29 January 2010

‘વિશ્વનો સૌથી મોટો પાપી દેશ ઓસ્ટ્રેલિયા’

ભલે ક્રિકેટર ડોન બ્રેડમેન અને સિંગર કાયલી મિનોગનો દેશ હોય પરંતુ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં માલુમ પડ્યું છે કે ક્રિકેટ અને ગાયનના ક્ષેત્રે આગળ ઓસ્ટ્રેલિયા પાપની બાબતમાં પણ મોખરે છે. આ અભ્યાસમાં માનવીના જીવનના સાત અનિષ્ટો જેવા કે સેક્સ, ક્રોધ, ખાઉધરાપણુ, લોભ, કામ ચોરી, ઇર્ષા અને અભિમાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. જેમાં ઈર્ષાને મનુષ્યની સૌથી મોટી નબળાઈ ગણાવવામાં આવી હતી.
BBCના ફોક્સ મેગેઝિનના કહેવા મુજબ દુનિયાભરમાં ખોટું કરવાની વાત આવે તો તેમાં ઓસ્ટ્રેલિયા બાજી મારી જાય.આ અભ્યાસમાં અમેરિકાના લોકોમાં ખાઉધરાપણાના લક્ષણો સૌથી વધુ જોવા મળ્યા હતા, જયારે દક્ષિણ કોરીયાના લોકોમાં સેક્સ વૃતિની સૌથી વધુ જોવા મળી હતી. આઇસલેન્ડના લોકો સૌથી વધુ અભિમાની જોવા મળ્યા હતાં અને મેક્સિકોના લોકોમાં લોભ વૃતિનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યુ હતુ. વિવિધ દેશોમાં ક્રોધનું પ્રમાણ શોધવા માટે અભ્યાસકારોએ જે તે દેશમાં દર હજાર વ્યક્તિએ ગુનાખોરી, બળાત્કાર વગેરે બાબતોનો અભ્યાસ કર્યો હતો. આળસુપણાનો અંદાજ મેળવવા માટે કામદારોની રજાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, અભિમાનની વૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશમાં થતી પ્લાસ્ટિક સર્જરીના આંકડાઓ મેળવવામાં આવ્યાં હતા. સેક્સ વૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશના લોકો પોર્ન ફિલ્મો કેટલી જૂએ છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. લોભ વૃતિનો ખ્યાલ મેળવવા માટે દેશમાં કેટલા લોકોની વાર્ષીક આવક દેશની સાધારણ આવકથી ઓછી છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ખાઉધરાપણાનો ખ્યાલ મેળવવા માટે લોકો દ્વારા ફાસ્ટ ફૂડ પાછળ થતા ખર્ચાઓને ગણતરીમાં લેવામાં આવ્યાં હતા. ઇર્ષાવૃતિનો ખ્યાલ મેળવવા માટે તે દેશમાં થતી લૂટ ફાટ, ધાડ અને કાર ચોરીના ગુન્હાઓ પરથી ગણતરી કરવામાં આવી હતી.આ દરેક ગુન્હાઓ માટે સંશોધનકારો દ્વારા દરેક દેશને દશ પોઇન્ટ આપવામાં આવ્યા હતાં. આ રીતે સંપૂર્ણ ગણતરી માંડી દુનિયાના સૌથી પાપી દેશની જાહેરાત કરવામાં આવી હતી. આ બધા જ દેશોમાં ઓસ્ટ્રેલિયાને સૌથી વધુ 46 પોઇન્ટ મળ્યા હતાં. જ્યારે અમેરિકાને 32 પોઇન્ટ અને કેનેડાને 24 પોઇન્ટ મળ્યા હતા. બ્રિટન છઠ્ઠા ક્રમે રહ્યું હતું.

No comments:

Post a Comment