25 January 2010

હું રાજકારણમાં સાવ ઠોઠ નિશાળીયો છું: નરેન્દ્ર મોદી નવસારીમાં મુખ્ય મંત્રીએ કર્યું ગરીબ કલ્યાણ મેળાનું ઉદ્ઘાટન

હું રાજકારણમાં સાવ કાચો, ઠોઠ નિશાળીયો છું. રાજકારણ જ મારૂં ઘ્યેય હોત તો ગરીબ કલ્યાણ મેળો અત્યારે નહીં પણ ૨૦૧૨ માં કર્યો હોત. ૬૦ વર્ષથી ગરીબોને ચૂંટણી ટાણે જ યાદ કરવામાં આવતા. અત્યાર સુધી ગરીબોને ભોળવીને મત મેળવી લેવાતા અને ગરીબ ત્યાંનો ત્યાં જ રહી જતો. ચૂંટણી પત્યા પછી ગરીબને કોઇ યાદ કરતું નથી. દેશના નેતાઓને ગરીબ પણ માણસ છે એ દેખાતું નથી. આ શબ્દો નવસારી ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. રાજકારણીઓ-નેતાઓ ગરીબને મતનું પતાકું સમજતા અને એને ચૂંટણી વખતે જ યાદ કરાતો.ઉપરોક્ત શબ્દો નવસારી જિલ્લાના ગણદેવી, જલાલપોર તથા નવસારી તાલુકાના ૨૯ હજાર લાભાર્થીઓ માટે આયોજિત નવસારી ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચાર્યા હતા. મોદીએ વધુમાં જણાવ્યું કે આ મેળો અત્યારે એટલા માટે છે કે મારે રાજકારણનાં આટા પાટામાં નથી પડવું. ચૂંટણી ન હોવા છતાં ગરીબોની સેવા કરવા હું સામે ચાલીને આવ્યો છું. ગુજરાતે ગરીબી સામેની લડત આરંભી છે. સમગ્ર દેશે આ માર્ગ અપનાવવો પડશે, એવો નક્કર કામનો નમૂનો ગુજરાતે પુરો પાડ્યો છે. આ ગરીબ કલ્યાણ મેળો વચેટિયાઓની નાબૂદીનો, દલાલોને નેસ્ત-નાબૂદ કરવાનો મેળો છે. મને રાજકારણ સાથે નહીં પણ ગરીબકારણ સાથે લેવા દેવા છે. આ મેળો ગરીબી સામે લડવાની મથામણ છે. કલ્યાણ મેળાના માઘ્યમથી ગરીબ પરિવારને ગરીબી સામે લડતો કરવાનું મારૂં સ્વપ્ન છે.

No comments:

Post a Comment