14 July 2010

ચૂંટણીપંચના આદેશ મુજબ મતદારયાદી માટે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકાશે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


ચૂંટણીપંચના આદેશ મુજબ મતદારયાદી માટે ઓનલાઇન નોંધણી પણ કરાવી શકાશે

ભારતના ચૂંટણીપંચના આદેશ મુજબ ૧લી જાન્યુ.’૧૦ની લાયકાતની તારીખ મુજબ તૈયાર કરાયેલી મતદારયાદીનો મુસદ્દો ૧૫મી જુલાઈએ પ્રસિદ્ધ કરાશે. મતદારો તેમાં પોતાનાં નામ ઉમેરાવી કે સુધરાવી શકશે. આ માટે ઓનલાઇન સુવિધા ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુવિધા ૧૫મીથી ૩૧મી જુલાઈ-’૧૦ સુધી ઉપલબ્ધ કરેશે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવલ, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી અશોક માણેકના જણાવ્યા મુજબ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે ચૂંટણીપંચની વેબસાઇટ (ડબલ્યુડબલ્યુડબલ્યુ.સીઈઓગુજરાત. એનઆઇસી.આઇએન) ઉપર ઉપલબ્ધ કરાવાશે. મતદારયાદીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા સૌપ્રથમ ઇન્ટરનેટ પર વેબસાઇટ ઓપન કરવી પડશે અને ત્યાર બાદ તેમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવું પડશે.આમ કરવાથી સ્ક્રીન પર એપિ્લકેશન ફોર એનરોલમેન્ટની લિન્ક આવશે અને તેની ઉપર ક્લિક કરવાથી ફોર્મ નં.૬ આવશે. એવી જ રીતે એપિ્લકેશન ફોર ડિલશિન, એપ્લિકેશન ફોર મોડિફિકેશન તથા એપિ્લકેશન ફોર ટ્રાન્સપોઝિશન ઉપર ક્લિક કરવાથી ફોર્મ નં. ૭, ૮ અને ૮-એ આવશે. આ ફોર્મમાં નાગરિકો પોતાનો વિધાનસભા મત વિસ્તાર સિલેક્ટ કરશે અને ફોર્મમાં અન્ય જરૂરી વિગતો ભરી શકશે.તમામ જરૂરી વિગતો ભર્યા બાદ ફોર્મ સબમિટ કરી શકાશે. આ રીતે સબમિટ કર્યા બાદ અરજદારને ઈ-મેઇલ દ્વારા એક નંબર અપાશે, જે અરજદારે નોંધી લેવો પડશે. જો અરજીમાં કરેલી કોઈ વિગતોમાં ફેરફાર કરવો હોય તો ઈ-મેઇલ મારફત તે સુધારો કરી શકશે અને ત્યારબાદ પણ જો અરજદાર તેમની અરજીની અધ્યતન સ્થિતિ જાણવા માગતા હશે તો તે જાણી શકશે.


ગંગામાં અસ્થિનું સામૂહિક વિસર્જન

ગુણવંતભાઈ ડેલાવાળાએ શાસ્ત્રોકત વિધિ સાથે સ્વજનો વતી અસ્થિપૂજન કરી વિસર્જન કર્યું.દરેક વ્યક્તિ માટે પોતાના સ્વજનના અસ્થિનું એ પાવનકારી નદીમાં વિસર્જન કરવાનું શક્ય નથી બનતું ત્યારે સરગમ ક્લબ છેલ્લા દસ વર્ષથી સામુહિક અસ્થિ વિસર્જનનો અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. તાજેતરમાં ગંગા નદીમાં ૨૫૦૦થી વધુ મૃતકોના અસ્થિનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું હતું.સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામના લાકડા અને ઈલેકટ્રિક વિભાગમાં જાન્યુઆરીથી જુન માસમાં જેમની અંતિમવિધિ કરવામાં આવી હતી એવા ૨૫૦૦ મૃતકોના અસ્થિનું એમના પરિવારજનોની ઉપસ્થિતિમાં મુક્તિધામ ખાતે પૂજન કર્યા બાદ સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અસ્થિઓ લઈ હરિદ્વાર ગયા હતા અને ત્યાં સંપૂર્ણ શાસ્ત્રોકતવિધિ સાથે એમના દ્વારા ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


ટાઢક થતાં જ સ્વાઇન ફ્લૂએ દેખા દીધા : જામનગરના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

શિયાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઇન ફ્લૂ ઉનાળામાં અર્દશ્ય થઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, ચોમાસામાં વાતાવરણ ઠંડું થતાં જ સ્વાઇન ફ્લૂએ ફરી દેખા દીધી છે અને એક સપ્તાહમાં સાતેક વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યા હતા. જામનગરના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં મંગળવારે અમરેલીના ઉદયસંગ (ઉ. વ. ૭૨) અને રાજકોટની સંતકબીર સોસાયટીના ગેંદાલાલ ભૈયા (ઉ. વ. ૨૨) ને સ્વાઇન ફ્લૂની આશંકાએ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં, અમરેલીના વૃધ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે, રાજકોટના યુવાનનો રિપોર્ટ પેન્ડિંગ છે.જામનગરના ગોકુલનગરમાં રહેતા કાંતિભાઇ ચંદુભાઇ કડિવાર (ઉ. વ. ૪૫) ને ગત તા. ૧૧ના રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેના લોહી-કફના સેમ્પલ લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબો દ્વારા કાંતિભાઇની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, વરસાદ બાદ ધાબડિયું વાતાવરણ થતાં સ્વાઇન ફ્લૂ ફરી ફેલાવા લાગ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ધારીના ભરતભાઇ જીવાભાઇ બોડા (ઉ. વ. ૪૦) સહિત ત્રણને સ્વાઇન ફ્લૂની આશંકાએ દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.


ટીવી અમ્પાયરની પદ્ધતિ અમલી બનાવવામાં આવી અને સચિન તેનો પ્રથમ ભોગ બન્યો હતો !!

દક્ષિણ આફ્રિકન ક્રિકેટના ભૂતપૂર્વ વડા અલી બકરે જણાવ્યું હતું કે 1992માં જ્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ વખત ટીવી અમ્પાયરની પદ્ધતિ અમલી બનાવવામાં આવી હતી ત્યારે સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીનની આગેવાનીવાળી ભારતીય ટીમ ઘણી ચિંતિત હતી.નવેમ્બર 1992માં ડરબનના કિંગ્સમેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જ્યારે ટીવી અમ્પાયરની પદ્ધતિ અમલી બનાવવામાં આવી હતી ત્યારે તેનો સૌ પ્રથમ ભોગ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બન્યો હતો. જ્યારે હવે તો આ પદ્ધતિ ક્રિકેટનો એક ભાગ બની ગઈ છે.અમે ભારતીય ટીમને આ પદ્ધતિ અંગે સમજાવી હતી. અમારૂ બોર્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમ આ માટે તૈયાર થઈ ગઈ હતી પરંતુ ભારતીય સુકાની મોહમ્મદ અઝહરૂદ્દીન અને તેના ટીમ મેનેજર થોડા ચિંતિત દેખાતા હતા, તેમ બકરે કહ્યું હતું.ક્લાઈવ લોઈડ તે શ્રેણીના મેચ રેફરી હતી તેથી મેં તેમને ભારતીય ટીમ સાથે આ અંગે વાતચીત કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહેલા ફિફા રેફરી રહી ચૂકેલા સ્ટીવ બકનર સ્ટીવ બકનર તે સમયે અમ્પાયર હતા અને તેમણે પણ આ પદ્ધતિનો વિરોધ કર્યો હતો.બકનરે કહ્યું હતું કે તેઓને આ ગમતું નહોતું પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીયોએ અપીલ કરી હોવા છતાં પણ બકનરે જોન્ટી રોડ્સને નોટ આઉટ જાહેર કરેલો. જોન્ટી તે સમયે 28 રને હતો. પ્રથમ ઈનિંગ્સમાં અમે અત્યંત મુશ્કેલીમાં હતા અને જોન્ટીએ દક્ષિણ આફ્રિકાને બચાવી લીધુ હતું.સ્ટીવે બાદમાં તેમની હોટલ ખાતે તેનો રીપ્લે જોયો હતો અને મને કહ્યું હતું કે તેઓએ જોયુ કે જોન્ટી આઉટ હતો ત્યારે તેઓ ભયભીત થઈ ગયા હતા. બાદમાં બીજા દિવસે બકનરે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે નવી પદ્ધતિ યોગ્ય છે. અને સ્પોર્ટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તે મહત્વની ઘડી હતી, તેમ બકનરે કહ્યું હતું.


પહેલા ઇંડુ આવ્યું હતું કે મરઘી ?

વર્ષોથી એ બાબત કોયડો બનીને રહિ છે કે પહેલા ઇંડુ આવ્યું હતું કે મરઘી ? વૈજ્ઞાનિકો સહિત મોટાભાગના વ્યક્તિઓ વર્ષોથી આ કોયડાનો ઉકેલ મેળવવા ભારે મથામણ કરી હતી.જોકે હવે આખરે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે વર્ષોથી ચાલી આવતા આ કોયડાનો ઉકેલ મેળવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સૌથી પહેલા પૃથ્વી પર મરઘી આવી હતી અને ત્યારે બાદ જ ઇંડુ આવ્યું હતું.વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર બે એક સરખા જીવ, જે મરઘી પ્રજાતિના નહોંતા તેમના મેળાપના પરિણામે ઇંડાની ઉત્પતિ થઇ હતી. વધુમાં ઇંડાની અંદર રહેલું પ્રોટીનનું તત્વ માત્ર મરઘી અંડાશયમાં જ જોવા મળે છે. તેથી વૈજ્ઞાનિકો જણાવે છે કે ઇંડુ મરઘીની અંદર જ ઉત્પન થઇ શકે છે, જે એ વાતની સાબિત કરે છે કે પહેલા મરઘી જ આવી હતીS


ન્યૂયોર્કની એક વ્યક્તિનો ફેસબુકના માલિક હોવાનો દાવો!

ન્યૂયોર્કના એક વ્યક્તિએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુકનો માલિક હોવાનો દાવો કર્યો છે. વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તે ફેસબુકના 84 ટકા હિસ્સાનો માલિક છે, વ્યક્તિની આવી અરજી બાદ ન્યાયધીશે ફેસબુકની સંપતીનું હસ્તાંતરણ કરવા પર રોક લગાવી દીધી હતી.પોલ ડી. કેગ્લિયાએ ન્યૂયોર્કની એલેગ્ની કાઉન્ટી હાઈકોર્ટમાં 30 જૂનના રોજ એક અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2003માં ફેસબુકના સંસ્થાપક અને મુખ્ય અધિકારી માર્ક ઝુકેરબર્ગે એક કરાર પર સહી કરી હતી. વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું છે કે કરાર પ્રમાણે કેગ્લિયાને કંપનીનો માલિક બનાવવામાં આવ્યો હતો.પોતાની અરજીમાં કેગ્લિયાએ દાવો કર્યો છે કે, તેણે ઝુકેરબર્ગ સાથે 28 એપ્રિલ 2003ના રોજ એક વેબસાઈટ બનાવવા તેમજ તેની ડિઝાઈન તૈયાર કરવા માટે કરાર કર્યો હતાં. જે અનુસાર તેને 1000 ડોલરનો પગાર અને ઉત્પાદનમાં 50 ટકાની ભાગીદારી આપવામાં આવી હતી.કરારમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, જાન્યુઆરી 2004 પછી જ્યાં સુધી વેબસાઈટનું કામ પુરુ ન થાય ત્યાં સુધી કેગ્લિયાને દરરોજ એક ટકાના દરે વધારાનું વ્યાજ મળશે. ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સંપૂર્ણ ખોટી છે, તેમજ અમે આ બાબતે જોરદાર લડત આપીશું.


એ ટી એમ મશીન ચોર ઉપાડી ગયા!

એટીએમમાંથી પૈસાની ચોરી થયાનું તમે સાંભળ્યું હશે. પરંતુ અહીં તો પૈસાની નહીં પરંતુ વાત છે આખું એટીએમ મશીન ચોરાઈ જવાની! બેંગલોર શહેરમાં કંઈક આવો જ બનાવ બન્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોસર રોડ પર સિંગસાન્દ્રા ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ પટિયાલાના એટીએમ મશીનને જ ચોર ઉપાડી ગયા હતાં. બેંક મનેજરે જ્યારે સવારે દરવાજો ખોલ્યો તો અંદર રાખવામાં આવેલા બે મશીનમાંથી એક એટીએમ મશીન ગાયબ હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરી થઈ ગયેલા એટીએમ મશીનમાં આશરે દસ લાખ રૂપિયા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે એટીએમ સેન્ટર ખાતે બેંક દ્વારા કોઈ સુરક્ષા ગાર્ડ રાખવામાં આવ્યો ન હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, તેમજ ઘટનાની તપાસ કરી રહી છે.

