15 July 2010

ડો. કેતન દેસાઇનું પતન કરનાર જ્ઞાન સાગર કોલેજને મંજૂરી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

ડો. કેતન દેસાઇનું પતન કરનાર જ્ઞાન સાગર કોલેજને મંજૂરી

મેડીકલ માફીયા ડો. કેતન દેસાઇના શાસનને ધ્વંસ કરવામાં સૌથી મોટો ભાગ ભજવનારી પટીયાલાની જ્ઞાન સાગર મેડીકલ કોલેજને બોર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં મંજુરી આપવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજને ૧૦૦ બેઠકો સાથેની મંજુરી આપવામાં આવી છે.મેડીકલ ક્ષેત્રના માફીયા ગણાતા ડો. કેતન દેસાઇ સામે કોઇ પણ કોલેજ કે ડોક્ટર અવાજ ઉઠાવી શકતો ન હતો. જેનો ફાયદો ડો. કેતન દેસાઇએ ખુબ જ લીધો હતો. પોતાની મનગમતી કોલેજને મંજુરી અને મળતીયાઓને જ સારી તકો ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. જો કોઇ કેતન દેસાઇ સામે પડે તો તેને મેડીકલ ક્ષેત્રમાં રહેવું ભારે પડી જાય તેવો દબદબો કેતન દેસાઇએ જમાવ્યો હતો. આમ મેડીકલ ક્ષેત્રમાં માત્ર અને માત્ર ડો. કેતન દેસાઇનું જ શાસન ચાલતું હતું.ડો. કેતન દેસાઇએ પટીયાલાની જ્ઞાન સાગર મેડીકલ કોલેજ પાસે મંજુરી માટે રૂ. બે કરોડની લાંચ માગી હતી. જે કોલેજના સંચાલકોને મંજુર ન હતી અને તેમણે ડો. કેતન દેસાઇના ગઢમાં ગાબડું પાડવા માટે આ અંગેની સીબીઆઇમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સીબીઆઇ દ્વારા દરોડાની કાર્યવાહીમાં ડો. કેતન દેસાઇને પકડી પાડ્યો હતો અને ડો. કેતન દેસાઇના સમગ્ર સાસનનો અંત લાવી દીઘો હતો.કેતન દેસાઇના પતન માટે મહત્વની ભુમિકા ભજવનાર જ્ઞાન સાગર મેડીકલ કોલેજનું ત્યાર બાદ અસ્તિત્વમા આવેલી કમિટી દ્વારા ઇન્સપેકશન કરવામાં આવ્યું હતું. ઇન્સપેકશન બાદ બોંર્ડ ઓફ ગવર્નન્સની બેઠકમાં જ્ઞાન સાગર કોલેજને તેનું ઇનામ મળ્યું હોય તેમ ૧૦૦ બેઠકો સાથે ચાલુ વર્ષથી જ મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


ગુજરાતની મેડિકલ કોલેજો અન્ય રાજ્યો કરતાં સારી

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ૯૬ મેડિકલ કોલેજોનું રિ-ઇન્સ્પેકશન કરાયું હતું અને તેમાંથી ૮૧ કોલેજોને માન્યતા અપાઇ હતી. જ્યારે ૧૫ કોલેજોની માન્યતા મળી નહોતી. આ ૧૫ કોલેજોમાંથી ૨૦ ટકા મેડિકલ કોલેજો ગુજરાતની છે. જો કે ગુજરાતની મેડિકલ કોલેજોની માળખાકીય સુવિધા અન્ય રાજ્યો કરતા ઘણી સારી છે. તેથી આ કોલેજોને માન્યતા ન મળતાં રાજ્યમાં તબીબી નિષ્ણાંતોની તીવ્ર તંગી સર્જાય તેવી ભીતિ જાણકારો સેવી રહ્યાં છે.સોલા, ગોત્રી અને જીંથરી મેડિકલ કોલેજોની માન્યતા ન મળતાં રાજ્યને ૪૫૦ મેડિકલ સીટોની ઘટ પડશે. ત્યારે તબીબી ક્ષેત્રેના સૂત્રોએ જણાવ્યું હતું કે,‘આ વિદ્યાર્થીઓને રાજ્ય બહારની મેડિકલ કોલેજોમાં પ્રવેશ લેવો પડશે અને તેનાથી રાજ્યને ૨૦૦ કરોડનું નુકસાન થશે.એટલું જ નહીં ગુજરાતને સારા ડોક્ટરોની પણ ખોટ સાલશે.’ ઉલ્લેખનીય છે કે ઉકત ત્રણ કોલેજોમાં માળખાકીય સુવિધા સારી ન હોવાનું એમસીઆઇની પેનલે કારણ આપ્યું હતું. પરંતુ સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં દરેક ક્ષેત્રે સારામાં સારી માળખાકીય સુવિધા છે, જો ન હોય તો ગુજરાત તે સુવિધાઓ પુરી કરવામાં સક્ષમ રાજ્ય છે. તેમ છતાંય મેડિકલ કોલેજોને માન્યતા ન અપાતા રાજ્યમાં મેડિકલ સ્ટુડન્ટ્સ સાથે ઘોર અન્યાય થશે.


સાયના વર્લ્ડ રેન્કિગમાં બીજા સ્થાને

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ સ્થાન હાસંલ કર્યું છે. તાજેતરમાં જ વિજયની હેટ્રિક સર્જનારી સાયના હાલમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.જ ખુશ છું. છેલ્લે જીતેલા ત્રણ ટાઈટલે મને ઘણી જ મદદ કરી છે. તેનાથી હું ઘણી જ ખુશ છું પરંતુ હું માનું છું કે હાલમાં રેન્કિંગ પર ધ્યાન આપ્યા વગર મારે ભારત માટે વધારેમાં વધારે ટૂર્નામેન્ટ જીતવી જોઈએ.રેન્કિંગ જાળવી રાખવો તે ઘણું કઠિન કામ છે પરંતુ મને આશા છે કે હું સખત મહેનત ચાલુ રાખીશ અને વધારે ટાઈટલ જીતીને જલદીથી વર્લ્ડની નંબર એક ખેલાડી બની જઈશ.


લલિત મોદીને બોમ્બે હાઈકોર્ટની લપડાક

બોમ્બે હાઈકોર્ટે ગુરૂવારના રોજ આઈપીએલના બરતરફ કરાયેલા કમિશ્નર લલિત મોદીની બીસીસીઆઈની ડિસિપ્લિનરી સમિતિને પડકારતી અરજીને ઠુકરાવી દેતા લલિત મોદીને વધુ એક ફટકો વાગ્યો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા લલિત મોદીએ બીસીસીઆઈને શિસ્તને લગતી સમિતિને પડકારતા એક સ્વતંત્ર સમિતિની માંગ કરી હતી. આ માટે તેમણે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ બોમ્બે હાઈકોર્ટે તેમની અરજીને નકારી કાઢતા હવે મોદીને 16 જુલાઈના રોજ સમિતિ સમક્ષ હાજર થવું પડશે.આ પહેલા મોદીના વકીલ વિરાગ તુલઝાપુરકરે બુધવારના રોજ કોર્ટમાં કહ્યું હતું કે મોદીને બોર્ડની અનુશાસન સમિતિ પર વિશ્વાસ નથી. તેમનું કહેવું છે કે સમિતિનો નિર્ણય પક્ષપાતી છે.ઉલ્લેખનીય છે કે સમિતિએ મોદીને સમન્સ પાઠવીને 16 જુલાઈના રોજ સમિતિ સમક્ષ હાજર થવાનું કહ્યું હતું. પરંતુ મોદીએ વર્તમાન સમિતિના સભ્યો અરૂણ જેટલી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને આઈપીએલના અંતરિમ ચેરમેન ચિરાયુ અમીન સિવાય અન્ય સ્વતંત્ર સમિતિની માંગણી કરી છે.


નરેન્દ્ર મોદીને મજબુત કરવા કોંગ્રેસને મત આપો - લાલુ

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે આક્ષેપ મુક્યો છેકે, બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસને મત આપવો એટલે ભાજપને મત આપવા જેવો છે. જે ગુજરાતના મુખ્યપ્રધાન મોદીને મજબુત કરવા જેવું છે.લાલુ પ્રસાદે આક્ષેપ મુક્યો હતોકે, કોંગ્રેસ અને ભાજપે સમજુતી કરી છે. તેઓ નાની પાર્ટીઓને ગળી જવા માગે છે. આથી બિહાર વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસને મત આપવો એ ભાજપને મત આપવા જેવું છે. જે વિહિપના પ્રવિણ તોગડિયા અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મજબુત કરવા જેવું છે.લાલુ પ્રસાદના કહેવા પ્રમાણે, બાબરી મસ્જિદ પરનો એક્સન ટેક્ન રિપોર્ટ હોય, સચ્ચર કમિશનનો અહેવાલ હોય કે પછી રંગનાથ મિશ્રા સમિતિનો મુસ્લીમોના ઉત્કર્ષ માટેનો અહેવાલ કોંગ્રેસ દ્વારા કોઇ ભલામણને લાગૂ કરવામાં નથી આવી. તેમણે આક્ષેપ મુક્યો હતોકે, છેલ્લા 63 વર્ષ દરમિયાન કોંગ્રેસના રાજમાં લઘુમતિઓનું કોઇ ભલું નથી થયું.


ભારતીય રૂપિયાને નવી ઓળખ મળી ગઇ

ભારતીય રૂપિયો હવે ડોલર, પાઉન્ડ સ્ટર્લિંગ, યૂરો અને યેન જેવા ચલણોની કલબમાં સામેલ થઇ જશે, જેને પોતાનું આગવું પ્રતિક ચિન્હ મળી ગયું છે. રૂપિયાનું ચિહ્ન નક્કી કરવા માટે પાંચ સભ્યોની પેનલે આઇઆઇટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડી.ઉદયકુમારના સિમ્બોલને શોર્ટલિસ્ટમાંથી પસંદ કર્યું છે અને તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય કેબીનેટની યોજાનાર બેઠકમાં આ સિમ્બોલને મહોર લાગી જાય તેવી શક્યતા છેકુમારનું આ સિમ્બોલ દેવનગરીનો 'Ra' અને રોમન કેપિટલ 'R'માંથી તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ આ વર્ષે જ બજેટ સ્પીચમાં રૂપિયાને સિમ્બોલ અંગેની ચર્ચા કરી હતી. નાણાં મંત્રાલયે જણાવ્યું કે નાણાંમંત્રીએ આ સિમ્બોલને પસંદ કરી તેને મંજૂરી આપી દીધી છે.આ પગલું વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અને ભારતીય ચલણના વધતા પ્રભાવને જોતા ઉઠાવામાં આવી રહ્યું છે. તેના માટે નાણાં મંત્રાલયે કુલ પાંચ પ્રતિક ચિન્હોનું શોર્ટલિસ્ટ કર્યું હતું, જેમાં એક રૂપિયો સિંબોલ બનશે. આ પ્રતિક ચિન્હોને ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.રૂપિયાના પ્રતિક ચિન્હ માટે નાણાં મંત્રાલેય લોકો પોસાથી ડિઝાઇન મંગાવી હતી. શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ડિઝાઇન સાધારણ અને લખવામાં સરળ છે. શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ડિઝાઇનરોએ પોત-પોતાની ડિઝાઇન સાત લોકોની પેનલ સામે રજૂ કરી જેમાં સરકારી ઓફિસરો, રિઝર્વ બેન્કના પ્રતિનિધિ, એનઆઇડી અમદાવાદ અને લલિત કલા અકાદમી જેવી અન્ય સંસ્થાઓના પ્રતિનિધિ પણ સામેલ હતા.અત્યારસુધી ભારતીય રૂપિયાને સંક્ષિપ્ત રૂપમાં અંગ્રેજીમાં Rs અથવા RE અથવા તો પછી INR દ્વારા દર્શાવામાં આવે છે. નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ ચલણનું નામ રૂપિયો જ છે. પરંતુ દુનિયાના મુખ્ય ચલણોને સંક્ષિપ્ત રૂપ સિવાય એક પ્રતિક ચિન્હ પણ છે જેમકે અમેરિકી ડોલરે USD કહે છે અને તેનું પ્રતિક $ હોય છે.


ઈન્કમટેક્સ કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલ પર

ઈન્કમટેક્સના કર્મચારીઓ અને અધિકારીઓ પડતર માંગણીઓ પુરી કરવાની માંગ સાથે આજે એક દિવસની હડતાલ પર છે. ઈન્કમટેક્સ ઓફિસર્સ, પ્રમોટી આસિસ્ટન્ટ, જોઈન્ટ કમિશનર, એડશિનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને એડમિનિસટ્રીટીવ સ્તરના કર્મચારીઓ આજે ઈન્કમટેક્સ એમ્પલોઈઝ ફેડરેશન અને ઈન્કમટેક્સ ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએસનના નેજા હેઠળ હડતાલ પર છે.ફેડરેશનના પ્રમુખ જી એમ ચૌહાન અને એસોસિએસનના સેક્રેટરી કે મધુસુદનના જણાવ્યાં અનુસાર ગુજરાતમાંથી ૭૦૦થી વધુ લોકો હડતાલ પર છે. આ હડતાલના કારણે આજે વિભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ખાસ કરીને જેમની અપિલ પરની સુનાવણી છે એ અટકી પડી છે, અત્યારે રિટર્ન ફાઈલ કરવાનો સમય છે એટલે મેન્યુઅલી રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને મુશકેલી સર્જાઈ છે આ ઉપરાંત રફિંડ ઓર્ડરની કામગીરી પણ અટકી પડી છે.


સચીનની આઠ વર્ષની બાળાનો બળાત્કારી ઝડપાયો

સચિનના પાલી ગામી ખાડી કિનારે ઝાડીમાં આઠ વર્ષની બાળા પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરનારાને સચિન પોલીસે બુધવારે રાત્રે નવ વાગ્યે પકડી પાડ્યો હતો.ગઈ તા,. ૧૦-૫-‘૧૦ના રોજ પાલી ગામની ખાડી કિનારે બે બહેનો રમતી હતી તેમાંથી આઠ વર્ષની એક બહેનને હાથ ખંચી ઝાડીમાં લઈ જઈ એક નરાધમે તેના પર બળાત્કાર ગુજારવાની કોશિશ કરી હતી. જેના કારણે બાળાને ગુપ્તાંગમાં ઇજા થઈ હતી. બીજી બાજુ આ બાળાની બહેને પોતાના ઘરે પહોંચી જઈ આખી વાત કહેતા ત્યાંથી કેટલાક માણસોનું ટોળું ખાડી કિનારે પહોંચ્યું હતું. ટોળાને આવતું જોઇ નરાધમ યુવાન કનસાડ તરફ જવાા રસ્તે ભાગી ગયો હતો.આ યુવાનને પકડી પાડવા સચિનના પો ઈ કે.એન. પટેલ અને તેમની ટીમ કામે લાગ્યા હતા. દિવસો સુધીની મહેનતના અંતે આખરે આ નરાધમ યુવાન કુમાર આનંદ શાહુ (૨૨), (રહે: વિષ્ણુનગર, પાલી ગામ, સચિન) બુધવારે રાત્રે નવ વાગ્યે પોલીસના હાથમાં આવી ગયો હતો.સચિન વિસ્તારમાં કાપડના કારખાનામાં કામ કરનારા આ શ્રમિક યુવાને બળાત્કાર બાદ પોલીસની ધરપકડ ખાળવા માટે કારખાનું બદલી નાંખ્યું હતું. તો જે દિવસે ઘટના બની તે દિવસે કુમાર શાહુ કારખાના પર ગયો ન હતો


વ્યક્તિ માટે કોફિન નાનું પડ્યું!

રોમાનિયામાં એક વ્યક્તિનું નિધન થઈ ગયું ત્યારે તેના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. પરિવારજનોની ચિંતા એ હતી કે વ્યક્તિના માપનું કોફીન મળતું ન હતું. આ ઉપરાંત તેના માપના કોફિનનો ખર્ચ તે ઉઠાવી શકે તેમ ન હતાં.આથી તેના પરિવારજનોએ તેને સામાન્ય કોફીનમાં જ દફનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેમણે વ્યક્તિના શરીરના અમુક ભાગની સર્જરી કરાવીને દૂર કરવાની વિનંતી કરી હતી.390 કિલોગ્રામ વજન ધરાવતા ક્રિસ્ટિયન કેપાતાનેત્સુના શરિરના અનેક અવયવો એક સાથે કામ કરતા બંધ થઈ જતાં તેનું નિધન થયું હતું. 54 વર્ષીય ક્રિસ્ટિયન રોમાનિયાનો સૌથી જાડીયો વ્યક્તિ હતો. ક્રિસ્ટિયનનું નિધન થયું ત્યારે તે હોસ્પિટલ ખાતે પોતાનું વજન ઓછું કરવા માટે સારવાર લઈ રહ્યો હતો. તેના મૃત્યુ બાદ તેને પોતાના ઘરેથી કબર સુધીપહોંચાડવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી.ક્રિસ્ટિયનની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે તેના પતિના નિધન બાદ તેના બે વખત અંતિમસંસ્કાર કરવા પડ્યા હતાં. તેના શરીરને દફનાવવામાં આવ્યું હતું, જ્યારે સર્જરી કરાવી દૂર કરવામાં આવેલા અવયવોને બાળવામાં આવ્યા હતાં.


મધ્યપ્રદેશ : આને કહેવાય પ્રેમનો નશો...!

જો પ્રેમનો નશો ચઢી જાય તો કોઈને કિન્નરમાં પણ પ્રેમ દેખાવા લાગે છે. આવો જ બનાવ મધ્યપ્રદેશમાં બન્યો છે. મધ્યપ્રદેશના ઈટારસીના ખંડાવના એક યુવકને કિન્નર સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં તેણે કિન્નર સાથે લગ્ન પણ કર્યા છે. આ અલગ પ્રકારના લગ્ન પુરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગુરુવારે બંનેએ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતાં. કિન્નર સાથે લગ્ન કરનાર દીપક મોર્ય ટ્રેનોમાં ગુટખા વેચે છે.બે વર્ષ પહેલા દીપકની મુલાકાત ઈટારસીના નાલા વિસ્તારમાં રહેતા સોનિયા દેશમુખ નામના કિન્નર સાથે થઈ હતી. બંને ટ્રેનમાં એક બીજાને મળ્યા હતાં. બંનેની પ્રથમ મુલાકાતમાં જ એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આથી બંનેએ દુનિયાની પરવા કર્યા વગર એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.દીપકે જ્યારે પોતાનો વિચાર પરિવાર સમક્ષ રજૂ કર્યો ત્યાર પરિવારના સભ્યોએ આવું કરવાનો ઈનકાર કર્યો હતો, જો કે દીપકની જીદને આગળ બધાએ નમતું જોખવું પડ્યું હતું. સોનિયાની ઉંમર 24 અને દીપકની 23 વર્ષ છે. બંનેના લગ્નમાં ભાગ લેવા માટે ઈન્દોર, ભોપાલ, દિલ્હી સહિતના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં કિન્નરો આવ્યા હતાં.આ બાબતે દીપકે જણાવ્યું હતું કે, હું સોનિયાને પ્રેમ કરું છું. જો આ બાબતે મારો પરિવાર રાજી થયો ન હોત તો મેં ભાગીને તેની સાથે લગ્ન કર્યા હોત. જ્યારે સોનિયાએ કહ્યું હતું કે, કિન્નર કોઈ એકને પોતાનું દિલ આપે છે. મેં દીપકને પ્રેમ કર્યો છે, તેમજ તેની સાથે લગ્ન કરી રહી છું.


ક્રિકેટરો પાછળ BCCIના જાસૂસ?

હાલમાં ટીમ ઈન્ડિયા શ્રીલંકાના પ્રવાસે છે અને કોલંબોમાં ભારતીય ખેલાડીઓ ટેસ્ટ મેચ પહેલા આકરી મહેનત કરી રહ્યા છે. પરંતુ આ ખેલાડીઓની એક વાત ઉડીને આંખે વળગે છે અને તે છે તેમની શિસ્ત. કેમ કે આજ કાલ તેઓ મેદાનથી નીકળીને સીધા હોટલમાં પહોંચી જાય છે. સ્ટાર ક્રિકેટરો આજકાલ નાઈટ પાર્ટીઓમાં પણ નથી જતા.એટલું જ નહીં તેઓ 9 વાગ્યે પછી પોતાની હોટલના રૂમની બહાર પણ નથી નીકળતા અને નેટમાં પણ પરસેવો પાડ છે. આવુ જ એશિયા કપ દરમિયાન જોવા મળ્યું હતું. પરંતુ સૌને આશ્ચર્ય અને પ્રશ્ન થશે કે આવું થવાનું કારણ શું?શું આ તે જ ક્રિકેટરો છે જે થોડા સમય પહેલા નેટમાં જવાનું પણ યોગ્ય નહોતા સમજતા. તેઓ પબમાં તકરાર કરતા હતા અને રાત્રે 9 વાગ્યે હોટલની રૂમમાં જવાનું તો છોડો પરંતુ હોટલ પણ પહોંચતા નહોતા. હકિકતમાં ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા પાછળ તેના જાસૂસ રાખ્યા છે જે ખેલાડીઓની ક્ષણે ક્ષણની માહિતી પર નજર રાખે છે.સૂત્રોનું માનવામાં આવે તો બોર્ડે 2011ના વર્લ્ડ કપ સુધી રંજીબ બિસ્વાલને જ મેનેજર બનાવી રાખવાનો નિર્ણય લીધો છે. પહેલા પ્રત્યેક પ્રવાસે અલગ-અલગ મેનેજર રાખવામાં આવતા હતા. પરંતુ હવે બિસ્વાલ ખેલાડીઓ પર નજર રાખી રહ્યા છે. બોર્ડ અધ્યક્ષના નિયમોનું પાલન કરી રહ્યા છે. ક્રિકેટરોને ડર છે કે જો મેનેજર બિસ્વાલ પોતાના રિપોર્ટમાં તેમનું નામ આપી દેશે તો તેમની સામે કડક પગલા ભરવામાં આવશે.બિસ્વાલ ઉપરાંત બોર્ડે અન્ય બે લોકોને પણ ટીમની હરકતો પર ધ્યન રાખવાનું કહ્યું છે. સૂત્રોનું માનવામાં આવે તો બોર્ડે ટીમથી બહાર પણ બે લોકોને ક્રિકેટરો પર નજર રાખવાનું કહ્યું છે. જે લગભગ પ્રત્યેક પ્રવાસમાં સાથે હોય છે. આ બે લોકોને કહેવામાં આવ્યું છે કે જો ક્રિકેટરો કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળે તો તે પુરાવા સાથે બોર્ડને મોકલે. બોર્ડ આની તપાસ કરશે અને જો ખેલાડીઓ દોષિત ઠરશે તો તેમની સામે કોઈ પણ જાતના આકરા પગલા ભરતા અચકાશે નહીં.સૂત્રોનું માનવમાં આવે તો કોચ ગેરીને પણ કહેવામાં આવ્યું છે કે તે ફિટનેસને લઈને ખેલાડીઓ પર ધ્યાન આપે. જો પ્રેક્ટિસ અને ફિટનેસની બાબતમાં કોઈ પણ ખેલાડી બેદરકારી દાખવે તો તેઓ બોર્ડને જાણ કરે.

જાપાન : માતાએ પુત્રીના હાથ-પગ બાંધી વોશિંગ મશિનમાં નાખી

પાંચ વર્ષની પુત્રીની હત્યા કરતા પહેલા માતાએ તેના પર અનેક અત્યાચારો ગુજાર્યા હતાંજાપાનની એક મહિલાની પોતાની પુત્રીની ધરપકડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે આવું અધમ કૃત્મ કરતા પહેલા તેણે પોતાની પુત્રી પર અમાનુષી અત્યાચાર કર્યા હતાં.ધ અસાહી ડેઈલી’એ હત્યા કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીને ટાંકીને લખ્યું છે કે, જુન્કો ઈગાશિરા (34) નામની મહિલાએ તેની પાંચ વર્ષની મોને નામની પુત્રીની હત્યા કરતા પહેલા તેને ચાલુ વોશિંગ મશિનમાં નાખી દીધી હતી.પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મહિલા અનેક વખત તેની પુત્રીના મોઢા પર ટેપ લગાવી દેતી હતી, તેમજ તેના હાથ-પગ બાંધી તેના ઉપર અત્યાચાર કરતી હતી. એટલું જ નહીં બાળકીને હાથ-પગ બાંધીને પાણીથી ભરેલા વોશિંગ મશિનમાં પણ નાખી દેતી હતી. આટલું જ નહીં મહિલા અનેક વખત તેને એક પાટીયા સાથે બાંધી દેતી હતી, અને તેના હાથ પર કલાકો સુધી પાણી ભરેલી ડોલ મૂકી રાખતી હતી. 27 જૂનના રોજ પોતાની પુત્રીની હત્યા કરવા બદલ પોલીસે જુન્કોની ધરપકડ કરી છે. મહિલાએ પોલીસે જણાવ્યું હતું કે તે પોતાની પુત્રીની હત્યા કરવા માગતી ન હતી પરંતુ તેને શિસ્તના પાઠ ભણાવવા માગતી હતી.

સચિન-સેહવાગ રેકોર્ડ સર્જવાના આરે

શ્રીલંકા સામે 18 જુલાઈથી શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રેકોર્ડની દ્રષ્ટિએ ઘણી જ મહત્વની રહેશે. જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે ઓસ્ટ્રેલિયાના લિજેન્ડરી સુકાની સ્ટીવ વોનો રેકોર્ડ તોડીને સૌથી વધુ ટેસ્ટ રમાનારા ખેલાડી બનવાની તક છે.આ સિવાય ભારતના આક્રમક ઓપનર વિરેન્દ્ર સેહવાગ પાસે ટેસ્ટ ક્રિકેટમાં સાત હજાર રનનો આંક વટાવવાની તક છે. જ્યારે તેનો સાથી ઓપનર ગૌતમ ગંભીર પણ ત્રણ હજાર રન બનાવવાની નજીક છે.રેકોર્ડના બેતાજ બાદશાહ સચિન તેંડુલકરે ક્રિકેટ જગતના કેટલાય રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. આ ઉપરાંત ટેસ્ટ અને વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પણ સચિનના ખાતામાં બોલે છે.હવે શ્રીલંકા પ્રવાસમાં તેની પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે. અત્યાર સુધી સચિને 166 ટેસ્ટમાં 47 સદી અને 54 અડધી સદીની મદદથી 55.56ની એવરેજ સાથે સૌથી વધુ 13,447 રન બનાવ્યા છે. હવે જો તે શ્રીલંકા સામે રમાનારી ટેસ્ટ શ્રેણીની ત્રણેય ટેસ્ટ મેચમાં રમવા માટે મેદાનમાં ઉતરે છે તો તે વિશ્વમાં સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારો ખેલાડી બની જશે.હાલમાં આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયન લિજેન્ડ સ્ટીવ વોના નામે છે. સ્ટીવ વોએ 168 ટેસ્ટ મેચ રમી હતી. વોએ 168 ટેસ્ટમાં 51.06ની એવરેજ સાથે 10,927 રન બનાવ્યા છે.શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં વિરેન્દ્ર સેહવાગ પાસે સાત હજાર રન પૂરા કરવાની તક છે. સાત હજાર રન બનાવવા માટે સેહવાગને 309 રનની જરૂર છે. અને જો તે પોતાનું આક્રમક સ્વરૂપ દેખાડશે તો તે આ શ્રેણીમાં જ સાત હજારનો આંકડો પાર કરી દેશે.હાલમાં વિરેન્દ્ર સેહવાગે 76 ટેસ્ટ મેચમાં 53.52ની એવરેજથી 6691 રન બનાવ્યા છે. જેમાં તેણે મુલતાન ખાતે ફટકારેલી ત્રેવડી સદી સહીત 19 સદી અને 21 અડધી સદી ફટકારી છે.ટીમ ઈન્ડિયાનો સેહવાગનો જોડીદાર ગૌતમ ગંભીર પણ ત્રણ હજાર રન બનાવવાની નજીક છે. ગંભીરને આ આંકડો પાર કરવા માટે 202 રનની જરૂર છે. ગંભીરે 31 ટેસ્ટ મેચમાં લગભગ 55ની એવરેજથી 2798 રન બનાવ્યા છે.

No comments:

Post a Comment