25 January 2010

ધોની અને સેહવાગ વચ્ચે વિખવાદ

એકતાના તાંતણે બંધાયેલી ટીમ ઈન્ડિયામાં ફરી ભાગલા પડી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વાઈસ કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલ છે. એક અહેવાલ અનુસાર બાંગ્લા દેશ ખાતે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન ધોની અને સેહવાગ વચ્ચેના સંબંધોમાં પોતાના કેમ્પના ખેલાડીને સમાવવા બાબતે તણાવ પેદા થયો છે. ધોની ઈજાગ્રસ્ત હતો ત્યારે સેહવાગને ટીમ ઈન્ડિયાનું સુકાની પદ સોંપવામાં આવ્યું હતું. ત્યારે તેણે અમિત મિશ્રાને તક આપી હતી. અને મિશ્રાએ સારો દેખાવ કર્યો હતો. હવે બીજી ટેસ્ટ પૂર્વે ધોનીએ ટીમનું સુકાની પદ સંભાળી લીધું છે. અને ટીમમાં થોડાક ફેરફાર કર્યા છે. જેમાં તેણે અમિત મિશ્રાના સ્થાને પ્રજ્ઞાન ઓઝાને તક આપી છે. ધોનીએ અમિત મિશ્રાના બદલે પ્રજ્ઞાન ઓઝાને તક આપતા સેહવાગે તેનો વિરોધ કર્યો હતો. સેહવાગ ઈચ્છતો હતો કે અમિત મિશ્રાનું સ્થાન ટીમમાં યથાવત રહે પરંતુ ધોનીએ બીજી ટેસ્ટમાંથી અમિતનું પત્તુ કાપીને પ્રજ્ઞાનને સ્થાન આપ્યું છે. જેના લીધે સેહવાગ નારાજ થયો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે સેહવાગ અને ધોની વચ્ચે અણબનાવ થયો હોય. આ પહેલા પણ ઓપનીંગ આવવાને લઈને પણ બન્ને વચ્ચે અણબનાવ થયો હતો.

No comments:

Post a Comment