25 January 2010

ગુજરાતમાં મારા પર ખતરો : મેઘાની સુપ્રીમ કોર્ટને અરજ પોતાની સામેનો બદનક્ષીનો દાવો ગુજરાતને બદલે દિલ્હીમાં ચલાવવા માગણી

નર્મદા બચાવો આંદોલનની સૂત્રધાર મેઘા પાટકરે ગુજરાતમાં પોતાના જીવ પર પ્રતિવાદી દ્વારા જાનનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરીને પોતાની સામે ચાલી રહેલા બદનક્ષીના દાવાઓને ગુજરાત બહાર ખસેડવા સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે માગણી કરી હતી. પાટકર વતી દાખલ કરાયેલા એક સોગંદ નામામાં જણાવાયા મુજબ, તે કોર્ટ કાર્યવાહી માટે અમદાવાદ જશે તો તેની અને તેની સંસ્થાની સુરક્ષા અને સ્વતંત્રતા પર પ્રતિવાદી તરફથી નોંધપાત્ર દહેશત અને ખતરો છે. આ સોગંદ નામું અમદાવાદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબરેશનના અઘ્યક્ષ વી.કે. સક્સેના દ્વારા આ કેસને અન્યત્ર તબદિલ કરવા સામે રજૂ કરાયું હતું. સક્સેનાએ પાટકર સામે આ કેસ તેના દ્વારા એક ટીવી ચર્ચામાં સરદાર સરોવર યોજના સંબંધે કરાયેલી વાંધાજનક ટિપ્પણીના સંદર્ભે નોંધાવ્યો હતો. ફરિયાદ રાજકીય પ્રેરિત મેઘાએ સોગંદ નામામાં એવો આક્ષેપ કર્યો હતો કે, આ ફરિયાદ રાજકીય પ્રેરિત છે. એટલું જ નહીં, સકસેના પોતાની અને નર્મદા બચાવો આંદોલન સામે અનેક બદનક્ષીકારક જાહેરાતો માટેનો હાથો પણ બન્યો હતો. રાષ્ટ્રદ્રોહી હોવાનો આક્ષેપ પાટકર કે જેણે કેસ તબદિલ કરવાની અરજી ધારા શાસ્ત્રી પ્રશાંત ભૂષણ મારફત કરી હતી, તેણે એવા પણ આક્ષેપ કર્યા હતા કે, સકસેનાએ તેના (મેઘા) પર રાષ્ટ્રદ્રોહી અને વિદેશી સહાય મેળવવાના આક્ષેપો કર્યા હતા. કેસ દિલ્હીની કોર્ટમાં ચલાવવા મેઘાની માગ મેગ્સેસે એવોર્ડ વિજેતા પાટકરે આ કેસ દિલ્હી તબિદલ કરવા માગણી કરી હતી. તેની દલીલ છે કે, અગાઉ પણ સર્વોચ્ચ અદાલતે સકસેના દ્વારા અમદાવાદમાં નોંધાવાયેલા એક દાવાની કાર્યવાહીને અન્યત્ર ખસેડી આપ્યો હતો. કેસ અહીંની એક મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.

No comments:

Post a Comment