવાળાની વિરુદ્ધમાં મહેસાણા ચીફ કોર્ટમાં ફરિયાદ આપી હતી. કોર્ટે ૨૦૨ અંતર્ગત લાંઘણજ પોલીસને તપાસ સોંપી ૩૦ દિવસમાં રિપોર્ટ રજુ કરવા હુકમ કર્યો છે.
વર્ષ ૨૦૧૦-૧૧ માટે બેન્કો ૧૩ અબજનું ધિરાણ આપશે
જિલ્લાના ખેડૂતો, કારીગરો તથા વ્યાવસાયિકો પોતાના રોજગાર ધંધાને સારી રીતે વિકસાવી શકે એવા સારા સમાચાર છે. વર્ષ ૨૦૧૦-૧૧ માટે જિલ્લાની લીડ બેંકના નેતૃત્વમાં વિવિધ બેંકો દ્વારા અધધ...અધધ કહી શકાય એટલું ૧૩૦૫ કરોડનું ધિરાણ આપવાનું લક્ષ્યાંક નિયત કરાયું છે. જેમાં સૌથી વઘુ ધિરાણ ખેડૂતોને આપવામાં આવશે. પાક ધિરાણ સહિતની વિવિધ યોજનાઓમાં ખેડૂતોને ૧૦૪૫.૫૮ કરોડના ધિરાણનો લાભ મળશે.સરકાર દ્વારા રોજગારીના ધંધા માટે વિવિધ યોજનાઓમાં એનક લાભાર્થીઓને સાધન સહાય સહિતનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લાવાસીઓના વિકાસ માટે અબજો રૂપિયાના ધિરાણ પેકેજનું ફોર્મેટ તૈયાર કરાયું છે. જિલ્લાની લીડ દેના બેંકના નેતૃત્વમાં વિવિધ બેંકો દ્વારા વર્ષ ૨૦૧૦-૧૧ માટે જિલ્લામાં વિવિધ યોજનાઓ માટે ૧૩૦૫.૨૦ કરોડનું ધિરાણ આપવામાં આવનાર છે. જેમાં ખેડૂતો સહિત ગ્રામ્ય કારીગરો તથા અન્ય વ્યવસાયિકોને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.ખેડૂતોને પાક ધિરાણ સહિત વિવિધ યોજનામાઓમાં રૂ.૧૦૪૫.૫૮ કરોડનું ધિરાણ આપવામાં આવશે જેમાં પાક ધિરાણ માટે રૂ. ૫૪૯.૨૪ કરોડ, ખેતી સાધન સહાય યોજનામાં ૧૨૫.૯૧ કરોડ તથા પશુપાલન ક્ષેત્રે ૪૫.૩૯ કરોડ ફાળવાયા છે. જ્યારે ગ્રામ્ય કારીગરો તથા અન્ય ગ્રામ્ય યોજનાઓમાં રૂ. ૩૨૫.૦૪ કરોડ, વ્યવસાયિકોને રૂ. ૧૭.૭૫ કરોડ તથા અન્ય યોજનામાં રૂ. ૮૨.૦૨ કરોડનું ધિરાણ આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લાના ખેડૂતો, કારીગરો, વ્યાવસાયિકો માટે પ્રાથમિક અગ્રતા તથા અન્ય ધિરાણ પેટે વર્ષ ૨૦૦૯-૧૦ માટે રૂ. ૧૦૩૨.૧૫ કરોડ ધિરાણ પેટે ફાળવાયા હતા. જોકે વર્ષ ૨૦૧૦-૧૧ માટે ૨૭૩.૦૫ કરોડ રૂપિયા વધુ ફાળવાતાં કુલ ધિરાણ પેકેજ ૧૩૦૫.૨૦ કરોડ કરાયું છે.
તલાકશુદા પત્નીએ કામેચ્છા સંતોષવા કહેતાં મોત આપ્યું
તલાકશુદા પત્નીએ કામેચ્છા સંતોષવા કહેતાં તેને મોત આપનારા પતિની ધારાવી પોલીસે ધરપકડ કરી છે. ચોરી છુપાવવા માટે મૃતકની માતા સાથે પછી પતિએ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે પોલીસે ઊલટતપાસ લેતાં ચોરી પકડાઈ ગઈ હતી.ધારાની નાયકનગર સાયન ખાતે લગેજ બેગ બનાવીને વેચતા રહીસ અમીન ખાન (૪૩)ની ધારાવી પોલીસે મંગળવારે સવારે તલાકશુદા પત્નીની હત્યાના કેસમાં ધરપકડ કરીને હત્યાનું કોકડું ઉકેલી કાઢયું છે.હીસે મૃતક સિતારા બેગમ (૩૦) સાથે થોડાં વર્ષ પૂર્વે નિકાહ કર્યા હતા. આ પછી રાજદા બેગમ (૩૫) નામે વધુ એક સ્ત્રી સાથે તે પરણી ગયો હતો. તેઓ એક જ ઘરમાં રહેતાં હતાં, પરંતુ પછીથી ઝઘડા શરૂ થતાં ત્રણ મહિના પૂર્વે રહીસે સિતારાને તલાક આપી દીધા હતા.સિતારા વળી પાડોશમાં જ રહેતી હતી. આથી તલાક બાદ પણ તે નિયમિત ઘરે આવીને રહીસ પાસે ભરણપોષણ માગતી રહેતી હતી. ૧૦ જુલાઈએ રહીસ સિતારાને ફરવા લઈ જાઉં છું એમ કહીને લઈ ગયો હતો. તે તેને મઢ વિસ્તારમાં આકસા ધારીવીલી વિસ્તારમાં તળાવ નજીક લઈ ગયો હતો. આ સૂમસામ જગ્યાએ બંને થોડી વાર બેઠાં બાદ સિતારાએ કામેચ્છા સંતોષવા માટે રહીસને આગ્રહ કર્યો હતો. જોકે રહીસ માન્યો નહોતો. સિતારા વધુ પડતો આગ્રહ કરવા લાગી ત્યારે તેણે તેનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેની પાસે મોજુદ કટર વડે ગળું કાપીને તેને મારી નાખી હતી અને તળાવમાં લાશ ફેંકી દીધી હતી.ઘરે આવ્યા પછી અજાણ હોય તેમ તે સિતારાની માતા સાથે પોલીસ સ્ટેશને ગયો હતો અને સિતારા ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં મદદ કરી હતી. પોલીસ મૂંઝવણમાં હતી, પરંતુ રહીસનું વર્તન શંકાસ્પદ લાગતું હતું. આથી તેને સોમવારે રાત્રે પૂછપરછ માટે બોલાવી લેવાયો હતો. ઊલટતપાસમાં રહીસે ગુનો કબૂલી લીધો હતો, જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
૨૩ ભાઈ-બહેનોને કચ્છ-શક્તિ એવોર્ડ
કચ્છી નવા વર્ષ આષાઢી બીજની પૂર્વસંધ્યાએ સિદ્ધિપ્રાપ્ત કચ્છી ભાઈ- બહેનોને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ આપીને નવાજવામાં આવ્યાં હતા. કચ્છ-શક્તિ આયોજિત એવોર્ડ વિતરણ સમારંભમાં અતિથિ વિશેષ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી દામજીભાઈ એંકરવાલાએ કચ્છ-શક્તિની પ્રવૃત્તિને બિરદાવી હતી.દામજીભાઈએ આષાઢી બીજના દિવસે કચ્છમાં વસવાટ કર્યો છે. જુના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે પહેલા વરસાદની માટીની સુગંધ, વીજળીની ગાજવીજ અને મોરનો ટહુકો આવું કુદરતી વાતાવરણ હું ભૂલી શકતો નથી.બિરલા માતુશ્રી સભાગૃહમાં સોમવારે સાંજે યોજાયેલા સમારંભને સંબોધતાં અરવિંદભાઈ ત્રિવેદી (લંકેશ)એ કહ્યું હતું કે, હું મુંબઈ આવ્યો ત્યારે કચ્છી મિત્રોએ સહયોગ આપ્યો હતો. ચાંપશીભાઈ નાગડા, લક્ષ્મીચંદ નાગડા, દામજીભાઈ એંકરવાલા વગેરેની સાથે રહી તે મુંબઈમાં કેમ રહેવું એ શીખ્યો હતો.સંગીતકાર આણંદજીભાઈએ દામજીભાઈનો દાખલો ટાંકીને કહ્યું હતું કે કચ્છીઓ મોટાં મોટાં કાર્યો કરે પણ દેખાડો ન કરે. પચાવી જાણે છે. ચિંતાનો વિષય એટલો જ છે કે ઊગતી પેઢી પશ્ચિમના રંગે રંગાઈ રહી છે. સંસ્થાના પ્રમુખ હેમરાજભાઈ શાહે સ્વાગત પ્રવચન કરતાં સૌને ઉમળકાથી આવકાર્યા અને કહ્યું હતું કે આ વખતે ૨૩ વિશેષ વ્યક્તિને સન્માનિત કરવાની છે. ખરેખર તો આજે ઓજસના ઓવારણાનો અવસર છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્માનાં કલાકારો દિલીપ જોશી (જેઠાલાલ), દિશા વાકાણી (દયા ભાભી) અને નિર્માતા આસિત મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહારાષ્ટ્ર : મોંઘવારીની ઝાળ ગણેશ ઉત્સવ મંડળોને લાગી
મહારાષ્ટ્રમાં ગણેસોત્સવ એટલે સાર્વજનિક ગણેશ મંડલો માટે પેટે પાટા બાંધીને ઉજવવાનો પ્રસંગ. જો કે આ વખતે પ્રચંડ મોંઘવારીનો ભડકો મુંબઈના ગણેશોત્સવને પણ ગ્રસી ગયો હોવાનું કહી શકાય એમ છે, કારણ કે આ વખતે કેટલાય સાર્વજનિક ગણેશ મંડળોએ ૧૦ દિવસનો ઉત્સવ પાંચ દિવસનો અને કેટલાક મંડળોએ પાંચ દિવસનો ઉત્સવ દોઢ દિવસનો કરવાનું નક્કી કર્યું છે.મંડળો દ્વારા ઉત્સવ દરમિયાન લાઈટો લગાડવાથી માંડીને ગણેશજીનું નૈવેધ્ય અને ફૂલોનો સાજશણગાર સુધીની તમામ સામગ્રીના ભાવો વધીને આકાશે અડ્યા છે ત્યારે ઉત્સવ માટે ઉઘરાવવામાં આવતા ફાા અને ભેટમાં મળતા નાણાં ઓછા પડશે, એવી શંકા ધરાવતા મંડળોએ વચ્ચેનો માર્ગ સ્વીકાર્યો છે. જો કે, તેમ છતાં દમામભેર ઉત્સવ કેવી રીતે ઉજવવો એ પ્રશ્ન તો મોં ફાડીને ઊભો જ છે.ગણપતીના આગમનને હજી બે મહિનાનો સમય હોવા છતાં શહેરનાં સાર્વજનિક મંડળોએ સૌથી વધારે નાણાં તેવી રીતે એકત્ર કરવા તે માટેનો વિચાર કરવા માંડ્યોછે. શહેરમાં આ વખતે ૧૨,૦૦૦ જેટલા નાના-મોટા ગણેશ મંડળોની નોંધણી કરાઈ છે. નાનાં મંડળો સામે ઉત્સવ ઉજવવાની યોજના વિકરાળ બની ગઈ છે, એમ સાર્વજનિક ગણેશોત્સવની સમન્વય સમિતિના સચિવ નરેશ દહિબાવકરે કહ્યું હતું. કોઈ પણ પરિસ્થિતિમાં ગણેશોત્સવ દમામથી પાર પાડવાનો કાર્યકર્તાઓને પ્રચંડ ભરોસો હોવા છતાં હાલની પરિસ્થિતિમાં નાણાંની સરભર કેવી રીતે કરવી આ પ્રશ્ન અનેક કાર્યકર્તાઓ સમક્ષ છે.સાર્વજનિક મંડળોને દરેક વર્ષે બેસ્ટની વીજળી પ્રતિ યુનિટના અઢી રૂપિયાના ભાવે મળે છે, પણ આ વખતે તેમાં વધારો થવાનો છે. મંડપ ઊભો કરવા માટે ભરવી પડતી રકમ તથા મંડપ માટે જરૂરી વાંસના લાકડાંના ભાવ વધીને બમણા થઈ ગયા છે. ઉપરાંત મહાનગરપાલિકાએ શણગાર માટે થર્મોકોલના વપરાશ ઉપર પ્રતિબંધ મુકયો છે એટલે મંડળોએ ઇકો ફ્રેન્ડલી સામગ્રી ભણી વળવું પડશે. સીનરી તૈયાર કરનારા કારીગરોને અપાતા વળતરમાં ભારે વધારો થયો છે.સલામતી માટે ઉપયોગમાં લેનારા સીસીટીવી કેમેરા અને સલામતી કર્મચારીઓ માટે કરવામાં આવનારા ખર્ચમાં ૧૫ ટકા જેટલો વધારો થયો છે. ગણેશની મૂર્તિની કિંમતમાં ૨૫ ટકા વધી ગયા છે. જો કે, ખર્ચ ઘટાડવા માટે અનેક પ્રકારની જવાબદારીઓ પોતાના માથે લેવાના કાર્યકરોના નિર્ણય છતાં મોંઘવારીનો માર સહન કરી શકાશે કે નહીં, એ બાબતે ગણેશ મંડળો સાશંક છે.
નશીલી આંખોવાળા આકર્ષક હોય છે
આંખો શરીરનું સૌથી મહત્વનું અંગ હોય છે. તેના વિના જીવન નિરર્થક લાગે છે.આંખો ચહેરાને સુંદરતા તો પ્રદાન કરે જ છે સાથે સાથે નજરની સામે દ્રષ્ટિમાન થતી દરેક સૂચનાને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. સમુદ્ર શાસ્ત્રના વિદ્વાનો માને છે કે મસ્તિષ્કની અંદર જે ચાલી રહ્યું તેનું પ્રતિબિંબ આંખોમાં જોઈ શકાય છે.શરીર લક્ષણ વિજ્ઞાનીઓના મતે આંખોમાં અનેક પ્રકારના તફાવતો જોવા મળે છે.કમલ નયન- કમળના પાન જેવી આંખોવાળા નેત્રો આદર્શ નેત્રો માનવામાં આવે છે. તેમની કીકીઓનોરંગ ઘેરો કાળો અને ભૂરો હોય છે. કમલ નયનવાળા લોકો સભ્ય, અધ્યયનશીલ, ભોગી, દરેક સુખો પ્રાપ્ત કરનારા, ઉદ્મી તથા સૌનું દિલ જીતનારા હોય છે. આવી આંખો ધરાવતી મહિલાઓ મન મોહન કરી લેનારી તથા સૌને આકર્ષિત કરનારી હોય છે.તેમનામાં નેતૃત્વની ક્ષમતા પણ હોય છે.નશીલી આંખે- નશીલી આંખોવાળા લોકો દરેક સમયે નશામાં દેખાય છે એવું હોતું નથી. આ આંખો સામાન્યથી થોડી ઓછી ખુલતી હોય છે. તેમની કીકીઓનો રંગ કાળો હોય છે. આ કીકી ધરાવનારા લોકો હંમેશા પોતાની વાત મનાવનારા હોય છે.તેમના દિમાગમાં હંમેશા કંઈ ને કંઈ ચાલતું હોય છે. આ પ્રકારની આંખો ધરાવનારી સ્ત્રી આકર્ષક, ઝઘડાળુ અને ખૂબ લાલચુ હોય છે.મૃગનયની આંખો- આ આંખો ગોળ અને મોટી હોય છે. આવી આંખો ફક્ત મહિલાઓની હોય છે. તેમનો રંગ ભૂરો અને નીલો હોય છે.એ લોકો જીવનમાં જે ઈચ્છે એ પ્રાપ્ત કરી શકે છે. દરેક ક્ષેત્રમાં એમને પ્રગતિ મળે છે.ઉદાર, સંવેદનશીલ, સ્નેહી અને ચંચળતા તેમનો મુખ્ય ગુણ છે.
ગણપતિએ પણ લીધા 32 અવતાર
દુનિયા ચાલે છે બુદ્ધિ અને બુદ્ધિના અધિપતિ છે-બાપ્પા ગણપતિ. ભગવાન ગણેશ માટે બુધવારનો દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. ગણેશાવતાર ખૂબ રોચક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અવતારનો અર્થ છે કોઈ દિવ્ય શક્તિનું ધરતી પર પ્રકટ થવું. અવતાર શબ્દનો અર્થ છે ઉતરવું. ઈશ્વરીય શક્તિ પર કોઈ અલગ અલગ રુપોમાં અવતાર લે છે. ભગવાન વિષ્ણુના ચોવીસ અને દસ અવતારના વિષયમાં સૌ કોઈ જાણે છે. શિવના પ્રમુખ દશાવતારમાં વિશે બહુ ઓછા લોકો જાણે છે.પરંતુ પ્રથમ પૂજ્ય, રુષિ-સિદ્ધિના દાતા એવં સમસ્ત સંકટોને દૂર કરવા માટે ભગવાન ગણેશના અવતાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. આશ્ચર્યજનક રીતે સાવ નાના ઉંદર પર સવારી કરનાર ગણપતિના 32 અવતાર થઈ ચુક્યા છે. તો જાણીએ સૌ કોઈના લાડલા પ્રિય ગણપતિ બાપ્પા મોરિયાના વિભિન્ન અવતાર વિશે..- श्री बाल गणपति- श्री तरुण गणपति- श्री भक्तगणपति- श्री वीरगणपति- श्री शक्ति गणपति- श्री द्विजगणपति- श्री सिद्धि गणपति- श्री उच्चिष्ट गणपति- श्री निर्विघ्र गणपति- श्री क्षिप्र गणपति- श्री हेरम्भ गणपति- श्री लक्ष्मी गणपति- श्री महा गणपति- श्री विजय गणपति- श्री नृत्त गणपति- श्री उद्ध गणपति- श्री एकाक्षर गणपति- श्री वर गणपति- श्री त्र्येक्ष गणपति- श्री क्षित्र प्रसाद गणपति- श्री हरिद्रा गणपति- श्री सृष्टि गणपति- श्री उद्दण्ड गणपति- श्री ऋणमोचन गणपति- श्री दुण्डि गणपति- श्री द्विमुख गणपति- श्री त्रिमुख गणपति- श्री सिंह गणपति- श्री योग गणपति- श्री दुर्गा गणपति- श्री संकटहरण गणपति
મંદિર આંદોલન ભાજપનું નહીં, સમાજનું હતું
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડૉ. પ્રવીણ તોગડિયા ક્યારેક મધ્યપ્રદેશમાં ઝાબુઆ, ક્યારેક રાજસ્થાનના બાડમેર તો ક્યારેક હરિયાણાના અંબાલા વિસ્તારોમાં ગામોના માર્ગો પર ફરતા અને સ્થાનિક લોકો સાથે બેઠકો યોજતા નજરે પડે છે. આ દિવસોમાં તેમનો મોટાભાગનો સમય પછાત ગામોમાં ફરવામાં પસાર થાય છે. જ્યાં તેઓ વિભિન્ન જાતિ-સમુદાયોની બેઠકોમાં શિક્ષણના પ્રસારમાં લાગેલા છે.આ દિવસોમાં શું ચાલી રહ્યું છે? આ પ્રશ્ન અંગે તેઓ બતાવે છે- અમે ૨૩ હજાર ગામોમાં પ્રાથમિક શિક્ષણ કેન્દ્રો ઊભા કરી દીધા છે. તદ્ઉપરાંત અનુસૂચિત જાતિ-જનજાતિના બહુમતીવાળા ગામોમાં તીસ હજાર સેવાનાં કાર્યો ચાલુ છે. ડૉ. તોગડિયા એવું માનતા નથી કે, ભાજપે મંદિર આંદોલન દ્વારા સત્તા હાંસલ કરી અને મોઢું ફેરવી લીધું. તેમનું કહેવું છે કે, અસલ શક્તિ તો હિન્દુ સમાજે હાંસલ કરી છે. કારણ કે, આ ભાજપનું નહીં સમાજનું આંદોલન હતું.વ્યવસાયે કેન્સર સર્જન ૫૩ વર્ષીય ડૉ. તોગડિયાએ મંદિર આંદોલન પછીના સમયમાં ત્રિશૂલ દીક્ષા કાર્યક્રમો દ્વારા પોતાની આક્રમક ઓળખ બનાવી. તે બહુ હેડિંગ્સમાં રહ્યા, પરંતુ હવે નથી. મંદિર મુદ્દાથી અજાણ ભણેલી-ગણેલી નવી પેઢી વિશે ડૉ. તોગડિયા કહે છે કે, આધુનિકતા અને વૈશ્વીકરણ થયું હોવાછતાં ભારતના શિક્ષિત યુવાઓમાં ધર્મ પ્રત્યે નિષ્ઠા વધી છે. તમે વૈષ્ણોદેવી, અમરનાથ અને તિરુપતિ જઇને જુઓ. ત્યાં મોટાભાગે જીન્સ-ટી શર્ટ પહેરનાર આધુનિક યુવા જ નજરે પડશે. તેમના નવા મોબાઇલમાં રામચરિત માનસ, હનુમાન ચાલીસા અને ગણેશ વંદના સંભળાય છે.મંદિર આંદોલન વખતે બજરંગ દળના પાંચ હજાર એકમો હતા, હવે આ ૫૪ હજાર છે. અમારો અનુભવ છે કે, આ યુવા પોતાના ધર્મ અને દેશના ઈતિહાસ વિશે બહુ સજાગ છે. રામમંદિરથી માંડીને ભોજશાળા સુધી આંદોલન તો કર્યાં પરંતુ કોઇ પરિણામ સુધી ક્યાં પહોંચ્યા?
