13 July 2010

આજે અષાઢી બીજની આસ્થાભેર ઉજવણી

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


આજે અષાઢી બીજની આસ્થાભેર ઉજવણી
વિવિધ સંસ્થાઓ દ્વારા મંદિરે ધ્વજારોહણ, મહાપ્રસાદ, શોભાયાત્રા, સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરાશે

આષઢી બીજની શ્રધ્ધા અને આસ્થાભેર ઉજવણી તા. ૧૩ના થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજનું અનેરું મહત્વ છે. કચ્છીઓ અષાઢી બીજથી નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે ખેડૂતો વાવણીનો પ્રારંભ કરે છે. અને સૌરાષ્ટ્રના જુદા-જુદા ધર્મસ્થાનો સહિત ગામે ગામ અષાઢી બીજ નિમિત્તે લોકમેળા, ધ્વજા રોહણ મહાપ્રસાદ તથા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજન થાય છે. રાજકોટમાં અષાઢી બીજની ઉત્સાહભેર ઉજવણી થશે. જેમાં શહેરના જુદા-જુદા મંડળો, સંસ્થાઓ અષાઢી બીજ પર્વમાં જોડાશે.મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ સૌરાષ્ટ્ર પ્રદેશ દેવસ્થાન પાંખ દ્વારા રાજકોટના આજી નદી કાંઠે થોરાળા વિસ્તારના ૨૦૦ વર્ષ જૂના દશનામ ગોસ્વામી સાધુ સમાજના કૈલાસધામ સમાધિ સ્થાન ખાતે અષાઢી પર્વ ઉજવાશે. ભોળાનાથના શિવાલય અને ખોડિયાર માતાના મંદિરે ધ્વજારોહણ સવારે ૯ કલાકે કરાશે. સત્યનારાયણ સેવા ટ્રસ્ટ ગાંધીગ્રામ રાજકોટ દ્વારા રામદેવપીર મંદિરે બાવન ગજની ધજા ૨, રાધેશ્યામ ગૌશાળા, રૈયાધાર પર ગાંધીગ્રામ ખાતે ચઢાવાશે. આ પ્રસંગે ગૌતમનગર, ગાંધીગ્રામ ખાતેથી શોભાયાત્રા નીકળશે.સૌરાષ્ટ્ર ગુજરાત ચુંવાળિયા કોળી ડાકોર સમાજ દ્વારા જંગલેશ્વર સ્થિત સંત વેલનાથ મંદિરે અષાઢી બીજ મહોત્સવની ઉજવણી થશે. જેમાં સાંજે સંતવાણીનો કાર્યક્રમ મંદિરે યોજાશે. આ પ્રસંગે સંતો-મહંતો તથા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે.ગીતા વિદ્યાલય, જંકશન પ્લોટ દ્વારા વિદ્યાલય ખાતેના મંદિરે બિરાજતા ભગવાન જગન્નાથજી, બળદેવજી, સુભદ્રાજીનો નૂતન વસ્ત્રાલંકારોથી સુશોભિત કરાશે. પુષ્પમાળાથી શોભાશણગાર થશે, સાંજે ૫.૩૦ કલાકે જગન્નાથજીનો મહાઆરતી થશે. મગ-ચણાની પ્રસાદીનું ભાવિકોમાં વિતરણ કરાશે.નાના મવા પાસેના ભગવાન જગન્નાથજીના મંદિરેથી બે રથમાં ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલદેવજીની રથયાત્રા સવારે ૮ વાગ્યે પ્રસ્થાન કરશે. સંતો, મહંતો રથને નાળેથી ખેંચી શહેરના માર્ગો પર ફેરવશે. આ સાથે અખાડાના સાધુઓ ચોકે ચોકે અંગ પ્રદર્શન પણ કરશે. રથયાત્રામાં ૨૫ જેટલા ફ્લોટ હશે અને નગરમાં ૨૫ કિલોમીટરમાં ફરશે. રથયાત્રા કાલાવડ રોડ, હનુમાન મઢી ચોક, આમ્રપાલી, કિસાનપરા, રેસકોર્સ અને ત્રિકોણબાગ જશે અને ત્યાંથી સોરિઠયા વાડી ખાતે પહોંચશે. સોરિઠયા વાડીમાં ભગવાન જગન્નાથજીના મામેરા ભરાશે. વિશ્વિંહદુ પરિષદે ભાવિકો માટે મહા-પ્રસાદની વ્યવસ્થા કરી છે. અંતે, નાનામવા મંદિરે સમાપન થશે.


આઇ ટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસીસના નફામાં 8% નો ઘટાડો

આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસીસ ટેકનોલોજીએ આજે નાણાંકીય વર્ષ 2010-11ના પ્રથમ ત્રિમાસિકના પરિણામોની જાહેરાત કરી હતી.કંપનીના પરિણામો બજારની ધારણા કરતાં નબળાં આવ્યા છે. ઇન્ફોસીસનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.1617 કરોડથી ઘટીને રૂ.1488 કરોડ આવ્યો છે. આમ, કંપનીના નફામાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. જો કે કંપનીનું ત્રિમાસિક વેચાણ રૂ.5944 કરોડથી વધીને રૂ.6198 કરોડ થઇ ગયું છે. આ ત્રિમાસિકમાં આ દરમ્યાન બેસિક પ્રતિ શેર (ઇપીએસ) રૂ.26.05 રહી. કંપનીના જૂન ત્રિમાસિકમાં ડિવિડન્ડની જાહેરાત કરી નથી.


ક્યાં છે દસનો સિક્કો?

રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા દસનો સિક્કો લોન્ચ કર્યાના એક વર્ષ બાદ પણ આ સિક્કો હજુ સુધી બજારમાં જોવા મળ્યો નથી. રિઝર્વ બેન્કના મતે તેઓ આઠ કરોડની કિંમતના સિક્કા બજારમાં ઉતારશે. કાગળના ચલણના વિકલ્પમાં મોટા પ્રચાર-પ્રસાર સાથે લોન્ચ કરવામાં આવેલ સોનેરી રિમવાળો આ આઠ ગ્રામ વજનનો સિક્કો આજે બજારમાં શોધવો બહુ મુશ્કેલ છે.જો કે નિષ્ણાતોનું મંતવ્ય આ અંગે કંઇક જુદું છે. કેટલાંક લોકોનું કહેવું છે કે બે ધાતુઓમાંતી નિર્મિત આ સિક્કો યુરોપિયન ચલણ યુરોથી મળતો આવવાના લીધે લોકો તેને એક યાદગાર રૂપમાં સાચવીને રાખવા માંગે છે. જ્યારે બીજા કેટલાંક લોકોનું કહેવું છે કે દસ રૂપિયાનો સિક્કો ફકત સમયના લીધે લોકપ્રિય થઇ રહ્યો છે.કેનરા બેન્કના વરિષ્ઠ અધિકારી રાજકુમારે કહ્યું કે દસ રૂપિયાની નોટ કાગળ ચલણમાં મળી રહે છે આથી આ સિક્કા લોકપ્રિય થઇ રહ્યા નથી. તેમણે કહ્યું કે એક અને બે રૂપિયાની નોટોને ઉપલબ્ધ ન હોવાના લીધે અથવા તો ખરાબ હોવાના લીધે લોકો સિક્કાની માંગ વધુ કરે છે. આ સ્થિતિ પાંચ રૂપિયાના સિક્કાની છે. આ વિષય પર આરબીઆઇના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે બજારમાં દસ રૂપિયાના સિક્કાની આપૂર્તિ પર્યાર્ત માત્રામાં થઇ ચૂકી છે. અન્ય સિક્કાઓની જેમ જ આ પણ સમયની સાથે લોકપ્રિય થઇ જશે.


સ્પેનિશ સુકાનીએ કેમેરા સામે જ રિપોર્ટરને ચુંબન ચોડ્યું!!

રવિવારના રોજ સ્પેને નેધરલેન્ડને 1-0થી હરાવીને પ્રથમ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો છે. જો કે સ્પેનનો સુકાની ઈકર કેસિલાસ આ ઐતિહાસિક જીતથી ઘણો જ ખુશ થઈ ગયો હતો.જો કે જ્યારે સ્પેન વર્લ્ડ કપમાં સ્વિટઝર્લેન્ડ સામે 1-0થી હારી ગયું હતું ત્યારે કેસિલાસની ટીવી રિપોર્ટર ગર્લફ્રેન્ડ સારા કાર્બોનેરોએ તેનેધમકાવ્યો હતો.પરંતુ જ્યારે તેણે અંતે ફિફા વર્લ્ડ કપ જીતી લીધો ત્યારે તેણે સારાને કેમેરા સામે જ ચુંબન કરી લીધુ હતું. ઉલ્લેખનીય છે કે સ્પેનના સુકાની ગોલકિપરને ફિફા વર્લ્ડ કપ 2010નો સર્વશ્રેષ્ઠ ગોલકિપર જાહેર કરવામાં આવ્યો હતો.


રાજકોટ : પિતાએ પ૦ હજારમાં પુત્રીને રાજસ્થાન પરણાવી દીધી

દર્શનના બહાને જિજેન લઇ જઇ સમૂહલગ્નમાં ફેરા ફેરવી દીધા ! પિતા વિરુધ્ધ અરજી કર્યા બાદ યુવતીએફેરવી તોળ્યું.સાહેબ, મારા પિતાએ રાજસ્થાનના આધેડ પાસેથી રૂ.પ૦ હજાર લઇ મારી મરજી વિરૂધ્ધ તેની સાથે મારા લગ્ન કરાવી દીધા છે. હું જીવના જોખમે રાજસ્થાનથી ભાગીને પરત આવી છું. મને ન્યાય અપાવો.’શહેરના કેવડાવાડી વિસ્તારમાં રહેતી મોનિકા રતનલાલ શર્મા (ઉ.વ.૧૮) એ પિતા સામે કમિશનરને અરજી કરતા ભારે ચકચાર જાગી.અરજીની ગંભીરતા જાણીને કમિશનરે મહિલા પોલીસ મથકના મહિલા પી.આઇ.ને તપાસનો આદેશ કર્યો હતો. યુવતીને પોલીસ મથકે બોલાવવામાં આવતા મોનિકાએ પિતા સામે સાસરિયા પાસેથી નાણાં લીધાનો આરોપ કોઇની દોરવણીથી કર્યાનો એકરાર કર્યો હતો. જો કે, તેની જાણ બહાર અણગમતા મુરતિયા સાથે ફેરા ફેરવી દેવાયાની વાતને વળગી રહી છે.યુવતીએ વર્ણવેલી આપવીતી મુજબ, તેના પિતા એક ધાર્મિક સ્થળમાં પૂજારી છે. અને ચાર સંતાન છે. પિતાની બીજી પત્ની રાજસ્થાન રહે છે. મોટી પુત્રી મોનિકા ૬ ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ લગ્ન પ્રસંગમાં રસોઇ કરી પરિવારના ગુજરાનમાં મદદરૂપ થાય છે. એક માસ પહેલાં ઉજજૈન દર્શન કરવાના બહાને પિતા પરિવારને ઉજજૈન લઇ ગયા હતા.રાજસ્થાનના મુરતિયા સાથે કાલે લગ્ન હોવાની આગલા દિવસે જાણ કરી હતી. મારા વિરોધ છતાં સમૂહ લગ્નમાં બળજબરીથી લગ્ન કરાવી દેવાયા. લગ્નના ૨૮ દિવસ પછી એક રાતે ચારેક હજાર રૂપિયા લઇને ભાગી નીકળી.એકલી જોઇને એક આદિવાસી પરિવારે રાતવાસો કરવાની સગવડ કરી આપી પરોઢિયે બસ સ્ટેન્ડ સુધી મુકી ગયા. ત્યાંથી બીજા ગામ પહોંચી ત્યારે પતિ તેના મિત્રો શોધખોળ કરતા અહિં સુધી પહોંચી જતાં એ લોકોથી બચવા અંધારૂ થયું ત્યાં સુધી ખેતરમાં છુપાઇ ગઇ હતી અને રાતે બસમાં ભીલવાડા થઇ વાયા અમદાવાદ - રાજકોટ આવી હતી.



પૂર્વ ડે.મેયર નરેન્દ્ર સોલંકીની ધરપકડ

સર્ચ કરી રહેલા આઇટી અધિકારીને લાફા મારી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ થઇ હતી, રિમાન્ડની માગણી નામંજૂર.શહેરમાં ૧પ દિવસ પૂર્વે આઇટીના દરોડા સમયે અધિકારીઓને લાફા મારી , ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્ર મગનલાલ સોલંકી અને કર્મચારી ધર્મેશ હસુભાઇ સોલંકીની ગત રાતે ધરપકડ કરવામાં આવી હતી.આઇટીના અધિકારીઓની ટુકડીઓએ ૨૪, જૂને શહેરમાં એક જ સમયે બિલ્ડર લોબી ઉપર દરોડા પાડ્યા હતા. મોટા મવામાં નરેન્દ્ર સોલંકીના જીવરાજ પાર્ક અને આર.પી. જાડેજાના પ્રધ્યુમન વિલા બંગલામાં દરોડાની કાર્યવાહી સમયે ઉપરોકત બન્ને સ્થળે આઇ.ટી. અધિકારીઓ ઉપર હુમલો અને ઘર્ષણના બનાવ બન્યા હતા. બનાવના ચાર દિવસ પછી ભાવનગર ઇન્કમટેક્સના આસી. કમિશનર રજનીભાઇ અંબિકાપ્રસાદ યાદવે નરેન્દ્ર સોલંકી અને તેની સાથેના સાત થી આઠ શખ્સ સામે સરકારી કામમાં રૂકાવટ અને લાફા મારી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.ઉપરોકત ગુનામાં માલવિયા નગરના પીઆઇ જે.કે. બોરીસાગરે ગત રાત્રે નરેન્દ્ર સોલંકી અને તેના કર્મચારી ધર્મેશ હસુભાઇ સોલંકીની ધરપકડ કરી હતી. અન્ય શખ્સોના નામ મેળવવા આજે બન્નેને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજૂ કરાતાં અદાલતે રિમાન્ડની માગણી નામંજૂર કરી હતી. તેમજ બન્નેએ જામીન ઉપર છુટવા કરેલી અરજી મંજૂર કરી જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો.આર.પી. જાડેજાએ આગોતરા જામીન મેળવવા અરજી કરી ૨૪ તારીખે લોર્ડઝ ગ્રૂપવાળા આર.પી.જાડેજા સહિત ૧પ૦ વ્યક્તિના ટોળાં સામે આઇટી અધિકારી અને સ્ટાફ ઉપર હુમલો કરી,અધિકારીઓની કારમાં તોડફોડ અને સૂટકેસની લૂંટ અંગેનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરપી જાડેજાએ સંભવિત ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવવા અરજી કરી છે.


રાજકોટ : રાજકોટ જિલ્લાની ત્રણ શાળા બંધ કરી દેવાનો આદેશ

એક સમયની પ્રતિષ્ઠિત એવી ચૌધરી હાઇસ્કૂલનું પરિણામ પણ અતિ કંગાળ આવ્યું છે.રાજકોટ જિલ્લાની ત્રણ શાળા બંધ કરી દેવાનો આદેશ જિલ્લા શિક્ષણાધિકારીએ કર્યો છે.ધો.૧૦નું પરિણામ આવ્યા બાદ જે પૃથક્કરણ રાજ્યના શિક્ષણ વિભાગે કર્યું છે તેમાં એવું સ્પષ્ટ તારણ નીકળ્યું છે કે રાજકોટની સરકારી શાળાઓનું સ્તર અત્યંત કથળ્યું છે.૧૯ સ્કૂલો તો એવી છે કે જેનું પરિણામ ૧૦ ટકાથી પણ નીચું છે જ્યારે ૧૦૦થી વધારે શાળા એવી છે જેના ૩૦ ટકા સ્ટુડન્ટ પણ પાસ થયા નથી. એ તમામ શાળાઓને મળતી ગ્રાન્ટમાં કપાત થશે તવું પણ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારી કે.ડી.બગડાને રાજ્યના શિક્ષણ વિભાગે રાજકોટની શાળાઓનું લિસ્ટ મોકલવામાં આવે છે તે અનુસાર રાજકોટમાં વાંકાનેર તાલુકાની ઘયાવડ ગામની એનફિલ્ડ,ગોંડલની એસ.બી.ગાર્ડી જૈન વિદ્યાલય તેમજ રાજકોટની રાષ્ટ્રીય શાળાનું ધો.૧૦નું પરિણામ શૂન્ય ટકા આવ્યું છે. આ તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પૈકી કોઇ પાસ થયું નથી.એકનાથ રાનડે વિદ્યાલય,આદર્શ મીડલ સ્કૂલ,આદર્શ વિદ્યામંદિર,એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ વગેરે ૧૯ સ્કૂલો ના પરિણામ છ કે સાત કે આઠ ટકા જેટલા કંગાળ છે. બે આંકડે પણ ન પહોંચી શકેલી આ શાળાઓ પૈકી ચૌધરી હાઇસ્કૂલ તો એવી છે જે એક સમયે સારી નામના ધરાવતી.જેનું રઝિલ્ટ ૩૦ ટકાથી ઓછું આવ્યું હોય તેવી શાળાઓની સંખ્યા ૧૦૦થી વધારે છે. તેમાં પણ શહેરની સારી સારી અનેક શાળાઓનો સમાવેશ થાય છે. આ તમામની ગ્રાન્ટ કપાશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું હતું. રાજકોટ જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ ૧૩૩ પૈકી માત્ર ૩૨ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા છે. ૧૯નું રઝિલ્ટ ૧૦ ટકા કરતાં પણ ઓછું છે.સેલ્ફ ફાયનાન્સ શાળાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે ત્યારે આ સ્થિતિ ચિંતાજનક છે કારણ કે જો દર વર્ષે આવી રીતે સરકારી ગ્રાન્ટ લેતી અને ઓછી કે સાધારણ ફી વસૂલતી સ્કૂલો બંધ થતી જશે તો મધ્યમ કે ગરીબ વર્ગના બાળકોને તો ભણવા માટે કોઇ સ્કોપ નહીં રહે, સરકારી શાળાના શિક્ષકો એ પણ ટ્યુશનોની લાલચ મુકીને પોતાની સ્કૂલોને બચાવવાના પ્રયાસ કરવા જોઇએ તો જ આ હાલતને આગળ વધતી અટકાવી શકાશે.


દૂધના ભાવમાં સતત વધારો છતાં રોજ ૪૦ હજાર લિટરની ઘટ

અમૂલ અને અન્ય ડેરીઓએ દૂધના ભાવમાં કરેલા વધારાથી અનેક પરિવારોની મોર્નિંગ-ટી કડવી થઇ ગઇ છે. છતાં રાજકોટમાં દૂધની માંગ એટલી છે અત્યારે રોજ ૪૦ હજાર લિટરની ઘટ પડે છે. જીવન જરૂરી ચીજોમાં જેનો સમાવેશ થઇ શકે તેવા દૂધમાં પ્રતિલિટર રૂ.૨નો વધારો ઘરનું બજેટ હચમચાવી દેવા માટે સક્ષમ ઘટના છે અને વધારો એ જ અરસામાં થયો જ્યારે પેટ્રોલ-ડીઝલ-ગેસ પણ મોંઘા થયાં. પરંતુ આ તમામ વસ્તુઓ વગર આજે લાઇફ શક્ય નથી. ઇંધણનો તો ખેર વિકલ્પ સી.એન.જી. કે એલ.પી.જી.છે. પરંતુ દૂધનો વિકલ્પ શું? આમ તો જનરલી એમ કહેવાય છે કે દૂધ ન પીઓ એ જ દૂધનો વિકલ્પ છે પરંતુ એવું નથી.‘સંપૂર્ણ આહાર’કહેવાતું દૂધ પણ અન્ય સ્વરૂપે મળી શકે. શું કારણ છે દૂધના ભાવ વધારાનું અને જો આમ જ ભાવ વધતા રહે તો દૂધનો નક્કર વિકલ્પ શું? વિકલ્પ છે પરંતુ દૂધ જેટલા મજબૂત નથી. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરિયાએ કહ્યું કે ભાવ વધવાને લીધે રાજકોટમાં વેચાણ પર કોઇ અસર થઇ નથી પરંતુ અત્યારે રાજકોટ ડેરીમાં દૂધની ઘટ છે. જિલ્લામાં દરરોજ ૨ લાખ ૬૦ હજાર લિટર દૂધની માંગ છે. અત્યારે ૨ લાખ ૨૦ હજાર લિટર દૂધ મળે છે. ૪૦ હજાર લિટર દૂધ રોજ સાબર ડેરીમાંથી મંગાવવામાં આવે છે. ગરમીને લીધે આ વર્ષે ઉત્પાદન ઘટયું છે તો,ઘાસની કિંમત વધી હોવાથી પણ દૂધનો ભાવ વધ્યો છે.આમ તો ગાય કે ભેંસના દૂધનો કોઇ વિકલ્પ નથી, ગાંધીજીએ બકરીનું દૂધ ઉપયોગમાં લીધેલું છે પરંતુ સ્વાદમાં તે ગાયના દૂધ જેવું તો નથી જ હોતું. અત્યારે બ્રાન્ડેડ દૂધ ૨૫ રૂપિયે લિટર છે તો ડેરીઓમાં છુટક મળતું દૂધ પણ રૂ.૨૫ની આસપાસ છે. પ્રતિલિટર રૂ.૨નો વધારો એટલે પરિવારદીઠ દર મહિને રૂ.૫૦ થી ૬૦નો વધારો થાય. આ સ્થિતિમાં પણ દૂધનો ઉપયોગ તો બંધ ન જ થાય. પરંતુ જો આ દૂધ મોંઘું પડતું હોય તો સોયા મિલ્ક અને મગફળીમાંથી બનતા દૂધનો ઉપયોગ વધારે કરી શકાય.જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રો.મેમણ કહે છે મગફળી અને સોયાનું દૂધ પ્રતિ લિટર અંદાજે ૧૮ રૂપિયાનું પડે.અલબત્ત તે પણ ગાયના દૂધ જેવું સ્વાદિષ્ટ તો ન જ હોય.દૂધનો ભાવ વધ્યો તેનું મુખ્ય કારણ ઘાસચારાના ભાવમાં થયેલો વધારો છે. એક પશુને દરરોજ લીલું ઘાસ ૨૦ કિલો અને સૂકું ઘાસ ૧૦ કિલો આપવું પડે. રૂ. ૨.૬૦માં મળતો સૂકો ચારો આજે રૂ.સાતમાં પડે છે. રૂ.૧નો એક કિલો લીલો ચારો આજે રૂ.૨ના ભાવે મળે છે. એટલે દરરોજ રૂ.૧૧૦ તો એક પશુના ખોરાકનો ખર્ચ થાય છે. એ ઉપરાંત દવા, અન્ય નિભાવ વગેરે મળીને રૂ.૧૯૨ પ્રતપિશુ, પ્રતિદિવસ ખર્ચ થાય છે. ઇંધણના ભાવનો વધારો પણ અસર કરે છે તેથી દૂધના ભાવ વધ્યા છે તેવું પશુપાલકો કહે છે.


