24 January 2010

આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં શકવર્તી ચુકાદો

મરણોન્મુખ નિવેદન આધારીત કેસમાં નિવેદન આપનારની માનસિક સક્ષમતા ન હોય તેવું નિવેદન સજા કરવા માટે પુરતું નથી તેમ ઠેરવી આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવી અદાલતે શકવર્તી ચૂકાદો આપ્યો છે.
મોમાઇ નગરમાં રહેતા પ્રફુલ્લાબાને તેમના પતિ હેમતસિંહ નાની-નાની બાબતમાં મારકુટ કરી લેતો હોઇ તેમ જ ઘરખર્ચની રકમની બાબતે ઝઘડો થતાં પ્રફુલ્લાબાએ જાતે કેરોસીન છાંટી સળગી હતી. સારવાર દરમિયાન પતિ શંકા-કુશંકા કરતો હોય તેણીએ આ પગલું ભર્યુ હોવાનું નિવેદન મેજીસ્ટ્રેટ સમક્ષ આપ્યું હતું. આ ફરિયાદ અન્વયે પોલીસે હેંમતસિંહની ધરપકડ કરી ચાર્જ શીટ રજુ કર્યુ હતું. કેસ ચાલી જતાં બચાવ પક્ષના વકીલ કે.એચ. ધોળકીયાએ રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદા અનુસાર એકથી વધારે મરણોન્મુખ નિવેદન રેકર્ડ પર હોય ત્યારે તેમની વચ્ચે સામ્ય જરૂરી છે. આ નિવેદન કોઇની ચડામણી કે અસર તળે લખાયેલું હોય તો આરોપીને સજા થઇ ન શકે. ગુજરનારની સારવાર તથા પોસ્ટમોર્ટમ કરનાર ડોકટરે ૯૬ થી ૯૯ ટકા દાઝવાના કિસ્સામાં દર્દીઓની માનસિક અને શારીરિક સ્થિતિ અલગ હોય છે તેમ કબુલ્યું છે. ગુજરનાર નિવેદન આપવા સક્ષમ ન હતી તેમ રેકર્ડ પરથી સાબીત થાય છે. આ દલીલો ઘ્યાને લઇ જજ દામોદરાએ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

No comments:

Post a Comment