બ્રિટિશ દૂધવાળો ‘ગુજરાતી’ બોલે છે!
૬૯ વર્ષીય બ્રિટિશ દૂધવાળાએ કમસેકમ બે ભારતીય ભાષાઓ, ગુજરાતી અને બંગાળી પર પ્રભુત્વ મેળવ્યું છે, કારણ કે તેના ઘણા ગ્રાહકો અંગ્રેજી બોલી શકતા નથી. જોન ‘જિમી’ માથેરે ૧૯૬૦માં પહેલી વખત દૂધ વેચવાનું શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં તેણે ભારત અને બાંગ્લાદેશથી આવેલા લોકો સાથે મિત્રતા કરી હતી.વધુ ને વધુ એશિયન પરિવારો અહીં સ્થાયી થવા લાગ્યા હતા, પરંતુ તેઓ થોડું અંગ્રેજી જાણતા હતા અથવા બિલકુલ જાણતા ન હતા. આથી આ બ્રિટિશ દૂધવાળાએ તેઓની ભાષા શીખવાનું શરૂ કર્યું હતું અને ગુજરાતી તથા બંગાળી બોલવા પર પ્રભુત્વ મેળવ્યું હતું. જોને ‘ડેઇલી એક્સપ્રેસ’ને જણાવ્યું હતું, ‘મેં જ્યારે ૧૯૬૦માં શરૂઆત કરી ત્યારે આ પ્રદેશમાં ગણતરીના એશિયન પરિવારો હતા. પહેલાં જે કેટલાક લોકોને હું દૂધ આપવા જતો હતો તેઓને હું આજે પણ યાદ કરી શકું છું. તેઓ સારા, ભદ્ર લોકો હતા, પરંતુ તેઓનું અંગ્રેજી સારું ન હતું. આથી મેં જાતે જ તેઓની ભાષા શીખવા માંડી અને એનાથી પરિસ્થિતિ ઘણી સરળ બની.’ભારતીય સંસ્કૃતિઓની નિષ્ણાત પ્રોફેસર રાચેલ ડવીયર કહે છે, ‘ઘણા ઓછા બિનભારતીયો ગુજરાતી શીખે છે. મેં ઓમાનમાં કેટલાક આરબ વેપારીઓને ગુજરાતીમાં વાત કરતા સાંભળ્યા હતા અને ગુજરાતી જાણનાર ઓછા વિદ્વાનો છે.’
ફ્રાન્સમાં બુરખા પર પ્રતિબંધનો ખરડો પસાર
ફ્રાન્સની સંસદના નીચલાગૃહમાં બુરખા પર પ્રતિબંધ અંગેનો ખરડો મંગળવારે જંગુ બહુમતીથી પસાર કરી દેવાયો હતો.ફ્રાન્સની નેશનલ એસેમ્બલિમાં બિલની તરફેણમાં ૩૩૬ અને વિરુદ્ધમાં માત્ર એક જ મત પડ્યો હતો. મુખ્ય વપિક્ષ સોશિયાલિસ્ટ પાર્ટીના મોટાભાગના સાંસદોએ બુરખા પર પ્રતિબંધની તરફેણ કરી હોવા છતાં મતદાનમાં ભાગ લીધો ન હતો.હવે આ બિલ સપ્ટેમ્બરમાં સંસદના ઉપલાગૃહ સેનેટમાં રજુ કરાશે જેમાં પણ તે પસાર થઈ જાય તેવી પૂરી શક્યતા છે.
