15 July 2010

લાપતા ઇજનેરની લાશ તેમના ફ્લેટના ભોં ટાકા માંથી મળી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


લાપતા ઇજનેરની લાશ તેમના ફ્લેટના ભોં ટાકા માંથી મળી
ટાંકા નજીકથી નવકાર મંત્ર અને મહિલાના ફોટા મળ્યા

જાગનાથ પ્લોટમાં ઓમ શિવમ એપાર્ટમેન્ટમાં રહેતાઅને મંગળવારે બપોરે ઘર નજીકથી ભેદી સંજોગોમાં લાપતા બની ગયેલા સિંચાઇ વિભાગના મદદનીશ ઇજનેર હિતેનભાઇ દલીચંદભાઇ મહેતાનો મૃતદેહ ૪૮ કલાક પછી તેમના જ એપાર્ટમેન્ટના ભોંટાંકામાંથી મળી આવતા અરેરાટી પ્રસરી ગઇ છે.ઇજનેર હિતેનભાઇ મહેતા(ઉ.વ.૪૯) મંગળવારે બપોરે સાડા બાર વાગે પત્ની નિતાબેનને સ્કૂટી રીપેર કરાવવા માટે ગેરેજમાં જવાનું કહી નિકળ્યા હતા. ત્યાર પછી ફ્લેટના પાર્કિંગમાંથી તેમનુ સ્કૂટી, પર્સ અને ચશ્મા મળી આવ્યા હતા. પત્ની નીતાબેન પતિનો સંપર્ક કરવાનો મોબાઇલથી પ્રયાસ કરતા હતા પરંતુ ફોન સ્વીચ આવતો હતો. આથી પોલીસને જાણ કરવામા આવી હતી.તેમની કોઇ સાથે દુશ્મનાવટ ન હતી. આર્થિક રીતે પણ સમૃધ્ધ હતા. એકનો એક પુત્ર પણ મુંબઇમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. તેમના અપહરણની શંકા સેવાતી હતી પરંતુ ખંડણી માટે કે અન્ય કોઇના ફોન ન આવતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી.- મંગળવારે બપોરે ઘર નજીકથી ગુમ થઇ ગયા હતા. -. દરમિયાન આજે સવારે ફ્લેટના ભો ટાંકામાંથી અન્ય નળના પાણીમાંથી દુર્ગધ આવવાની શરૂ થતા ફ્લેટના રહેવાસીઓને શંકા ગઇ હતી. પોલીસની હાજરીમાં ટાંકો ખોલતા તેમાંથી હિતેનભાઇની ફૂલાઇ ગયેલી લાશ મળી આવતા ફાયરબ્રીગેડની મદદથી બહાર કાઢવામા આવી હતી. ટાંકા નજીકથી એક જ મહિલાના ત્રણ ફોટા અને નવકાર મંત્ર મળી આવ્યા હતા. બનાવ આપઘાતનો છે કે અન્ય કાંઇ તે અંગે તપાસ ચાલુ છે.

No comments:

Post a Comment