ભારતના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ ભલે એવું સૂત્ર આપ્યું હોય કે હિન્દી-ચીની ભાઇ-ભાઇ, પરંતુ ચીન તો નેહરુને તદ્દન અવિવેકી, અવિનયી અને અભદ્ર ગણે છે અને ભારતને તળિયા વગરનો ખાડો. આ અને આવા કેટલાય વિવાદાસ્પદ વિધાનો, નિવેદનો અને ચોંકાવનારા બયાન સિનિયર પત્રકાર કલ્યાણી શંકરના આગામી પુસ્તક ‘નિકસન, ઇન્દિરા એન્ડ ઇન્ડિયા: પોલિટિકસ એન્ડ બિયોન્ડ’માં મૂકાયા છે. આ કોમેન્ટ્સ ચીનના પૂર્વ વડાપ્રધાન ચોઉ-એન-લાઇએ અમેરિકન પ્રેસિડેન્ટ રિચાર્ડ નિકસન સામે કરી હતી અને તેના પર નિકસન ખડખડાટ હસ્યા હતા. નિક્સને અગાઉ ઇન્દિરા ગાંધીને શ્વાન પરના અપશબ્દથી નવાજી હતી, તો નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હેન્રી કિસિંગરે ભારતીયોને બસ્ટાર્ડ કહ્યા હતા. આ અને આવી અનેક હચમચાવી નાખે તેવી કોમેન્ટ્સનો આ પુસ્તકમાં સમાવેશ કરાયો છે. આ પુસ્તકમાં નિક્સન વખતના અમેરિકન ડોક્યુમેન્ટ્સનો સમાવેશ કરાયો છે.
સહાયનો દુરુપયોગ થયાનો નિકસનનો આરોપ : નિકસને ચીનની મુલાકાત વખતે ભારત પર એવો આરોપ મૂકયો હતો કે, ભારત અમેરિકી સહાયનો ઉપયોગ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદવા માટે કરે છે, ત્યારે તેમણે પાક.ને શસ્ત્ર આપવાની જાહેરાત કરી હતી.
અમેરિકાને એક તબક્કે ડર લાગ્યો હતો : પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, અમેરિકા કયારેય નહોતું ઇરછતું કે ભારત પરમાણુ પરીક્ષણ કરે. એટલું જ નહીં, અમેરિકાને એવી ચિંતા પણ પેસી ગઇ હતી કે, ભારત આ ટેક્નોલોજી અન્ય કોઇ દેશોને પણ વેચી શકે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment