24 January 2010

પરીક્ષા પૂર્વે કેટલાક છાત્રો બ્રેઈન ટોનિક અને સ્માર્ટ પિલ્સના શરણે ઉચ્ચ ગુણાંક મેળવવા માટે રાત્રે ઉઘ ન આવે તેવી દવા લેવી અંતે તો હાનિકારક : યોગ અને ઘ્યાન વધુ ફાયદાકારક

આ વર્ષે બોર્ડની પરીક્ષા દેનારા તેજસ્વી છાત્રોમાં અંતિમ તબકકાની તૈયારીનો હવે પ્રારંભ થઈ રહ્યો છે. આ સંજોગોમાં સ્પર્ધામાં સૌથી આગળ રહેવા કેટલાક વિદ્યાર્થીઓએ બ્રેઈન ટોનિક દવા કે મોડી રાત્રે ઉજાગરા માટે બ્રેઈન ટોનિક વાપરતા થઈ જતાં આ કેટેગરીની ઔષધિઓના વેચાણમાં ૨૫ ટકાનો ઉછાળો આવ્યો છે. ઉઘ ન આવે તેવી દવાનો લાંબો સમય ઉપયોગ કરતાં ફાયદાથી ગેરફાયદા વધી જાય છે. આથી સ્માર્ટ પિલ્સ (ઉઘ ન આવે તેની દવા) કરતાં યોગ અને ઘ્યાન શ્રેષ્ઠ સાબિત થાય છે.
તો એલોપેથીની મેમરી ગેટ પ્લસ દવા સૌથી વધુ બ્રેઈન ટોનિકમાં ખપે છે જેનું વેચાણ ૫૦ ટકા જેટલું વધી ગયું છે તેમ કેમિસ્ટ એસો.એ જણાવ્યું હતું. ધો.૧૦ અને ૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને આડે હવે બાવન દિવસ જેવો સમય ગાળો બાકી છે ત્યારે મન ગમતી ટકાવારી મેળવવા ભાવનગરમાં ખાસ તો ધો.૧૨ના વિદ્યાર્થીઓ રાત્રે મોડે સુધી જાગીને વાંચન-લેખન થઈ શકે તે માટે ચા-કોફીની સાથે ઉઘ ન આવે તેવી સ્માર્ટ પિલ્સ (દવા) લેતા થઈ ગયા છે. ભાવનગરમાં હજુ આવી સ્માર્ટ પિલ્સ ન મળતી હોવાથી અમદાવાદથી મંગાવતા થઈ ગયા છે. મનોચિકિત્સકો આ અંગે જણાવે છે કે, સાત કલાકની ઉઘ દરેક યુવા વર્ગ માટે જરૂરી છે. પૂરતા પ્રમાણમાં ઉઘ ન લેવાથી પહેલા ચાર-પાંચ દિવસ તો કાંઈ આડ અસર થતી નથી પરંતુ દોઢેક મહિના જેવો લાંબો સમય ગાળો પૂરતી ઉઘ ન લેવામાં આવે તો શરીરને આડ અસર ચોકકસ થાય છે માટે જ સ્માર્ટ પિલ્સના સહારે ઉઘ ભગાવી ટકાવારી મેળવવાથી પઘ્ધતિ જ ખોટી છે તેના કરતાં તો ઘ્યાન અને યોગના સહારે એકાગ્રતા વધારવી બહેતર છે. બ્રેઈન ટોનિકનો સહારો પણ લેવામાં આવે છે. જોકે, એલોપેથીમાં યાદ શક્તિ વધારવાની રામ બાણ દવા આજ સુધી શોધી શકાઈ નથી. તો સામા પક્ષે આયુર્વેદમાં બ્રાહ્મી, શંખ પુષ્પી, શતાવરી, અશ્વ ગંધા વિ. ઔષધિઓ જે મગજની શક્તિ વર્ધક ગણાય છે તે ઔષધિઓવાળી બ્રેન્ટો સહિતની દવા કે સિરપના વેચાણમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે.

No comments:

Post a Comment