હવે ગમે ત્યારે LPG સિલિન્ડર મળશે

નોકરી કરનાર વર્ગ માટે સારા સમાચાર છે. ખાસ કરીને એ લોકો માટે જેઓ એકલા રહે છે. હવે તમે તમારા LPG ડિસ્ટ્રીબ્યુટરને કહી શકો છો કે તેઓ ઠીક ક્યાં સમયે તમારે ઘરે રાંધણ ગેસનું સિલિન્ડર મોકલે.જો કે તેના માટે તમારે અલગથી ફી ચૂકવવી પડશે. ઇન્ડિયન ઓઇલ, બીપીસએલ અને એચપીસીએલે આવતીકાલથી આ સ્કીમ શરૂ કરવા જઇ રહ્યા છે.દસ લાખથી વધારે વસતી ધરાવતા શહેરોમાં સવારે આઠ થી પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી સિલિન્ડર મંગાવવા માટે રૂ.50 એક્સ્ટ્રા આપવા પડશે જ્યારે નાના શેહોરમાં રૂ.40 આપવા પડશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યાની વચ્ચે ફી રૂ.25 અને 20 હશે. જ્યારે શનિવાર અને રવિવારના રોજ સવારે 8 થી સાંજે 6ની વચ્ચે સિલિન્ડર મંગાવવાનો ખર્ચ પણ રૂ.50 અને રૂ.40 થશે. આ સ્કીમ અત્યારે દિલ્હી, મુંબઇ, કોલકત્તા, ચેન્નઇ, બેંગલોર, હૈદ્રાબાદ અને પૂણેમાં શરૂ થઇ રહી છે. પરંતુ આ મોટા શહેરોની સાથે જ એનસીઆર શહેરો અને મુંબઇની પાસે થાણે, નવી મુંબઇ અને મીરા રોડ જેવા વિસ્તારોમાં પણ આ સુવિધા મળશે. ટૂંક સમયમાં જ એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ આ સર્વિસ શરૂ થશે.


શહેરભરમાં રથયાત્રાને પગલે લોખંડી બંદોબસ્ત

શહેરમાં ૧૪૦૦૦થી વધુ પોલીસ અધીકારીઓ અને ૪૫૦૦ જેટલા હોમગાર્ડની લોખંડી સુરક્ષા વચ્ચે રથયાત્રા સરસુર નજીક પહોંચી છે. મંગળવાર સવારે નીકળેલી રથયાત્રામાં બપોર સુધી કોઇ અનીચ્છનીય બનાવ ન બનતા પોલીસ તંત્રએ રાહતનો દમ ભર્યો છે.સીસીટીવી કેમેરા, ગ્રુપ એસએમએસ અને જીપીએસ સીસ્ટમ જેવા અત્યાધુનીક સુરક્ષા સાધનો સાથે પોલીસને ગતરાત્રીથીજ ખડે પગે કરી દેવાઇ છે. એટલુજ નહી, રથાયાત્રાનું રૂટ પર ચાંપતી નજર રાખવા ગોઠવાયેલા કેમેરાથી કમીશ્નર ઓફિસમાં બનાવાયેલા કંટ્રોલ રૂમમાં સતત મોનીટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રથ સહિત રથયાત્રામાં જોડાયેલા અન્ય દસ વાહનો પર ગોઠવાયેલા જીપીએસ સીસ્ટમથી પણ પોલીસ તંત્ર યાત્રના રૂટ પર નજર રાખવી રહ્યું છે.
બીજી તરફ એક કિલ્લોમીટરનાં વિસ્તારમાં એક હજારથી પણ વધુ જવાનોને ગોઠવી દઇ તંત્રદ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઇ છે, ત્યારે છેલ્લી માહીતી અનુસાર રથયાત્રા કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચ કાળુપુર સર્કલથી આગળ વધી સરસપુર પહોંચવા આવી છે.


સરકારના વિરોઘમાં એમ. સી. આઇ. વડોદરા દ્વારા ધરણાં યોજાશે

કેતન દેસાઇના કિસ્સા બાદ એમસીઆઇને ડિસોલ્વ કરવાના નિર્ણયનો વિરોધઆઇએમએ દ્વારા સરકાર દ્વારા તબીબી શાખા માટે અમલમાં મૂકવામાં આવેલ સૂચનો સામે વિરોધ દર્શાવતા રાષ્ટ્રવ્યાપી આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આઇએમએ વડોદરા ચેપ્ટર દ્વારા ૧૫મી જુલાઇ રોજ ગાંધીનગર ગૃહ ખાતે ઘરણાં યોજાશે.ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકાર દ્વારા લાદવામાં આવેલ કેટલાંક નિયમો સામે વિરોઘ પ્રગટ કરાયો છે. જેના ભાગ રૂપે ગત ૨૮મી જુનના રોજ દિલ્હીના જંતર મંતર ખાતે આઇએમએના સભ્યો દ્વારા ધરણા ધરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના ડૉ. સુરેશ અમીન, ડૉ. મયંક ભટ્ટ, ડૉ. ચેતન પટેલ તથા ડૉ. વિનોદ મહેતાએ પણ હાજરી આપી હતી.તબીબોએ જણાવ્યું હતું કે, કોઇ એક વ્યક્તિને કારણે આખી સંસ્થા ડિસોલ્વ કરવી ખોટી વાત છે. પ્રશ્નોના નિરાકરણ નહીં આવે તો એક દિવસ ભારત બંધનું એલાન પણ અપાશે. આ ચળવળ આઇએમએના લોકલ સ્તરના ચેપ્ટર દ્વારા હાથ ધરાશે. જેના ભાગ રૂપે ૧૫મી જુલાઇના રોજ ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કરાશે. જેમાં શહેરના તમામ તબીબો જોડાશે.


પાલિતાણા : કોલેજની વિદ્યાર્થીનીઓએ ૩ કલાક એસટી બંધ કરાવી

પાલિતાણા એસ.ટી. ડેપોમાં આજે સોમવારે સાંજે મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ ત્રણ કલાક સુધી એસટીનાં પૈડા થંભાવી દીધા હતા.પાલિતાણા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ કોલેજ છુટયા બાદ ૬ વાગ્યાની બસમાં ગારિયાધાર ન ગઈ અને ત્રણ કલાક બસોના પૈડા થંભાવી હલ્લો મચાવ્યો હતો. આજે સાંજેના ૬ વાગ્યા બાદ ગારિયાધાર બસ માટે વિદ્યાર્થીનીઓ બસ સ્ટેન્ડમાં આવેલ પણ ભાવનગરથી આવતી બસમાં જગ્યાના અભાવે ન જતા મામલો બિચકયો હતો અને ત્રણ કલાક માટે બસો બંધ રખાવી હતી.આ બાબતે પાલિતાણા એસ.ટી. ડેપો મેનેજરે જણાવેલ કે સાંજના સમય માટે વધુ બે બેસોની જરૂરીયાત હોય જેથી કોલેજની ૩૫૦ વિદ્યાર્થિનીઓની વ્યવસ્થા કરી શકાય તેમજ ગારિયાધાર એસ.ટી. ડેપોની ચાલતા રૂટ પણ બંધ થઈ ગયા હોવાથી અને અનિયમિતતાના કારણે હાલે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સાંજે વધુ બે બસની જરૂરિયાત છે.આ બાબતે તંત્ર દ્વારા બસોની વ્યવસ્થા કરી રૂટ ગોઠવવા માટે ગારિયાધાર ડેપોમાં વાત થઈ છે. બંને ટુંક સમયમાં યોગ્ય કરાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું.


બોરસદમાં અડધો ઇંચ વરસાદ

આણંદ સહિત બોરસદ, ઉમરેઠ, ખંભાત અને તારાપુર જિલ્લાના પાંચ તાલુકામાં સોમવારે મેઘમહેર જારી રહી હતી. બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૬ મિમી વરસાદ વરસ્યો હતો, આણંદ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સવારના ૭થી સાંજના ૪ કલાક સુધીમાં આણંદ ૩ મિમી, ઉમરેઠ ૪ મિમી, બોરસદ ૧૬ મિમી, ખંભાત ૪ મિમી અને તારાપુર તાલુકામાં ૧ મિમી વરસાદ નોંધાયો હતો. આણંદ શહેરમાં બપોરના બે કલાકે દસેક મિનિટ સારો વરસાદ વરસ્યાં બાદ બંધ થઈ ગયો હતો.ખેડા જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં બમણો વરસાદ.ખેડા જિલ્લામાં ગત વર્ષે ૧૨ જુલાઈ સુધીમાં માત્ર ૬૫૮ મિલીમીટર(મિમી) વરસાદ વરસ્યો હતો, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૧,૨૩૪ મિમી એટલે કે બમણો વરસાદ પડી ચૂકયો છે. આ વર્ષે તમામ તાલુકાઓમાં ગતવર્ષ કરતાં બમણો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી નડિયાદમાં ૭૭, માતરમાં ૧૧૬, ખેડામાં ૧૨૫, મહેમદાવાદમાં ૯૯, મહુધામાં ૧૧૮, કઠલાલમાં ૧૫૨, કપડવંજમાં ૧૮૧, વિરપુરમાં ૫૧, બાલાસિનોરમાં ૧૬૪ મિમી અને ઠાસરામાં ૧૫૧ મિમી વરસાદ પડયો છે.


હૈદરાબાદમાંથી વધુ એક નક્સલી પકડાયો

દક્ષિણ ગુજરાતમાં યોજાયેલી ગુપ્ત મિટિંગમાં અમર ઉર્ફે દેવેન્દ્ર હાજર રહ્યો હતો.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નક્સલવાદનાં મૂળિયાં ઊંડાં કરવા માટે કાર્યરત નક્સલવાદી અમર ઉર્ફે દેવેન્દ્રને સુરત રેન્જની પોલીસ ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી હૈદરાબાદ ખાતેથી પકડી પાડ્યો છે. પોલીસને જોઈ ભાગી રહેલા અમરને પકડી પાડવા માટે પોલીસે ફિલ્મીઢબે તેનો પીછો કર્યો હતો. થોડા સમયની ભાગદોડના અંતે તે પોલીસના હાથમાં આવી ગયો હતો. અમરની ધરપકડ સાથે જ ધરપકડનો આંક ૧૪ સુધીપહોંચ્યો છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં નકસલવાદી પ્રવૃત્તિ થતી હોવાની વાતને ધ્યાને લઈ કામરેજ પોલીસ મથકમાં નકસલવાદીઓ સામે ગુનો નોંધાયો હતો. જેની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને તપાસ ડીવાય.એસ.પી. કે.એમ. પોલરાને સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ટીમે કુલ ૧૩ નકસલવાદીની ધરપકડ કરી છે.
દરમિયાન પોલીસને એવી હકીકત ધ્યાન પર આવી હતી કે એક નકસલવાદી અમર ઉર્ફે દેવેન્દ્ર કોરા બાલક બેસ્તા (રહે: બોઇનાવાડા, જિ. કરીમનગર, આંધ્રપ્રદેશ) હૈદરાબાદમાં છે. જેથી પોલીસની એક ટીમ તેને પકડી પાડવા માટે હૈદરાબાદ રવાના થઈ હતી. ત્યાં સ્થાનિક પોલીસનો સહકાર લઈ તપાસ આરંભી હતી, જેમાં હૈદરાબાદના રસ્તા પર અમર અને પોલીસ આમનેસામને થઈ જતાં અમર પોલીસને જોઈ ભાગવા લાગ્યો હતો.પોલીસે પણ તેનો પીછો કરતાં થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આખરે પોલીસે તેને પકડી પાડ્યો હતો, તેમ તપાસનીશ અધિકારી ડીવાય.એસ.પી. કે.એમ. પોલરાએ કહ્યું હતું.પોલીસની અત્યાર સુધીની તપાસમાં એવી હકીકત બહાર આવી ચૂકી છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જ્યારે પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમર ઉર્ફે દેવેન્દ્ર અચૂક હાજર રહ્યો છે. વળી, તે આંધ્રપ્રદેશના નક્સલીઓ અને સુરતમાં રહી નક્સલવાદી પ્રવૃત્તિ કરનારાઓ વચ્ચે જોડતી કડીરૂપ કામગીરી કરતો હતો. જેથી તેની પાસેથી પોલીસને ઘણી વધારાની માહિતી મળી રહેશે.


ભુજ : જથ્થાબંધ બજાર બની ભેંકાર આજે થશે પોસ્ટકાર્ડ ઝુંબેશ

ભુજમાં અનિશ્ચિત મુદ્દતના બંધનો શાંતિપાઠ સાથે પ્રારંભ, ૨૦૦૦થી વધુ પત્રો લખાશે, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદનપત્રો મોકલાશે.જેલવાસ ભોગવી રહેલા ભુજના ૧૩ વેપારીઓને મુક્ત કરાવવાની લડતનો આજથી પ્રારંભ થયો હતો. શાંતિપાઠના જાપ વચ્ચે જથ્થાબંધ બજાર બંધનો પ્રારંભ થતાં પરિસર રીતસરનું ભેંકાર ભાકસતું હતું. મંગળવારે મોટા પાયે પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશ હાથ ધરાશે તેમજ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આવેદનપત્રો પણ મોકલવામાં આવશે. વેપારીઓને જામીન પર મુક્ત કરવા અને કેસ બંધ કરવાની માંગ સાથે આજ સવારથી જ ધંધાર્થીઓ મંદિર પરિસરમાં ઉમટયા હતા.આજે થયેલા શાંતિપાઠની વિધિ સાંજ સુધી ચાલી હતી. દુકાનો સદંતર બંધ રહી હતી. મજૂરો પણ સમર્થનમાં જોડાયા હતા. મોડી સાંજે મળેલી બેઠકમાં મંગળવારના કાર્યક્રમોની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. વેપારી આગેવાનોએ આપેલી માહિતી મુજબ દરેક વ્યક્તિ પોતાની રીતે પોસ્ટકાર્ડ લખશે.આખો દિવસ ચાલનારા આ કામમાં અંદાજે ૨૦૦૦થી વધુ પત્રો લખાશે. તે સાથે આવેદનપત્રો પણ પત્ર દ્વારા મોકલાશે. વેપારીઓએ દાખવેલી એકતાની પ્રશંસા કરાઇ હતી અને આ રીતે આગળના કાર્યક્રમમાં પણ સહકારની અપીલ કરાઇ હતી. મંગળવારે સાંજે વેપારીઓ આશાપુરા માતાજીના દર્શનાર્થે જઇ આશીર્વાદ મેળવશે.
અનિશ્ચિત મુદ્ત માટે પળાનારા બંધ દરિમયાન રોજ સાંજે વેપારીઓ અને કુટુંબીજનો સાથે મળી બીજા દિવસે યોજવાના કાર્યક્રમો ઘડી કાઢશે.રાષ્ટ્રપતિને લખાયેલા પત્રમાં ભૂકંપગ્રસ્ત બજાર સમિતિએ જણાવ્યું હતું કે, જેલમાં રહેલા વેપારીઓ પર સીઆઇડી ક્રાઇમે જે રીતની કલમો લગાડી છે, તેનાથી તો એમ જ થાય કે, આ ધંધાર્થીઓએ જાણે કસાબ કે અફઝલ ગુરુ જેવો ગુનો કર્યો હોય. હકીકતમાં જમીનનો ટુકડો પૂર્ણ કિંમતમાં ખરીદવામાં શું ગુનો છે? તેવો સવાલ કરાયો છે અને જેલમુક્તિની માંગ સાથે ન્યાય અપાવવા વિનંતી કરાઇ છે.


શું હિન્દુ દેવી-દેવતાઓના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકાય ખરા?

પાંચ દેવી-દેવતાના પાન કાર્ડ પણ આવકવેરા વિભાગે જારી કરેલા છે.શું હિન્દુ દેવી-દેવતાઓના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકાય ખરા કે જેથી તેઓ શેરબજારમાં શેરની લેવડ-દેવડ કરી શકે ? આ પ્રશ્ન પહોંચ્યો છે બોમ્બે હાઈકોર્ટમાં. એક ધાર્મિક ટ્રસ્ટે પાંચ દેવી-દેવતાના નામે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવા માટે અરજી કરી હતી, જેને નેશનલ સિકયુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(એનએસડીએલ)એ નકારી કાઢતા ટ્રસ્ટે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. આ સપ્તાહે આ કેસની સુનાવણી હાથ ધરાશે.
સાંગલી સ્થિત ટ્રસ્ટ ‘ગણપતિ પંચાયતમ સંસ્થાન’ દ્વારા એનએસડીએલના નિર્ણયને પડકારતી અરજીમાં કહેવાયું છે કે ‘જ્યારે આવકવેરા વિભાગે પાંચ દેવી-દેવતાઓના નામે ‘પાન’ કાર્ડ જારી કર્યાં છે ત્યારે એનએસડીએલ શા માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની ના પાડી રહ્યું છે.’ટ્રસ્ટે તેના પાંચ દેવી-દેવતા ભગવાન ગણેશ, ચિંતામણેશ્વરદેવ, ચિંતામણીશ્વરીદેવી, સૂર્યનારાયણદેવ અને લક્ષ્મીનારાયણદેવના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવવા માટે અરજી કરી હતી. સાંગલીના એક સમયના રાજવી પરિવાર એવા પટવર્ધન ફેમિલીની માલિકીનું આ ટ્રસ્ટ છે. ટ્રસ્ટે ૨૦૦૮માં આ પાંચ દેવી-દેવતાના નામે પાન કાર્ડ મેળવ્યા હતા. તાજેતરમાં તેણે આ પાંચેય નામથી ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવા અરજી કરી હતી. પરંતુ એનએસડીએલે આ અરજી ફગાવી દીધી હતી.ટ્રસ્ટે તેની દલીલમાં કહ્યું છે કે હિન્દુ દેવી-દેવતાના નામે સંપત્તિ ખરીદવા અંગેના અનેક ચુકાદા હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે વિવિધ કેસમાં આપ્યા છે. ટ્રસ્ટના વકીલ ઉદય વારુંજકરે દલીલ કરી હતી કે શેર, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડ્સને પણ સંપત્તિ ગણી શકાય. દેવી-દેવતાઓને શેર-ડિબેન્ચર ખરીદવાનો અધિકાર છે. એનએસડીએલની દલીલ છે કે માત્ર રજિસ્ટર્ડ થયેલા પબ્લિક ટ્રસ્ટના દેવી-દેવતા જ સંપત્તિ ખરીદી શકે છે. સાંગલીનું ટ્રસ્ટ ખાનગી ટ્રસ્ટ છે.


આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. બે લાખની થશે

સતત વધી રહેલી મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવા માટે નાણામંત્રાલયે શરૂ કરેલી કવાયત, આવકવેરા મુક્તિની મર્યાદામાં રૂ. ૪૦,૦૦૦નો વધારો થાય તેવી શક્યતા.કમરતોડ મોંઘવારીના સમયમાં નાણામંત્રાલયે કરદાતાઓને થોડી રાહત આપવાનું નક્કી કરી લીધું છે.આ રાહત આવકવેરા મુક્તિની મર્યાદામાં વધારાના સ્વરૂપે આવી શકે છે.સૂત્રોએ જણાવ્યા અનુસાર આવકવેરા મુક્તિની મર્યાદા રૂ. ૪૦,૦૦૦ સુધી વધી શકે છે. નાણામંત્રાલય ફુગાવાના સતત વધી રહેલા દરથી પરેશાન કરદાતાઓને રાહત આપવા માટે ટે્કસમાં મુક્તિની મર્યાદા. વધારવાની તૈયારીમાં છે. હાલમાં નાણામંત્રાલય તેનાથી સરકારી તિજોરી પર કેટલો બોજ પડશે તેની ગણતરીમાં લાગી ગયું છે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા મુક્તિની મર્યાદામાં કોઈ વધારો કરાયો ન હતો. પરંતુ વધતી મોંઘવારીને ધ્યાનમાં લઈને સરકાર પર તેમાં વધારો કરવાનું દબાણ ઘણું વધી ગયું છે. આવકવેરા મુક્તિની મર્યાદામાં રૂ. ૧૦,૦૦૦નો વધારો કરવાથી કરદાતાને રૂ. ૧૦૩૦ની બચત થશે. તે દ્રષ્ટિએ રૂ. ૪૦,૦૦૦નો વધારો થશે તો કરદાતાને વર્ષે રૂ. ૪,૧૨૦ની બચત થશે.સરકાર દ્વારા જારી કરાયેલા ડાયરેકટ ટેક્સ કોડ(ડીટીસી)ના પહેલા મુસદ્દા(ડ્રાફ્ટ)માં રૂ. ૧.૬૦ લાખથી રૂ. ૧૦ લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂ. ૧૦ લાખથી રૂ. ૨૫ લાખની આવક પર ૨૦ ટકા અને રૂ. ૨૫ લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત હતી. પરંતુ નવા જારી કરાયેલા ડીટીસીનામુસદ્દામાં આવકવેરાના આ સ્લેબ જ ગાયબ કરી દેવાયા છે. હાલના ઈન્કમ ટેક્સ સ્લેબ મુજબ વાર્ષિક રૂ. ૧.૬૦ લાખથી રૂ. ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકા આવક ટેક્સ લાગુ થશે. રૂ. ૫ લાખથી રૂ. ૮ લાખની આવક પર ૨૦ ટકા અને રૂ. ૮ લાખથી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગુ થશે. હવે આવકવેરા મુક્તિની મર્યાદામાં રૂ. ૪૦,૦૦૦નો વધારો કરાશે તો વાર્ષિક રૂ. ૨ લાખ સુધીની આવક પર કોઈ જ ટેક્સ ભરવો નહીં પડે.


‘NRIને મતદાનનો અધિકાર ટૂંક સમયમાં’
‘ભારત સરકાર બિન નિવાસી ભારતીયોને મતદાનનો અધિકાર આપવા અંગે વિચાર કરી રહી છે, તેમજ આ માટે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. કાયદા મંત્રાલયે આ માટે યોજના બનાવી છે, તેમજ બહું ઝડપથી તેનો અમલ પણ કરવામાં આવશે’, તેમ ભારતના કાયદા મંત્રી વીરપ્પા મોઈલીએ લંડન ખાતે જણાવ્યું હતું.ભારતીય વિદેશી કોંગ્રેસના અધ્યક્ષ ડીએલ કલ્યાણના પ્રતિનિધિત્વ દ્વારા આ મુદે પ્રશ્ન પૂછવામાં આવતા લંડનમાં ભારતીય વિદેશી કોંગ્રેસના સભ્યોને સંબોધન કરતા મોઈલીએ આ માહિતી આપી હતી.કલ્યાણ દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રવાસી ભારતીયોને મતનો અધિકારી આપવાનો મુદ્દો કેટલાય વર્ષોથી પડતર છે, તેના જવાબમાં મોઈલીએ જણાવ્યું હતું કે આ કામ માટે જરૂરી કાયદાનો બહુ ઝડપથી અમલ કરવામાં આવશે. તેની સાથે વિદેશમાં સંબંધિત ભારતીય શિષ્ટમંડળોને પણ મત આપવાના અધિકાર બાબતે વિચાર કરવામાં આવશે.એક અંદાજ પ્રમાણે પુરા વિશ્વમાં બે કરોડ 20 લાખ એનઆરઆઈ રહે છે. જો કે મોઈલીએ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જે લોકોએ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લીધી છે તેને મતદાનનો અધિકાર આપવામાં નહીં આવે.


ભારતના 8 રાજ્યોમાં આફ્રિકાના 26 દેશ કરતા વધુ ગરીબો

દુનિયા આખી ભલે એમ માની રહી હોય કે ભારત સમૃદ્ધ દેશ છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વિકાસના મોટા મોટા દાવા છતાં હજુ પણ ભારતના આઠ રાજ્યોમાં ગરીબોની સંખ્યા આફ્રિકાના 26 દેશોમાં રહેતા ગરીબો કરતા વધું છે.ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈનિસ્ટીવએ(ઓપીએચઆઈ) યૂએનડીપીની મદદથી મલ્ટીડાયમેન્શન પોવર્ટી ઈન્ડેક્સ (એમપીઆઈ) તેયાર કર્યો છે. આ આંકડા યૂએનડીપી હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટની 20મી આવૃતિમાં પ્રકાશિત થશે. આ વિશ્વલેષણના જણાવ્યા પ્રમાણે ભારતના આઠ રાજ્યો, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગરીબોની સંખ્યા આફ્રિકાના 26 દેશોની તુલનામાં વધારે છે. ભારતના આ રાજ્યોમાં 421 મિલિયન જ્યારે આફ્રિકાના 26 દેશોમાં 410 મિલિયન ગરીબો છે. એવું માનવામાં આવે છે કે નવા સર્વે બાદ વિકાસના કાર્યક્રમોને સારી રીતે લાગૂ કરવામાં મદદ મળશે.માનવ વિકાસ રિપોર્ટ ઓક્ટોબરમાં પ્રકાશિત કરવામાં આવશે. હાલમાં આ આંકડાઓ ઓપીએચઆઈ અને યૂએનડીપીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ઓપીએચઆઈના નિર્દેશક સબીના અલ્કારેએ જણાવ્યું હતું કે એમપીઆઈ એક રીતે હાઈ રિવોલ્યૂશન જેવો છે. જેના દ્વારા અલગ અલગ સ્તરે ગરીબી અંગે માહિતી મેળવી શકાય છે.




સ્કાયવોકનો બોજ અંતે પ્રજા પર, હાઇકોર્ટમાં રીટ

મનપાના અધિકારીઓ અને શાસકોની અણઆવડતનો નમૂનો બની ગયેલા સ્કાયવોક પ્રકરણના કાંગરા હજુ ખર્યા જ રાખે છે. આ પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને જાહેરાતના હક્ક આપવાની જે કળા અજમાવવામાં આવી છે તેનાથી આખરે તો કન્યાના કેડે જ એટલે કે મનપાને જ નુકસાની જવાની છે એવા મતલબ સાથે મ્યુનિ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન ફરતે ગાળિયો નાખી તેઓને પક્ષકાર તરીકે જોડી હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવતા સ્કાયવોક મુદ્દો વધુ સળગ્યો છે.સ્કાયવોક પ્રોજેક્ટ મંજૂર થયો હતો ત્યારથી જ તેની સામે જબરો વિરોધ ઉઠ્યો હતો. મનપા તંત્રે આ વિરોધને અવગણીને કામ શરૂ કરવાની લીલીઝંડી આપી દીધી અને એક તબક્કે કામ પૂરજોશમાં ચાલતું હતું ત્યારે વિરોધ વધુ ઘેરો બનતા શાસકોને પાછા પગ કરવાની ફરજ પડી હતી.પ્રોજેક્ટ પડતો મુકાયા બાદ વળતર અંગેના ડખ્ખામાં કોન્ટ્રાક્ટરને જાહેરાતના હક્કની લહાણી કરી દેવાનો રસ્તો અપનાવાયો છે ત્યારે આ રસ્તામાં અંતે તો મનપાની તિજોરીને જ માર પડવાનો છે. મનપાને જ્યાં અન્ય જાહેરાત એજન્સી પાસેથી આવક થઇ શકે છે. તંત્રની ભૂલ પ્રજા શા માટે ભોગવે એવા એક સૂર સાથે કોંગ્રેસના એક કાર્યકરે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે. જેમાં મ્યુનિ. કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેનને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.


રાજકોટ : શેરબજારમાં ખોટ જતાં વધુ એક ધંધાર્થીનો આપઘાત

શેરબજારમાં નાણાં ગુમાવવાથી અગાઉ અનેક લોકોએ આપઘાત કર્યાના કિસ્સા બન્યા છે. વધુ એક બનાવમાં મવડીમા રહેતાં પટેલ યુવાને શેરબજારમાં મોટી રકમ ગુમાવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.મવડી રોડ પરના ગોલ્ડ કોમ્પ્લેકસમાં રહેતા પટેલ હરેશ માવજીભાઇ પાનસરા (ઉ.વ. ૩૨) એ પોતાના ઘરે ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. જામજોધપુરના સોડવદરનો વતની હરેશ પત્ની અને આઠ વર્ષના પુત્રસાથે રાજકોટમાં રહેતો હતો અને શેરબજારનું કામ કરતો હતો. શેરબજારમાં મોટું નુકસાન થતાં રાજકોટ છોડી સુરત સ્થાયી થવાનો નિર્ધારકર્યો હતો ત્યાં મકાન ભાડે રાખી પત્ની અને પુત્રને ત્યાં મૂકી રવિવારે સામાન લેવા પટેલ યુવાન રાજકોટ આવ્યો હતો પરંતુ પરત જવાને બદલે આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતાં સોડવદરથી રાજકોટ દોડી આવેલા મૃતકના પિતા અને સોડવદરની હાઇસ્કૂલના સિનિયર કલાર્ક માવજીભાઇ પાનસરાએ કહ્યું હતું કે હરેશ બે બહેનનો એકનો એક ભાઇ હતો. જમીન સહિતનો હિસ્સો મેળવી પટેલ યુવાન ત્રણેક વર્ષથી પિતાથી અલગ રહેતો હતો. યુવાનના આપઘાતથી તેની પત્ની અને પુત્ર નોધારા થઇ જતાં ગમગીની છવાઇ ગઇ હતી.વારંવાર નુકસાન થતાં પિતાએ ધંધો છોડી દેવા કહ્યું હતું. રાજકોટમાં રહી શેર બજારનું કામ કરતા હરેશે અગાઉ પણ આ ધંધામાં નાણાં ગુમાવ્યા હતા અને ફરી ધંધામાં પૈસાનું ધોવાણ થતાં તેના પિતા માવજી ભાઇએ શેરબજારનું કામ છોડી અન્ય ધંધો કરવા સલાહ આપી હતી. હરેશે પણ રાજકોટ છોડી સુરત સ્થાયી થવા નક્કી કર્યું હતું પરંતુ આર્થિક સંકટના વાદળા ઘેરાતા તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.


‘વાંચે ગુજરાત’ એક કરોડ લોકોને વાંચતા કરવાની નેમ

સ્વર્ણિમ્ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વાંચે ગુજરાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત એકવીસમી સદી જ્ઞાન અને સિધ્ધિની સદી છે.ત્યારે સમાજમાં અને લોકોમાં જ્ઞાનનું વિસ્તરણ થાય તેમજ જ્ઞાનશક્તિના મૂલ્ય થકી સમાજ જીવનના મૂલ્યમાં આમૂલ પરિવર્તન લાવવાની મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પનાને સાકાર કરી ગુજરાત રાજ્ય જ્ઞાનશક્તિમાં પણ આગળ વધે તે હેતુને સિધ્ધ કરવા રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું અને રાજ્યના એક કરોડથી પણ વધુ લોકોને સમગ્ર રાજ્યમાં વાંચતા કરવાની મુખ્યમંત્રીની નેમને સાકાર કરવા ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, તેમ શહેર ભાજપ અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું.


જગતનો નાથ આજે માર્ગો પર મહાલશે

અષાઢી બીજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ પ્રેમ અને શ્રદ્ધાના રથ પર સવાર થઈ લોકોમાં ભાવ અને ભક્તિ જગાડવા માટે નગરયાત્રા કરશે. મંગળવારે અષાઢી બીજ અને પુષ્યનક્ષત્રનો વિરલ યોગ ઘણાં વર્ષો બાદ આવ્યો છે. જહાંગીરપુરાના ઈસ્કોનમંદિર, મહિધરપુરાના ઘોડિયા બાવા મંદિર, અમરોલીના લંકાવિજય હનુમાન મંદિર, પાંડેસરાના જગન્નાથ મહાપ્રભુ મંદિર અને સચિનના કનકપુર જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું છે. શહેરમાં વિવિધ પાંચ સ્થાનક દ્વારા નીકળનારી રથયાત્રામાં ઈસ્કોન મંદિર, જહાંગીરપુરાની રથયાત્રા મુખ્ય રહેશે.રથયાત્રા અંગે ઈસ્કોન મંદિરના સ્વામી વૃંદાવનદાસે જણાવ્યું હતું કે ભગવાનની આ ૧૭મી રથયાત્રા માટે સિંહાસન બનાવાયું છે, ફૂલહાર અને રોશનીનો શણગાર કરાશે તથા રાત્રે ૨૦ હજારથી વધુ લોકો માટે મહાપ્રસાદી બનાવાશે. આરતી બાદ રથયાત્રા બપોરે ૨ કલાકે સુરત સ્ટેશન પરથી રિંગ રોડ પર મજૂરાગેટ, અઠવાગેટથી સરદાર બ્રિજ થઈ જહાંગીરપુરા ખાતે ૧૩ કિમી અંતર કાપીને પહોંચશે.શહેરના અગ્રણી મહાનુભાવો અને દેશવિદેશના ૪૦ હજારથી વધુ ભક્તો રથયાત્રામાં ઉપસ્થિત રહેશે. સુરતમાં રથયાત્રા ઈસ્કોન મંદિર દ્વારા ૧૯૯૪થી શરૂ થઈ હતી.રથયાત્રાના ચાર પૈડાંવાળા રથની લંબાઈ ૧૬ ફૂટ, ઊંચાઈ ૨૪ ફૂટ અને પહોળાઈ ૧૦ ફૂટ છે. રથને ખેંચવામાં વપરાતું દોરડું દર બે વર્ષે નવું લાવવામાં આવે છે. ભગવાનને રેલવે સ્ટેશન પાસે રથમાં લઈ જઈ ફૂલોનો શણગાર, રોશનીનો શણગાર કરી સિંહાસન પર બિરાજમાન કરાશે. બીજા રથ પર ભગવાનની ગોવર્ધનલીલાને તાદ્દશ કરવામાં આવી છે.


બેટી બચાવો અંતર્ગત સુરત-બારડોલીનાં સેન્ટરોના પરવાના રદ


રાજ્ય સરકારના બેટી બચાવો અભિયાનના ભાગરૂપે સગર્ભાઓની સોનોગ્રાફી કરનારા શહેરના ૧૮ અને બારડોલીના ૩ મળી કુલ ૨૧ ગાયનેકોલોજિસ્ટ-રેડિયોલોજિસ્ટના સોનોગ્રાફી પરવાના સોમવારે રદ કર્યા હતા. આ ૨૧ તબીબોએ સગર્ભાઓની સોનોગ્રાફી કર્યા બાદ સગર્ભાઓ વિશે જે માહિતી આરોગ્ય વિભાગને આપવાની હોય છે તે છુપાવી હોવાનું જાણવા મળ્યું છે.બેટી બચાવો અભિયાન અંગે રાજ્ય સરકાર દ્વારા દરેક શહેર તથા ગામોમાં સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા માટે પ્રયાસો કરાયા હતા. આમ છતાં કેટલાક ગાયનેકોલોજિસ્ટ તથા રેડિયોલોજિસ્ટ તબીબો રૂપિયાની લાલચે ગર્ભનું જાતિય પરીક્ષણ કરતા હોય છે. આથી જિલ્લા કલેક્ટર એ. જે. શાહે કડક વલણ અપનાવી નિયમોનો ભંગ કરનારા તબીબો સામે લાલ આંખ કરી છે.સુરત શહેર-જિલ્લામાં ગાયનેકોલોજિસ્ટ તથા રેડિયોલોજિસ્ટ તરીકે કામ કરતા ૧૭૦ તબીબોને તા. ૧૧-૦૬-૧૦ના રોજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ તબીબો સગર્ભાઓની સોનોગ્રાફીથી તપાસ કર્યા બાદ આરોગ્ય વિભાગને જાણ કરતા ન હતા. ત્યારબાદ ૧૪૮ તબીબોએ નિયમ મુજબ આરોગ્ય વિભાગને માહિતી આપી હતી પરંતુ શહેરના ૧૮ અને બારડોલીના ૩ મળી ૨૧ તબીબોએ સગર્ભાઓની સોનોગ્રાફી વિશેની માહિતી આરોગ્ય વિભાગથી છુપાવી હતી. આથી જિલ્લા આરોગ્ય વિભાગે આ ૨૧ તબીબોનાં ૨૨ ક્લિનિકમાં સગર્ભાઓ પર થતી સોનોગ્રાફી પર પ્રતિબંધ મૂકી આ તબીબોના સોનોગ્રાફી કરવાના પરવાના રદ કર્યા છે.સગર્ભાઓની માહિતી છુપાવનારા આ તબીબો પર આરોગ્ય વિભાગને એવી પણ શંકા છે કે તેઓ રૂપિયા લઈને ભ્રૂણ પરીક્ષણ કરી આપતાં હતાં. જો આ તબીબો આવી પ્રેક્ટિસ કરતા હોવાનું પુરવાર થશે તો આરોગ્ય વિભાગ દ્વારા આવનારા દિવસોમાં વધુમાં વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.સોનોગ્રાફીની માહિતી છુપાવનારા તબીબોસુરત શહેર તથા જિલ્લામાં સગર્ભાઓની સોનોગ્રાફી કરનારા ૨૨ ગાયનેકોલોજિસ્ટ તથા રેડિયોજિસ્ટ તબીબોએ સોનોગ્રાફી વિશે જે માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને આપવાની હોય છે તે છુપાવી હોવાથી તેમના સોનોગ્રાફી પરવાના રદ કરવામાં આવ્યા છે.


મહિધરપુરા બેંકનું ૩૮ વર્ષ જુનું લોકર તોડ્યું તો રિવોલ્વર નીકળી

ખાતેદારે સાલ ૨૦૦૦ સુધીનું લોકરનું ભાડું એક સાથે ભરી દીધું હતું પણ ત્યારબાદ લોકર ઓપરેટ કરવા આવ્યા ન હતા, પોલીસે રિવોલ્વર કબજે લઈ તપાસ શરૂ કરી.મહિધરપુરા, પારસી શેરીમાં આવેલી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકમાં ૩૮ વર્ષ જુનું લોકર તોડતા તેમાંથી યુએસએ બનાવટની રૂ.૧.૫૦ લાખની કિંમતની રિવોલ્વર નીકળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સૈયદપુરા, ઉભી શેરીના કરસન પટેલે ૧૯૭૨ની સાલમાં આ લોકર ભાડે રાખ્યું હતું અને તેણે વર્ષ ૨૦૦૦ સુધીનું ભાડું એક સાથે ભરી દીધું હતું પરંતુ ત્યારબાદ તેઓ આ લોકર ઓપરેટ કરવા આવ્યા ન હતા. બેંક દ્વારા આવા જ ૪૫ લોકર સોમવારે તોડાયા હતા. રિવોલ્વર અંગે બેંક મેનેજર દ્વારા જાણ કરાતા પોલીસે તેનો કબજો લઈ ખાતેદારની શોધ ચલાવી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કરસનભાઈ નેગજીભાઈ પટેલ (રહે. ઊભી શેરી, સૈયદપુરા)એ ૧૯૭૨માં મહિધરપુરાની પારસી શેરીમાં આવેલી પીપલ્સ કો.-ઓ. બેંકમાં ખાતું ખોલાવી લોકર ભાડે રાખ્યું હતું. તેમણે લોકર નંબર ૪૪૯૧ માટે વર્ષ ૧૯૭૨થી વર્ષ ૨૦૦૦ સુધીનું ભાડું એક સાથે ભરી દીધું હતું. વર્ષ ૨૦૦૦ બાદ કરસનભાઇ તેમનું લોકર ઓપરેટ કરવા માટે આવ્યા ન હતા અને તેમણે લોકરનું ભાડું પણ જમા કરાવ્યું ન હતું.બેંકમાં આવાં ૪પ લોકર હતાં કે જેમનું ભાડું ન ભરાવાને કારણે બેંકને આ લોકરની સેવા બંધ કરવાની નોબત આવી હતી. આથી બેંક સંચાલકોએ ૪પ લોકર તોડ્યાં હતાં, જેમાંથી કરસનભાઈના લોકરમાંથી રૂપિયા ૧.પ૦ લાખની કિંમતની યુએસએ બનાવટની રિવોલ્વર મળી આવી હતી. બનાવ અંગે બેંક સંચાલકોએ તાત્કાલિક મહિધરપુરા પોલીસને જાણ કરતાં પોલીસે હથિયાર કબજે લીધું હતું.હાલ પોલીસે કરસનભાઈને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે. પોલીસ તેમજ બેંક સંચાલકોને એ વાત જાણવા માગી રહી છે કે કરસન પટેલે ક્યા સંજોગોમાં બેંકના લોકરમાં રિવોલ્વર મૂકી હશે? શું તેઓએ આ રિવોલ્વરથી કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ? શું તેમની પાસે તેનું લાઈસન્સ છે કે નહીં? અગર નથી તો તેઓએ ક્યાંથી મગાવી હશે? શું તેઓ હથિયાર વેચતા તો નહોતા ને? તેમની હિસ્ટ્રી પણ પોલીસ કરાવી રહી છે.


ત્રણ ફૂટ કરતાં ઊંચી મૂર્તિ પર પ્રતિબંધ મૂકવા દાદ

પીઓપીની મૂર્તિનાં પ્રદૂષણ સામે જાહેર હિતની અરજી, હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં બે દિવસમાં સુનાવણી કરાશે.સર્વધર્મ સમિતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સોમવારે તાપીમાં પધરાવાતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનાં પ્રદૂષણને રોકવા માટે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. તેમાં ત્રણ ફૂટ કરતાં વધારે ઊંચાઈની મૂર્તિના નિર્માણ પર પાબંદી મૂકવાની અને પીઓપી મૂર્તિને તાપીમાં વિસર્જન કરતાં અટકાવવા માટેની દાદ માગવામાં આવી હોવાનું એડવોકેટ એમ.પી. દણાંકે જણાવ્યુ છે.
સુરત શહેર અને જિલ્લામાં અંદાજે ૨૬,૦૦૦ જેટલી ગણપતિ મૂર્તિઓનું તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. તેના કારણે તાપીમાં ફેલાતાં ભયાનક પ્રદૂષણને મામલે સ્થાનિક સરકારી તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સરકારી તંત્રોના ઉક્ત ઓરમાયા વર્તનની સામે સર્વધર્મ સમિતિ મેદાનમાં આવી છે. સર્વધર્મ સમિતિ દ્વારા સોમવારના રોજ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર સહિત કુલ છ જેટલી સુરતની જવાબદાર સરકારી એજન્સીઓ સામે રિટ દાખલ કરવામાં આવી છે. સુરતમાં નવ ફૂટને બદલે માત્ર ત્રણ ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવે તેવી દાદ પણ માંગવામાં આવી છે.એસઆર નંબર ૮૯૩૪થી ચીફ જસ્ટિસ એસ.જે.મુખોપાધ્યાયની કોર્ટમાં સર્વધર્મ સમિતિના અધ્યક્ષ કલ્પેશ બારોટ દ્વારા ઉક્ત અરજી કરાઈ છે. તેમાં તાપીમાં ફેલાતાં પીઓપી મૂર્તિના પ્રદૂષણને કારણે ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાથી દાદ માગવામાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને કારણે તાપીમાં હેવી મેટલ્સ તથા ઝેરીલાં તત્વોનું પ્રદૂષણ ફેલાય છે.તેના કારણે જળચર અને માનવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું હોવાની રિટમાં હકીકત વર્ણવવામાં આવી છે.


સાયણ ગામમાં ક્લિપિંગ ફરતી કરનાર ઝુબેર રિમાન્ડ પર

ક્લિપિંગ કબજે લઈ આ કરતૂત કરવામાં કોણે કોણે મદદગારી કરી જેવી વિવિધ તપાસના મુદ્દે સાત દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી.સાયણ ગામની સગીર યુવતીને સ્કૂલે લાવવા લઈ જવાનું કામ કરતો રિક્ષાચાલકે સગીરાને જુઠ્ઠા પ્રેમમાં ફસાવ્યા બાદ તેની સાથે અંગતપળોની ક્લિપિંગ ઉતારી હતી. આ િકલિંપગ બતાવી યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં સગીરા તેના શરણે ન થતા તેની ક્લિપિંગને પંથકમાં ફરતી કરનાર રિક્ષાચાલકને ઓલપાડ પોલીસે ઝડપી પાડી સોમવારના દિવસે કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.સાયણ સ્કૂલમાં ભણતી એક સગીરાને સ્કૂલ તથા ટ્યુશને લાવવા અને લઈ જવાનું કામ કરતો સાયણ સુગર રોડ પર સીએનજી પંપની બાજુમાં આવેલી સોસાયટીમાં રહેતો ઝુબેર યુસુફ પટેલ નામનો રિક્ષાચાલકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ઝુબેરે આ સગીરા સાથે માણેલા અંગતપળોની ક્લિપિંગ ઉતારી તેણીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સગીરા તેની ધમકીને વશ ન થતાં આખરે ઝુબેરે ક્લિપિંગને સાયણ પંથકમાં ફરતી કરી દીધી હતી. આ મુદ્દે અંતે ઓલપાડ પોલીસમાં ફરિયાદ થતાં રિક્ષાચાલક ઝુબેર પટેલ ફરાર થઈ ગયો હતો. ઓલપાડ પોલીસે તેને રવિવારે ભરૂચ જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતો.આ બાબતે વધુ ઊંડાણપૂર્વકની તપાસ અર્થે સોમવારના દિવસે ઓલપાડ પીઆઈ બી. એમ. દેસાઈ રજા પર હોય ઓલપાડ પોસ્ટેનો ચાર્જ માંગરોળના પીએસઆઈ એમ. જે. બિરદેને સોંપાતા તેમણે ઝુબેર પટેલને ઓલપાડ સિવિલ કોર્ટમાં હાજર કર્યો હતો. પોલીસે ઝુબેરે ઉતારેલી ક્લિપિંગનો કબજો મેળવવા તથા તેના આ રીતના કરતૂતોમાં કોણકોણ સામેલ છે અને તેણે ઓટોરિક્ષામાં ક્લિપિંગ ઉતારી તે રિક્ષાજમા લેવા જેવા અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વકની તપાસ કરવા એમ. જે. બિરદેએ સાત દિવસના રિમાન્ડ મેળવવાની અરજી કરી હતી.આરોપી પક્ષના વકીલ જી. આઈ. મકરાણીએ દલીલો કરવા છતાં ઘટનાની ગંભીરતા પર ધ્યાન દોરી ઓલપાડ સિવિલ જજ ડ્યુડિ. મેજિ. જે. જે. પંડ્યાએ બે દિવસના રિમાન્ડ મંજુર કરતાં ઝુબેરને પોલીસ કસ્ટડી ભેગો કરાયો છે.ઝુબેરનાં કરતૂતો પર તેના પરિવારજનોને કોઈપણ પ્રકારની શરમ નથી .યુવતીની ક્લિપિંગ ફરતી કરનાર ઝુબેર પટેલને ઓલપાડ પોલીસે ઝડપી પાડી સોમવારે કોર્ટમાં હાજર કર્યો ત્યારે તેના પરિવારજનો પણ કોઈપણ પ્રકારની શરમ વગર કોર્ટ પર તેની મદદે દોડી આવ્યા હતાં. ઝુબેરના રિમાન્ડ મંગાયા બાદ તેના રિમાન્ડ મંજુર થયા ત્યાં સુધી કોર્ટમાં ઊભેલા તેના પરિવારજનોને ઝુબેરના નાલાયકપણા પર થોડી પણ શરમ ન હતી. આ ઉપરાંત ઝુબેરે કોઈ મોટું કાર્ય કર્યું હોય તેમ સાથે આવેલા પોલીસ કર્મીઓ સાથે હસીને વાતો કરતો હતો.


સસરાને ઝાડ સાથે બાંધી પતિએ પત્નીને ફટકારી

છેલ્લા સાત માસથી વિક્રમ કલ્પનાને ત્રાસ આપી મારઝૂડ કરતો હતો : પિતા જમાઈના ઘરે પહોંચતાં સ્વાગતની જગ્યાએ માર પડ્યોધરમપુરના ખારવેલ ગામે ભૂતસર ગામેથી પરણીને આવેલી પરણિતાને સાસરીયાઓ તરફથી લાંબા સમયથી આપવામાં આવતા શારીરિક માનસિક ત્રાસ બાદ ગત રવિવારે પતિએ તેણીને ફટકારી હતી. જ્યારે સસરાને પણ કાકાઓ સાથે મળી ઝાડ સાથે બાંધી મારમરાતા સમગ્ર પંથકમાં આ પ્રકરણ ચર્ચા જગાવી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્તમાહિતી મુજબ ભૂતસર ગામની ૨૬ વર્ષીય કલ્પનાના લગ્ન સામાજીક રીતરિવાજ મુજબ ખારવેલ ગામે વિક્રમ નટવરસિંહ પરમાર સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન તેણીએ પુત્ર પાર્થને જન્મ આપ્યો હતો. છેલ્લા સાત માસથી વિક્રમ અને કલ્પના વચ્ચે સામાજીક બાબતે ખટરાગ શરૂ થયો હતો. જેના કારણે કલ્પનાને તેણીને શારિરીક માનસીક ત્રાસ આપી અવારનવાર મારઝૂડ કરતા હતા. આ બાબતની જાણ લાચાર કલ્પનાએ કરતા પિતા ઇશ્વરભાઇ ત્રિકમભાઇ રાવત ગત રવિવારની રાત્રિના ૧૨:૩૦ કલાકે ખારવેલ ગામે જમાઇના ઘરે આવ્યા હતા. આ સમયે વિક્રમે તેની પિત્નને ઘરમાં ગોંધી ફટકારી હતી. જ્યારે સસરાને તેણે કાકા પ્રકાશ ઉમેદસિંહ પરમાર, ફતેસિંહ ઉમેદસિંહ પરમાર તથા રમણ ઉમેદસિંહ પરમાર સાથે મળી આંબાના ઝાડ સાથે દોરડી વડે બાંધી મારમાર્યો હતો. આ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ઇશ્વરભાઇને છોડાવ્યા હતા. બનાવ બાબતે પરણિતાએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે ફતેસિંહ તથા રમણભાઇ અને વિક્રમસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પ્રકાશને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. આગળની તપાસ પીએસઆઇ એચ.વી. સીસારાએ હાથ ધરી છે.


ઉમરગામના વંકાછ ગામે ઉપપત્ની બનવાનો ઇનકાર કરતાં પ્રેમીએ જ મારી નાંખી

ઉંમરગામના વંકાછ ગામે રવિવારે પાણીના ખાડામાંથી મૃત મહિલાની લાશ મળી આવી હતી.ઉમરગામના વંકાછ ગામે સ્મશાન ભૂમિની બાજુમાં પાણીથી ભરેલા ખાડામાંથી હત્યા કરેલી મહિલાની લાશ મળ્યા બાદ તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ જેલમાં ધકેલી.દીધો હતો. પોલીસ સત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહિલાનું નામ પાર્વતી મુકેશ પાટકર છે. જેનું પીયર નંદીગ્રામ પટેલ ફિળયા ખાતે હોઇ જેના લગ્ન માંડા ખાતેના મુકેશ પાટકર સાથે થયા હતા. પરંતુ પાર્વતી કોઇ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ ધરાવે છે, તેવું જણાતાં પાર્વતીને છુટી કરી હતી અને છેલ્લા કેટલાક વર્ષોથી પાર્વતી પોતાના પીયર નંદીગ્રામ રહેતી હતી.પોતાના પ્રેમી નાનુ રઘુ વારલી સાથે ત્રણ વર્ષથી પ્રેમમાં હતી. પરંતુ અગમ્ય કારણસર પાર્વતીએ તેના પ્રેમી નાનુ વારલી સાથે સંબંધ છોડયો હતો. નાનુએ શનિવારે રાત્રે બાઇક ઉપર બેસાડી વંકાછ લઇ જઇ ધારદાર ફરશીથી પેટ, પીઠ તથા છાતીનાં ભાગે ઘા કરી પાર્વતીને મોતને ઘાટ ઉતારી ખાડામાં ફેંકી દીધી હતી.


અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી ઘરમાં ગટરના પાણીનો સપ્લાય!

મુંબઈમાં અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી અને વાસુ ભગનાની જેવી વ્યક્તિઓ આજકાલ એક જ સમસ્યાથી હેરાન છે. તેઓની સમસ્યા એ છે કે જૂહુમાં પાણીની લાઈન સાથે ગટરની પાઈપ લાઈનનું પાણી ભેગું થઈ ગયુ છે. આ પાણી પીવાનું તો ઠીક તેને સ્પર્શ કરવો પણ આરોગ્ય પણ ઘણું જ હાનિકારક છે.શિલ્પા શેટ્ટી અને વાસુ ભગનાનીએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિતમાં ફરિયાદ કરી છે પરંતુ હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ સિવાય અન્ય તમામ મોટી હસ્તીઓના ઘરે કોઈને કોઈ બિમાર પડી ગયું છે. આ ગંદુ પાણી 100થી પણ વધારે ઘરોમાં સપ્લાય થાય છે. આતમામ લોકો ઘરમાં વોટર ટેંક મંગાવીને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચનના બંગલા જલસાની સામે સિદ્ધાર્થ સંઘવી રહે છે. સંઘવી જાણીતા નોવેલિસ્ટ છે. તેઓ છેલ્લા ત્રણ અઠવાડિયાથી બિમાર છે. જ્યારે તેમને બિમારીનું સાચું કારણ ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયા હતા.સિદ્ધાર્થ સંઘવીએ કહ્યું હતું કે, મને ફ્લૂ થયો છે. જ્યારે મારી આજુબાજુ રહેતા લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ છે, કોઈને તાવ આવે છે. અમે તમામ લોકો ઘણાં જ હેરાન થઈ રહ્યા છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભેળસેળ થઈ રહ્યું છે આ વાતની જાણ સિદ્ધાર્થે જ અન્ય લોકોને કહી હતી. આ તમામે બીએમસીના પશ્ચિમ ઝોનમાં ફરિયાદ કરી છે. તો બીજી બાજુ વાસુ ભગનાનીએ કહ્યું હતું કે, જો આ સમસ્યા બે દિવસમાં ઠીક ના થઈ તો અમે ઉચ્ચ સત્તાવાળાઓ પાસે જઈશું.જ્યારે બીએમસીના અધિકારોને આ અંગે પૂછવામાં આવ્યું હતું કે, ત્યારે તેઓને આ અંગે કોઈ જાણકારી નહોતી.


પ્રિયંકા પકોડા ખાઈ શકતી નથી

પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, તે ક્યારેય ડાયેટ કરતી નથી. આટલું જ નહિ તે પોતાની ભાવતી વસ્તુઓ આરામથી ખાઈ લે છે.
જો કે હવે પ્રિયંકા કંઈક અલગ જ કરી રહી છે. હાલમાં પ્રિયંકાએ પોતાની મનગમતી વસ્તુઓને તિલાજંલી આપી દીધી છે.પિગ્ગી ચોપ્સ પકોડા, પાસ્તા, પિઝા, પેસ્ટ્રી, બર્ગર, ચોકલેટ અને કોલ્ડ ‍ડ્રિંક પણ લેતી નથી.પ્રિયંકા હાલમાં ફિઅર ફેક્ટર નામનો રિયાલીટી શો કરી રહી છે. આ શોમાં પ્રિયંકાએ જાતે જ સ્ટંટ સીન કર્યા છે. સ્ટંટ સીનને કારણે પ્રિયંકા હાલમાં પોતાની ફિટનેસને લઈને સજાગ થઈ છે.


બચ્ચન બહુ રજનીકાંતના પગે પડી!

ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં રજનીકાંત સાથેની ફિલ્મ એન્ધીરયનનું શુટિંગ પૂર્ણ કર્યુ છે. ગયા અઠવાડિયે તેના હરકતને કારણે ફક્ત રજનીકાંત જ નહિ પરંતુ આખું ફિલ્મ યુનિટને નવાઈ લાગી હતી,.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફિલ્મ એન્ધીરયનનું શુટિંગ ચેન્નાઈમાં ચાલી રહ્યું હતું. શુટિંગના અંતિમ દિવસે ઐશ્વર્યા એકદમ ભાવુક થઈ ગઈ હતી. ઐશ્વર્યાને માત્ર યુનિટના સભ્યો સાથે એક ખાસ સંબંધ બંધાઈ ગયો હતો.ફિલ્મના અંતિમ દ્રશ્યનું શુટિંગ પૂર્ણ થયું ત્યારે ઐશ્વર્યા રાય સુપરસ્ટાર રજનીકાંતના પગે પડી હતી. અચાનક જ એશ રજનીકાંતના પગે પડતાં શરૂઆતમાં તો તે ગભરાઈ ગયો હતો પરંતુ થોડીક ક્ષણો પછી રજનીકાંતે ઐશ્વર્યાને આશીર્વાદ આપ્યા હતા.ફિલ્મનું શુટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે. ફિલ્મ થોડા સમય પછી રીલિઝ કરવામાં આવશે. ફિલ્મનું સંગીત મલેશિયામાં રીલિઝ કરવામાં આવશે.


ફૂટબોલ રમવાની આતે કેવી રીત?

ચીનના હેનાન પ્રાંતનાં ડેંગફેંગ શહેરમાં આવેલી તાગોઉ વુશુ સ્કૂલનાં એક વિદ્યાર્થીએ તેના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં સ્કૂલમાં શાઓલિનના વિદ્યાર્થીઓની ફૂટબોલની ટીમ બનાવવામાં આવી હતી.


બ્રિટન : શિક્ષિકા પર વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાનો આરોપ

બ્રિટનની એક સંગીતની શિક્ષિકા પર 15 વર્ષના કિશોર સાથે સેક્સ સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે 27 વર્ષીય સરાહ પીરીએ પ્રેસ્ટોન ક્રાઉન કોર્ટમાં તેના પર લગાવવામાં આવેલા આરોપ ખોટા હોવાનું જણાવ્યું હતું.સરાહે કોર્ટમાં તેના વિદ્યાર્થી સાથે સુવાનો ઈનકાર કર્યો હતો. શિક્ષિકા પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ગયા વર્ષે માર્ચથી જૂન વચ્ચે તેણે કિશોર સાથે પાંચ વખત અલગ અલગ જગ્યાએ શારીરિક સંબંધો બાંધ્યાહતાં. તેમજ 22 મેના રોજ તેણે કિશોરનું અપહરણ કર્યું હતું.સરાહ સામે ગયા વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે. કેસની વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. હાલમાં ન્યાયધિશે શિક્ષિકાને કિશોરનો ફરી સંપર્ક નહીં કરવાની શરતે જામીન પર છોડી મૂકી છે.


રાજધાની દિલ્હીમાં તૂટી પડેલો ભારે વરસાદ, ૧૧નાં મોત

રાજધાની દિલ્હીમાં સોમવાર સાંજે ભારે વરસાદ તૂટી પડતાં વરસાદ સંબંધિત દુર્ઘટનામાં બે મહિલા અને ત્રણ બાળકો સહિત ૧૧ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો. બીજી બાજુએ પંજાબ અને હરિયાણામાં નવેસરથી ભારે વરસાદ તૂટી પડતાં પૂરની સ્થિતિ વધુ વણસી છે. જેના કારણે કેટલીક નહેરો અને તળાવોમાં ગાબડાં પડ્યાં હોવાના અહેવાલ છે.રાજધાનીમાં દીવાલ પડવાના બે બનાવો અને વીજળીનો કરંટ લાગવાના ચાર બનાવોમાં ૧૧ વ્યક્તિ મોતને ભેટી હતી. ભારે વરસાદના કારણે દિલ્હીની ઝિલમિલ કોલોનીમાં મકાનની દીવાલ પડી જવાથી શાંતિ દેવી અને પંકજ (આઠ વર્ષ) તેમજ નવીન (૧૨ વર્ષ) નામના બે પુત્રને ઇજા થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શાંતિ દેવીનું નિધન થયું છે. જ્યારે ચાંદની ચોક વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે વીજળીનો થાંભલો પડી જતાં તેના કરંટથી બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. સોમવારે સવારે ૯:૩૦ કલાક સુધીમાં ૫૧.૪ મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક માર્ગો પર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. એમસીડીના સેન્ટ્રલ કંટ્રોલ રૂમે જણાવ્યો હતો કે માત્ર ૪૦ મિનિટના ગાળામાં પાણી ભરાઇ જવાની ૩૨ અને વૃક્ષો પડી જવાની ૧૩ ફરિયાદો અમારી પાસે આવી હતી.


કર્ણાટક : ધારાસભ્યોએ વિધાનસભામાં આખી રાત વિતાવી

કર્ણાટક વિધાનસભામાં સોમવારે પ્રમુખ વિપક્ષી દળ કોગ્રેસ અને જનતા દળ સેક્યુલરનાં સભ્યોએ કાંઈક હટકે વિરોધ પ્રદર્શન કર્યા હતા. બધાજ ધારાસભ્યોએ હેલમેટ પહેરીને વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા પહોંચી ગયા હતાં તેમજ તેઓએ વિધાનસભા ભવનમાં જ આખી રાત નીચે જમીન પર સુઈને વિતાવી હતી. આ ધારાસભ્યોએ રાજ્યમાં ગેરકાયદેસર ખાણોનાં કેસની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. જેને સરકારે ફગાવી દિધી હતી.સોમવારે કોંગ્રેસી ધારાસભ્યો હેલમેટ પહેરીને વિધાનસભા પહોચ્યાં હતાં તેમણે આમ કરવાનું કારણ જણાવ્યું હતું કે તેઓને સત્તા પક્ષ તરફથી ધમકી આપવામાં આવી છે. ધારાસભ્યોએ સરકારમાં સામેલ બે પ્રધાન જે ખાણ માલિક પણ છે તેમનાં તરફથી ધમકી મળી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાત્રે વિપક્ષી ધારાસભ્યોએ જણાવ્યું હતુંકે, એ ત્યાં સુધી વિધાન સભામાં રહેશે જ્યાં સુધી ગેરકાયદેસર ખાણનાં કેસો વિરુધ્ધ સીબીઆઈ તપાસની જાહેરાત કરવામાં આવશે નહી.ધારાસભ્યોએ સાંજનો ચા-નાસ્તો પણ વિધાનસભામાં જ કર્યો હતો. તો રાતનું ભોજન પણ ત્યાં જ લીધુ હતું અને ત્યાર બાદ ત્યાંજ જમીન પર સુઈ ગયા હતા. વિપક્ષ નેતા સિદ્દધરમૈયાએ જણાવ્યું હતુંકે, વિપક્ષની વિરોધની આ રિત ઘણી હાસ્યાસ્પદ હતી. અને એક સ્સતો પ્બલીસિટી સ્ટંટ હતો. કર્ણાટકની બીજેપી સરકારમાં પ્રધાન જનાર્દન અને કરુણાકર રેડ્ડી પર ગેરકાયદેસર ખાણ ધરાવવાનો આરોપ લગાવતાં રહ્યાં હતાં. જનાર્દન અને કરુણાકર રેડ્ડી ભાઈઓ છે. શુક્રવારે કોગ્રેસે ગ્રુહમાં ગેરકાયદેસર ખાણ ધરાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મુદ્દે બન્ને પક્ષો સામ સામે આવી ગયા હતા. શુક્રવારે સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ વચ્ચે એન સંતોષ હેગડેનાં રાજીનામાં બાબતે ઘણો વિવાદ સર્જાયો હતો.સુપ્રીમ કોર્ટનાં પૂર્વ જજ હેગડેએ તેમનાં પદથી 23 જુને રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન બીએસ યેદ્દુરપ્પા અને બીજેપી અધ્યક્ષ નિતિન ગડકરીએ રાજીનામું પાછુ ખેચી લેવાની અપીલ કરી હતીં, જેને હેંગડેએ નકારી દીધી હતી. પરતું પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલક્રૃષ્ણ અડવાણીની અપીલ પર તેઓ માની ગયા હતાં. હેંગડેએ રાજીનામું આપતાં સમયે જણાવ્યું હતું કે, સરકાર ગેરકાયદેસર ખાણનાં કેસોની તપાસ કરી રહેલાં ઓફિસરોને ગેરમાર્ગે દોરી રહી છે.

No comments:

Post a Comment