રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર દિને ત્રિરંગાને સલામી આપવાના દેશ દાઝ ભર્યા કાર્યક્રમમાં આ વર્ષે રાજકોટ તાલુકા ક્ષેત્રે યોજાતી પરેડમાં જિલ્લા પોલીસે પરેડનાં નીતિ નિયમનું ઉલ્લંઘન કરી ઘરની ધોરાજી ચલાવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી રૂપે પોલીસ દ્વારા ત્રિરંગાને સલામી આપી પરેડ યોજતા હોય છે. આગામી ૨૬ જાન્યુઆરીના રોજ જિલ્લાના પડધરી ગામે તાલુકા કક્ષાએ ઘ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો છે. અને મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે એસ.આર.પી. શહેર-જિલ્લા પોલીસ, હોમ ગાર્ડઝ અને એન.સી.સી. દ્વારા પરેડની પ્રેક્ટીશ ચાલી રહી છે. ૨૬ જાન્યુઆરી, ૧૫ મી ઓગષ્ટે યોજાતી પરેડમાં નીતિ નિયમો હોય છે. પરંતુ બે દિવસ બાદ યોજાનાર પરેડમાં સલામી દેનાર પ્લાટુનની સંખ્યામાં મન ઘડંત ફેરફાર કરી પ્લાટુનમાં ૩૦ જવાનોની સંખ્યા ર૧ની કરી નાખતા પોલીસ બેડામાં આશ્વર્ય ફેલાયું છે.
પ્લાટુનમાં સામેલ થતા જવાનોની સંખ્યા અંગે રાજયની એસ.આર.પી. ના ઇન્ટ્રકટર, લશ્કરના નિવૃત્ત અધિકારીઓ તેમજ પોલીસતંત્રના જવાનોને કમાન્ડોની તાલીમ અપાય છે. તેવા કરાઇ ટ્રેનિંગ સેન્ટરના ઇન્ટ્રકરોના સંપર્ક સાઘ્યો હતો. તેઓના જણાવ્યા મુજબ ર૬ જાન્યુઆરી અને ૧પ ઓગસ્ટની પરેડનું મહત્વ હોય છે. તેમાં સામેલ થતી પ્લાટુનમાં ૩૦ જવાન હોય છે. અને તેનાંથી ઓછા ર૭ જવાનોની પ્લાટુન રાખી શકાય છે. આ સંખ્યાથી નીચે રાખી શકતા નથી. ત્યારે તાલુકા કક્ષાએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાનાર પરેડની પ્લાટુનમાં જવાનોની સંખ્યામાં પોતાની રીતે મનઘડંત ફેરફાર કરી નીતિ નિયમને નેવે મુકનાર અધિકારી સામે જિલ્લા પોલીસ વડા અને કલેકટરે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. આ પરેડ નિતિ નિયમ મુજબ જ ચાલતી હોવાનો બચાવ જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો.
24 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment