24 January 2010

વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપમાં સોરઠનાં શિક્ષકોની સિદ્ધી

વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપમાં સોરઠનાં બે શિક્ષકોએ યોગ કળામાં શારીરિક કૌશલ્ય બતાવી કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યુ છે અને યુવા વિદ્યાર્થીઓને નવી દિશા ચીંધી છે. યોગ -કલ્ચરલ એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર દ્વારા તાજેતરમાં ૮-૯-૧૦ જાન્યુઆરી દરમ્યાન મુંબઈ મુકામે અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં વર્લ્ડ યોગાસન ચેમ્પીયનશીપ યોજાઈ હતી.
જેમાં નેશનલ કવોલીફાઈડ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઉના તાલુકાનાં દેલવાડા ગામનાં વતની અને પે-સેન્ટર શાળાનાં શિક્ષક ડાયાભાઈ જે. બાંભણીયાએ ૩૫ વર્ષથી ઉપરનાં વય જૂથનાં વિભાગમાં અને અંજાર ગામનાં વતની શારદા મંદિર વિધાલયનાં ભરતભાઈ વી. ડાભીએ અન્ડર ૨૫ વર્ષનાં વિભાગમાં સ્થાન પ્રાપ્ત કરી કાંસ્ય ચદ્રકથી વિભુષીત થયા હતા. ઊના તાલુકાનાં આ બન્ને શિક્ષકો યોગ કળામાં શારીરિક કૌશલ્યનાં દર્શન કરાવી યુવા છાત્રો માટે પ્રેરણારૂપ બન્યા છે.

No comments:

Post a Comment