‘અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ 21 વર્ષની દેખાય છે’

અભિનેતા અક્ષય કુમારનું માનવું છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન 36 વર્ષની ઉંમરને પાર કરી ગઇ હોવા છતાં આજે પણ 21 વર્ષની દેખાય છે.અક્ષયે નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર પર લખ્યું છે કે, હું હાલમાં સાથી કલાકારો સાથે મનાલીમાં છું. હું અહીં ઐશ્વર્યા સાથે એક ગીત શૂટ કરવા આવ્યો છું. શૂટિંગ દરમિયાન મેકઅપ કલાકારો ઐશ્વર્યાને 50 વર્ષની ઉંમરનો લૂક આપવા માંગતા હતા. મેકઅપ કલાકારોના પ્રયત્ન છતાં ઐશ્વર્યા 21 વર્ષની જ લાગતી હતી.જો કે એક્શન હીરોને મેકઅપ પસંદ નથી. અક્ષય કુમાર હાલમાં વિપુલ શાહની એક કોમેડી ફિલ્મમાં કામ કરી રહ્યો છે.


કેલિફોર્નિયામાં જેક્સનની કબર સાથે છેડછાડ

કેલિફોર્નિયામાં પોપ કિંગ માઇકલ જેક્સનની કબર સાથે છેડછાડનો મામલો બહાર આવતા કબરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.ગત્ વર્ષે જુલાઇમાં વધુ પડતા પ્રમાણમાં નશીલી દવાઓનો સેવન બાદ જેક્સનનું મૃત્યુ નિપજ્યું હતું. જેક્સનના પાર્થિવ દેહને કેલિફોર્નિયાના ગ્લેનડેલ સ્થિત ફોરેસ્ટ લોન સિમેટ્રીમાં દફનાવવામાં આવ્યો હતો.જેક્સનના પ્રશંસકો અહીં તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવા આવે છે. જેમાંથી કેટલાક લોકોએ કબર પર 'મિસ યુ સ્વીટ એન્જલ' અને 'કીપ ધ ડ્રીમ અલાઇવ' જેવા સંદેશાઓ લખી નાંખ્યા છે. ફોરેસ્ટ લોનના અધિકારીઓએ જેક્સનના પ્રશંસકો દ્વારા ભૂંસી ન શકાય એવી શાહીથી સંદેશો લખવા પર નારાજગી વ્યક્ત કરી છે.સાથે કબરની સુરક્ષા પણ વધારી દીધી છે.



પોન્ટિંગ જ સચિનને કટ્ટર સ્પર્ધા આપી રહ્યો છે
ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાનમાં ભલે ઓસ્ટ્રેલિયન સુકાની રિકી પોન્ટિંગનો રેકોર્ડ સારો રહ્યો ના હોય પરંતુ આ જ ઐતિહાસિક મેદાન પર પોન્ટિંગે તેની ટેસ્ટ કારકિર્દીની વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે.પોન્ટિંગે ગઈ કાલે શરૂ થયેલી પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 26 રન ફટકારીને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ લિજેન્ડ બ્રાયન લારાને પાછળ રાખી દીધો હતો. પોન્ટિંગે લારાને ટેસ્ટ રનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે તેની નજર રેકોર્ડના રાજા સચિન તેંડુલકરના રેકોર્ડ તરફ રહશે.લારાએ 133 ટેસ્ટ મેચમાં 52.88ની એવરેજ સાથે 11,953 રન ફટકાર્યા છે. જેમાં 34 સદી અને 48 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં લારાનો સર્વોચ્ચ સ્કોર અણનમ 400 રનનો છે. જ્યારે પોન્ટિંગ ગઈ કાલે પાકિસ્તાન સામે શરૂ થયેલી ટેસ્ટ મેચમાં લારાને પાછળ રાખી દીધો હતો. અત્યાર સુધી પોન્ટિંગ 145 મેચમાં 55.08ની એવરેજ સાથે 11,954 રન બનાવી ચૂક્યો છે. જેમાં તેણે 39 સદી અને 51 અડધી સદી ફટકારી છે.હવે પોન્ટિંગ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર માટે ખતરો બની ગયો છે. રિકી પોન્ટિંગ લારાને પાછળ રાખીને હવે બીજા સ્થાને આવી ગયો છે. સચિને અત્યાર સુધી 166 ટેસ્ટમાં 55.56ની એવરેજ સાથે 13,447 રન બનાવ્યા છે. જેમાં 47 સદી અને 54 અડધી સદી ફટકારી છે.આમ હવે સચિનના રેકોર્ડને પોન્ટિંગથી ખતરો છે. પોન્ટિંગ અને સચિનના રન વચ્ચે બહુ ખાસ અંતર રહ્યું નથી. જે રીતે પોન્ટિંગ રમી રહ્યો છે તે જોતા તે ઝડપથી સચિનની નજીક જઈ રહ્યો છે. તેથી હાલમાં ટેસ્ટમાં સૌથી વધુ રનના રેકોર્ડમાં ફક્ત પોન્ટિંગ જ સચિનને કટ્ટર સ્પર્ધા આપી રહ્યો છે.


આમિર જ્યારે ચાંપાનેરમાં રહેતો હતો

વર્ષ 1893માં મધ્ય ભારતના ચાંપાનેર ગામમાં બ્રિટિશ સરકારનું રાજ હોય છે. કેપ્ટન રસેલ(પોલ બ્લેકથ્રોન) ચાંપાનેરનો વહીવટ સંભાળે છે. વરસાદ પડ્યો ના હોવાથી ખેડૂતો કર ભરી શકતા નથી. કેપ્ટનને ગરીબ ગ્રામવાસીઓની બિલકુલ ચિંતા નથી.રાજા પણ અંગ્રેજો સામે લાચાર છે. ભુવન(આમિર ખાન) ખેડૂત હોય છે. તે પોતાની માતા સાથે ગામમાં રહેતો હોય છે. તે અંગ્રેજો સામે બદલો લેવા આતુર છે પરંતુ તે એક ગરીબ ખેડૂત છે. પરંતુ નસીબ તેને યારી આપે છે. વધુ પડતાં ઉત્સાહને કારણે કેપ્ટન રસેલ ભુવન પાસે શરત મૂકે છે કે, તે ક્રિકેટમાં જીતી જાય તો ચાંપાનેરના ખેડૂતોનો કર માફ કરવામાં આવશે. ભુવન શરત માની જાય છે. તે ગામમાંથી 11 લોકોની પસંદગી કરીને ટીમ બનાવે છે.ગામના લોકોને ક્રિકેટ વિશે કંઈ જ ખબર પડતી નથી પરંતુ રસેલની બેન એલિઝાબેથ(રાશેલ શેલી) ભુવન અને અન્ય લોકોને ક્રિકેટ શીખવાડે છે.


ધોનીનાં લગ્ન પર પ્રગતિનાં પ્રશ્નો?

એક અહેવાલ પ્રમાણે ટીવી એક્ટ્રેસ પ્રગતી મહેરા ધોનીનાં તેની સ્કુલ સમયની ગર્લ ફ્રેન્ડ સાથે પરણી જવાં પર કેટલાંક સવાલ ઉઠાવ્યાં હતાં.તેણે જણાવ્યું હતું કે, કેમ ધોનીએ બધાને સાક્ષી વિશે જણાવ્યું ન હતું? તેણે કેમ તેનાં તેની સ્કુલ સમયની ગર્લ ફ્રેન્ડ સાક્ષી સિંગ રાવત સાથેનાં તેના અફેરની વાત જાહેર કરી ન હતી? કેમ તેણે આમ અચાનક જ લગ્ન કરી લીધા હતાં?તેણે માહી અને યુવીનાં બોલિવૂડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણે સાથેનાં સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે શું ધોનીને ડર હતો કે તે બધી અફવાઓ તેનાં લગ્નમાં કાઈ અડચણ ઉભી કરશે તેથી તે પરણી ગયો હોય?તેણે અંતે કહ્યું હતુંકે,ધોની એક સમ્માનિય નામ છે તે ફ્ક્ત ભારતિય ક્રિકેટ ટીમનો કેપ્ટન જ નથી તે એક ઓદ્યોગિક વ્યક્તિત્વ પણ છે. તો શું ધોનીનાં ચાહકોને તેનાં વિશે આટલું પણ જાણવાનો હક નથી?


જેનેટને જવાન પુરૂષો ગમે છે!

લોકપ્રિય ગાયિકા અને અભિનેત્રી જેનેટ જેક્સનનું નામ આજકાલ અબજપતિ બિઝનેસમેન વિસમ અલ માના સાથે જોડાયું છે.સમ જેનેટ કરતાં 10 વર્ષ નાનો છે. 44 વર્ષીય જેનેટે કહ્યું હતું કે, તેને પોતાનાથી નાની ઉંમરના પુરૂષો સાથે ડેટિંગ કરવું ગમે છે.
વધુમાં જેનેટે કહ્યું હતું કે, તેને જવાન પુરૂષો સાથે ડેટિંગ કરવાથી તે ઉત્સાહિત થઈ જાય છે.

No comments:

Post a Comment