હાલ શિયાળો ચાલી રહ્યો છે. અને ઠંડા વાતાવરણમાં ચાના પ્યાલાની કોઇ ના ન પાડે તે સ્વાભાવીક છે. પરંતુ જો તમને ગરમ ચા પીવાની ટેવ હોય તો સાવધાન. કારણ કે એક સંશોધન અનુસાર જાણવા મળ્યું છે કે ઉફાણો આવેલી અને ગરમ ચા પીવાથી એસોફેગસ (અન્નનળી)નું કેન્સર થવાની સંભાવના ઘણી વધી જાય છે. મુંબઇની ટાટા મેમોરીયલ હોસ્પિટલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગરમા ગરમ ચા પીવાથી અન્નનળીના આવરણને ઘણું નુકશાન પહોંચે છે. અને તેનાથી કેંસર થવાની સંભાવનાઓ સામાન્ય કરતા ચાર ગણી વધી જાય છે. આનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે ગરમ ચાના સેવનથી કેંસરની સંભાવના ગુટખા, તમાકુ અને સિગરેટ પીવાથી થતા અન્નનળીના કેંસર કરતા વધુ હોય છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના નિષ્ણાતોએ 1989થી લઇને 1992 સુધી અંદાજે 442 દર્દીઓના આંકડાઓનું ધણા વર્ષો સુધી વિશ્લેષણ કર્યું હતું અને ત્યાર બાદ તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ વિભાગના અધ્યક્ષ બી. ગણેશનું કહેવું છે કે ચા ભારતના રાષ્ટ્રીય પીણા સમાન છે. અને મોટાભાગના લોકોને ગરમ ચા પીવાની આદત હોય છે. પરંતુ અમારુ સંશોધન કહે છે કે ગરમ ચા પીવી તે કેંસરને આમંત્રણ આપવા સમાન છે. અને કાશ્મિર જેવા ઠંડા પ્રદેશમાં તેનું જોખમ વધુ હોય છે.
ડોકટરના જણાવ્યા અનુસાર આ પ્રકારના જોખમથી બચવા માટે ચાને થોડી ઠંડી કરીને જ્યારે તે મધ્યમ ગરમ હોય ત્યારે પીવી જોઇએ.
25 January 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment