25 January 2010

મૂડી રોકાણ આકર્ષવામાં ગુજરાત મોખરે

૨૦૦૮ની વૈશ્વિક આર્થિક મંદીની ઘાતક અસરોથી વિચલિત થયા વિના ૨૦૦૯માં આકર્ષક દેખાવ સાથે ગુજરાત રાજ્ય મૂડી રોકાણ આકર્ષવામાં મોખરે રહ્યું છે. કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ માટેના એસોચેમ ઇન્વેસ્ટમેન્ટ મીટર (એઇએમ) અનુસાર ૨૦૦૮ના રૂ. ૧૩,૮૦,૦૯૯ કરોડની તુલનામાં ૨૦૦૯માં કુલ રૂ. ૧૫,૯૪,૨૦૩ કરોડનું કોર્પોરેટ રોકાણ નોંધાયું છે. તેમાં ગુજરાત રૂ. ૨,૪૫,૩૫૨ કરોડ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. કુલ રોકાણમાં ગુજરાતનો ફાળો ૧૫.૪ ટકા છે. રૂ. ૨,૦૦,૮૪૫ કરોડ સાથે ઓરિસ્સા બીજા ક્રમે છે. તાતા નેનોનું પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં સ્થળાંતર રાજયની કોર્પોરેટ રોકાણ આકર્ષવાની તાકાતનું સચોટ ઉદાહરણ છે.

No comments:

Post a Comment