ભૂતપૂર્વ સુકાનીને તેના ખરાબ પ્રદર્શનને કારણે ટીમની બહાર કરી દેવામાં આવ્યો
પાકિસ્તાની ટીમ મેનેજર યાવર સઈદે મેદાનમાં શિસ્તના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શોએબ મલિકને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હોવાના અહેવાલોનું ખંડન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સુકાનીને તેના ખરાબ પ્રદર્શનને કારણે ટીમની બહાર કરી દેવામાં આવ્યો હતો.મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા હતા કે પત્ની સાનિયા મિર્ઝા સાથે રહેવા માટે શોએબ મલિક ઘણી વખત પ્રેક્ટિસમાં ગેરહાજર રહ્યો હતો. જેના કારણે તેને ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી લોર્ડ્સ ખાતે શરૂ થયેલી ટેસ્ટ મેચ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.પરંતુ યાવરે આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા અને તે તમામ અહેવાલોને પાયાવિહોણા અને જૂઠ્ઠા ગણાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે પ્રવાસ પહેલા જ ટીમની પસંદગી કરી હતી પરંતુ પસંદગી સમિતિએ જ્યાં સુધી મલિક પોતાનું ફોર્મ ના મેળવી લે ત્યાં સુધી ટીમની બહાર રાખવાનો નિર્ણય લીધો હતો. તેમણે તે પણ જણાવ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓ એક સાથે સ્પિરિટથી રમી રહ્યા છે. તેમના વચ્ચે ગેરશિસ્તને લઈને કોઈ જ મતભેદો નથી.ઉલ્લેખનીય છે મલિકે થોડા મહિનાઓ પહેલા જ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. જો કે આ પહેલા શોએબ મલિક પર પીસીબી એ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ એશિયા કપ પહેલા તેના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાના સુકાની ધોની-સંગાકારાએ દર્શકોને વચન આપ્યું
ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને શ્રીલંકાના સુકાની કુમાર સંગાકારાએ ક્રિકેટ પ્રેમીઓને વચન આપ્યું છે કે તેઓ બન્ને દેશો વચ્ચે 18 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી અનિર્ણીત ના રહે તેના પૂરતા પ્રયત્નો કરશે. ધોનીએ કહ્યું હતું કે મોટા ભાગની ટીમો હવે ટેસ્ટ મેચનું પરિણામ આવે તેવું જ ઈચ્છે છે.તેઓએ કહ્યું હતું કે આવા પ્રયત્નો ટેસ્ટ ક્રિકેટને પણ લોકપ્રિય બનાવવા માટે પૂરતા છે. અમને આશા છે કે શ્રેણીની તમામ મેચના પરીણામો આવે. ટીમની તૈયારીઓ અંગે સુકાની ધોનોએ કહ્યું હતું કે તેઓની રણનીતિ કોઈ બોલરને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ વિરોધી ટીમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેણે કહ્યું હતું કે શ્રીલંકન ટીમમાં ઘણા અનુભવી ખેલાડી છે કે જેઓ એક દાયકા કરતા વધારે સમયથી ક્રિકેટ રમી રહ્યા છે પરંતુ ભારતે તે માટેની તમામ તૈયારીઓ કરી છે.ઝડપી બોલર ઝહિર ખાન અને શ્રીસંત ઈજાના કારણે ટીમની બહાર થઈ થવાથી ચિંતિત ધોનીએ કહ્યું હતું કે મહત્વની શ્રેણીમાં મહત્વના બોલરોનું ઈજાગ્રસ્ત હોવું ચોક્કસથી ચિંતાજનક બાબત છે. જો કે તેણે આશા વ્યક્ત કરી હતી કે સ્ટાર બોલરોની ગેરહાજરીમાં પણ ટીમ ઈન્ડિયા સારૂ પ્રદર્શન કરતી આવી છે.જ્યારે શ્રીલંકન સુકાની સંગાકારએ કહ્યું હતું કે તેની ટીમ સાથે મળીને મહેનત કરી રહી છે અને મેદાનમાં ભારત સામે પોતાને વધારે ઉત્કૃષ્ટ સાબિત કરશે. તેણે કહ્યું હતું કે ભારતીય ટીમના પણ આ જ પ્રયત્નો છે જેથી શ્રેણી રોમાંચક રહેશે તેવો વિશ્વાસ છે. તેણે વધારેમાં જણાવ્યું હતું કે બન્ને ટીમો શ્રેષ્ઠ છે અને તેથી પરીણામ આવવાની આશા છે. અમે ત્રણેય ટેસ્ટમાં પરિણામ આવશે તેવી આશા રાખીએ છીએ.
રાજ બબ્બર-ઝીન્નત ૩૦ વર્ષ બાદ રૂપેરી પડદે
વીતેલા જમાનાની મોહક અભિનેત્રી ઝીન્નત અમાન અને અભિનેતા રાજ બબ્બર ૩૦ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એક વખત રૂપેરી પડદે સાથે આવવાની તૈયારી કરી રહ્યા છે. રાજ બુંદેલાના દિગ્દર્શન હેઠળ તૈયાર થઈ રહેલી ફિલ્મ ‘દિલ તો દિવાના હૈ’માં આ જોડી સાથે ચમકશે.૧૯૮૦માં ‘ઈન્સાફ કા તરાઝુ’માં રાજ-ઝીન્નતની જોડી પ્રથમ વખત જોવા મળી હતી. આ ફિલ્મમાં ઝીન્નતે એક મોડેલનો જ્યારે રાજ બબ્બરે એક બળાત્કારી યુવકનો અભિનય આપ્યો હતો. ‘દિલ તો દિવાના હૈ’ માં રાજ બબ્બર અને ઝીન્નત ઉપરાંત દક્ષિણ ભારતની ખ્યાતનામ અભિનેત્રી સાદ્દા અને આમિરખાનનો ભાઈ હૈદરઅલી પણ જોવા મળશે. હૈદરઅલી આ ફિલ્મથી જ બોલિવૂડમાં પર્દાપણ કરી રહ્યો છે. રાજ બંુદેલાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ આમ તો લવ સ્ટોરી છે પરંતુ તેની કહાનીમાં મૂળ વાત એવા ભારતીયોની છે કે જેઓ તેમના પરિવાર અને સંસ્કૃતિનો ત્યાગ કરી વતન બહાર વિશ્વના જુદા જુદા ભાગોમાં વસે છે અને ૧૫થી ૨૦ વર્ષે પાછા ફરી જુએ છે કે લોકો તેમના જીવનમાં ઘણા આગળ નીકળી જાય છે.આ ફિલ્મમાં ઝીન્નત એક સિંગલ પેરેન્ટ મલેશિયન મહિલાની ભૂમિકામાં છે. આ ફિલ્મ આગામી ૨૭ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અક્ષયકુમાર ને 'મુર્ખ' નાં કહિશ : બિગ બી
થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર તેની નવી ફિલ્મનાં રિલીઝીંગ માટેનાં કોઈક હટકે આઈડિયા માટે ફિલ્મ ક્રિટીક અને કાર્ટુનિસ્ટ રાજીવ મસંદને મળ્યો હતો. આ વિશે રાજીવે ટ્વિટ કરી હતી કે, ''હાલનાં કોમ્પિટીશનનાં સમયમાં ફિલ્મ પ્રોમોટ કરવાં એકદમ જુદાં જ આઈડિયાની જરૂર છે. પરતું અક્ષય એક મુર્ખની જેમ આરકે લક્ષ્મણ હોસ્પિટલનાં બિસ્તર પર પડ્યો છે.''આપને વિચારીને નવાઈ લાગશે પરતું અક્ષય માટે વપરાયેલાં મુર્ખ શબ્દથી બિગ બી એટલાં તે ગુસ્સે થઈ ગયા હતાં તેમણે રાજીવની મુર્ખ શબ્દ વાપરવાં બદલ ટ્વિટર આકરી ઝાટકણી કરી હતી કે, ''રાજીવ તું આ રિતે અક્ષય માટે મુર્ખ શબ્દનો ઉપયોગ કરી શકે નહી. જો અક્ષયએ તને આ રિતે સંબોધ્યો હોત તો કેવું લાગત? મે તારી પાસેથી આ રીતની ભાષા ક્યારેય વિચારી ન હતી.''આ ટ્વિટ પર બચ્ચનને જવાબ આપતા રાજીવે ટ્વિટ કરી હતી કે,'' ભલે મે અક્કી માટે થોડો વિવાદીત શબ્દનો ઉપયોગ કર્યો હોય હું ફિલ્મમાં એક લેવલની જ વાત કરતો હતો. સર હું તો ફક્ત મારો મત રજૂ કરી રહ્યો હતો.''
14 July 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment